Robot waiter books and stories free download online pdf in Gujarati

રોબોટ વેઈટર

જતીન ભટ્ટ (નિજ) રચિત ખડખડાટ હસાવતી એક હાસ્ય રચના

' રોબોટ 'વેઇટર

જાપાન ની હોટેલ માં રોબોટ કામ કરે છે
વાંચી આપણે ત્યાં પણ ગોટ્યા એ એની ચાલુ હોટેલ માં જાપાન વાળા
પણ સેકન્ડ હેન્ડ રોબોટો રાખ્યા, ને એ રોબોટો માં ઇન્ડિયન પ્રોગ્રામ નખાવી દીધો, (ખરો ઉચ્ચાર રોબો છે પણ આપણે આમાં રોબોટ જ કહીશું, મજા આવશે)
એક ગ્રાહક: ' ઓય વેઈટર,ઓય રોબોટિયા, પાણી લાવ '
રોબોટ: ઓ ઉઉ ઉ ખર ખર ખરરેરેરેર..... મિનરલ ખખખખખખ કે ચાલુ આપુઉઉઉઉઉ , ખર ર ર ર ર ર
ગ્રાહક: ' અલા ઓ ગોટ્યા , આને જરા થાપટ માર, આના ગળા માં કફ ભરાઈ ગયો લાગે છે ',
ગોટ્યા એ એક થાપટ મારી તો રોબોટ સીધું બોલવા લાગ્યો,
રોબોટ: ' ઓર્ડર પ્લીઝ '
ગ્રાહક: ' જા, વડા પાઉં લઈ આવ, અને જો બકા, તીખા લઈ આવજે '
રોબોટ: ' યસ સર '
રોબોટ મોટો પાઉં લઈ આવે છે,
ગ્રાહક તડુકીને: 'અબે , આમાં વડું ક્યાં છે? અલ્યા ગોટ્યા?'
ગોટ્યો પાછો આવીને કંઇક મંતરે છે એટલે પેલો રોબોટ પાછો વડું લઈ આવ્યો,
આ બાજુ બીજા ટેબલ પર પતિ પત્ની બેઠા હતા,
રોબોટ: ' ઓર્ડર પ્લીઝ ’
પતિ પત્ની તરફ જોઈને: 'ઓય, શું મંગાવું?'
પત્ની: ' તમારે જે મંગાવવું હોય તે '
રોબોટ પતિ તરફ ફરીને: ' ખરરરર ર ર ર, ગઈ કાલે પેલી આવી હતી ને ,જે તમારી સાથે ચોંટી ને બેઠી હતી ને તમે જે આઇટમ મંગાવી હતું એ લાવું સર?!!!!!!!, ખટ ખટ ખટ ખટ ખટ ખટ ખટ ખટ......'
ને આ બાજુ પત્ની સડપ દઈને ઉભી થઈ ગઈ ને પતિ તરફ આંગળી કરી ને:' ઘરે આવો, તમારુ થાય છે '
ને પતિ: ' અલ્યા ગોટ્યા, આ તારા રોબોટ ના પ્રોગ્રામનું કંઇક કર કાં પછી એને અપડેટ બપડેટ જે કરવું હોય તે કર, સાલા એ મને દોડતો કરી દિધો... હવે ઘરવાળી ઘરમાં પણ નઈ ઘુસવા દે '
ને હોટેલ માં જે હસાહસ થઈ , જે હસાહસ થઈ , લોકો પેટ પકડી ને હસ્યા ,
ત્રીજા ટેબલ પર લેડી રોબી સર્વિસ આપતી હતી ને એણે એક ગ્રાહક ને ગાલ પર ઠોકી દીધી,
પુછ્યુ તો કહે: ' ખીટ ખીટ ખીટ, ઈં ઈ ઈ ઈ ઈ, આણે મને આંટી કીધી, એં એં એં એં એં એં એં એં, ' બોલતા બોલતા બોલતા એણે નાક સાફ કર્યું, તો એક વાયર બહાર લબડી ગયો, બોલો ,
કોઈ ટીખળી હેકરે પ્રોગ્રામ માં કોઈ વાઇરસ ઘુસાડી દીધો,
પછી તો હોટેલમાં ધમાલ ધમાલ થઈ ગઈ:
એકે પંજાબી મંગાવ્યું તો એને ગુજરાતી મળ્યું, તો એક મંચુરિયન મંગાવ્યું તો રોબોટ ભૂંગળાબટાકા લઈ આવ્યો, એકે સેવઉસળ મંગાવ્યું તો રોબોટ લાવ્યો તો ખરો પણ એનો એક પગ નીકળી ગયો તો સેવઉસળ ગ્રાહકો પર છંટાઈ ગયું, ઢોંસા મંગાવ્યા તો રોબો નો હાથ નીકળી ગયો ને ઢોંસો ગ્રાહક ના માથા પર ગોઠવાઈ ગયો, કોઈ મશ્કરા એ ડિસ્કો દાંડિયા મૂક્યા તો બધા રોબોટો અને રોબીઓ ગરબા રમવા માંડ્યા , પાછા એક મશ્કરા એ કપલ ડાન્સ નું ગીત ' જબ કોઈ બાત બન જાયે...,,' મૂક્યું તો બધા રોબો અને રોબીઓ જોશ, જોશ થી કપલ ડાન્સ કરવા માંડ્યા એમાં કોઈ નો ટાંટિયો, તો કોઈના હાથ, કોઈનું નાક, કોઈનો કાન તો કોઈ રોબોટ નું તો માથું જ નિકળી ગયું,ને હોટેલ માં ચારે બાજુ બધું વેરણ છેરણ થઈ ગયુ,, ધમાલ ધમાલ મચી ગઈ, ...
જેમતેમ કરીને ગોટ્યા એ બધું કંટ્રોલ કર્યું ને એણે કંટાળી ને બીજે જ દિવસે નવા વેઈટર માટે એડ આપી :
' જોઈએ છે અમારી હોટેલ માટે વેઈટર ,કહ્યાગરા પતિ ઓને ફર્સ્ટ પ્રેફરન્સ આપીશું '
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995