samajdar samaj nu gandpan books and stories free download online pdf in Gujarati

સમજદાર સમાજનું ગાંડપણ

સમજદાર સમાજનું ગાંડપણ

પહેલા એ ચોખવટ કરી આપુ આ મુદ્દો કોઈ રાજકીય કે પક્ષ સાથે સંકડાયેલ નથી . સમાજના યુવાનો અને ખાસ વડીલો આ મુદ્દા પર પ્રકાશ પાડે . એવી આશા રાખું છુ .
આજે પટેલ સમાજ એ ગુજરાતમાં ગાજતું નામ કહેવાય , અને અભિમાનની સાથે કહી શકાય કે "સરદાર" અમારા સમાજ માથી આવેલા . સમાજના લગભગ ૬૦-૭૦ ટકા લોકો સામાન્ય છે એટલે કે મધ્યમ વર્ગમાં આવે છે . જ્યારે ૧૦-૧૫ ટકા લોકો શ્રીમંત છે બાકીના લોકો પાસે નહીવત આવકના સ્ત્રોત છે . છતા સમાજ આજે શ્રીમંત કહેવાય છે . ત્યારે આવી શ્રીમંતાઈની વ્યાખ્યા કરતા બુદ્ધિજીવીઓ પર હસવું આવી જાય છે .
મારો વાત કરવી છે સમાજમાં રહેલા સામાજિક પડકારની જે દિવસેને દિવસે ભયંકર રુપ ધાર કરે છે . ગામડામાં રહેતા ખેડુત કે જેમની પાસે માંડ ૧૦-૧૫ વિધા જમીન રહી છે (સરેરાશ) ગામમા એક ઘર હોય છે પોતાની આવકનો અમુક ભાગ તે ઘરને રિપેર કરવામાં વાપરે છે તો એક બાજુ દિકરાના અભ્યાસના ખરચા ઉપાડે છે . છેવટે પરિણામ એવું આવે છે દિકરો મોટો થઈ માંડ ૨૦૦૦૦-૨૫૦૦૦ કમાતો થાય ત્યાં તેની ઉંમર પણ લગ્ન ની થઈ જાય છે . જ્યારે તેના સગપણની વાત કરવામાં આવે ત્યારે દિકરી પક્ષેથી જવાબ આવે છે , " છોકરાનું ઠેકાણું તો ગમ્યું પણ સીટીમાં મકાન હોય તો અમારી છોકરીનું ત્યાં કરવું છે ".
અંતે દિકરાનો બાપ પોતાના બાપ દાદાની જમીન વહેંચી કે પછી વ્યાજે રુપિયા લઈ સીટીમાં મકાન ખરીદે છે . પછી તે છોકરાના લગ્ન થાય છે . પરિણામ શુ આવ્યું ? પોતાના જ સમાજમાં લગ્ન કરવા છતા સમાજના બુદ્ધિજીવીઓએ બનાવેલ નિયમોનું પાલન કરી જમીનનો સોદો કરી સીટીમાં મકાન લેવા મજબુર થવું પડ્યું . આ જ વ્યથા છે સમાજની અને ખાસ આજે જે ગામડામાં સામાન્ય સ્થિતિમાં જીવન જીવે છે એ પરિવારની .
હવે વાત એ છે કે જો તમે સીટીમાં મકાન નહી ખરીદી શકો તો તમારા દિકરાના લગ્ન થવાના નથી અંતે તામારો વંશવેલો ત્યાં જ અટકી જવાની બીકે દિકરાના લગ્ન કોઈ બીજી જાતિની કન્યા સાથે કરશો . પરિણામ એવું આવશે કે આજ સમાજ તમારી મજાક કરતું કહેશે "એકનો એક છોકરો દશ પંદર વિધા જમીન ગામડામાં હાઈક્લાસ મકાન તો પણ આદિવાસીની છોકરી ઘરમાં બેસાડી "
પહેલા લગ્ન પરિવારની આબરૂ અને ખાનદાની જોઈ થતા હતા . સીટીમાં મકાન ના હોય ચાલશે , જમીન થોડી ઓછી હોય ચાલશે , છોકરો થોડું ઓછું કમાતો હોય ચાલશે , પણ છોકરાનું પરિવાર આબરુવાન હોવું જોઈએ . પણ આજે આ બધુ સમયના વાયરામાં કયા ફૂંકાય ગયું કંઈ ખબર જ રહી . આજે તો એટલુ જ જોઈ છે સીટીમાં મકાન છે , ઘરમાં ગાડી છે , લગ્ન પછી અલગ રહેવાનું . આવી શરતો પર આજે લગ્ન નહી પણ સોદા થાય છે . કારણ કે લગ્ન જેવા પવિત્ર શબ્દને આ બાબત સાથે જોડી હુ અપવિત્ર કરવા નથી માંગતો .
દિકરી પક્ષે કોઈ દિવસ એ વાતનો વિચાર કર્યો છે ખરો કે , જે છોકરા પાસે તે આ બધી માંગ આગળ ધરે છે તે માગમાં આગળ જતા તેની દિકરી પણ ભાગીદાર થવાની છે (એટલે કે બધી માંગ પુરી કરવા દિકરા પક્ષે જે વસાવ્યું છે તેના દેણામા તેની દિકરી પણ ભાગીદાર થવાની છે) . વ્યાજના ચક્રો ગતિમાન થશે . એ દેવું ચુકવવા જમીન પણ વહેંચવી પડશે . એટલી સુધી પણ આવી જાય છે છેવટે કંટાળી અપમૃત્યુ પણ સ્વીકારી લે છે . સમાજમાં અપરણિત યુવાનો નો વર્ગ આ બાબતનો શિકાર બનેલો છે . પરિણામ એ આવશે કે સમાજના સામાન્ય લોકો પાસે જમીનનો એક કટકો પણ નહી રહે . તે પટેલ સમાજ પોતાની ખેતીથી ઓળખ ઉભી કરતો એ જમીન જ નહી રહે કારણ કે આજે આ હિનબુદ્ધી ધરાવતા મોટા વર્ગને જોઈએ છે એટલુ જ .
અબજોના ઢગલા પર તમારી દિકરી વારી આવો પણ તે દિકરો જ સાવ ઉડાવ હશે તો તમે શુ કરશો ? સમાજના ઘણા બધા સામાન્ય પરિવાર કે જે સંસ્કારી છે છતા તે પરિવારને છેડી સંપત્તિમાં અંજાય દીકરીનો સોદો કરી આવો છો . આ સમાજનું સામાજિક પતન છે કોઈ કહેતું હોય કે સમાજ શાંતિ સંપન્ન છે તો એ વાત મિથ્થા છે . નરું જુઠાણુ છે . કે પછી એક પ્રકારનો દંભ છે . ઘણી ઘટનાઓ જોઈ છે મે કે માયા મોહમાં અંજાય દિકરીને નરકમાં ધકેલવામા આવે છે . હુ જાણું છુ દરેક માતા પિતાને આશા હોય છે કે પોતાની દિકરી સુખી ઘરમાં જાય પણ સુખનો અર્થ સીટીમાં રહેવું એવો નથી થતો . જે ઘરમાં દિકરીને પોતાના પિતાના ઘર જેવો અહેશાસ થાય એ જ સુખી ઘર કહેવાય .
હવે વાત કરવી છે ૧૦-૧૫ ટકા જે શ્રીમંત વર્ગમાં આવે છે તેની . બાપ દાદાની કમાણી થી બનેલા બંગલા,ગાડી, મોંઘા ફોન, વાપરતા યુવાનની . જ્યારે આ લેખ લખતા પહેલા વોટસઅપ ગ્રુપમા આ મુદ્દો ચર્ચા પર મુક્યો ત્યારે રાકેસ ભાઈએ Rakesh R patel ખાસ "સમાજમાં ફેલાતા વ્યસન અને જુગાર પર" લખવા કહ્યું .
એ યુવાનને ખબર નથી કે આ બંગલાના પાળામાં તેના બાપ દાદાનો પરસેવો રેડેયો છે . ત્યારે આ ઇમારતનું નિર્માણ થયું છે . એને તો બસ ઉડાવવાથી જ કામ છે (આ વાત બધા શ્રીમંત પરિવારને લાગુ નથી પડતી) મોંઘી ગાડી લઈ કોલેજ જવાનું ત્યાં જઈ સિનસપાટ્ટા મારવાના , પિતાની દોલતમાં ચુર થઈ સ્ટાઈલિસ રીતે સિગારેટ પીવાની . ઘરે જેવા તેવા જવાબ આપી રાતે મદિરાની મહેફિલ કરવાની . મહિનાની પોકેટ મની વધારવા કે ડબલ કરવા જુગાર રમવાનું (જો વધુ પડતા પૈસા ઘરે માંગે તો બાપા હિસાબ માંગે આટલા રૂપિયા કયા ઉડાવ્યા) . આ નબીરાઓના કારણે પરિણામ એ આવ્યું કે સમાજના ઘણા બધા લોકો આ નરાધમોની સંગમા આવી ગયા છે . હવાની માફક આ દુષણ પુરા સમાજમાં ફેલાતું જાય છે .જેને પણ સારી સલાહ આપવામા આવે એ યુવાન એટલો જ જવાબ આપે છે "આ બધુ તમને ના ખબર પડે , આ બધા નવાબોના શોખ કહેવાય" પણ એ શોખ ક્યારે તમાસો બની જાય તેની તેને ખબર રહેતી નથી .
આ બાબત પર મહદ્ અંશે ગુનેગાર તેના માતા પિતા પણ છે કે જે તેની કોઈ દિવસ ટકોર નથી કરતા કે "બેટા અમે આપેલા પૈસાનું તુ શુ કરેશ , કયા નાખેશ , તારી સંગત કોની સાથે છે , તમ કંઈ જગ્યા પર જાય છે" . થોડી લગામ રાખવી રહી કારણ કે ડીફ્રેશન જ્યારે વધવા લાગે છે ત્યારે તે યુવાન પોતાની જીંદગી છેડી દે છે . પોતાના સંતાનોને મોજ શોખ કરાવો મને વાંધો નથી પણ સાથે સાથે એ પણ કહો જો બેટા આ પગલું ભર્યું તો તેરી પર સંપુર્ણ બહાર જવાનો મનાઈ હુકમ લાદી દેવામાં આવશે . પણ આવો સમય કોને છે ? પિતા વધુ રુપિયા કમાવવાના પડ્યા છે , તો માતા ને પણ પોતાના દિકરા પરના હકો ભુલાતા જાય છે .
થોડી વાત કરુ હવે સમાજમાં ફેલાતી દેખાદેખીની . આ મુદ્દો દશરથનો છે Dasharath V Patel"મને કહ્યું કે આ મુદ્દા પર એક લેખ લખ એટલે આ મુદ્દાનો આ લેખમાં હુ સમાવેશ કરુ છુ" કેવી દેખાદેખી પડોશી ગાડી લાવ્યો તો આપણે દેણું કરી ગાડી લાવીશું બાકી તેની સાથે જ રહેશુ સમાજના સ્તર પર .અરે બુદ્ધિના પડીકાઓ એની પાસે જેટલી આવકની દિશા છે એટલી તારી પાસે નથી તો પણ તુ આર્થિક લેવલ પર તેની જગદેખ બરાબરી કરવા જાશ .
આવુ જ કંઈક પ્રસંગોમાં પણ આવી ગયું છે . ઓલા છગનભાઈ એ દિકરાના લગ્ન કેવા ધામધુમથી કર્યા . આપણે પણ આપણા વાલિયાના એવી રીતે જ કરવા છે . બસ પછી શુ પાંચ દશ લાખ વ્યાજે લાવી ગામમા ફુલેકુ ફેરવે પછી ગામનું ફુલેકુ ફેરવે . યાદ રાખજો સમાજના વડીલો આપણા સમાજના ઉત્તમ વિચારધારા વાળા લોકોએ સમુહલગ્નુ એટલા માટે જ આયોજન કર્યું કે જેથી પુરો સમાજ દેખાદેખીમાં પતનના રસ્તે ના વહી જાય . આપણે એ સમુહલગ્નને એવું બિરુદ આપ્યું કે "સમુહમા એ જ લગ્ન કરે જેની સ્થિતિ નબળી હોય " પણ કોઈએ આજ સુધી વાસ્તવિકતા સ્વીકારી નથી સ્વીકારવાના પણ નથી .
બસ આટલો સંદેશ એક સામાન્ય પરિવારના યુવાન વતી હુ મનોજ સંતોકી માનસ મારા બધા જ સમાજબંધુ ને આપવા માંગું છુ કે , " જ્યા સુધી આ દૂષણો સમાજ માથી દુર નહી થાય ત્યાં સુધી સંપત્તિ હોવા છતા સમાજ શાંતિની અનુભૂતિ નથી કરવાનો"

મનોજ સંતોકી માનસ
(જુના ઘાટીલા)
(એક વરસ પહેલાં લખેલી પોસ્ટ)