Kagaraja books and stories free download online pdf in Gujarati

કાગરાજા

આજે સર્વ પિતૃ શ્રાદ્ધ, ને કાગવાસ માટે હું ધાબા પર ગયો,
થાળી મુકી કે તરત જ સામેજ કાગડાઓનું નું ટોળું આવ્યું , ઈચ્છા તો હતી કે આમાંથી કોઈ નો ઇન્ટરવ્યુ લઈ લઉ, પણ કાગડો બોલે કે નઈ એ આશંકા હતી ને અચાનક જ કાગડા ને વાચા ફૂટી:
' તું કેમ છેલ્લે દિવસે આવ્યો,, બીજા બધા તો ક્યારનાય ઇન્ટરવ્યૂ લઈ ગયા ?, ને જો સાંભળ બકા, તું ખીર લઈ ને આવ્યો છે એટલે હું ખાઈ જાઉં છું પણ સાથે તું ખમણ, ભજિયાં ને એવું બધું પણ ખાય છે ને ? તો એવું બધુ પણ ખવડાવવાનું, તું હમણાં બહારથી લાવ્યો ને તે મેં જોયું, હું તારી પાસેના ઝાડ પર જ બેઠો હતો' ...
' જી '
' અને હાં અમૂલ નું જ દુધ જ વાપરવાનું ,નહી તો તારી પાસે ગાય ભેંસ હોવી જોઇએ, ઓકે?'...
' જી , અમુલ નું જ છે '
' અને હાં ગોલ્ડ નું જ છેને? તો એનું ચાલશે અને હાં, દૂધપાક માં બહુ જાયફળ નથી નાખ્યું ને? પછી મને ઊંઘ બહુ જલ્દીથી આવી જાય છે, પાછું મારે અમારા બચ્ચાં ઓ માટે ખાવાનું લેવા જવાનું ને બકા'...
' જી, તો મારી કાગબેન શું કરે?'
' બચ્ચાંઓની સંભાળ, બીજું શું?, અમારા બચ્ચાં તો બધું જ ખાવાનું ખાય, અમે લોકો બધુજ ખાઈએ જેમકે નાના સાપોલિયા, અનાજ, દુધ ને એવુ બધું , એટલે અમારા બચ્ચાંઓ બધું જ ખાય,કોઈ નખરા ના કરે, સમજ્યો?:,...
' અરે વાહ'
' પણ એક જ તકલીફ કે અમારી જાત બધી રીતે હોંશિયાર ,પણ સાલુ ઈંડા માં સમજ નથી પડતી',...
'એટલે?'
' એટલે એમ કે તું વાત જ જવાદે, પેલી કોયલડી અમારા માળા માં એના ઈંડા મૂકે અને અમને એમ કે અમારા જ છે ને? એટલે મારી વાઇફ એને સેવે, પછી ઈંડા તોડીને બચ્ચાં બહાર આવે ત્યારે ખબર પડે કે અમારા બચ્ચાં ની સાથે સાથે કોયલ ના બચ્ચાં પણ છે, શું કરીએ, ખબર જ નથી પડતી '...
'હા, અમને એ ભણવામાં આવ્યું હતું '
' બીજું કે આ તમે લોકો કાયમ અમને કહેવતો માં વગોવો છો , જેમ કે કાગડો દહીંથરુ લઈ ગયો , મોટે ભાગે કાળા કદરૂપા છોકરા ને સુંદર છોકરી મળે ત્યારે તમે આ કહેવત વાપરો છો ને? તો સાંભળ છોકરી કંઈ મૂર્ખ ના હોય, એકચ્યુલી અમે લોકો ખૂબ ખૂબ બુદ્ધિશાળી જાત છીએ'...
' ના ,ના અમે તમારા વખાણ વાળી પણ કહેવત વાપરીએ છીએ ને જેમકે
કાગડાની નજરે જોવું એટલે કે સતર્ક રહેવું કે ચારેકોર નજર રાખી તપાસ કરતા રહેવું, તમે લોકો શાર્પ નજર વાળા છો ને એટલે જ આ કહેવત પડી'...
' હા ઠીક છે ઠીક છે , અમુક કહેવત જ અમારા વખાણ વાળી છે બાકી તો મોટે ભાગે અમને વગોવવા વાળી જ છે '...
' અચ્છા તમારા કોમ ની બીજી કોઈ ખાસિયત?'
' હાં ,અમારામાં સંપ બહુ હોય, અમે કોઈ દુશ્મન ને જોઈએ એટલે અમે ભેગા થઈ જઈએ ને અમારી આખી જાત કકળાટ કકળાટ કરો મૂકે, અને હાં ,અમે દુશ્મન ને ચાંચો મારી મારી ને ભગાડિયે, ને સાંભળ હવે તું જા અહીંથી, અને તારી વાઇફ ને કહેજે કે જમવાનું મસ્ત બનાવ્યું છે '...
' ના હજુ કંઇક કહોને'
' જો મારા વિશે ઘણું બધું તું આગળ ભણી ગયો છે, ને વિકિપીડિયા પર પણ છે, નઈ તો પક્ષી વિશેના પુસ્તકોમાંથી વાંચી લેજે, ઓકે?'...
' ના તો પણ હજુ કંઇક જણાવો ને?'
' અલા તું જા, મારે હજી બહુ કામ છે'...
' જી, તો પણ હજુ થોડું તમારા વિશે જણાવો ને?'
' અબે, તું એમ નઈ માને કેમ?ઊભો રહે, મારે હવે તને ચાંચો મારી મારી ને જ ભગાડવો પડશે'...
ને કાગરાજા મારી પાછળ દોડ્યા , હું આગળ ને કાગરાજા પાછળ, ને કાગરાજા નજીક આવી ગયા ને મને ચાંચ મારે એ પહેલા જ હું નમી
ગયો, પણ વધારે પડતું નમી ગયો એટલે પથારી પરથી પડી ગયો,
જબરું સપનું આવ્યું ....
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 611995