Jadui dabbi books and stories free download online pdf in Gujarati

જાદુઈ ડબ્બી - પ્રસ્તાવના

જાદુઈ ડબ્બી






લેખક
યુવરાજસિંહ જાદવ












આભાર

• પુસ્તકને સુંદર કવર આપનાર તેમજ વાર્તામાં રહેલી ભૂલો સુધારવા બદલ નિશાબા પરમારનો આભાર.
• જેમને મને લખવાની પ્રેરણા આપી છે. એ
બધાનો આભાર.
• વાર્તા વાંચનારનો આભાર.










“તમારું જીવન એક વાર્તા છે અને તે વાર્તાના નાયક તમે પોતેજ છો.”












લેખક પરિચય


મિત્રો, હું યુવરાજસિંહ જાદવ. સુરેન્દ્રનગર જીલ્લાના વસ્તડી ગામનો રેહવાસી. બી. એ. (બેચરલ ઓફ આર્ટ્સ) કરીને આગળ એમ. એ. (માસ્ટર ઇન આર્ટ્સ) નો અભ્યાસ કરી રહ્યો છું. ભણતાંની સાથે મારા અંદર રહેલી સર્જન વૃત્તિ પણ બહાર આવી ગઈ છે. જેમાં હું સૌ પ્રથમ પ્રતિલીપનો આભાર માનું છું. કેમકે, આ એ સ્ટેજ છે. જ્યાં મને મારા અંદર રહેલી લેખનકલાને બહાર લાવવાની તક મળી છે. હું પેહલેથી જ લેખન કે વાંચનથી થોડો દૂર રહ્યો છું. એનું એક કારણ મારું સ્વાસ્થ્ય પણ હતું અને બીજું કે, મારી આજુબાજુનું વાતાવરણ પણ. જેમ, પાણી વગર માછલી નથી. તેમ વાંચન વગર જીવન નથી. આ વાતની જાણ મને મારા કોલેજના સમયે થઈ. કોલેજના એ પેલા સેમેસ્ટરની પેહલી પરીક્ષામાં મેં પણ મનથી પેહલીવાર મારા હાથમાં પુસ્તક લીધું. તે વિષ્ણુશર્માનું હિતોપદેશ. ત્યારે મારી પાસે 3g ફોન હતો, જેમાં મેં બસ એમજ ટાઇમ પાસ માટે પ્રતિલિપિ ડાઉનલોડ કરી હતી. જેની અંદર લોકો લખી પણ શકતા. મને માત્ર આટલી વાતની જાણ હતી. મેં આખી હિતોપદેશ વાંચી અને મનોમન એજ સમયે વિચાર્યું કે, હું પણ આવું કંઇક લખું. જેના પરિણામ સ્વરૂપે મે એક નાનકડી વાર્તા લખી. તેનું નામ “કાગડા અને ઈયળનું યુદ્ધ” જે મારા જીવનની પેહલી વાર્તા છે. મિત્રો એ વાર્તા લખતાં સમયે મને વ્યાકરણનું બિલકુલ જ્ઞાન ન હતું. પણ એતો સમય અને કર્મને આધારે મારા અંદર એક સાહસની ફૂંક અડાડી. તે વાર્તાની ભૂલોને મે હજુ સુધી નથી સુધારી. કદાચ કોઈ એવું માને છે કે, જીવનમાં ભાગ્ય મહત્વના નથી. તેમને એકવાર એમ તો થાવું જ જોઈએ કે જે વ્યક્તિને વાંચનનો સોખ ન હતો, જેણે વ્યાકરણ નથી આવડતું, જેને કદાચ સપનામાં પણ વિચાર્યું નથી કે હું કંઈ લખી પણ શકું! તે વ્યક્તિ જો આજે એક પુસ્તક લખી નાખે છે. તો ભાગ્ય એજ તેને આ જગ્યાએ લાવીને ઉભો રાખ્યો હશે.

તમારે અને મારે આપણે બધાયે એક વાત તો માનવી જ રહી કે, આપણા બધાયની દોર કુદરત પાસે છે. તેને જ આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને તે જ વિનાશ પણ કરશે. પૃથ્વી પર જન્મનાર દરેક જીવ કોઈ કારણ લઈને આવે છે. જે મકસદ પ્રકૃત્તિ તેની પાસે જ પૂર્ણ કરાવે છે. પછી એ કોઈ મહાન વ્યક્તિ હોય અથવા કોઇ સામાન્ય માણસ જ કેમ ન હોય.








પ્રસ્તાવના

જાદુઈ ડબ્બી નામથી જ તમારા મનમાં વિચાર આવી જાય કે આ વાર્તા જાદુઈ હશે. હા મિત્રો આ વાર્તા જાદુઈ જ છે. જેમાં સૃષ્ટિના નિયમ પ્રમાણે ઇશ્વર જેને વધુ દુઃખ આપે છે, તેને જ વધુ સુખ આપે છે. એવી જ એક બાળકી જેના જન્મતાની સાથે દુઃખ પણ ભાગ લેવા આવી જાય છે અને આવતા જ તે સૌ પ્રથમ તેના સુખની ચાવી અને દુઃખની સામે ઢાલ બનીને અડગ રેહનારી તેની માતાને ગળી જાય છે. માતાના દુઃખદ અવસાન બાદ તેના ઘરે દુઃખ નવીમાંતાના રૂપમાં આવે છે. જે એ બાળકીના જીવનને દુઃખોથી ભરી દે છે. પરંતુ જે થતું હોય તે સારા માટે જ થાય છે. એ વાત હું ને તમે બધા જાણીએ જ છીએ અને એજ દુઃખોમાંથી એક મુશ્કેલીમાં ફસાયેલા વૃદ્ધ જાદુઈ સાપની મદદ કરતાની સાથે જ બાળકીના જીવનમાં સુખ “જાદુઈ ડબ્બીના” રૂપમાં આવે છે. જાદુઈ ડબ્બી કંઈ રીતે મળી અને તે ડબ્બીનો જાદૂ શું છે તે જાણવા માટે વાંચો જાદુઈ ડબ્બી.