Premno Ahesaas - 12 in Gujarati Fiction Stories by Bhavna Chauhan books and stories PDF | પ્રેમનો અહેસાસ - 12

પ્રેમનો અહેસાસ - 12
કાવ્યા હવે પોતાનું પિયર છોડી સાસરીમાં પગરવ માંડી રહી હતી. માનસીબેનની ખુશીનો આજે પાર નહતો.વસંતભાઈ પણ ખૂબ ખૂશ હતાં. માનસીબેને તો કાવ્યાની સ્વાગતની જોરદાર તૈયારી કરી દીધી.

કાવ્યા અને શરદ આવ્યાં એટલે માનસીબેન બોલ્યાં,

"શરદ બેટા ! બંને ત્યાં જ ઊભા રહો.મારે કાવ્યાની ગૃહપ્રવેશની વિધિ કરવી છે."

"જી મમ્મી!"

માનસીબેન આરતીનો થાળ લઈ આવ્યા. કાવ્યા અને શરદને કપાળે કુમકુમ લગાવી અક્ષત ચોંટાડયા. બંનેની આરતી ઉતારી અને કંકુવાળુ પાણી એક કથરોટમાં રાખી કાવ્યાની આગળ મૂકયું.

"કાવ્યા!હવે તું અમારાં ઘરની વહુ પણ છે અને ઘરની લક્ષ્મી પણ.આ પાણીમાં પગ મૂક અને તારાં પગલાં આ ઘરમાં પાડ બેટા!"

"જી આંટી !"

"હવે આંટી નહી મમ્મી કહેવાનું. "

"જી આંટી...સોરી.. મમ્મી. "

વાંધો નહિ કાવ્યા. ધીરે ધીરે આદત પડી જશે.કાવ્યા એનાં કંકુવાળા પગલાં પાડી હોલમાં આવી.ત્યાં શરદના પપ્પા વસંતભાઈ આવ્યાં અને શરદને એક કવર આપતાં બોલ્યાં,

" લે શરદ મારાં તરફથી આ તને મેરેજ ગીફ્ટ. પણ હમણાં નહિ રુમમાં જઈને જોજે."

"જી પપ્પા! થેન્ક યુ સો મચ પપ્પા. "

"ચાલો હવે આપણી કુળદેવીનાં દર્શન કરી લો."

માનસીબેન બંનેને લઈને ઘરમાં આવેલ મંદિરમાં લઈ ગયાં.
માનસીબેને શરદ અને કાવ્યાનાં હાથે કુળદેવીમાની પૂજા કરાવડાવી. માતાજીના આશીર્વાદ લઈ બંને પાછાં હોલમાં આવ્યાં. માનસીબેને શરદને કહયું,

"શરદ તમે બંને થાકી ગયાં હશો.હવે રુમમાં જઈને ફ્રેશ થઈ આરામ કરો જાવ."

બંને રુમમાં ગયાં એટલે વસંતભાઈ અને માનસીબેન હોલમાં સોફા પર બેઠાં.

"હાશ ! આજે તો મને લાગે છે કે હું કોઈ જંગ જીતી ગઈ છું. મારાં શરદનાં લગ્ન થઈ ગયાં અને એ પણ મારી પસંદની છોકરી સાથે.5 વર્ષથી બંને સાથે હતાં. એક બીજાને સારી રીતે સમજી ગયાં હશે.હવે બસ મારાં કુળનો કૂળદિપક આવી જાય એટલે ગંગા નાહ્યા. "

" અરે માનસી ! બસ બસ કેટલું બોલી ગઈ.અને જો તને કહી દઉ. બંને સમજદાર છે સમય આવ્યે એ સંતાન વિશે વિચારશે. તું કંઈ કહેતી નહી."

"મને પણ આજે શાંતિ લાગે છે માનસી."બંને થોડી વાર વાતો કર્યાં પછી એ બંને પણ સૂવા ચાલી ગયા.

કાવ્યાએ જાતે રુમ ખોલ્યો તો એ અવાક્ થઈ ગઈ. રૂમમાં બધી જ સજાવત એનાં પસંદની હતી.એનાં મનપસંદ પરફ્યુમની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી હતી. એક ખુણામાં હંમેશની જેમ હોમ થિયેટર હતું. પડદા,ચાદર,ફૂલ,પંખો,બલ્બ,ઝુમ્મરો બધું જ કાવ્યાની પસંદ.કાવ્યા તો બધુ જોઈ નાચી રહી હતી. ત્યાં શરદ બોલ્યો,

"મેડમ થોડું મારી બાજુ પણ ધ્યાન આપો.આ દિવસની મેં બહુ રાહ જોઈ છે."

"અરે શરદ ! શું કહું તને?હું કેટલી ખૂશ છું? તે દરેક વસ્તુ અહીંયા મારી પસંદની રાખી છે..હું કેટલી નસીબદાર છું કે તું મારી પાસે છે. "

"કાવ્યા તું ખુશ તો હું ખૂશ."

"શરદ તું કેટલો પ્રેમ કરે છે મને?"

" આ પ્રશ્નનો જવાબ મારે તને આપવો નથી તને મહેસૂસ કરાવવો છે. "

આટલું કહેતા જ શરદે એનાં અવાજમાં ગાયેલું એક સોન્ગ પ્લે કર્યું. કાવ્યા તો એનાં અવાજની દિવાની હતી અને એમાં આ ગીત..

યે મોહ મોહ કે ધાગે
તેરી ઉન્ગીલીયોં સે જા ઉલજે
કોઈ ટોહ ટોહ ના લાગે
કિસ તરહ ગિલહા યે સુલજે.........

શરદનાં અવાજમાં આ ગીત સાંભળીને કાવ્યા તો પાગલ જ થઈ ગઈ.

"શરદ તારાં અવાજમાં ખરેખર કોઈ જાદુ છે. કેટલું જોરદાર ગાય છે તું. "

"આમ દુર જ ઊભી રહીશ કે મારી પાસે પણ આવીશ કાવુ?"

શરદે એની બાહો ફેલાવી અને કાવ્યા દોડીને એમાં સમાય ગઈ.પાંચ વર્ષથી બંને જે પળની રાહ જોતા હતા તે આવી ગઈ. એકબીજાની આગોશમાં બંનેને એક અજીબ શુકુન મહેસુસ થઈ રહ્યું હતું. બંનેએ એકબીજાને જકડીને પકડી રાખ્યા હતા.

ત્યાં જ શરદ બોલ્યો. કાવ્યા પપ્પાની ગીફ્ટ જોવાનું તો આપણે ભુલી ગયાં. ચાલ જોઈએ."

"હા ચાલ ! હું તો ભૂલી જ ગઈ તી બોલ!"

"શરદે ખોલ્યું તો અંદર બે ટિકીટ હતી.એ પણ આવતીકાલની.જોયું તો એ ટિકીટ આબુની હતી.

"ઓહ કાવ્યા આ તો આપણી હનીમૂન ટિકીટ છે આબુની."

"ચાલો કાલે આબુ જવાનું છે સુઈ જઈએ . પછી પેકિંગ પણ કરવું પડશે ને?"

"એય ઊભી તો રે..એમ કયાં ચાલી સુવા?"

એમ કહેતાં શરદે કાવ્યાને ઉંચકી લીધી અને બેડ પર બેડ પર બેસાડી દીધી...અને એની પાસે બેસી ગયો.


શરદ અને કાવ્યાની આ પ્રથમ રાત કેવી રહેશે?

જાણવાં માટે બન્યાં રહો મારી સાથે...." આ શાનદાર સફરમાં.

આશા છે આપ સૌ અંત સુધી મારી સાથે જોડાયેલાં રહેશો.

Rate & Review

Bhavna Chauhan

Bhavna Chauhan Matrubharti Verified 11 months ago

Nikita Patel

Nikita Patel 11 months ago

Falguni Patel

Falguni Patel 11 months ago

Roshni Joshi

Roshni Joshi 12 months ago