Premno Ahesaas - 14 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અહેસાસ - 14

આપણે અગાઉ જોયું કે શરદ અને કાવ્યા હનીમુન કરવાં જતાં હોય છે અને કોલ આવતાં પાછાં ઘરે આવે છે. ડોરબેલ વાગતાં માનસીબેન દરવાજો ખોલે છે. સામે શરદ અને કાવ્યાને જોઈ અવાક્ થઈ જાય છે. હવે આગળ..


"કેમ શરદ તમે બંને પાછા કેમ આવ્યાં?"

"મમ્મી કાવ્યાનું મોડેલિંગ માટે સિલેક્શન થયુ છે અને કાલે 10 વાગે મળવાં બોલાવી છે એટલે અમે પ્રોગ્રામ કેન્સલ કર્યો."

"અરે મોડેલિંગ માટે તમે....."

માનસીબેનને આ ના ગમ્યું. તેમનો ચહેરો પડી ગયો.એ કંઈ પણ બોલ્યાં વગર એમનાં રુમમાં જતાં રહયાં. એમનો ચહેરો જોઈ તો લાગતું હતું કે એ ઉદાસ થઈ ગયાં છે.

કાવ્યા અને શરદ પણ એમની રુમમાં ગયાં.

"શરદ મને લાગ્યું કે મમ્મી આપણે પાછાં આવ્યાં એ ગમ્યું નહિ.એ ઉદાસ થઈ ગયાં છે."

"અરે ના ના કાવ્યા!એવું કંઈ નથી.રહી વાત મમ્મીની.એમને હું વાત કરીશ."

"ઓકે! તું આવીશને મારી સાથે."

"હા હા કેમ નહિં. "

કાવ્યા થોડી નર્વસ પણ હતી.કાલ માટે.એમ તો એ ખેલાડી હતી મોડેલિંગની પણ તોય થોડો ડર હતો.
સવારે ટાઈમથી થોડો સમય પહેલાં જ કાવ્યા અને શરદ નિયત સ્થાને પહોંચી ગયા.

"શરદ હું બહું નર્વસ છું. "

"અરે એમાં શું નર્વસ થવાનું. તારામાં જે છે એ જ બહાર કાઢવાનું છે.મોડલિંગ તું સારી રીતે કરી શકે છે. એ તારું પેશન છે પછી કેમ નર્વસ થાય છે?"

શરદ અને કાવ્યા બેઠાં હતાં. ખૂબ આલીશાન જગ્યા હતી.એટલામાં એક ભાઈ આવ્યો. કદાચ પ્યૂન હશે.

"તમે કાવ્યા છો?"

"જી હું જ કાવ્યા છે."

"તમને સર કેબિનમાં બોલાવે છે. તમે એકલાં જ જજો."

કાવ્યા શરદ સામે જોવાં લાગી.શરદ બોલ્યો,

"કાવ્યા તું બેફિકર થઈ જા.હું બહાર બેસુ છું. ઓકે તું જા.ઓલ ધ બેસ્ટ. "

"મે આઈ કમ ઈન સર?"

"યા...કમ."

"થેન્ક યુ સર."

"હાય આઈ એમ મિતેશ રાઠવા. પ્લીઝ શીટ."

"થેન્કસ સર."

"જુઓ મિસ કાવ્યા.તમારી કોલિફિકેશન...ટૂંકમાં તમારું રિઝ્યુમ મેં જોયું. મને એ જોઈને લાગ્યું કે તમે મોડલિંગ માટે ઓકે છો.પણ મોડેલિંગ માટે ચહેરો પણ બ્યુટીફૂલ હોવો જરૂરી છે. પ્લસ ફીગર.એટલે મેં તમને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા છે...મોડલિંગ માટે તમારે કેટલાક નિયમો મતલબ અમારી શરતો માનવી પડશે.શું તમે એગ્રી છો?"

કાવ્યા વિચારવાં લાગી.

"જુઓ મિસ કાવ્યા આ તમારાં માટે આવેલી બહું મોટી તક છે.જે કદાચ પછી આવે પણ નહી.પછી પેલી ગુજરાતી કહેવત જેવું ના થાય કે;

"લક્ષ્મી ચાંદલો કરવાં આવે ત્યારે કપાળ ધોવા જાય."

"ઓકે હું રેડી છું. "

"ગ્રેટ મિસ કાવ્યા..આ કોન્ટ્રાકટ પેપર છે.એનાં પર તમારે સહી કરવાની છે.તમે પહેલાં વાંચી લો.વિચારી લો પછી ડિસિજન લો.તમને હું એક કલાક આપું છું. "

એમ કહી મીતેશ રાઠવા કેબિનની બહાર જતો રહ્યો. કાવ્યા ત્યાં જ બેઠી હતી. એને પેપર વાંચવા લીધું,

1) તમે 6 વર્ષ સુધી મેરેજ નહિ કરી શકો.નહિ તો તમને મોડેલિંગ કરવાં દેવામાં આવશે નહિ.

2) 6 વર્ષ સુધી કોઈ બીજી ફેશન એજન્સી સાથે કરાર કરી શકશો નહી.

3) ટાઈમસર ગમે ત્યારે ગમે તે સ્થળે કહે ત્યાં હાજર રહેવું પડશે.

4) કપડામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ.જે તે એડ ને અનુરૂપ કપડાં પહેરવાં પડશે.

5) કોન્ટ્રાકટ અધવચ્ચે છોડી શકાશે નહિ.

કાવ્યા તો શરતો વાંચી રડવા જેવી થઇ ગઇ. એક બાજુ કેરિયર હતું તો બીજી બાજુ શરદ.એ જ શરદ જેની સાથે 5વર્ષ ના સંબંધ પછી ગઈકાલે લગ્ન સંબંધથી બંધાઈ હતી.બંનેએ 5 યર રાહ જોઈ હતી...અને આમાં તો પ્રથમ શરત જ લગ્ન ના કરવાની હતી.

કાવ્યાનું મગજ કામ નતુ કરતું. કરે તો શું કરે.બંને માંથી તે કોઈને છોડી દેવા તૈયાર ન હતી.એક દમ એને વિચાર આવ્યો કે હું કહીશ તો જ બધાંને ખબર પડશે કે હું મેરીડ છું બાકી કેમની ખબર પડશે.મારે થોડું સાચવવું પડશે એ જ ને.એ તો હુ જોઈ લઈશ.અને બાકીના ચાર તો હેન્ડલ થઈ જશે.

કાવ્યાએ ફેંસલો તો લઈ લીધો પણ ઘણો રિસ્કી હતો.કલાક એમ વિચારવામાં જ જતાં રહ્યાં. એટલામાં મીતેશ રાઠવા આવ્યા.

"તો પછી શું વિચાર્યું મિસ કાવ્યા તમે?"

"સર આઈ એગ્રી વિથ યુ."

"ગુડ...મને તો તમારો ચહેરો જોઈ લાગતું હતું કે તમે સાઈન નહી કરો."

"સર...ઘણી કશ્મકશ પછી ડિસિજન લીધું છે."

"ઓકે તો કોન્ટ્રાકટ પેપર નીચે સાઈન કરી દો."

કાવ્યા નીચે સાઈન કરી દે છે.



શું કાવ્યાએ ખરું ડિસિજન લીધું?જ્યારે શરદ આ કોન્ટ્રાકટ પેપર વિશે જાણશે તો શું રિએક્શન કરશે?

જાણવા માટે બન્યાં રહો મારી સાથે.. આ શાનદાર સફરમાં .....મારાં પ્રિય વાંચકો તમે વાર્તા વાંચી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર...હવે આવ્યાં છો તો પ્રતિભાવ પણ લખી દો તો મારો ઉત્સાહ ઓર વધી જાય..