Maharshi Narad books and stories free download online pdf in Gujarati

દેવર્ષિ નારદ

નારદ નામ સાંભળતાજ પ્રશ્ન થાઈ કે તે કોણ હતા....
તો સ્વયંભુ મનવંતરમાં ભગવાન બ્રહ્મદેવે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે દસ માનસ પુત્ર ઉત્પન્ન કરીયા તેમના એક એટલે "નારદ મુનિ". એ દશ પ્રજાપતિઓ એ સૃષ્ટિ ઉત્પતિની ના પાડી અને સ્ત્રી ગ્રહણ ના કરી અને બાળ બ્રાહ્મચારી થઈ વિરક્ત રહી ભગવાનના ધ્યાન અને કિર્તનમાંજ તેમનું ચિટ ચોંટેલું રહેતું, તે તમામ પ્રથમ મનુના દરબારમાં ઉછેરીયા હતા, ત્યાર બાદ બ્રહ્માજી ના વંશજો વડે વિદ્યા અભ્યાસ કરીયો, ત્યાં સુધી તેઓનું ઐશ્વર્ય સૃષ્ટિ થઈ આગોચર હતું. આગળ જતાં તેઓ સ્વયંની બદ્ધિ વડે યોગીરાજ અને મહાવિદ્વન રૂપે સૃષ્ટિ સમક્ષ આવિયા, આ દસ પ્રજાપતિમાં દેવર્ષિ નારદ મુખ્ય હતા, તેઓ ધાર્મિક, ઉત્સાહી, પરદુઃખભંજક, બુદ્ધિવાન, નીતિજ્ઞ, હસમુખ, ચાલાક, પરાક્રમી, ભવિષ્યવક્તા, ગમ્મતી, ઉત્તમ વક્તા, તત્વજ્ઞાન વાળા, મહા મશ્કરા હતા. તેઓ ત્રિલોકીમાં આવાગમન કરી શકનારા હતા, અને ગમે ત્યારે પોતાના મન રંજન અથવાતો લોક કલ્યાણ માટે એકબીજાને લડાવી દેતા. તેઓ સદા-સર્વદા નારાયણની ભક્તિ અને કીર્તનમાં વ્યસ્ત રહેતા, દેવો, ઋષિમુનિઓ અને લોકપાળો સંદેશ વ્યવહાર મુની દ્વારા કરતા.

નારદજીની અંગક્રાંતિ ખુલતા બદામી રંગને વર્ણ હતી, શીરપર પિંગળી જબરી જટા, ભાગવા વસ્ત્ર, હાથમાં કિરતાલ અને વીણા, મસ્તક ઉપર શીખા, ઘણા વિદ્વનનો મત પ્રમાણે એમની શીખ ઉભીંજ રહેતી. તેઓ ગાયન કાલા અને સંગીત કલમ અતિનિપુણ હતા તેથી તમામ લોકો ને તે મંત્રમુગ્ધ બનાવી દેતા, તેમના ઉપદેશની અશર શીઘ્ર મનુષ્યના હૃદય ઉપર થતી. તેમના ગાન, તાન અને ઉપદેશથી મનુષ્યોનું લક્ષ ખેંચી લેતું અને ધારેલા શુભ હેતુ પૂર્ણ કરાવતું.
નારદજી સદા નિયમોનું પાલન કરતા અને તેવો સર્વદા પ્રભુ, ધર્મ, નીતિ ના ઉપદેશ શેરીએ-શેરીએ ગાન કરતા. કરોડો મનુષ્ય તેમની વાની સાંભળવાં આતુર રહેતા. તેમજ ઉત્તમ ગાન અને વકૃત્વ શૈલી ના કારણે ઋષિ મુનિઓમાં પણ અનેરું અને અગાઉ સ્થાન અને સન્માન ધરાવતા હતા. સદા સંસારથી વિરક્ત રહેતા તેમ છતાં દેવ-દાનવ, ગંધર્વ તથા મનુષ્ય તમામ જીવ તેમની અજ્ઞાનું પાલન કરતા, તેવો સદા ભક્તિ માં ડૂબેલા રહેતાં અને ભગવાન વિષ્ણુ ના ખુબજ પ્રિયા હતા અને અંગત સહલ પ્રાપ્ત કરતા, અરે... એમને તો ભગવાનનું મન તેવી ઉપાધિ મળતી હતી....
નારાદજીના 60,000 બ્રાહ્મણ વિદ્વાન શિષ્યો હતા, તેઓએ नारादपंचरात्री જેવા ઈશ્વરજ્ઞાન સંબંધી અતિ ઉત્તમ ગ્રંથની રચના કરી હતી, તેમજ તેમને ધર્મશાસ્ત્ર ,તીર્થ સ્થળ સ્થળ, ગાયન વગેરે વિષય ઉઓર ગ્રંથો ની રચના કરી છે. તેમના નામથી नारदपुराण પણ અસ્તિત્વમાં છે, તેઓને પ્રભુરામના દરબારમાં ધર્મશાસ્ત્રી માં નારદજીનો પણ સમાવેશ થાય છે, કુબેરની સભામાં તેઓ હજાર રહેતા, તેમણે ઇન્દ્રદેવ ની સભાનું વર્ણન યુધિષ્ઠિર મહારાજ પાસે કરેલું, અને યુધિષ્ઠિર નીતિ સંભળાવી હતી, આ કારણો થી नारदनीति પ્રચલિત ગણાય છે.
તેઓ સમજાવવામાં ઘણા હોશિયાર હતા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુ સાથે પરણાવનાર પણ તેઓ હતાં, વિષ્ણુની આજ્ઞા પ્રમાણે ઈન્દ્રને સમજાવી ઉર્વશી પુરુરવા રાજાને સોંપનારમાં પણ તે જ હતા. જાલંધર તેજ પોતાની સતી સ્ત્રી વૃંદાના સતીત્વ થી ક્રૂર અને ઉન્મત થયો હતો અને દેવ મનુષ્યનું ઘણું દુઃખ આપતો હતો તેને મારનાર પણ તેઓ જ હતા, કૃષ્ણ મથુરામાં વસુદેવજીને ત્યાં આવશે એવી જે આકાશવાણી થઇ છે તે સત્ય છે એવું કહેનારા પણ તેઓ જ હતા તેથી જ કંસ જેટલા બાળકોને અવતરે તેને મારી નાખીને પૃથ્વી ઉપર પાપ કર્મ વધુ કરે છે અને તેથી કૃષ્ણ અને તરત અવતાર ધારણ કરવો પડે તે, વાસવદત્તા ના પુત્ર વિદ્યાધરો ના અધિપતિ થશે એવી ભવિષ્યવાણી પણ નારદજીએ જ કરી હતી તેમજ સાવિત્રીના સતીત્વ અને સત્યવાનના ટૂંકા આયુષ્ય ની ભવિષ્યવાણી પણ તેમણે જ કહી હતી.

ચિત્રગુપ્તના પુત્ર શોક ટાળનાર અને તેના સંસાર માંથી અવ્યક્તિ ઇશ્વરના પદ પામનાર ઉપદેશ કરનાર પણ તેઓ જ હતા, તેમણે તેને ઉપદેશ આપ્યો હતો તેનો ટૂંક મતલબ એવો "છે કે આ સંસારમાં કોઈ સુખ નથી કોણ તારી કોણ, તારો પુત્ર સઘળો વ્યવહાર દ્રષ્ટિએ સાચી લાગે છે તું કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે ? એ તો તું તારા અંતરમાં વિવેકથી વિચાર કરીને જો અને સત્ય સ્વરૃપને ઓળખવાનો પ્રયત્ન કર તન, ધન, જન અને મારા તારા મારા નો ગર્વ મૂકી દે પળવારમાં વિકરાળ કાળ સર્વને હરિ લે છે, માટે તું આ સર્વ માયામય જગતને અળવું કરીને સત્ય સ્વરૃપને ઓળખી બ્રહ્મપદમાં પ્રવેશ કર,"
વગેરે બોધ કરેલો હતો. તેથી એ સંસારમાંથી વિરુદ્ધ થઈ સત્ય સ્વરૃપને ઓળખી મુક્તિને પામ્યો હતો.
ધ્રુવ, ઋતુધ્વજ વગેરેના તેમણે કર્યો કર્યા હતા, જે મયીક જગત ને તજી ઈશ્વરમાં દૃઢતર પ્રીતિ રાખે છે, હે ચિતથી નિરંતર તેનું ધ્યાન કરે છે તેને ઈશ્વરનું દર્શન થાય છે. પરંતુ જે પ્રમાણે થવાનો પ્રથમ રસ્તો બતાવનાર ની ઘણી જરૂર છે, એ રસ્તો સદગુરૂથી જ પ્રાપ્ત થાય છે, સદસંગતિનો પ્રભાવ અલૌકિક છે, સાધુસંગતિનો મહિમા અપાર છે. મહાત્માઓના સંગીત ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે. સારા કર્મ કરાય છે અને સારા કર્મોનું ફળ આ દેહે અને પુનર્જન્મ જ મળે છે. એ નિઃસંદેહ છે , એ નારદજીનો પ્રત્યક્ષ દાખલો છે .
એક વખતે તેઓ ફરતાં ફરતાં વીણા વગાડતા અને ગામમાં હરી કીર્તન કરતાં, સરસ્વતી કિનારે તે આવેલા આશ્રમમાં આવી જાય છે, ત્યાં સત્યવતીસુત વ્યાસદેવ પૂજનીય નારદ મુનિને માન આપવા ઊભા થયા તેમણે આસન ઉપર બેસાડી પૂજન વગેરેથી સત્કાર કર્યો. દેવર્ષિ નારદ બ્રહ્મર્ષિ વ્યાસને અપ્રસન્ન જોઈને બોલ્યા "બ્રહ્મર્ષિ વ્યાસ આપનું શરીર, મન અપ્રસન્ન કેમ દેખાય છે ? આપે મહા વિસ્તાર વાળું અને જ્ઞાનગર્ભ મહાભારત રચ્યું છે, છતાં આપને અપ્રસન્ન રહેવા નું શું કારણ છે ? નિત્ય પરબ્રહ્મને જાણ્યા છતાં કેમ આપણા અંતરમાં શોકાનલ પ્રદીપ્ત, છે મને એવું માલૂમ પડે છે કે આપ કાંઈ વિશેષ સંતોષ પામ્યા નથી." આ સાંભળી વ્યાસે કહ્યું 'આપે જે કહ્યું તે સત્ય છે મારા અંતરમાં કંઈ ગુઢતમ દુઃખ થાય છે એવું કહેતા જ વ્યસજીના નેત્રમાંથી અશ્રુધારા પડવા લાગઈ, તેથી નારદજીએ કહ્યું "આપનું મન સદા અશાંત રહે છે. એ જોઈને મને જણાય છે કર આપે વિવિધ જ્ઞાનથી ભરપૂર મહાભારતમાં હારી ગુણ કીર્તન કર્યું નથી તેથી આપણું ચિત્ત અશાંત રહે છે જેના ગુણ કીર્તનથી પૃથ્વી પવિત્ર થાય છે ભક્તો નિરંતર જેનું નામ શ્રવણ અને ગાન કરે છે, જેના ચરણારવિંદ પૂજા કરતા કરતા તલ્લીન થવાઈ છે, તેના યશનું વર્ણન એ ગ્રંથમાં આપે કર્યું નથી માટે આ ચાર લોકો પરથી ભગવદ લીલાની કોઈ કથા બનાવો" પછીતેમના મનને તમારા મનને શાંત પાડવા પોતાને પ્રભુકૃપાથી પુનર્જન્મનું જ્ઞાન હતું તે કરી બતાવ્યું.

પૂર્વે હું એક દાસીનો પુત્ર હતો. વર્ષા કાલે ચાતુર્માસમાં યોગીઓ એ આશ્રમમાં દર વર્ષે આવતા એક વખતે ચાતુર્માસમાં આવ્યા તેની સેવામાં મને રાખ્યો. હું તેમની સેવામાં તત્પર રહેવા લાગ્યો મને થોડું બોલનાર, ઇન્દ્રયજીત, અચપળ બાળક જોઈને તથા સેવાની ચાકરીથી સંતુષ્ટ જોઈને મારા ઉપર એ મહાત્માઓ કૃપા દેખાવા લાગ્યા. તેમનું ખાધેલું હેઠું ખાવાથી મારું ચિત પવિત્ર થયું, મારું ચિત પવિત્ર થવાથી મને ધર્મમાં પણ રુચિ ઉત્પન્ન થઈ, ત્યારથી મને હરિગુણ કિર્તન સાંભળવામાં પ્રતિદિન પ્રીતિ ઉત્પન્ન થતી ગઈ પ્રેમમય પરમેશ્વરની મારી દૃઢતર મતી થઈ ગઈ. ઋષિમુનિઓ નિરંતર જેના નિર્મળ યશનું કિર્તન કરતા હતા તે સાંભળીને મારા ચિત્તમાં ભક્તિનો ઉદય થયો. અને ધર્મમાં પ્રતિવાન શુદ્ધ ચિત્તનો, જિતેન્દ્રિય અને દાસાનુદાસ બાળક જોઈને કૃપાથી મને સાક્ષાત ઇશ્વર પ્રેરિત ગૂઢતમ ઈશ્વરનો મંત્રોપઆદેશ આપ્યો. હું નિત્ય મહાત્માઓની આજ્ઞા પ્રમાણે જપ, તપ અને હરિચરણનું ધ્યાન કરતો હતો તેના પ્રતાપથી મને જ્ઞાન થયું. તેથી મને વનમાં તપ કરવાની જવાની ઈચ્છા ઉત્પન્ન થાય મારી માતા મને ક્ષણ પણ વિલો મુકે નહીં, તેથી હું મારી માતા સાથે દેશાટન કરવા નીકળ્યો, દેશાટન કરતા મારી માતાને સર્પે દંશ કર્યો તેથી તે મરણ પામ્યા મને એ તરફથી જે અડચણ હતી તે પણ હવે દૂર થઈ ગઈ. તેથી હું પ્રસન્ન ચિત્તે અઘોર વનમાં પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરતો ઉત્તર તરફ ચાલી નીકળ્યો. અનેક સમૃદ્ધિ વાળા દેશ, રમણીય મોટી મોટી હવેલીઓથી સુશોભિત નગર, વન, ઉપવન જોતા-જોતા એક ગાઢ વનમાં તળાવ હતું. તે પાસે હું પોહોચ્યો, હું તદ્દન થાકી ગયો હતો ઇન્દ્રિય ક્ષિતિજ થઈ ગઈ હતી, અને ભૂખ તરસ પણ ઘણી લાગી હતી. તેથી થાક દૂર કરવાને તળાવમાં સ્નાન કર્યું, થોડું પાણી પીને ક્ષણવાર તેને કિનારે બેઠો તેથી થાક દૂર થયો. પછી એ વનમાં એક પીપળા નીચે, બેઠો મેં જેવી રીતે સાંભળ્યું હતું તેવી રીતે પરમાત્માનું ધ્યાન કર્યું ધ્યાન કરતાં મારું ચિત્ત પ્રેમ સાગરમાં ડૂબી ગયું. મારુ હૃદય ભરાઈ ગયું, નેત્રોમાંથી અશ્રુ પડવા લાગ્યા એવામાં મને ચતુર્ભુજ પરમાત્માનું ક્ષણવાર દર્શન થયું, તેમાં મુગ્ધ થયો, શરીરમાં આનંદ થયો, મારું ચિત્ર એમાં લાગી રહ્યું ક્ષણવારમાં તો તેઓ અદ્રશ્ય થયા ઈશ્વરના મનોહર દર્શન પામીને હું એકદમ ઉભો થયો અને ફરી દર્શન આતુર રહ્યો પણ ફરી દર્શન પામ્યા નહીં, તેથી હું ઘણો જ અતૃપ્ત રહ્યો એટલામા તો આકાશવાણી થઈ કે "હવે આ જનમમાં હવે તું મને જોઇશ નહીં કારણ કે ઇન્દ્રાશક્તિ યોગીઓ મને જોઈ શકતા નથી મેં તને એકવાર મારું રૂપ દેખાડ્યું છે તે કેવળ મારી પ્રતિની વૃદ્ધિ માટે જ છે સાધુ માણસો ધીમે ધીમે મારા ઉપર પ્રેમ આતુર થઈને કામ નો ત્યાગ કરે છે તેથી તું હજુ મહાત્માઓની સેવા કરીને મારા ઉપર ધડ ભક્તિ સ્થાપિત કરી આ દેશ છોડીને મારા લોકમાં આવીશ ત્યારે તું ધારે ત્યારે માર્ગદર્શન પામીશ અને તને પૂર્વજન્મનું જ્ઞાન પણ હશે તો રહેતો સંતુષ્ટ ચિત્ર રહી શુભ સમય ની વાટ જો વળી એક વીણા પી જે વગાડી પરમાત્માના પ્રભુ ભજનમાં લીન રહેતા રહેવા લાગ્યો અને વિચાર કરતો કે મારું આ તન ક્યારે છૂટી કે ફરી દર્શન પામું આવું ચિંતન કરતો દેશોમાં ફરવા લાગ્યો. ફરતાં-ફરતાં શિબિ દેશના રાજાની રાજધાનીમાં આવ્યો એની રાણી કૈકેયએ ઘણો સત્કાર કર્યો. ત્યાં મને પર્વત ઋષિઓનો મેળાપ થયો અમે બંને ત્યાં ઘણા વર્ષો રહ્યા, અમે બંને વચ્ચે એવો ઠરાવ થયો કે પરસ્પર મનમાં જે વાત ઉત્પન્ન થાય તે પરસ્પર જણાવવી, પર્વત ૠષિને રાજાની પુત્રી દમયંતીને પોતાના વેરે આપવાની માંગણી કરી પણ રાજાએ જણાવ્યું કે મારી પુત્રી તો જે એકવાર પરણિયા જ નહીં હોય તેને જ અર્પણ કરવી છે, પછી મેં એ કન્યાની માગણી કરવાના મનમાં ધારણ કરી તે પર્વત ઋષિએ જણાવ્યું નહીં. એ પરથી મને પર્વત ઋષિને શાપ આપ્યો તેથી હું વિરૂપ થયો, મેં પણ પર્વત ઋષિને શાપ આપ્યો કે તમારું પણ દેવલોકમા આવાગમન ન થાઓ. આવો શાપ પામી ઋષિ પૃથ્વી પ્રદક્ષિણાર કરવા ચાલી નિકળ્યા હું વિકૃત મુખે ત્યાં જ રહી ઈશ્વરનું ધ્યાન કરતો રહ્યો, દમયંતીએ પોતાના કારણથી મને થયેલા શાપના સમાચાર પોતાના પિતા પાસેથી જાણ્યા તેથી તે નિત્ય મારી સેવા કરવા આવતી. આ વાતની ઘણો કાળ થયો ત્યાં પર્વત ઋષિ ફરી મારી પાસે આવ્યા પરસ્પરનો શાપ તળિયો. હું મૂળ સ્વરૂપમાં પામ્યો પછી રાજાએ દમયંતીને મારી સાથે પરણાવી હતી. તે પછી હું સ્થિર ચિત્તે નિરંતર ઈશ્વરના પ્રત્યે પ્રેમ રાખી તેનું ધ્યાન ધરતો હતો. તેથી ભક્તિ કરતાં-કરતાં એ દેહ નો ત્યાગ કર્યો ત્યાર પછી ભક્તવત્સલ દયામયી પ્રભુની કૃપાથી હું બ્રહ્મદેવનો માનસપુત્ર થયો ત્યારથી જ હું સ્ત્રી નહીં પરણતા, અત્યંત મધુર વીણા વગાડી સુમધુર સ્વરે ઈશ્વરના ગુણગાન અને ધર્મ નીતિનો ઉપદેશ કરતો પૃથ્વીમાં ફરિયા કરું છું. હવે હું જ્યારે વિનાની સાથે ઈશ્વરના ગુણગાન કરું છું કે સત્તાવાર પ્રભુ મારા હૃદયમાં દર્શન આપે છે અને પ્રભુની દયાદી પૂર્વજન્મનું જ્ઞાન થયું છે હું ધારું છું ત્યાં જઈ શકું છું". વગેરે વર્ણન કરી બતાવ્યું આ સાંભળી વ્યાસ પ્રસન્ન થયા અને હારી લીલાનું વર્ણન ભાગવત દ્વારા કરી શાંત થયા. ઓહો ! મહાત્માઓના સંગનો કેવો પ્રતાપ અને ઈશ્વરના નિરંતર ચિત સ્થિર કરી ઈશ્વરનું નિરંતર ધ્યાન કરવાથી જીવ કેટલો બધો લાભ થાય છે એ આ દેવર્ષિ નારદને ચરિત્ર સાંભળવાથી કે વાંચવાથી જણાય છે ધન્ય છે નારદને કે પોતે આત્મબળથી ઉચ્ચ પદવી મેળવીને પ્રજોત્પત્તિ નું કાર્ય કરવાની ખટપટમાં નહીં પડતાં પરમાત્માના કાર્યોને ઇશ્વર ભક્તિમાં જ પ્રેમ રાખી અખંડ કીર્તિ રાખી છે.