Farewell daughter books and stories free download online pdf in Gujarati

દીકરીની વિદાય

*😔દીકરીની વિદાય😔*

*વિદાય ની વાત કરીએ ઍ પહેલા આપણે એ વાત જાણવી જોઈ કે એક દીકરી નું શું મહત્વ હોઈ છે.*
*અત્યાર ના સમય માં પણ કેટલાક લોકો દીકરીને ઇશ્વરીની બનાવેલી આ દિવ્ય સૃષ્ટિ માં જન્મ લેવાજ નથી દેતા, પણ ઍ ભૂલી જાય છે કે એ વ્યક્તિ ની જન્મ આપનારી પણ એક નારી જ છે,* *એટલુજ નહિ અત્યાર નાં સમાજ માં પણ સ્ત્રીનું મહત્વ પણ ક્યાંક ઓછું થતું હોઈ તેવું લાગે છે જેના વિરુદ્ધ માં સદભાગ્યે અત્યારે લોકો જાગરુક થઈ ને અવાજ ઉઠાંવી રહ્યા છે,*
*એક સંસ્કારી સ્ત્રી પોતાનું સુંપૂણૅ જીવન બીજાની ખુશી માટે જ વાપરી નાખે છે તે ક્યારે પોતાની ખુશી નું વિચારતી પણ નથી, નાનપણ માં માતા ને પિતાની સેવા માં ઘર કામમાં નાના ભાઈ બહેનની સંભાળમાં એટેલજ વિદાય સમયે બધા રડેે છે, પણ સાચું કહું તો દીકરીની વિદાય તો હસતા મુખે કરવી જોએ.*
*કેમ કે..*
*જેવી રીતે બે દોરી ને વચ્ચે ગાઠ મારવાથી એ બે દોરી એક થઈ જાય છે તેવીજ રાતે બે વ્યક્તિ વચે લગ્નનીની પવિત્ર ગાઠ લાગવાથી તે બે નહિ પણ એક થઈ જાય છે હવે તે એક થઈ ગયા છે તો શું મારું ને શું તારું, પતિનું ઘર એ પત્નીનું કેવાઈ હવે તો. પતિના માતા પિતા પણ એના માટે માતા પિતાજ કેવાઈ તો દીકરીને પોતાનાજ ઘરે મોકલતી વખતે રડવાનું થોડું હોઈ, એ તો માત્ર બીજા ઘરે જાય છે. ને તેના જવાથી બે ઘર અનેે ઘરના લોકો પણ એક થઈ જાય છે. તો દીકરીને ક્યારે પણ રડતા મુખે વિદાય ન આપવી જોએ ને શાસ્ત્રો પ્રમાણે શુભ કાર્ય હંમેશા હસતા મુખે થઈ શકે.*

*પણ વિચારવાની વાત તો એ છે કે લગ્ન પછી પતિ ને સાસુ સસરાની સેવામાં ને પોતા ના બાળકોની સંભાળ કરવામાં જ તે જીવન પસાર કરી નાખે છે,*
*જોવા જાએ તો એક સંસ્કારી ને સુશીલ સ્ત્રી પર જેટલો હક તેના પતિનો હોઈ છે એટલો તો કદાચ તેનો ખુદ નો પણ નથી હોતો,*

*તમે વિચારો હાથ સ્ત્રીના હોઈ છે પણ તેમાં બંગડી તેના પતિના નામની, પગ પણ તેના પણ ઝાંઝર પતિના નામના,આંગળીઓ તેની પણ વિટીઓ પતિના નામની, કમર તેની પણ કંદોરો પતિના નામનો, ગળું તેનું પણ મંગળ સૂત્ર પતિના નામ નું, વાળ તેના પણ વેણી પતિના નામની, અરે સંપૂર્ણ શરીર તેનું પણ તેના પર ચુંદડી પતિના નામ ની.*

*એટલેજ તો આપણા શાસ્ત્રો. સ્ત્રીનું ખૂબ મહત્વ દર્શાવેલું છે જે આપડે ભૂલી ગયા હતા પણ હવે આપડે બધા જગિય છીએ હવે સ્ત્રીંને તેનું યોગ્ય ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે. એથી મોટું ખુશીની વાત શું હોય.

આગળ કહું તો....

બહેન એટલે ....

ભાઈ ના બધાં દુઃખ પોતે લઇ જાય ...?
દૂરથી પણ ભાઈની પીડાનો જેને એહસાસ થાય ..?
... એને બહેન કહેવાય ...

શબ્દો ને તો દુનિયા પણ સમજી શકે ...?
પણ જે ભાઈના મૌન ને પણ સમજાય ..!
... એને બહેન કેહવાય ...

લડતી રહેતી એ હંમેશા એના ભાઈ સાથે ..!
અને
એજ ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય ..?
... એને બહેન કહેવાય ...

પહેલાં કરે ભાઈની ફરિયાદ મમ્મીપપ્પા ને ..!
અને
પછી પોતે જ ભાઈ ની સાથે થઇ જાય ..?
... એને બહેન કહેવાય ...

રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે..વાંક ભલેને ભાઈનો હોય પણ હમેંશા ભાઈને વિનવે એને બહેન કહેવાય.શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં..પણ મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..એને બહેન કેહવાય.રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને.તો પણ ભાઈને રડતો જોઈ હસાવે એને બહેન કહેવાય.ચીડાવી છે જેને ભાઈ એ ચોટલો ખેંચી ને.તોય ભાઈ ને લાડ લડાવે.એને બહેન કહેવાય લખાય કેમ કાગળ પર પ્રેમને શબ્દોમાં જેનો પોતાની મુશ્કાન આપી ભાઈના આંસુ હરે એને બહેન કહેવાય.જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..?શતાયુ જીવે મારો ભઈલો એવી પ્રાર્થના કરતી જાય એને બહેન કહેવાય.

બહેન એટલે?
ભાઈને લીલોછમ રાખતી
નિર્મળ પ્રેમની નદી
બહેન એટલે?
ભાઈને સંગીતથી ભીંજવતો
કોયલનો ટહુકો
બહેન એટલે?
માઁની મમતા-મૂર્તિમાંથી પ્રગટેલું
સ્નેહનું મનોહર શિલ્પ
બહેન એટલે?
ભાઈના અંતરને અજવાળતી
ઝળહળ દીવાની જ્યોત
બહેન એટલે?
ભાઈના કોયડા ઊકેલતી
કુદરતી બોલતી-ચાલતી કવિતા

*દવે તેજસ ભરતભાઈ*

*દર્શનમ્ સસ્કૃત મહાવિદ્યાલય*
*SGVP, Charodi, Ahemdabad*

91 9687819115

91 8200347817

davatejas17101@gmail.com
dss.tejas317@sgvp.in