Premno Ahesaas - 22 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અહેસાસ - 22



માધવી ને તો વિશ્વાસ ન હતો આવી રહ્યો કે શરદ સાથે એના લગ્ન થયા છે..

"માધવી અહીયાં વોશરૂમ છે.. તું ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી શકે છે. "

"જી સર"

"અને હા હવે મમ્મી ની સામે સર ના કહેતા પ્લીઝ. "

"ઓકે હવે ધ્યાન રાખીશ. અને મારી ઈચ્છા છે કે તમે પણ મને તમે નહીં પણ તું કહીને બોલાવો. "

"હા ચોકકસ. "

માધવી ફ્રેશ થઈ ને બહાર આવી ગઈ.. આછા પીંક કલરનો નાઈટ ડ્રેસ માધવીએ પહેર્યો હતો.. એ આવીને શરદ પાસે બેઠી.

"સર... એક વાત કહું?"

"હા બોલોને"

"પહેલા આ બોલોને એમ કહેવાનું છોડો.. બોલ એમ કહો તો શું વાંધો છે તમારે? કોઈ ટેક્સ ચૂકવવાનો છે? હશે તો હું ચૂકવી દઈશ બસ. "

શરદ હસી પડયો.. એ મનોમન વિચારવા લાગ્યો કે આ છોકરી કેટલી ભોળી છે! જાણે છે કે એક વર્ષ પછી આ સંબંધનું કોઈ અસ્તિત્વ નથી રહેવાનું છતાં કેટલી ઈમાનદારી અને ખુશીથી આ સંબંધને અપનાવી રહી છે.

"ઓકે માધવી, બોલ.. બસ.. નાવ હેપ્પી? "

"હા ઘણી જ... શરદ આજે આપણી સુહાગરાત છે.. મારા જીવનની ઘણી કિંમતી પળ.. હું એને યાદગાર બનાવવા માગું છું.. તમારા માટે આ વિવાહ બસ હસ્તાક્ષરી વિવાહ છે પણ મારા માટે... "

"તારા માટે શું માધવી... તું મહેરબાની કરીને કોઈ સપના ના જોતી હું પૂરાં નહીં કરી શકુ. બસ સંતાન થશે એટલે તું અને હું જુદા. "

"હા શરદ મને યાદ છે.. પણ આ એક વર્ષનો સંબંધ હું પુરા દિલથી નિભાવવા માંગું છું.. આશા છે તમે મને ના નહિ કહો. "

"ઓકે માધવી... અને શરદ એની મમ્મીની ખુશી માટે અને માધવી પોતાના પ્રેમ ખાતર એક થઈ ગયા.. "

માધવી એક આદર્શ વહુની જેમ જ દરેક જવાબદારી ખુશી ખુશી નિભાવવા લાગી.. માનસીબેન અને મિસ્ટર શાહ નું પણ તે પુરૂ ધ્યાન રાખતી.. શરદ ના કપડાં, જમવાનું બધી જ જવાબદારી તે નિભાવતી. હવે માનસીબેનની તબિયત પણ સારી રહેતી હતી.

બંને સાસુ વહુની જેમ નહીં પણ મા દીકરીની જેમ રહેવા લાગ્યા હતા... 2 મહિનામાં તો માધવીએ બધાનાં દિલ જીતી લીધાં..

એકવાર રસોડામાં માધવી નાસ્તો બનાવી રહી હતી ને ચકકર ખાઈને પડી. શરદે ડૉક્ટર ને બોલાવ્યા.. ડૉકટરે કહયું;

"શરદ માધવી પ્રેગનન્ટ છે.. હવે એનો ખ્યાલ રાખજો. "

માનસીબેન તો ગાંડા થઈ ગયા ખુશીથી...

"ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. "

માનસીબેને તો માધવીના કપાળ પર ચૂમી લીધું...

"બેટા આજે તે મને દુનિયાની સૌથી મોટી ભેટ આપી છે.. ખુશ રહો.. "

બધાં જ ખુશ હતા.. હવે તો શરદ પણ માધવીની સંભાળ રાખવા લાગ્યો હતો... માધવીના નાસ્તાથી લઈને સૂવા સુધીનું પુરુ ધ્યાન તે રાખતો. માધવી જમવામાં આનાકાની કરે તો લડીને પણ ખવડાવતો.

"ચાલ માધવી જમી લે. "

"શરદ મને કંઈ નથી ભાવતું. "

"બહાના બનાવ્યા વગર ચૂપચાપ ખાઈ લે નહિ તો પછી માર પડશે. "

"પણ શરદ મને વોમેટિગ થાય છે. "

"ભલે થતું... તોય જમી લે. "

શરદ એના હાથથી ખવડાવતો... કોળિયે કોળિયે માધવી શરદના પ્રેમ ને અનુભવવાની કોશિશ કરતી..

9 મહિના પુરા થયા.. માધવીએ એક કનૈયા જેવાં પુત્રને જન્મ આપ્યો... પરાણે વહાલ કરવાનું મન થાય એવો એ ગોળ મટોળ હતો.. નામ એનું પાડયું દક્ષ..

હવે દક્ષુ 2 મહિનાનો થવા આવ્યો હતો.. શરદ અને માધવીના લગ્ન ની મુદત પણ પુરી થઈ ગઈ હતી..

માનસીબેન અને મિસ્ટર શાહ ને તો જાણે દક્ષુના રુપમાં સ્વર્ગ મળી ગયું હતું. માનસીબેન તો આખો દિવસ દક્ષુ સાથે જ રહેતા.

શરદે માધવીને બોલાવીને કહ્યું કે;

"માધવી આપણા લગ્ન નો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયો છે. હવે હું તને આ સંબંધમાથી આઝાદ કરૂ છું.

"તું અહીં થી હવે જઈ શકે છે... દક્ષુ અહીયાં જ રહેશે., આપણો કોન્ટ્રાક્ટ હતો કે બાળક થાય ત્યાં સુધી સાથે રહેવું... હવે બાળક પણ આવી ગયું છે.. મમ્મી ને હું સમજાવી દઈશ.. "

"પણ શરદ મમ્મી પપ્પા ને કેવી રીતે સમજાવશો? "

"માધવી તું એનું ટેન્શન ના લઈશ હું સંભાળી લઈશ. "

માધવી એક શબ્દ પણ ના બોલી... બીજે દિવસે બેગમાં કપડાં લઇ દક્ષુ ને વધુ વહાલ કરીને ઘર છોડી નીકળી ગઈ..

માધવી હવે કયાં જશે? નસીબ એનો કેવો રંગ બતાવશે?

જાણવા માટે બન્યા રહો મારી સાથે..

"શાનદાર સફરમાં.. વાંચતા રહો ને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહન આપતા રહો..