Colors - 35 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 35

રાઘવ ક્યાં ગયો હશે!એની અટકળો કરતા બધા હજી મૂંઝવણમાં છે,જ્યારે બીજી તરફ રાઘવ અરીસાની અંદરની દુનિયાના અવનવા અનુભવ કરી રહ્યો છે.હવે તે હવેલીમાં જ રહેવું કે ટેન્ટ પર જવું તે બાબતે બધા મુંજાય છે.હવે આગળ...

હોઈ શકે આપડે ઊંઘતા હોઈને તેઓ ચાલ્યા ગયા હોઈ?પ્લીઝ આપડે અહી જ રોકાઈ અને તેમની રાહ જોઈએ,અને આમપણ ત્યાં જઈને બધાને જવાબ શું આપીશું??જીમ બધાને શાંતિથી સમજાવવાની કોશિશ કરતો હતો.

હા... એ વાત પણ છે! મીસ્ટર જોર્જ આ સાંભળી એકદમ શાંત થઈ ગયા,તે વિચારતા હતા કે મોટાઓને તો કદાચ સમજાવી પણ શકાય પણ.....રાઘવ,નીલ અને વાહિદ ના બાળકોને કેમ સમજાવીશું??તો સારું છે કે ત્યાં જવું જ નહિ.પ..ણ જો...નિયત સમયે તે લોકો આવ્યા જ નહીં તો!!! તો આપડે શું કરીશું?જોર્જ ફરી ફરીને એક જ વાત પર અટકી જતા હતા.

જોવો આમપણ અરીસામાંથી બહાર નીકળવા માટે હવે વધુ સમય રહ્યો નથી,બે કલાક માં બધો જ ખુલાસો થઈ જસે,તો પછી જ્યાં આટલો સમય પસાર કર્યો,ત્યાં બે કલાક વધુ,પણ આપડે અહીંથી ક્યાંય જઈશું નહિ.અને કોઈ ને જવું હોઈ તો મારી ના નથી પણ હું તો અહી જ રહેવાનો.આટલું બોલી જીમ અરીસાની નજીક પગથિયાં પર બેસી ગયો.

જીમની વાત સાંભળી તેના મિત્રો પણ તેની નજીક બેસી ગયા,બીજા બધા એકમેક સામે હવે શું કરવું એ વિચારતા જોઈ રહ્યા,અંતે બધા એ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.

હા આમપણ ટેન્ટ પર જઈને બાળકોને ફેસ કરવાની હિંમત કોના માં છે?આમ કહી સૌથી છેલ્લે મિસ્ટર જોર્જ પણ બેસી ગયા,તેમને જોઈને બધા હસવા લાગ્યા.

રાઘવ....રાઘવ શું વિચારી રહ્યો છે,આમ કેમ ગુમસુમ છે,અમારી સામે જો!!અને સાંભળ તે હવેલીમાં તો કોઈ ઉપાય લાગતો નથી તો આપડે જંગલ તરફ આગળ વધીએ. વાહીદ અને નીલ રાઘવને સમજાવતા હતા.

રાઘવ દરિયા કિનારે સૂર્યના તાપનો પ્રકોપ વધતા,પાણી તરફ જતો હતો અને અચાનક તેને શું થયું કે તે નીચું જોઈને ત્યાંજ બેસી રહ્યો.

રાઘવ આમ કેમ કરે છે મને જવાબ દે!!નીલ રાઘવની એકદમ નજીક આવી ગયો અને ખબર નહિ રાઘવને શું થયું તે હવેલી તરફ દોડવા લાગ્યો,હજી બીજા કાઈ વિચાર કરે એ પહેલા તો એ હવેલીની નજીક પહોચવા આવ્યો,તેને આમ ભાગતો જોઈ બધા એકબીજા સામે જોવા લાગ્યા અને તેમને પણ રાઘવ પાછળ દોટ મૂકી.

રાઘવ ત્યાં સુધીમાં હવેલીના પ્રાંગણ માં પહોંચી ગયો હતો,અને તેને મુખ્યદ્વાર પર પહોંચીને ફટાફટ દરવાજો બંધ કરી નાખ્યો.અંદર આવીને તેણે સૌથી પહેલા અરીસા નજીક જઈ પોતાની પાસે રહેલી પેન થી એક કાગળ પર ચિઠ્ઠી લખી અને તે અરીસાની બીજી તરફ નાખવાની કોશિશ કરી.

અહી હજી હમણાં જ અરીસાની નજીક બેસેલા જીમ,વિલી અને મીની ખૂબ જ ઉદાસ હતા,અને ત્યાં જ અચાનક એક કાગળ નો ટુકડો તેમના નજીક પડ્યો,પહેલા તો કોઈએ તેના પર ધ્યાનના આપ્યું,પણ પછી જીમે કઇક વિચારીને તે ઉપાડ્યો,અને તે જોતાજ તેના ચેહરા પર ખુશી અને ચિંતા ના મિશ્ર ભાવ ઉપસી આવ્યા.

શું થયું જીમ?શું છે તે કાગળ માં?અને ક્યાંથી આવ્યો તે? વિલી એ પૂછ્યું.

જોવો...હું..કહેતો હતો ને!રાઘવ સર અરીસાની બીજી તરફ છે તેનો આ પુરાવો!!

બધાના કાન ચમક્યા!અને એક સાથે જીમ તરફ પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા.

હા....આ રાઘવસર એ આપડા માટે સંદેશો મોકલ્યો છે.આમ કહી જીમ તે કાગળ વાંચવા લાગ્યો.

હું અરીસાની અંદર છું,મને ત્યાંનો સાચો સમય જણાવો,મારી પાસે કેટલો સમય બાકી છે? હજી બહાર આવવા એ જણાવો.નીચે રાઘવનું નામ લખ્યું હતું.

ઓહ મતલબ રાઘવ પણ....મિસ્ટર જોર્જ આટલું બોલી અટકી ગયા.તેના ચેહરા પર ચિંતાના ભાવ હતા.

જીમ તરત જ એક બીજો કાગળ લઇ આવ્યો,જેના પર તેને અત્યારનો સમય અને હવે કેટલો સમય બાકી છે તે પણ લખ્યો.નાની એવી ચિઠ્ઠી બનાવીને જીમ અરીસાની બીજી તરફ નાખવા જતો હતો,અને અચાનક તેને સીધો અરીસામાં પ્રવેશ કરવા પગ મૂક્યો.

જીમનું આ પગલું જોઈ બધા તેને રોકવા લાગ્યા,પણ જીમ હવે આગળ વધી ચુક્યો હતો,વિલી એ તેનો હાથ પકડી પાછા ખેચવાની કોશિશ કરી,પણ વ્યર્થ...

જીમને બધા એ પાછા ફરવા ખૂબ જ વિનંતી કરી,પણ તે જાણે કોઈ સંમોહન માં હોઈ એ રીતે આગળ વધે જતો હતો,જેવો તે બીજો પગ અરીસામાં મૂકવા ગયો,એ સાથે જ જાણે કોઇએ તેનો ઘા કર્યો હોઈ તેમ તે સીડી પર પડ્યો.
જીમ... વિલીના મોં માંથી ચીસ નીકળી ગઈ.
જીમ માંડ ઉઠ્યો અને સૌથી પહેલા પોતાના હાથ માં રહેલો કાગળ નો ટુકડો અરીસાની બીજી તરફ નાખ્યો.બધા તેને જોતા હતા,બધા ની આંખમાં તેની સાથે શું થયું?એવો પ્રશ્ન હતો.

જીમ જરાવાર બધાના ચહેરા સામે જોઈને બોલ્યો,હું અરીસામાં અંદર જવાની કોશિશ કરતો હતો,સામેજ રાઘવ સર હતા,તેમને મને ત્યાં ના જવા અને અહી તમારી સાથે રહેવાનું કહ્યું,તેમને એમ પણ કહ્યું કે તેઓ જલ્દી પાછા ફરશે ત્યાં સુધી આપડે અહી જ તેમની રાહ જોવાની છે.આટલું બોલી જીમ એક ઊંડા શ્વાસ સાથે ત્યાં ધબ્બ કરતો બેસી ગયો.

તેના મનમાં એક અજંપો અને ઉદાસી દેખાતી હતી,તેની વાત સાંભળી બધા સીડી પર અલગ અલગ જગ્યા એ બેસી ગયા.

જીમ શું થયું કેમ આટલો ઉદાસ છે?વિલી જીમની મનોદશા સમજવાની કોશિશ કરતો હતો.

જીમે અરીસાની બીજી તરફ એવું શું જોયું કે તે આટલો ઉદાસ અને હતાશ થઈ ગયો?એવું શું જોયું રાઘવે કે તે એકલો હવેલી માં ભાગી ગયો?હવે રાઘવ નું આગળ નું પગલું શું હશે?શું જીમ ફરી અરીસામાં જવાની કોશિશ કરશે? જાણવા માટે વાંચતા રહો..

✍️ આરતી ગેરિયા....