Colors - 36 books and stories free download online pdf in Gujarati

કલર્સ - 36

આપડે જોયું કે રાઘવ અરીસાની દુનિયાની અલગ અલગ કસોટી પાર કરી રહ્યો છે.જીમ અરીસામાં જવાની કોશિશ કરે છે પણ રાઘવ તેને પાછો ધકેલી દે છે.હવે આગળ...

મે રાઘવ સર ને એકલા જોયા,તેઓ કઇક ઘબરાયેલ લાગ્યા,મે જોયુ કે ત્યાં પણ અહી જેવી જ હવેલી છે પણ તે થોડી રોનક વાળી હતી,પણ તે હવેલી નો દરવાજો બંધ હતો,અને એવું લાગતું હતું કોઈ તે ખોલવા માટે તેના પર પ્રહાર કરતું હોય!રાઘવ સર વારેવારે પાછળ જોતા હતા,કોઈ મૂંઝવણ માં લાગતા હતા,પણ મને ત્યાંના આવવા દીધો, અને ધક્કો મારી દીધો.બસ મને એટલું જ દુઃખ છે કે હું તેમને કાઈ કામ ના આવી શક્યો.જીમ ખૂબ દુખી જણાતો હતો.

જિમની વાત સાંભળી બધા ચિંતા માં ઘેરાઈ ગયા.

આ તરફ રાઘવ જીમ તરફથી મળેલી ચિઠ્ઠીના આધારે હવે ઝડપથી બધાને શોધવા લાગ્યો.રાઘવ પાસે લીઝા ને જે બુક અને નક્શો સ્ટરરૂમ માંથી મળ્યા હતા તે હતા.પોતાની પાસે રહેલી ચિઠ્ઠી માં સમય જોઈ રાધવે
સૌપ્રથમ પોતાની હાથ ઘડિયાળ માં તે સમય મેળવ્યો અને
થોડા થોડા અંતરે રીમાઇન્ડર મૂક્યા,જેથી તેને સમય નું ધ્યાન રહે.

હવે રાઘવે પહેલા નકશો સમજવાની કોશિશ કરી,શરૂઆત માં તેને તે થોડો કંટાળાજનક અને અઘરો લાગ્યો,પણ જ્યારે તેની થોડી સમજ પડી તો રાઘવ માટે એક નવી દિશા ઊઘડી ગઈ તેના મિત્રો અને પત્ની ને બચાવવાની.

રાઘવ જ્યાં સુધી તે નકશા ને સમજ્યો તે મુજબ સૌ પ્રથમ રાઘવ ફરી પેલા શસ્ત્રો વાળા રૂમમાં ગયો જ્યાં તેને રોન અને નીલ મળ્યા હતા. રાઘવે જોયું ત્યાં હજી થોડો સામાન પડ્યો હતો,જે તેના મિત્રો નો હતો,તેને તે સાથે લઇ લીધ,ત્યારબાદ જે અરીસો સામેની તરફ હતો તે જગ્યા એ આવી ને ઉભો રહ્યો,કેમ કે અરીસા ની આ તરફ બધું જ હતું એક માત્ર એ અરીસો જ આ તરફ નહતો.

રાઘવ પાસે નીલની પેન,વાહીદનું જેકેટ, નાયરાનો ફોટો,
રોનની ટોર્ચ અને લીઝાની બુક હતા. રાઘવે તે બધો સમાન એ અરીસા વાળી જગ્યા ની નીચે મૂક્યો, એ સાથે જ રાઘવ પેલી બુક માંથી કોઈ મંત્ર બોલવા લાગ્યો,અને એ સાથે જ જેમની નિશાની ત્યાં હતી એ બધા,એટલે કે નીલ, રોન, લીઝા, વાહીદ અને નાયરા ત્યાં હાજર થઈ ગયા.

રાઘવ આખરે તે અમને શોધી કાઢ્યા!નીલ રાઘવ ને ભેટી પડ્યો,તેના ચહેરા પર ખુશી હતી,પછી આસપાસ નજર કરતા કહ્યું, જાનવી....જાનવી ક્યાં છે?

હા.... રોઝ પણ નથી દેખાતી?રોન પણ બેબાકળો બની ગયો. થોડી ક્ષણ પહેલા મળેલી ખુશી જાણે દુઃખ માં ફેરવાઈ ગઈ.


વેઇટ...વેઇટ શાંત થાવ મને રોઝ અને જાનવી ની કોઈ નિશાની આપો. રાઘવ તે બંને ને સાંત્વના આપતા બોલ્યો.

નીલ પાસે જાનવી નો ફોટો હતો,અને રોન પાસે રોઝ નો હાથ રૂમાલ,તે બંને એ તે રાઘવ ને આપ્યા રાધવે ફરી એકવાર તે બંને વસ્તુ પેલી જગ્યા એ મૂકી અને ફરી પેલી બુક માંથી કોઈ મંત્ર બોલ્યો, તે બંને પણ હાજર થઈ ગયા.બધા એકબીજા ને લાંબા સમયે મળ્યા હોઈ બધા ની આંખ માં આંસુ હતા.

નાયરા અને જાનવી ને ઘણા સમય બાદ જોઈને બધા ખૂબ રાજી થઈ ગયા.

અમને તો અહીથી નીકળવાની આશા જ નહતી,જાનવી નીલ ને ભેટતા બોલી.

હા રાઘવ મને પણ એમ જ હતું કે હું હંમેશા માટે તારાથી અને આપડા બાળકોથી દૂર થઈ ગઈ. નાયરા ની આંખમાં પણ આંસુ હતા.
રાઘવ તે તારી સૂઝબૂઝથી અમને બધાને શોધી લીધા હવે અહીથી બહાર નીકળીએ નહીતો સમય પૂરો થઈ જસે
નીલ રાઘવની પીઠ થબથબાવતા બોલ્યો.

હા...હા... ચાલો જલ્દી અહીથી નીકળીએ..રોન રોઝનો હાથ લગભગ ખેચીને ચાલવા લાગ્યો.

એક મિનિટ....રોઝ રોનના હાથ માંથી પોતાનો હાથ છોડાવતા બોલી.પીટર સર! એ ક્યાં છે???

ઓહ..નો...પીટર ક્યાં ગયો?અરે પણ એની કોઈ વસ્તુ કોઈ નિશાની આપડી કોઈ પાસે છે??નીલ અને વાહીદ બંને એક સાથે બોલ્યા.

બધા એકબીજા સામે જોવા લાગ્યા,કેમ કે કોઈ પાસે પીટર ની કોઈ નિશાની હતી નહિ.

હવે ...હવે શું કરીશું!!પીટર ને કેમ બહાર કાઢીશું?બધા ના મનમાં એક જ સવાલ ચાલતો હતો.બધાએ પોતાની પાસે રહેલી વસ્તુ જોઈ પણ તેમાં ક્યાંય પીટર ની કોઈ નિશાની નહતી.

હજી બધા કાઈ આગળ વિચારે એ પહેલા જ કોઈ બીપ બીપ નો અવાજ સંભળાવા લાગ્યો,બધા એકસાથે એ અવાજ ની દિશા માં જોવા લાગ્યા તે અવાજ રાઘવ ની ઘડિયાળ માંથી આવતો હતો, રાઘવે કેટલો સમય બાકી રહ્યો તેની યાદી માટે એલાર્મ મૂકેલા હતા જે મુજબ હવે માત્ર નેવું મિનિટ બાકી હતી અહીથી નીકળવા માટે.

આ શું છે રાઘવ?? નાયરા એ રાઘવને તેના હાથમાંથી આવતા અવાજ વિશે પૂછ્યું. રાઘવે તેમને પોતે કેવી રીતે સમયચક્ર જાણવા આ ગોઠવણી કરી તે કહ્યું.

અરે હા....રોઝ ની બૂમ સાંભળતા બધા ચોંકી ગયા.હું અને પીટર સર જ્યારે અરીસા ની દુનિયા માં આવ્યા ત્યારે તેમના શર્ટ નું બટન તૂટી ને મારા હાથ માં આવી ગયું હતું તે મારી પાસે છે.આમ કહી રોઝે પોતાના ખિસ્સામાંથી એક નાનું એવું બટન કાઢી રાઘવને આપ્યું.

રાઘવે તે બટન ફરી તે જગ્યા પર મૂક્યું,અને મંત્ર બોલવા લાગ્યો,પણ કોઈ જાતની હિલચાલ થઈ નહિ.બધા ચિંતા માં પડી ગયા, રાઘવે ફરી તે બટન પાછું વ્યવસ્થીત જગ્યાએ મૂક્યું,થોડીવાર રાહ જોયા પછી પણ કોઈ જ હિલચાલ નાં થઈ!!

પીટર. પીટર તું ક્યાં છે દોસ્ત!પ્લીઝ કમ... રાઘવ ભાવુક થઈ ગયો અને જાણે કે તેનો અવાજ સાંભળીને જ પીટર ત્યાં હાજર થઈ ગયો.બધા પીટર ને જોઈ ને તેને ભેટી પડ્યા,બધાની આંખ માં હર્ષાશ્રુ હતા.

શું એ કેદ અરીસામાંથી બહાર નીકળ્યા બાદ તે બધા હવે આ અરીસાની દુનિયામાંથી બહાર નીકળી શકશે?જો બધા જ અરીસામાંથી નીકળ્યા તો રાઘવ સાથે જે હતા એ
કોણ હતા?જાણવા માટે વાંચતા રહો....

✍️ આરતી ગેરીયા....