Premno Ahesaas - 24 - Last Part in Gujarati Fiction Stories by Bhavna Chauhan books and stories PDF | પ્રેમનો અહેસાસ - 24 - છેલ્લો ભાગ

પ્રેમનો અહેસાસ - 24 - છેલ્લો ભાગ

માધવીની ચિઠ્ઠી વાંચી શરદ થોડી વાર માટે દુઃખી થઈ ગયો.. પણ પછી એ ચિઠ્ઠી બાજુ પર મુકી રુટીન કામ કરવા લાગ્યો.. દક્ષુ પણ ઊઠી ગયો.. ઉઠતાની સાથે એ એની મમ્મી ને શોધવા લાગ્યો.. માધવી નજર ના આવતા એને રડવાનું શરું કર્યું.. બાળક ભલે નાનું હોય. બોલી શકતું ના હોય પણ એની મમ્મી ને તો એ ઓળખી જ જાય.. શરદે એને હાથમાં લીધો અને આમ તેમ ફરવા લાગ્યો પણ દક્ષુ ચૂપ જ ના થયો.. જાણે એ જાણી ગયો હોય કે એની મમ્મી હવે એને જોવા પણ નહીં મળે.. એમ રડવા લાગ્યો.. શરદ પણ ના જોઈ શક્યો એની આ હાલત.. એટલામાં માનસીબેન આવ્યા..

"શરદ માધવી કયાં છે? આ દક્ષુ કેમ રડે છે આટલું બધું? "

"મમ્મી લે ને.. તું જ ચૂપ કરાવ આને મારાથી નહીં થાય. "

"હા.. લાવ.. પણ માધવી કયાં છે એ તો કહે? "

"મમ્મી આજે હું બહુ લેટ ઊઠયો છું મારે મોડું થાય છે.. હું નહાવા જઉં છું"

શરદ શું જવાબ આપતો? ફટાફટ નાસ્તો કરીને એ ઑફિસ જતો રહ્યો. એ ખુરશીમાં બેઠો.. કામ કરવા લાગ્યો પણ કયાંય એનું મન લાગ્યું નહીં.. એને વારે વારે માધવીની યાદ આવતી હતી.. એ વિચારવા લાગ્યો;

"મેં ખાલી મમ્મી ની ખુશી માટે અને વારસદાર માટે માધવી સાથે લગ્ન કર્યા હતા.. વારસદાર મળી ગયો એટલે મેં માધવી ને આઝાદ કરી દીધી.. અને એ ચાલી ગઇ એમાં મને કેમ આટલું દુઃખ થાય છે? "

એટલામાં કરણ આવ્યો.. જોયું તો શરદની આંખમાં પાણી આવી ગયું હતું પણ શરદને એનો અણસાર પણ આવ્યો ન્હોતો.

"શરદ! શું થયું દોસ્ત? ઘણાં સમયે આજે ફરી તને આમ જોયો.. દક્ષુ ને ભાભી બધાં ઠીક છે ને? "

કરહ શરદ ના હસ્તાક્ષરી વિવાહ ની વાતથી અજાણ હતો. શરદે કરણને એ વિશે વાત કરી અને એ પણ કહ્યું કે માધવી આજે જ ઘર છોડીને ચાલી ગઇ.. અને મને એનું દુ:ખ થઈ રહ્યું છે.. કરણ બોલ્યો,

"પાગલ! દુ:ખ તને એટલે થઈ રહ્યું છે કેમ કે તું પણ ક્યાંક ને કયાંક માધવીભાભીને પસંદ કરવા લાગ્યો છે.. શરદ કાવ્યા તને છોડીને ગઈ હતી એની ખુશી માટે અને ભાભી તને છોડીને ગયા છે તારી ખુશી માટે.. તારી ખુશી માટે ભાભીએ એમનાં પ્રેમનું બલિદાન આપી દીધું.. તું બહુ લકી છું મારા યાર... તને આટલો પ્રેમ કરનારુ કોઈ મળ્યું છે.. "

"પણ યાર કરણ હવે શું કરું..? માધવી તો છોડીને ચાલી ગઈ. "

"મારાં ભાઈ, તું શોધ તો ખરો.. તારા નસીબમાં હશે તો જરૂર મળશે.. "

"શરદ તરત જ ત્યાંથી નીકળી ગયો માધવીને શોધવા.. દરેક રસ્તા. , સર્કલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન બધે જ જોયું પણ કયાંય માધવી મળી નહીં.. શરદે હાર માની લીધી.. સાંજ પડી ગઈ.. આછું આછું અંધારું પણ થવા આવ્યું.. ઘરે આવતા રસ્તામાં આવતા મંદિર આગળ એને ગાડી ઊભી રાખી.. ત્યાં એની બાજુવાળી બારી પાસે એક વૃદ્ધ બા આવ્યા અને બોલ્યાં;

" અરે બેટા.. અહીં મંદિર આગળ ઊભો છે માના દર્શન કરવા નહીં જાય? તને કદાચ માએ જ બોલાવ્યો હશે.. જા બેટા માના દર્શન કરવા જા. "

શરદ ગાડીમાંથી ઊતરીને મંદિરના પગથિયાં ચઢવા લાગ્યો.. છેલ્લે પગથિયે પગ મૂકતા જ એની નજર ઓટલા પર બેઠેલી માધવી પર પડી.. શરદે તરત જ પાછું વળીને ગાડી તરફ જોયું.. એની નજર પેલાં વૃદ્ધ બા ને ખોળવા લાગી પણ ત્યાં કોઈ ન હતું.. શરદને જોતાં માધવી ઊભી થઈ ગઈ.. શરદ માધવીને જોઈને ખુશ ખુશ થઈ ગયો... શરદ બે હાથ પહોળા કરીને ઊભો રહ્યો.. માધવી દોડીને એની બાહોમાં સમાઈ ગઈ.. બંનેએ એકબીજાને પકડી લીધાં.. બંને રડી રહ્યા હતા. પૂજારી બાપા બંનેને જોઈને સમજી ગયા કે વિખૂટા પડેલાં બે પંખીઓને આખરે માએ મળાવી દીધા..

"ચાલ, માધવી! માના આશીર્વાદ લઈ આપણાં જીવનની શરૂઆત કરીએ.. હવે આપણા વિવાહ " પર હસ્તાક્ષર આપણાં પ્રેમનાં હશે. "

માધવી અને શરદ માના આશીર્વાદ લઈ ઘરે આવ્યા.. બંનેને સાથે જોઈ દક્ષુ પણ ખિલ ખિલાટ હસી રહ્યો હતો. શરદે માધવીને પૂછયું;

"માધવી તું પણ કવિતા લખે છે? "

હા. કયારેક કયારેક... મનની લાગણીઓ કાગળ પર ઉતારી દઉં છું. "

"ચાલ.. આવી જા મારી પાસે... તારી ઈચ્છા હતી કે બસ એક વાર મને જુવે પણ આજથી તું ચાહે ત્યારે મને જોજે... તું જયારે ઈચ્છે મારાં ખોળામાં માથું રાખી સૂઈ જજે, તું ગમે ત્યારે મારા ખભે માથું રાખી રોઈ લેજે, અને હા આ જનમ એકલો નહી હું ભવોભવ તારો જ બનવા માંગીશ.. "

"" લાવ તારા ધબકારા મને સંભળાવ.. હું પણ જોઉ તારાં ધબકારા શું કહે છે.. "

"શરદ મારાં ધબકારે ધબકારે તારૂં નામ સંભળાય છે.. "

"આટલું કહેતા માધવી શરદને વળગી પડી...

આખરે માધવીનો પ્રેમ જીતી ગયો...

**********************************

આ સાથે હું આ સફર અહીં જ પૂરો કરું છું... મારાં વ્હાલાં વાંચકો તમે મને ભરપૂર પ્રેમ આપ્યો... આ મારી પ્રથમ નવલકથા છે... તમારાં સાથ અને આશીર્વાદ થી આજે મેં આ વાર્તા પૂરી કરી.... આ માટે તમારી આભારી રહીશ.. 🙏😍❤

Rate & Review

Mangaji Thakor

Mangaji Thakor 8 months ago

Satish Navadiya

Satish Navadiya 9 months ago

Harendra Lalpuria

Harendra Lalpuria 9 months ago

Bhakti Sayta

Bhakti Sayta 10 months ago

Keval

Keval 10 months ago