TU ANE TAARI VAATO..!! - 2 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 2

તું અને તારી વાતો..!! - 2

પ્રકરણ 2 પહેલી મુલાકાત....!!


" શું દીદી તમે પણ ? કેવી રીતે પતંગ આપો છો ? જાવ હવે નીચેથી લઈ આવો..."

રોહનના શબ્દો સાંભળી રશ્મિકા પતંગ લેવા માટે નીચે જાય છે અને રોહન નીચે ઊભા રહેલ વિજયભાઈને કહે છે

"વિજયભાઈ મારી દીદી પતંગ લેવા માટે આવે છે તો એમને પતંગ આપી દેજો ને "

" hmm " વિજયે માત્ર હકારમાં માથું ધુણાવ્યું ....

બસ એ શાયરી શાંત બનીને નીચે આવે છે એટલે વિજય તેને પતંગ આપે છે ને ત્યાં થોડીક ક્ષણ માટે બંનેની આંખો મળે છે ..વિજય કઈ બોલે તે પહેલા જ તે શાયરી પતંગ લઈને ત્યાંથી ચાલી જાય છે અને વિજય માત્ર એમ જ એને જતાં જોઈ રહે છે ....એટલી વારમાં અંદરથી હર્ષદભાઈની બુમ સંભળાય છે ...

" અરે , વિજય તું આવી ગયો ? હું ક્યારનો તારી રાહ જોઇને બેઠો હતો ....જલ્દીથી પેલી ફાઈલ આપ ...."

"હા....લો આ ફાઈલ ...અને ભાભી મારા માટે શું બનાવ્યું છે ?"

" હા...હા ..વિજય ....તારા માટે ચીક્કી અને લાડુ તૈયાર જ છે ..મને ખબર જ હતી કે તું આવવાનો છે ...તું બેસ હું લઇ આવું ..."

" હા ...ભાભી ...અરે..હર્ષદભાઈ...ફાઇલ ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ તો નથી ને ..?" આટલું બોલી વિજય હર્ષદભાઈની બાજુમાં બેસી જાય છે.

" અરે વિજય, છેલ્લા દોઢ વર્ષથી કંપનીમાં જોડાયા પછી તે ક્યારેય કોઈ ભૂલ કરી છે ખરી ???" હર્ષદભાઈ વિજયના ખભા પર હાથ મૂકી ભેટી પડે છે.

" શું તમે પણ ? વિજય આપણાં માટે રોહન બરાબર જ છે ને, એને આજે તો શાંતિથી તહેવાર ઉજવવા દો ....લે ... વિજય શાંતિથી લાડુ ને ચીક્કીની મજા માણ ....."

સવિતાબેન , વિજય અને હર્ષદભાઈ લાડુ અને ચીક્કી લઈને ખાવાનું ચાલુ કરે છે એ જ સમયે અગાશી પરથી રોહન બૂમો પાડતો પાડતો નીચે આવે છે.. અને બધાની નજર દાદર તરફ જાય છે ...

" મમ્મી ...મમ્મી ...ભૂખ લાગી છે ...જલ્દી લાડુ આપને ....મારે પછી ઉપર જવું છે ..."

રોહનનો અવાજ સાંભળી વિજયની નજર પણ ત્યાં જાય છે ....ત્યા એકાએક એની નજર પાછળ આવતી શાંત અને ખોવાયેલી શાયરીને આવતા જુએ છે ....અને વિજય બસ એના ચહેરા પર કંઈક અજુગતું હોય એવો અનુભવ કરે છે ....પણ થોડી ક્ષણ પછી સવિતાબેનનો અવાજ સાંભળી ફરી વિજય એ માહોલમાં ભળી જાય છે ...

" પણ રોહન બેટા ....પહેલાં શાંતિથી ખાય લે ...પછી જા ....જો રશું પણ આવી ગઈ ...પછી જજે .."

"હા ....મમ્મી ....હો..પછી જઈશ...અરે વિજયભાઈ...તમે ચાલો ને ઉપર ....સાથે પતંગની મજા માણીશું ...."

" ના...ના ...રોહન...મારે હજુ ઘરે જઈને ઘણું કામ છે બસ હું નીકળું જ છું હમણાં ..."

" જેવી તમારી ઈચ્છા....વિજયભાઈ.."

" અરે..વિજય..જવું જ છે....!!"

" હા...હર્ષદભાઈ....જઉ ને હવે....."

" વિજય..બેટા ...તહેવાર છે તો રોકાઈ જા ને....!"

"હા પણ ભાભી..મારે જવું પડશે...ઘરે રાહ જોતાં હશે...તો હું નીકળું..."

" ભલે ...વિજય...આવજે..."

" હા...ભાભી...આવજો...મજા આવી ગઈ લાડું ખાવાની...ચાલો ત્યારે....હર્ષદભાઈ...હું જઉં.."

"હા...વિજય ...મળીએ કાલે ઓફિસમાં..."

"હા"

વિજય સોફા પરથી ઉભો થઈને જાય છે પણ એ પહેલાં તે થોડી ક્ષણ માટે ત્યાં આવી પહોંચેલી શાયરી સામે જોઈ રહે છે અને વિજય વિચારો સાથે નીકળી જાય છે...

બસ એ દિવસ વાતો અને મસ્તીના માહોલમાં વીતી ગયો...પણ કોણ જાણે કે આજે એક મસ્તીખોર શાયરી ધીમે ધીમે આ દિવસની સાથે ઠરી ઠામ બની રહી છે..


***********


વિચિત્ર છતાં સુંદર શાયરીની શોધમાં એ ખુશનુમા સવાર ફરી ખીલી ઉઠે છે બસ એ ઠંડકભર્યાં વાતાવરણને અનુભવતી રશ્મિકા નીચે આવીને ડાઈનિંગ ટેબલ સૌને સાથે નાસ્તો કરવા બેસી જાય છે અને સવિતાબેન રસોડામાં કામ કરી રહ્યા છે ...

" good morning , રશું બેટા "

"Good morning , પપ્પા..."

"હું શું કહું રશું બેટા..."

"હા ...પપ્પા બોલો ને..."

" બેટા...તું ઘણાં સમય પછી અહીં આવી...ચાલને આપણે તારી જૂની યાદોને તાજી કરીએ...બેટા...તું આજે આવને મારી સાથે ઓફિસમાં...!!"

"અરે...પપ્પા..કેમ નહીં...5 મિનિટ ઉભા રહો ...હું 5 જ મિનિટમાં આવી...."

"હા...બેટા..જલ્દી આવજે"

"અરે..પપ્પા..બેસી જાવ હવે આ કલાક સિવાય ના આવે..!"

"ચાપલા...તું શાંતિથી નાસ્તો કર ને...રોહન કામ કર હો તારું...પપ્પા..હું પર્સ અને ફોન લઈને આવું છું"

"હા..બેટા હું બહાર છું .."

"ભલે ..પપ્પા"

એ શાયરી જૂની યાદોને વાગોળવા તૈયાર થઈ જાય છે...રશ્મિકા રૂમમાં જઈ પર્સ અને મોબાઇલ લઈને નીચે આવે છે અને સીધી રસોડામાં જઈને સવિતાબેનને પાછળથી ભેટી પડે છે ..

"મમ્મી...હું જાઉં છું..પપ્પા જોડે.."

"હા...બેટા...તારા પપ્પાએ કહ્યું હતું મને તને લઇ જશે એમ..... રશું ધ્યાન રાખજે તારું.."

" હા..મમ્મી..બાય"

"બાય ...બેટા"

રશ્મિકા ત્યાંથી નીકળી જાય છે અને હર્ષદભાઈ સાથે તેમની ઑફિસે પહોંચે છે..


****************


ઑફિસ બહારના રોડ પર ચાલતાં વાહનોનો હલકો અવાજ સંભળાય રહ્યો છે અને હર્ષદભાઈ અને રશ્મિકા ઓફિસમાં આવીને આજુ-બાજુના સ્ટાફને જુએ છે અને કેબીનમાં જઈ હર્ષદભાઈ chair પર બેસી ટેબલ પર રહેલો બેલ વગાડે છે અને રશ્મિકા આખું કેબીન નિહાળે છે અને એના લગ્ન પહેલાની યાદમાં સરી જાય છે પછી હર્ષદભાઈની સામે રહેલી chair સહેજ બાજુમાં ખસેડી એના પર બેસી ટેબલ પર રહેલી ફાઈલો જોવા લાગે છે ...અને બરાબર એ જ સમયે પ્યુન કેબીનમાં દાખલ થાય છે..

"હા , સર."

"વિજયને મારા કેબીનમાં ચોપડા સાહેબના પ્રોજેક્ટની ફાઇલ લઈને મોકલ..."

"Ok , સર"

અને પ્યુન ત્યાંથી નીકળી જાય છે...હર્ષદભાઈ અને રશ્મિકા ફાઈલોને જોઈ વાતચીત કરી રહ્યા હોય છે એટલામાં વિજય ત્યાં પહોંચીને કહે છે...

"May i come in ?"

"હા..વિજય આવ.."

"લો આ ચોપડા સાહેબની ફાઇલ છે..ગુપ્તા સાહેબની ફાઇલ હું તૈયાર કરું છું એ થઈ જશે પછી મોકલી આપું."

" Don't worry , take your time .."

"Hi , good morning...કેમછો?"
(રશ્મિકા તરફ જોઈને smile આપે છે)

"Good morning...મજામાં છું.."

"સારું હું જાવ છું..."

અને વિજય કેબિનની બહાર નીકળી જાય છે...

ફરી રશ્મિકા અને હર્ષદભાઈ ચોપડા સાહેબની ફાઇલ લઈને કામ કરવાનું ચાલુ કરે છે જેમાં હર્ષદભાઈ રશ્મિકાને ટેન્ડર વિશે સમજાવતા જૂની યાદો તાજી કરાવી રહ્યા છે અને એ સાથે સાથે કમ્પ્યુટરમાં કામ કરી રહી છે..એ સમયે હર્ષદભાઈને કોઈકનો ફોન આવે છે અને એ ફોન પર વાત કરીને રશ્મિકાને કહે છે..

"ચાલો ચોપડા સાહેબનું કામ પૂરું થયું , હવે હું ટેન્ડર માટે મળવા જાવ છું તો કદાચ મારે મોડું થઈ જાય તો , હું વિજયને કહી દઉં છું કે એ તને ઘર સુધી મૂકી જાય...?"

"Hmm"

" તો બેટા..તું થોડી help કર જેથી વિજયને ગુપ્તા સાહેબની ફાઇલ જલ્દી તૈયાર થઈ જાય"

"સારું , પપ્પા ...હું થોડી વારમાં જ ત્યાં જઈને મદદ કરું છું.."

"સારું , બેટા હું નીકળું છું..."

(આટલું કહીને હર્ષદભાઈ ઓફીસ પરથી નીકળી જાય છે ને ત્યારબાદ રશ્મિકા થોડા સમય પછી વિજયના કેબીન પાસે જઈને નોક કરે છે અને વિજયનું ધ્યાન ત્યાં જાય છે....)

"May i come in ? "

"અરે , મેડમ તમારી તો ઓફીસ છે આવી જાવ આમ પૂછીને મને શરમમાં ના મુકો ...આવો બેસો...કૉફી લેશો?"

"ઓફિસ મારી હોઈ શકે પરંતુ કેબીન તો તમારું છે , તો નોક નોક કરવું એ મારી ફરજ છે.."

"ઉચ્ચ વિચાર" સાથે વિજય ટેબલ બેલ વગાડે છે પ્યુન પ્રવેશ કરે છે...

" હા..વિજયભાઈ બોલો.."

"મેડમ માટે એક કોફી લઈ આવો.."

"સારું " અને પ્યુન નીકળી જાય છે...

"ગુપ્તાજીની ફાઈલમાં હું તમારી કઈ રીતે મદદ કરી શકું ?"

"તમે કોફી પીવો અને આરામ કરો , કામ હું કરું છું ને.." પ્યુનને કોફી લઈને આવતા જોઈને વિજય બોલ્યો

"તમને બધા પુરુષોને કામ સિવાય પણ બીજું કંઈ કામકાજ હોય છે કે નહીં..?"

"જિંદગીમાં કામ નહીં કરીએ તો શું કરીશું ?"
(પ્યુન એ ટેબલ પર રાખેલી કોફીને ઉપાડતા ઉપાડતા રશ્મિકાએ કહ્યું..)

"કામ સિવાય પણ ઘણું બધું છે.."

"જેમ કે ?"

"ફેમીલી , ફ્રેન્ડ્સ , કોઈ શોખ જેમ કે લખવું , વાંચવું અને ઘણું બધું.."

"Sorry to say ma'am , પણ ઓફિસ પર તો ઓફિસનું જ કામ થાય ને !"

"Ma'am નહિ રશ્મિકા કહો પ્લીઝ અને બીજી વાત કે તમે ઓફિસ સિવાયના સમયમાં પણ ઓફિસનું જ કામ કરો છો !!!??"

" ok , રશ્મિકા કહીશ ..બસ...હું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ અલગ રાખું છું એટલે ઓફિસ સિવાયના સમયમાં હું મારી જાતને અને મારા શોખને સમય આપું છું મને લખવું ગમે છે એટલે દરરોજ થોડું થોડું લખું છું.."

"વાહ ! તો ગઈ કાલે શું લખ્યું ? શું હું જાણી શકું ?"

"ગઈ કાલે તો ઉત્તરાયણ હોવાથી કઈ લખાયું નથી, પરંતુ કોઈકનું લખેલું વાંચ્યું જેમાં લાગ્યું કે એમનાં જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે..."

"એવું તો શું હતું..?"

"બરાબર તો યાદ નથી પરંતુ જેટલું યાદ છે એટલું સંભળાવું..ધ્યાનથી સાંભળજો..."

"ચોક્કસ..."


"તારી સાથે જીવનની , વિતાવવી છે દરેક ક્ષણ ,
સંઘર્ષ તો ઘણા આપે છે , પણ દિપાવવો છે આ સંબંધ ,
નથી....નથી...સમય...."


યાદ કરતા કરતા વિજયને બોલતાં જોઈને રશ્મિકા એ વાક્ય પૂર્ણ કરે છે,


"નથી સમય મારા માટે, તને હવે આજકાલ ,
તું જ એક વિકલ્પ છે , નથી બીજો કોઈ મારી પાસ ,
બની જઈશ પતંગની જેમ , તારી જિંદગીની રંગીન યાદો",


રશ્મિકાને સાંભળી વિજય પણ સાથે બોલે છે ...


" યાદ આવશે મને
તું અને તારી વાતો...!!"


"એટલે રશ્મિકા આ તમે લખેલું ?"

"હા..મને પણ લખવાનો શોખ છે"

"વાહ ! રશ્મિકા એક વાત પૂછું ?"

"હા..પૂછો.."

"તમારે કયાં કોઈ દુઃખ જ છે , તમારા પપ્પાનો આટલો સારો બિઝનેસ છે...અને I think પ્રેમનો પણ સારો એવો બિઝનેસ છે તો પછી તમને હજુ જીવનમાં શું તકલીફ છે ?"

" પ્રેમ છે પણ પ્રેમ નથી ...બસ એ જ તકલીફ છે.."

"એટલે ?કઈ સમજાયું નહીં..."

"સમજાશે પણ નહીં.."

"તો સમજાવો.."

"કઈ નહિ એ બધું છોડો , તમે શું -શું લખ્યું છે ? સંભળાવશો ? "

"હા ...ચાલોને ચાલતા ચાલતાસંભળાવું.. ગુપ્તાજીની ફાઇલ તૈયાર છે તો ...જઈએ..?..તમને ઘરે મૂકી જાવ...?"

"Hmm"

અને વિજય ઓફિસમાંથી નીચે સુધી આવે છે ત્યાં સુધી રશ્મિકાને વિજય એની વાતો સંભળાવે છે...


" ચહેરા પર જોઈ શકાય નહીં
એવી છે એની લાગણીઓ ,
જીવંત છે છતાં જાણી શકાય નહીં
એવી છે એની માંગણીઓ ,
બસ વિચિત્ર છે છતાં
ગમે છે એની અદાઓ..!!"



"વાહ...શું વાત છે...હજુ એક થઈ જાય..."


"એની નખરાળી વાતો
ને છુપાયેલા પ્રેમને
બસ પંપાળીને શોધી કાઢવો છે મારે...
માત્ર એના કહેવાની રાહ છે..
ખુદમાં ખોવાયેલી એને
શોધી કાઢવી છે મારે..
બસ તું અને તારી વાતોની
યાદો બનાવવી છે મારે..."


"વાહ, સારું લખો છો.."

"હા ...પણ હવે તમે પણ કંઈક સંભળાવો...તમને પણ સાંભળીએ..."

" હા...પણ બાઈક ચલાવો...રસ્તામાં જ સાંભળી લેજો...late થશે.."

વિજય બાઈક start કરે છે અને રશ્મિકા પાછળ બેસે છે..

"હા..તો..સાંભળી શકું આપને..?"

"હા..જરૂર..."

"તો ...બોલોને please.."


"એના શબ્દોની માયાજાળમાં
ફસાઈ જાઉં છું
એના પ્રેમને પામવાની તડપમાં
શરમાઈ જાઉં છું
આ તો માત્ર એમની વાતો છે
બાકી એમને પામવાની રાહમાં
ખોવાઈ જાઉં છું.."


"Superb...જોરદાર..હજુ એક થઈ જાય plz...!!"

"Sure..સાંભળો.."

"Hmm"

વિજય બાઇક ચલાવતા ચલાવતા સાંભળે છે અને રશ્મિકા પાછળથી વિજયની તરફ જોઈને બોલે છે


"રાહમાં ખોવાયેલી ,
શબ્દોમાં ગુંચવાયેલી ,
કૉફીથી બંધાયેલી ને હંમેશા
લાગણીથી છુપાયેલી છું..
શાયદ એટલે જ
આ મૌનથી પ્રેમને ઓળખનારની
શોધમાં મગ્ન થયેલી છું.."


આટલું બોલતાં બોલતાં એ શાયરી બસ વિચારોમાં ખોવાઈ જાય છે ..ત્યાં વિજય રશ્મિકાના ઘર સમક્ષ બ્રેક મારે છે અને રશ્મિકા વિચારો છોડી બાઈક પરથી નીચે ઉતરી જાય છે અને વિજય એની સામે જોઇને બોલે છે

"ખરેખર..સુંદર લખો છો..બસ ગમી જાય તેવું લખો છો..."

"Thanks..અને તમે પણ સારું જ લખો છો.."

"તમારા જેવું નહીં.."

"હા..હો..ચાલો ..બાય.."

"કાલે મળીશું..?"

"જોઈએ.."

"કઈ નહિ જતાં જતાં કંઈક સંભળાવતા જશો..?"

રશ્મિકા હલકી smile આપે છે અને બોલે છે...


"તને પામવાની છે ચાહત છે મારી .."


વિજય એની વાતને આગળ વધારે છે ..


"તને ઓળખી લેવાની છે રાહત મારી.."


આ શાયરી પણ તાલમાં તાલ ભેળવે છે


"તું છે તો બધું જ છે , એવી છે વાતો મારી.."


અને વિજય પણ આગળ બોલે છે


"બસ એટલે જ ગમે છે મને વાતો તારી..."


અને બંને સાથે બોલી ઉઠે છે


"આમ જ જીવંત છે , તું અને તારી વાતો...!!"


અને હલકી smile સાથે રશ્મિકા ત્યાંથી ચાલી જાય છે અને વિજય બસ જોઈ રહે છે


To be continue...

#hemali gohil "Ruh"


****************


રશ્મિકા અને વિજય વચ્ચેના આ સંબંધો આગળ વધશે કે કેમ ? કે પછી આ સંબંધોમાં માત્ર ઔપચારિકતા રહી જાય છે ...!! શું ખરેખર બંનેને એકબીજા પ્રત્યે કોઈ લાગણી છે ? શું રશ્મિકાની smile આ સંબંધને નવી દિશા આપશે કે પછી આ સંબંધો સમય મર્યાદિત રહેશે ?જુઓ આવતા અંકે .....

Rate & Review

ketuk patel

ketuk patel 6 months ago

Nirali

Nirali 6 months ago

Preeti G

Preeti G 6 months ago

GIRISH AHIR

GIRISH AHIR 6 months ago