TU ANE TAARI VAATO..!! - 4 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 4

તું અને તારી વાતો..!! - 4

પ્રકરણ-4 – “પ્રપોઝ વગરનો પ્રેમ....!!”

તાળીઓના અભિવાદન બાદ વાતોડિયો વિજય ખુરશી ઉપર ચડી જાય છે અને કૉફી શોપમાં બેઠેલા દરેક વ્યક્તિઓનો હ્યદય પૂર્વક આભાર માને છે અને રશ્મિકા શરમાળ ચહેરાથી અને લાલફ્રેમના 2.5 નંબરના ચશ્માના કાચની પાછળ છુપાયેલી તેની અણીદાર આંખોની અદાથી વિજયને ખુરશી પર બેસવાનો ઈશારો કરે છે....... અણીદાર આંખોના ઇશારાથી ઘાયલ થયેલ વિજય શાંતિથી ખુરશી પર બેસી જાય છે અને સ્વભાવે વાતોડિયો હોવાથી તેનાથી રહેવાયું નહી એટલે તેણે રશ્મિકાને કહ્યું,-

“ખરેખર તમે મનને ગમી જાય તેવું લખો છો...”

“હા પણ ...આ કૉફી પીવાની છે..”

રશ્મિકાની નાનકડી smile સાથેના પ્રતિઉત્તરમાં વિજય હકારમાં ધીમેથી માથું હલાવે છે અને બંને સાથે જ કૉફીની ચુસ્કી ભરે છે અને ફરીથી વિજય વાતની શરૂઆત કરે છે.......

“હા ..તો હું જાણી શકું કે..... તમે લખવાની શરૂઆત ક્યારથી કરી ?”

“બસ.....માત્ર લખું છું એટલું જ કાફી છે..”

“ઓહ..કઈ નહિ,..... કંઈક બોલો તમારા વિશે જ.......”

“તમે જ બોલો...હું સાંભળવાનું વધારે પસંદ કરીશ..”

“તમને કૉફી પીવી ગમે છે.. !!!?”

“હા..બહુ વધારે પડતી....પણ દરરોજ નથી પી શકાતી.....(થોડી ઉદાસ થઈને)

“પણ કેમ ?”

“બસ સમય અને સંજોગ...”

અસમંજમાં મૂકી દે તેવા એ શાયરીના જવાબો સાંભળી વાતોડિયા વિજયનું મગજ ચકરાવે ચડી જાય છે અને હળવા હાથે પોતાના કપાળ પર ટપલી મારીને મનમાં જ બોલે છે......

“ અરે યાર આ જવાબો જ એવા આપે છે...... કે..... પૂર્ણવિરામ જ મુકાઈ જાય છે.....”

“જાણુ છુ..... મારા જવાબો થોડા અટપટા છે....”

નટખટ હાસ્ય સાથે રશ્મિકા એ આપેલા જવાબથી વિજય નવાઈ પામે છે અને પૂછે છે.....

“મતલબ...??? તમે શું કહેવા માંગો છો? મને કંઈજ સમજાતું નથી..!!!”

“બસ કંઈ જ નહીં...એટલુંજ કે તમારી આંખો અને તમારા ચહેરાને હું વાંચી શકું છું.”

ચશ્માધારી રશ્મિકાની અણીદાર આંખોએ જે નિહાળ્યું તે સુંવાળા હોઠો દ્વારા બોલાયા પછી..... અધીરા બનેલા વિજયે કૉફી શોપના ટેબલની આગળ તરફ નમીને સહેજ ધીમા અવાજે પૂછ્યું,.....

“તો શું દેખાઈ છે તમને મારી આંખોમાં ..? ”

“બસ એ તો મને ખબર..!!”

રશ્મિકાએ પણ હળવા હાસ્ય સાથે......ટેબલ તરફ આગળ ઝૂકીને..... ધીમા અવાજે જવાબ આપ્યો... અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શરમાળ હાસ્ય સાથે રશ્મિકા ઉભી થઇ બહારની તરફ ચાલવા લાગે છે...... અને વિજય એને જ જોઈ રહે છે... થોડા ડગલા ચાલીને.... ઉભી રહીને.....પાછળ ફરે છે........ અને બોલે છે.......

“ઓ.....જનાબ ...ચાલો ઓફિસે પણ પહોંચવાનું છે.....આમ પછી વિચાર્યા કરજો ...”

વિજય નાનકડા હાસ્ય સાથે હકારમાં માથું હલાવી ટેબલ પર પડેલી બિલબુકમાં બિલ ચૂકવી ઉભો થઈ રશ્મિકા તરફ ચાલવા લાગે છે ...રશ્મિકા ફરી આગળ ચાલવા લાગે છે....... બસ, આમ, રશ્મિકા ચાલે છે અને વિજય એની પાછળ ચાલે છે પણ બંનેના ચહેરા પર એક શરમાળ અને સંતોષકારક હાસ્ય છે બંને બાઈક પર બેસીને office તરફ પ્રસ્થાન કરે છે.પણ બંને વચ્ચે મૌન છવાયેલું છે અને એ મંદ મંદ હાસ્ય એ બંનેના મનને મોહક બનાવી રહ્યું છે...

*************

થોડી ક્ષણમાં બંને ઓફિસમાં પહોંચે છે...... રશ્મિકા હર્ષદભાઈની કેબિનમાં જઈ હર્ષદભાઈની chair ની બાજુમાં બીજી chair ખસેડી ત્યાં બેસી જાય છે અને કમ્પ્યુટરની સ્વીચ ચાલું કરી ટેબલ પર પડેલી ફાઈલો જોવા લાગે છે...જયારે આ તરફ વિજય પણ પોતાની કેબિનમાં દાખલ થઇ પોતાની બેગમાંથી લેપટોપ કાઢી ટેબલ મૂકી લેપટોપ સ્ક્રીન ઓન કરે છે,.... અન ટેબલબેલ વગાડી પોતાની chair પર બેસી જાય છે અને લેપટોપમાં કામ કરવા લાગે છે એટલામાં પ્યુન દાખલ થાય છે ....અને બોલ છે ...

" હા ...વિજયભાઈ , બોલોને... ."

" પ્રકાશભાઈને કહોને કે, આજે પહોંચતી કરવાની કપૂર સાહેબની ડોક્યુમેન્ટરી ફાઈલ લઈને મારા કેબિનમાં આવે..."

" હા ..વિજયભાઈ ..."

પ્યુન જાય છે અને થોડી વારમાં હર્ષદભાઈની ઓફિસમાં કામ કરતા પ્રકાશભાઈ વિજયની કેબિનમાં આવે છે

" may i come in , sir..?"

" હા...પ્રકાશભાઈ ..."

" સર..આ ફાઈલ તૈયાર છે ...છતાં પણ એક વાર હર્ષદસરને મળીને આ ફાઇલને જૂની કોપી સાથે મેચ કરાવી લેજોને...કારણ કે જૂની કોપી એમની પાસે જ છે ..."

"પણ આજે હર્ષદભાઈ નથી...હા...પણ એ કોપી એમના કેબિનમાં જ છે હું હમણાં જ જઇને check કરી લઉં છું.."

"હા..ભલે..."

પ્રકાશભાઈ ટેબલ પર ફાઇલ મુકીને જતા રહે છે અને વિજય લેપટોપમાં વર્ક કરવામાં મશગુલ છે ...થોડી ક્ષણ બાદ વિજય ફાઇલ લઈને હર્ષદભાઈની કેબિનમાં જાય છે ...ત્યાં બેઠેલી રશ્મિકાને જોઈ થોડા નટખટ હાસ્ય સાથે વિજય બોલે છે...

" May i come in , medam?"

રશ્મિકાની નજર વિજય તરફ જાય છે અને બોલી ઉઠે છે...

"મિત્ર થઈને શું મજાક કરો છો...!!??"

વિજયને નવાઈ લાગે છે કે મિત્રતા માટે પૂછ્યા વગર જ મને મિત્ર કહ્યો ...!! જ્યારે અન્યને મિત્રતા માટે પણ પૂછવું પડે છે એનાથી રહેવાયું નહિ એટલે પૂછી ઉઠે છે.....

"મિત્ર..??"

"હા..મિત્ર..કેમ આપણે મિત્રો નથી..?"

"અરે ..ના રશ્મિકા...પણ મોટા ભાગે મિત્રતા માટે સ્ત્રીઓને પૂછવું પડતું હોય છે..!"

"હું માનું છે કે મિત્રતા પૂછીને ના કરવાની હોય ...જ્યાં એકબીજાની લાગણીઓને વાચા મળતી હોય...જ્યાં સંબંધો લાગણીભીના હોય ને ત્યાં મિત્રતા આપોઆપ થઈ જતી હોય છે....આખરે મિત્રતા પણ એક પ્રકારનો પ્રેમ જ છે.... જે ગમે ત્યારે થઈ જતો હોય છે.."

"હા..જી..હવે હું બેસી શકું અહિયાં...?"

"હા..તો બેસોને.... કોણ ના પાડે છે તમને...?"

વિજયના ચહેરા પર દેખાતી નવાઈની લાગણી જોઈ એ શાયરી મંદ મંદ હાસ્ય વરસાવી રહી છે અને વિજય એમાં ધીમે ધીમે ભીંજાય રહ્યો છે....
વિજય રશ્મિકાની સામેની chair પર બેસી જાય છે અને રશ્મિકાને કહે છે...

"રશ્મિકા...ટેબલના નીચેના ડ્રોઅરમાં જ લગભગ કપૂર સાહેબની જૂની ડોક્યુમેન્ટરી ફાઇલ છે ...આપોને ...આ નવી ફાઇલ સાથે મેચ કરવાની છે ..."

"હા...એક મિનિટ.."

રશ્મિકા chair ખસેડી ડ્રોઅરમાંથી ફાઇલ કાઢે છે અને વિજયને આપે છે ...

"લો ...આ ફાઇલ...પણ તમને વાંધો ના હોય તો....... એ ફાઇલ હું ચેક કરી આપું...!! કારણ કે આ ઓનલાઈન ફોર્મેટ અધૂરું હતું એ પપ્પા એ કીધું હતું એ પ્રમાણે પૂર્ણ કર્યું છે....પણ એક વાર તમારે ચેક કરવું પડશે...તો તમે આ ચેક કરી લો ને...?"

"હા ચોક્કસ..."

વિજય બંને ફાઇલ લઈને રશ્મિકાની બાજુમાં આવે છે અને ઉભા ઉભા સહેજ નમીને ફાઇલ રશ્મિકાને આપી કમ્પ્યૂટરમાં ચેક કરવા લાગે છે...અને રશ્મિકા બંને ફાઇલો લઈ બંનેમાં વારાફરતી નજર ફેરવવા લાગે છે ...એવામાં રશ્મિકાના હાથમાંથી એક ફાઇલ નીચે વિજયના પગ પાસે પડી જાય છે ...એટલે અજાણતા જ રશ્મિકા અને વિજય બંને ફાઇલ લેવા માટે નીચેની તરફ નમે છે અને બંનેના માથા એકબીજાની સાથે અથડાય છે ...અને બંને એકબીજા સામે જોઈને હસી પડે છે...

બસ આમ જ આ દિવસ હસી મજાક અને વાતોમાં નીકળી જાય છે અને સાંજે વિજય રશ્મિકાને તેના ઘરે મૂકી પોતાના ઘરે જાય છે......

********

એ જ સાંજે વિજય પોતાના ઘરે બાલ્કનીમાં chair પર બેસે છે અને મોબાઈલ લઈને રશ્મિકા સાથેની chat screen ખોલીને બેસે છે ...પણ મેસેજ કરવો કે નહીં એની અસમંજસમાં આવી જાય છે...અને અંતે ઘણાં વિચારો પછી વિજય મેસેજ કરે છે..

"Hii... Rashmika.."

રશ્મિકા જાણે રાહ જોતી જ હોય એ ઝડપથી નોટિફિકેશન સાંભળીને વિજયને રીપ્લાય આપે છે..

"hii"

રશ્મિકાનો reply જોઇને વિજય હાસ્ય સાથે કંઈક type કરે છે અને અટકી જાય છે થોડી ક્ષણ માટે વિચારે છે અને ફરી type કરે છે પણ ફરી એ જ વિચારો સાથે અટકી જાય છે ......સામે છેડે રશ્મિકા તેની chat screen પર વારંવાર typing થયા પછી અટકતા જોઇને પોતે જ મેસેજ કરે છે ....

" હૃદયની છુપાયેલી લાગણીઓને બહાર લાવવાથી જ તમારી લાગણીઓને સ્થાન મળતું હોય છે ....એટલે જ type કરો છો તો પછી send કરવામાં શું વાંધો છે ....?"

"Can i ask 1 question?"

"Yes..sure.."

"Can i call you 'Rashu'?"

"Sure... i like it.."

રશ્મિકાના આ જવાબથી બંનેના ચહેરા પર હાસ્ય આવી જાય છે .. બસ આ જ રીતે રશ્મિકા અને વિજય બંને એકબીજાની લાગણીઓમાં મશગુલ થઈ જાય છે ક્યારેક એકબીજા સાથે મજાક મસ્તીમાં , તો ક્યારેક એકબીજાની વાતોમાં , તો ક્યારેક એકબીજાની અંદરથી તૂટેલી લાગણીઓમાં , તો ક્યારેક સંબંધને બાંધવાની આતુરતામાં , ક્યારેક એ શાયરીની વાતોમાં તો ક્યારેક એવા વાતોડીયા વિજયની આંખોમાં... બસ આ સંબંધ આમ જ પાંગરતો દેખાય છે... બસ આ સંબંધમાં એવો પ્રેમ છુપાયો છે કે જે એકબીજાની સામે મૂક્યા વગર જ વરસ્યા કરે છે..

બસ પછી બે-ત્રણ દિવસનો આ જ ક્રમ જળવાઇ રહે છે કે સવારમાં વિજય આવે છે બાઈક નો હોર્ન વગાડે છે અને બસ એ શાયરી દોટ મૂકીને એ બાઈકની પાછળ બેસી જાય છે ... અને ઓફિસે જતા પહેલા કૉફી શોપમાં તો જવાનું જ... ત્યાં જઈને એકબીજાની લયમય વાતો સાંભળવાની અને બસ વિજયના "કૉફી મારી ને વાતો તારી" ના કથનને સિદ્ધ કરી મસ્ત મજાનો મૂડ બનાવી ઓફિસે જવાનું... ત્યાં કામ, વાતો અને મસ્તી આ બંનેમાં મશગુલ થઇ એકબીજા સાથેના સંબંધોને માણી લેવાના.. બસ સાંજે પછી વિજય આવી રશ્મિકાને ઘરે મૂકી જાય અને પોતાના ઘરે જવાનું .....ત્યાં જઈને વિજયના ઘરની બાલ્કની અને રશ્મિકાનો બેડરૂમ એટલે બંનેની વાતોનો લાગણીભર્યો માળો.. બંનેની નજર.. chat screen પર અને મુખ પર શરમાળ, મસ્તીખોર અને પ્રેમભર્યું હાસ્ય .....ખરેખર બંનેનો એકબીજા પ્રત્યેનો એકબીજા સામે જતાવ્યા વગરનો લાગણીભર્યો પ્રેમ ...પણ આખરે તો આ ...પ્રપોઝ વગરનો પ્રેમ...!!

પણ આ બધાની સાથે રશ્મિકાના મનમાં ઘણા વિચારો દોડી રહ્યા છે એવી મૂંઝવણમાં મુકાય છે કે ખરેખર જે સંબંધો મળ્યા છે એને શું એ માણી શકશે ...?? શું એને પ્રેમ સાથેના જે સંબંધો મળ્યા છે એ સંબંધોમાં સચવાઈ રહેવું જોઈએ ..? કે પછી વિજય સાથેનો સંબંધ બંધાયો છે જે ખરેખર એના હૃદયનો છે, ખરેખર એની લાગણીનો છે એ સંબંધોમાં બંધાય જવું જોઈએ...?

રશ્મિકા ઘણા વિચારો પછી સાંજે વિજય સાથેની chat screen ઓફ કર્યા પછી પોતાની ડાયરી લઇને બેસી જાય છે અને ડાયરીમાં પોતાના હૃદયમાં ઉદ્દભવેલા તાલમય શબ્દોને પોતાની ડાયરીમાં ઉતારે છે .... આજે શાયરી પોતાના મનમાં અનુભવાયેલી લાગણીઓને પોતાના શબ્દો થકી એ ડાયરીમાં ઉતારે છે ...અને શબ્દો બસ આ પ્રમાણે લખાતાં રહ્યાં....

તું અને તારી વાતો..!!
જોઈ તને હરખાતી

જ્યાં શરૂ થાય તારી સુંદર વાતો,
ત્યાં મળી જાય મને એ મુલાકાતો,
તારી વાતો ના સપને
બનતી મારી આ યાદો.
તું અને તારી વાતો...!!

જ્યાં કરે મારું દિલ તારી ફરિયાદો,
ત્યાં આવી જાય મને તારી યાદો ,
મારી કૉફીને લાગતી મીઠી
તારી આ વાતો.
તું અને તારી વાતો...!!

જ્યાં ઊંઘે તારી વાતે ગુલાબી સવાર ,
ત્યાં ખીલે મારા મનમાં શમણાંઓ હજાર,
તારી આંખોમાં
રમતો તારો મારો આ પ્રેમ .
તું અને તારી વાતો....!!

જ્યાં મળે તું ને હું એવો નાતો ,
ત્યાં જોયા કરું હું તારી આંખો ,
"રશું" તારી યાદોમાં
ભીની મારી આ રાતો

તું અને તારી વાતો....!!

પછી એ શાયરી પોતાના શબ્દોને શણગરતી શણગારતી ત્યાં જ સૂઈ જાય છે બસ એ શાયરીનો સમજનાર પણ એ શાયરીની યાદોમાં ખોવાઈ જાય છે

************

એ પછીની ખુશનુમા સવારમાં એ શાયરી અકળામણ સાથે જાગી જાય છે અને દરરોજની જેમ તૈયાર થઈને ટેરેસ પર ચડી જાય છે થોડીવાર પછી વિજય આવે છે અને બાઈકનો હોર્ન સાંભળી શાયરી દરરોજની જેમ બાઈકમાં ગોઠવાઈ જાય છે પછી એ બાઈક ક્રમ મુજબ કૉફીશોપમાં પહોંચી જાય છે અને ત્યાં શાયરી અને શાયરના સંવાદો હૃદયને સ્પર્શી જાય છે પણ આ વખતે વિજય પોતાના મનની વાત મૂકી દે છે

"રશું ...તમને જો વાંધો ના હોય એક વાત પૂછું?"

"ચોક્કસ ....પુછો ને ..."

"તમને પ્રકૃતિ ગમે છે અને મને પણ... તમને લોંગ ડ્રાઈવ પર જવું ગમે છે અને મને પણ ગમે છે અને આમ પણ આજે ઓફિસમાં કામ થોડું જ છે તો ક્યાંક જઈએ...? હા... મારા વિચારથી નજીકમાં જ એક રીવર બેંક છે ત્યાં જઈએ..? ત્યાં nature view પણ સુંદર છે ખરેખર પ્રકૃતિને માણવાની મજા આવશે તમારી સાથે .....જો તમને કંઈ વાંધો ના હોય તો જઈએ...?"

" તમારી ઈચ્છા .."

રશ્મિકા પણ નાનકડી સ્માઈલ સાથે જવાબ આપે છે પણ રશ્મિકાના અધૂરા જવાબો સાંભળી વિજય પણ મૂંઝવણમાં મુકાઇ જાય છે પછી જવાબ આપે છે

"મારી તો ઇચ્છા છે જ... તો હું લઈ જાઉં ત્યાં આવશો ને..?"

"તમને ખબર.."

અને રશ્મિકા વિજયનો ચહેરો જોઈ હસી પડે છે અને વિજય રશ્મિકાની લાગણીને સમજી જાય છે અને આ વખતે કૉફીશોપથી ઓફિસ પર જવાને બદલે આ બાઈક એ પ્રકૃતિના માર્ગે પ્રેમને પંપાળવા માટે જાય છે.. હવે એ બાઈકમાં રશ્મિકા અને વિજયની વાતો પાંગરવા લાગે છે બંનેના સંબંધો મિત્રતાના છે પણ ક્યાંકને ક્યાંક બન્નેનાં હૃદયમાં એકબીજા પ્રત્યેની પ્રેમભરી લાગણીઓ છુપાયેલી છે.... બસ પછી એ બાઈક એ શાયરી અને વાતોને એ સુંદર રીવર બેંક એટલે કે પ્રકૃતિના ખોળામાં મૂકી દે છે

રશ્મિકા ત્યાં જઈ એક નાનકડા પથ્થર પર પોતાના એકાંત સાથે બેસી અને વિચારોમાં ખોવાઈ જાય છે વિજય બાઈક પાર્ક કરી એની પાછળ જાય છે પાછળથી એને ટપલી મારી બોલી ઊઠે છે

"કેમ એકલી બેઠી છે ? "

"બસ મને એકાંત ખૂબ ગમે છે એટલે...!"

" મને પણ ...."

અને વિજય રશ્મિકાની બાજુમાં બેસી જાય છે.. બંને મૌન બનીને પોતપોતાના વિચારો અને એકબીજાની લાગણીઓમાં ખોવાઈ જાય છે બંનેના ચહેરા પર સુંદર હાસ્ય છવાઇ જાય છે.. જાણે આ પ્રકૃતિ એ બંનેને નિહાળી રહી હોય એમ સુંદર અને ઠંડો પવન લહેરાઈ રહ્યો છે ને નદીમાં આવતા એ શાંત મોજાઓ એ ક્ષણને સુંદર બનાવી રહ્યા છે..... ખરેખર પ્રકૃતિએ એક મનમોહક દ્રશ્યનું નિર્માણ કર્યું છે ખરેખર કહી શકાય કે

silence love of "Best Friends Forever.."

પણ આ મનમોહક દ્રશ્યોમાં છવાયેલા બંનેને પાછળથી કોઈ જોઈ રહ્યું છે એનો ચહેરો જોઈ શકાતો નથી પણ આ રીતે એકધારી નજરથી જોઈ રહેલા વ્યક્તિના મનમાં કંઈક ઊછળી રહ્યું છે એવું લાગે છે.. શું આ વ્યક્તિ આ બંનેને ઓળખતો હશે..?

to be continue

#hemali gohil "Ruh"

************

શું ખરેખર રશ્મિકા અને વિજય પોતાના હૃદયમાં રહેલી લાગણીઓને એકબીજા પ્રત્યે મુકશે ...? કે પછી આ પ્રેમ પ્રપોઝ વગરનો જ રહેશે ...?આ બંનેને એકધારી નજરથી જોનાર વ્યકિત કોણ હશે ...? શું આ વ્યકિત એમને ઓળખતું હશે કે પછી એમના પ્રેમને ઓળખનાર હશે ....?જુઓ આવતા અંકે ....


Rate & Review

ketuk patel

ketuk patel 6 months ago

Preeti G

Preeti G 6 months ago

Rachana Shah

Rachana Shah 6 months ago