TU ANE TAARI VAATO..!! - 9 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 9

તું અને તારી વાતો..!! - 9

પ્રકરણ 9 રહું તુજમાં હું...!!

કૉફીશોપમાં ફરીથી Enter થયેલા વિજય અને રશ્મિકા બહાર ઊભેલી કાર સામે જોઈ રહ્યા છે રશ્મિકાના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને એવામાં વિજય પૂછે છે..

“ હર્ષદભાઈ…..?.... હર્ષદભાઈ અહીંયા શું કરે છે?”

“મને શું ખબર…?”

“એ ઘરે આવવાનું કહેતા હતા….. કદાચ….!!”

“હા…. પપ્પા કહેતા હતા કે તે ઘરે આવે જ છે.”

“રશું….એ આપણી પહેલા જશે તો….. તું તો ગઈ…!!!”

“હું જ કેમ..??...ભૂત…. તું પણ મેથીપાક ખાવા તૈયાર રહેજે..”

“મેથીપાક…??...મને નથી ભાવતો.”

રશ્મિકા અને વિજય બંનેની મસ્તીખોર લડાઈઓ ફરી શરૂ થઈ જાય છે… એવામાં વિજયના ફોનની રીંગ સંભળાય છે.

વિજય ફોન સામે જુએ છે ને રશ્મિકાને પણ ફોનની સ્ક્રીન બતાવે છે રશ્મિકા તરત જ ચૂપ થઈ જાય છે અને વિજય ફોન રિસિવ કરે છે.

“Hello…”

“Hello…. વિજય”

“હા…… હર્ષદભાઈ…બોલોને….."

“વિજય પેલી ઘરે જે ફાઇલ છે ને, એ ફાઇલની ચકાસણી તારે જ કરવી પડશે કારણકે મારે ચોપડા સાહેબને ત્યાં જવું પડશે એમણે Urgently બોલાવ્યા છે….”

“ભલે…હર્ષદભાઈ….”

“અને….વિજય….રશુ…તારી સાથે છે….?”

વિજય થોડી ક્ષણ માટે અટકી રશ્મિકાની સામે જુએ છે, અને રશ્મિકા આંખોના ઇશારાથી વિજયને પૂછે છે….
“શું થયું….?”
અને વિજય હર્ષદભાઈને જવાબ આપે છે……

“હા…. આપુ ફોન એમને….??”

“ના… વિજય…. રશુને કહેજે કે મારે ઘરે આવવામાં late થઈ જશે….”

“Ok….હર્ષદભાઈ..”

“ સારું…. ચાલો તો હું નીકળું છું..”

“Ok”

અને તરત જ સામે છેડેથી ફોન Disconnect થઈ જાય છે…. રશ્મિકા કૉફીશોપની બહાર જતી હર્ષદભાઈની કારને જોઈ રહે છે….

“રશુ….!!”

“Hmmm…!”

“શું થયું…?”

“કંઈ નહી…. ભૂત…!!”

“હા…. વાંદરી…. જો પરસેવો વળી ગયો….. લૂછી નાખ…”

“હા….ભૂત…જઈએ…?”

રશ્મિકા અને વિજય એકબીજાની સામે જોઈને હસી પડે છે અને કૉફીશોપમાંથી ફરીથી બહાર નીકળે છે…. પણ આ વખતે એ શાયરી અને શબ્દો એક સાથે જ બહાર નીકળે છે…… અને વિજય ધીમેથી રશ્મિકાનો હાથ પકડી લે છે…રશ્મિકા વિજયની સામે જોઈ Smile આપે છે…. રશ્મિકા પહેલી વખત પોતાના એકલતાપણાને ભૂલી જાય છે અને રશ્મિકા વિજયને જોતાં જોતાં જ Parking સુધી વિજયની સાથે આવે છે….

વિજય બાઈક Start કરે છે અને રશ્મિકા પાછળ બેસી જાય છે…… વિજય બાઈક રશ્મિકાના ઘર તરફ વાળે છે… અને રશ્મિકા પાછળથી વિજયના ખભા પર માથું મૂકી દે છે વિજય પણ અત્યંત સુકુનભર્યા ક્ષણનો અનુભવ કરે છે…..

થોડી ક્ષણ પછી વિજય અને રશ્મિકા બંને રશ્મિકાના ઘરે પહોંચે છે……

ઘરની બહાર વિજય બાઈક ઉભી રાખે છે. રશ્મિકા બાઇક પરથી નીચે ઉતરે છે અને ઘર તરફ જોઇને ઉભી રહે છે……
“રશુ…..તુ જા હું આવું છું…… નહિ તો તારા મમ્મી….!!”

“ના....સાથે જ જઈશું….!!”

“પણ….!!”

વિજય રશ્મિકાના ચહેરાના હાવભાવને જોઈને અટકી જાય છે અને કહે છે…..

“Ok…..રશુ……નહીં…. વાંદરી ખીજાશે….”

વિજય બાઈક પાર્ક કરે છે અને બંને સાથે જ ઘરમાં દાખલ થાય છે……
સવિતાબેન અને રોહન સોફા પર બેઠા છે…. એમનું ધ્યાન ટીવી પર છે….એવામાં રશ્મિકા આનંદિત થઈ બોલી ઊઠે છે…

“મમ્મી….. સરપ્રાઈઝ…!!!”

“અરે…!!દીદી…….!!”

“હા…..રશુ બેટા….. તું અહીંયા..?”

સવિતાબેન થોડી ક્ષણ માટે વિજયની સામે જુએ છે……… અને ફરીથી રશ્મિકા તરફ જુએ છે…. રશ્મિકાને જોઈને સવિતાબેન વિજયને ઇગ્નોર કરે છે અને તરત જ રશ્મિકા તરફ જઈ પૂછવા લાગે છે….

“અરે….. રશુ…….બેટા… તું અહીંયા…??અચાનક…? કશું થયું તો નથીને બેટા…???”

“અરે…..મમ્મી….. મમ્મી…મમ્મી શાંત થા…… શાંતિ રાખ…… મને કશું નથી થયું…..બસ તને મસ્ત મજાની Surprise આપી….”

“ Surprise…?”

“હા….. મમ્મી આ રશુડી જ પપ્પાની Surprise છે…”

“હા…ચાપલા…. તું શાંતિ રાખ….”

“મમ્મી… મને અંદર તો આવા દે…..પછી તારે જેટલા સવાલો કરવા હોય એટલા કર…”

“હા….બેટા રશુ…. અંદર આવ હું તારા માટે પાણી લઈ આવું….”

સવિતાબેન વિજય સામે સહેજ મોઢું ચડાવી રસોડા તરફ જાય છે…. ત્યાં સુધીમાં રોહન, વિજય અને રશ્મિકા ડ્રોઈંગરૂમના સોફા પર આવીને બેસે છે, અને સવિતાબેન એક જ પાણીનો ગ્લાસ લઈને આવે છે અને રશ્મિકાની પાસે બેસી રશ્મિકાના માથા પર હાથ ફેરવી પાણીનો ગ્લાસ આપે છે….
રશ્મિકા પાણી પીએ છે…. અને ગ્લાસ ટીપાઈ પર મૂકે છે…. સવિતાબેન ફરી અધીરા થઈ બોલી ઉઠે છે…

“રશુ…. બેટા…. કંઈ થયુ તો નથી ને…? અને આ વિજય જોડે કેમ આવવાનું થયું..?”

“મમ્મી… પ્રેમને ઓફિસના કામથી દિલ્હી જવાનું હતું…. તો તે દિલ્હી જવા માટે નીકળી ગયા છે…. અને એમને કેટલો સમય ત્યાં રહેવાનું થાય એ નક્કી નથી… તો મમ્મી… એમના કહેવાથી હું અહીંયા આવતી રહી…”
“ હા…બેટા…સારું કર્યું….અહીંયા… આવતી રહી….. તને એકલું પણ ના લાગે…”

“હા….રશુડી…..સારું કર્યું…હો…”

"તું શાંતિ રાખીશ ...ચાપલા..."

"રોહન....મને હર્ષદભાઈએ કહ્યું છે કે એમના રૂમમાં 'ગુપ્તા સાહેબ'ની ફાઈલ છે તો મને લાંબી આપ ને તો હું ચેક કરી લઉં.."

"હા..વિજયભાઈ..એક મિનિટ..."

રોહન હર્ષદભાઇના રૂમમાં જાય છે સવિતાબેન અને રશ્મિકા વાતો કરી રહ્યા છે વિજય અને રશ્મિકા ક્યારેક ક્યારેક એકબીજાની આંખોમાં જુએ છે અને શરમાળ હાસ્ય સાથે રશ્મિકા સવિતાબેન સાથે વાતોમાં ધ્યાન આપે છે તો વિજય રશ્મિકને નિહાળે છે ...
થોડી ક્ષણ પછી રોહન 'ગુપ્તા સાહેબ'ની ફાઈલ લઈને આવે છે..

"આ લો વિજયભાઈ..."

"હા..રોહન"

વિજય ગુપ્તા સાહેબની ફાઈલ લઇ અને ત્યાં જ તપાસવા લાગે છે અને અધૂરું વર્ક પૂર્ણ કરે છે..
સવિતાબેન થોડી ક્ષણ પછી રશ્મિકાને કહે છે

" રશું..બેટા...ચાલ..આપણે રૂમમાં બેસીએ..?"

"હા ...મમ્મી...પણ એ પહેલાં મારી ઈચ્છા કૉફી પીવાની છે.."

"હા..બેટા તું રૂમમાં બેસ હું કૉફી બનાવી આપું છું.."

"ના..મમ્મી..હું જાતે બનાવીશ...આપણે બધા જ સાથે પીઈએ ને..!!"

"રશું..બેટા તું થાકી ગઈ હશો..હું બનાવી આપું.."

"મમ્મી..મને બનાવવા દો ..ને.."

"Ok..બેટા..જા..ત્યાં હું રૂમમાં થોડું કામ કરી લઉં.."

રશ્મિકા ઉભી થઇ રસોડા તરફ જાય છે અને રસોડામાં જઈ કૉફી બનાવી રહી છે ....સવિતાબેન રૂમમાં જાય છે ..રોહન સોફા બેસી ટીવી જોઈ રહ્યો છે ને વિજય પણ ત્યાં જ સોફા પર બેસી ફાઈલમાં વર્ક કરે છે પણ કયારેક ક્યારેક રસોડા તરફ નજર કરી રહ્યોં છે ...વિજયની આંખોમાં રાહ દેખાય છે અને વિજય ફરી ફાઇલમાં જોવા લાગે છે પણ વિચારોમાં બસ એ શાયરી ગૂંથાઈ ગઈ છે..

થોડી ક્ષણ પછી રશ્મિકા આવે છે એના હાથમાં ટ્રે છે અને ચાર કપ કૉફી છે ....રશ્મિકાને આવતા જોઈ વિજય મનોમન ખુશ થઈ જાય છે..રશ્મિકા સૌથી પહેલાં વિજય પાસે પહોંચી જાય છે ને બોલી ઉઠે છે...

"કૉફી..!"

"હા..જી.."

"રોહન..કૉફી.."

"હા...દીદી.."

"રોહન..જા..ને ...મમ્મીને આપી આવ.."

"દીદી..તું જા ને.."

"ચાપલા..ઉભો થા..નહિ તો ટીવી બંધ કરી દઈશ.."

અને રશ્મિકા રોહનના હાથમાંથી રીમોટ લઈને બીજો કૉફીનો કપ આપે છે..અને રોહન મોં બગાડી સવિતાબેન પાસે જાય છે...અને રશ્મિકા પોતાનો કૉફી કપ લઈ વિજયની બાજુમાં થોડાં અંતરે બેસી જાય છે...રશ્મિકા વિજયની સામે જોઇને smile આપે છે ....વિજય અને રશ્મિકા બંને જ એકબીજાની સામે સુંદર હાસ્ય સાથે એકીટશે જોઈ રહે છે .....ત્યાં અચાનક જ એક કડક અવાજ સંભળાય છે...

"રશ્મિકા..."

આ અવાજ સાંભળી વિજય અને રશ્મિકા બંને સહેજ ધ્રુજી ઉઠે છે ..અને વિજય ફાઇલમાં જોવા લાગે છે અને રશ્મિકા ઉભી થઇ જાય છે...


#hemali gohil "Ruh"
To be continue......


***********


શું રશ્મિકા અને વિજય વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે કે પછી આ સંબંધમાં ફરી કોઈ વિરહ આવશે....??? રશ્મિકા અને વિજય વચ્ચેની મીઠી ક્ષણોમાં આવનાર આ કડક અવાજ કોનો હશે...?આ અવાજ સાંભળીને રશ્મિકા કેમ ઉભી થઇ જાય છે...?જુઓ આવતા અંકે.....


Rate & Review

ketuk patel

ketuk patel 2 months ago

Preeti G

Preeti G 2 months ago

Rachana Shah

Rachana Shah 2 months ago