TU ANE TAARI VAATO..!! - 10 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 10

તું અને તારી વાતો..!! - 10

પ્રકરણ ૧૦ આપણી ગુંથેલી પ્રેમ લાગણીઓ ....!!

રશ્મિકા અને વિજય બંને એકબીજામાં ખોવાઈ જાય છે ત્યાં અચાનક જ એક કડક અવાજ સંભળાય છે ...

“રશ્મિકા….”

આ અવાજ સાંભળી વિજય અને રશ્મિકા બંને સહેજ ધ્રુજી ઉઠે છે અને વિજય ફાઈલમાં જોવા લાગે છે અને રશ્મિકા ઉભી થઈ જાય છે ...

“અરે પપ્પા, શું તમે ? ડરાવી દીધી મને ...”

“હા...તો એકલા એકલા કૉફી પીવે છે ..!!”

“ના...પપ્પા ...આ ભૂત છે ને ...”

“હા...એટલે મને ભૂલી જવાનું ?”

“અરે ના પપ્પા ...તમે ફ્રેશ થઇ આવો હું તમારા માટે કૉફી લઈને આવું..!!”

“ ના ...બેટા ...હું just મસ્તી કરતો હતો ...મારી ઈચ્છા નથી તું પીઈ લે ..”

“ ok પપ્પા “

“શું વિજય ...આ ફાઈલમાં કેટલું કામ બાકી છે ?”

“હર્ષદભાઈ, આ ફાઈલનું કામ almost ready છે but આપણે એક સરસ કામ કર્યું છે “

“ શું ?”

“હર્ષદભાઈ ...આપણે આ ફાઈલ તો complete કરી છે પણ, આપણી પાસે ગુપ્તા સાહેબની જે details અને document છે તે બધા જ આડાઅવળા છે...”

“શું વાત કરે છે વિજય ?”

“હા હર્ષદભાઈ હવે આ બધી details check કરીને ગોઠવવી પડશે.”

“હા તો વિજય ..... તું આ ફાઈલ અહિયાં જ complete કરી નાખને....! હું થોડીવારમાં આવું છું.”

“હા હર્ષદભાઈ...”

હર્ષદભાઈ પોતાની રૂમમાં જાય છે અને રશ્મિકા સોફા પર બેઠી બેઠી કૉફીની મજા માણે છે, અને સાથે સાથે વિજયની સામે પણ જોયા કરે છે.....

એ શાયરી પોતાના શબ્દોને નિહાળ્યા કરે છે..


“હું હોય....
તું હોય....
થોડો સમય હોય......
આપણી વચ્ચે એવો જ પ્રેમ હોય....”


વિજય પણ એની અદાઓને માણી રહ્યો છે......ફાઇનલમાં પોતાનું work પણ કરી રહ્યો છે અને સાથે સાથે રશ્મિકાની સામે પણ આંખોમાં આંખો પરોવી રહ્યો છે અને આટલું ઓછું હોય તેમ એ કૉફીની ચૂસ્કી પણ લઈ રહ્યો છે…

થોડી ક્ષણ પછી હર્ષદભાઈ ફ્રેશ થઈને આવે છે અને વિજયની બાજુમાં બેસી જાય છે…વિજય કૉફીનો ખાલી કપ ટેબલ પર મૂકે છે અને રશ્મિકા બંને કપ લઇ શરમાળ હાસ્ય સાથે રસોડામાં જતી રહે છે…અને હર્ષદભાઈ તથા વિજય બંને ફાઇલનું વર્ક કરવા લાગે છે અને રશ્મિકા આવીને રોહનની સાથે ટીવી જોવા લાગે છે પણ એ શાયરી તો પોતાના શબ્દોનો સાથ માણવામાં જ મશગૂલ હતી……

લગભગ અડધા કલાકનો સમય આમ જ પસાર થઈ ગયો……. થોડી ક્ષણમાં વિજય અને હર્ષદભાઈ બંનેએ મળીને કામ પૂર્ણ કર્યું…. વિજય ફાઇલ લઇને ઊભો થાય છે….

“તો ચાલો….હર્ષદભાઈ હું ઓફિસે પહોંચું..”

“હા વિજય…. પણ જમવાનો સમય થઈ ગયો છે…. તો અહીંજ જમી લે ને આજે…”

“ના….હર્ષદભાઈ…”

“અરે…જમી લે ને પછી જજે.”

“અરે…પણ એને કામ છે તો જવા દો ને.”

રૂમમાંથી બહાર આવી સવિતાબેન બોલી ઉઠે છે અને રશ્મિકાના ચહેરા પરની ખુશી તરત જ ગાયબ થઈ જાય છે.

“હર્ષદભાઈ હું જાઉં છું…… આમ પણ ઓફિસ પરનું કામ હેન્ડલ કરવા માટે ત્યાં કોઈ નથી.”

“ભલે …વિજય”

વિજય રશ્મિકાની સામે સ્માઈલ આપીને જતો રહે છે અને રશ્મિકા એમ જ જોઈ રહે છે.

“સવિતા….વિજયને જમીને જવા દેવાય ને…!”

“અરે પણ તમારે શું કામ છે એનું…..જાય તો જવા દો ને..!”

“પણ સવિતા……..ઘરે આવેલ માણસને જમવાના સમયે ભૂખ્યાના જવા દેવાય.”

“તમે તમારા ઓફિસના લોકોને ઓફિસ સુધી જ રાખશો તો સારું રહેશે.”

“સવિતા…….”

સવિતાબેન ગુસ્સામાં મોઢું ચડાવીને રસોડામાં જતા રહે છે અને રસોઈ બનાવવાની તૈયારી કરે છે અને રશ્મિકા તેમજ રોહન બંને એકબીજાની સામે જોઈ રહ્યા છે….રશ્મિકાની આંખોમાં છલકતાં આછા આંસુઓને જોઈ હર્ષદભાઈ રશ્મિકાની પાસે આવી અને માથા પર હાથ ફેરવે છે અને રશ્મિકા હર્ષદભાઈની સામે જોઈ ટેરેસ પર જતી રહે છે અને બસ હંમેશની જેમ એ શાયરી વિચારોમાં મગ્ન થઈ જાય છે…


સૂરજનું પહેલું કિરણ તું
આથમતી સોનેરી સાંજ તું
બિનહરીફ ચૂંટાયેલ સરકાર તું
વિરાસતમાં ખોવાયેલ દરકાર તું

માન તું, અભિમાન તું,
જગતનું નૂર તું,
સંગીતમાં સૂર તું,
શક્તિમા શિવ તું,
ભક્તિમાં કૃષ્ણ તું,

સહેવાય નહીં એવા દુઃખનો જવાબ તું,
સમજાય નહી એવા અઘરા સવાલ તું
બસ સર્વસ્વ તું અને તું જ….!"


વિજય ઓફિસમાં પોતાની કેબીનમાં આવીને બેસે છે ટેબલ પર પડેલી ફાઈલના થપ્પા પર ગુપ્તા સાહેબની ફાઈલ મુકે છે. રશ્મિકાના ઘરે વધારે સમય ના રહી શક્યો એનું દુઃખ છે પરંતુ એ શાયરીની સુગંધમાં આ શબ્દો ભળી શક્યા એ માટે પોતે ખુશ થાય છે…. અને વિજય ખુરશીના ટેકે માથું ટેકવી ખુશ થાય છે અને શબ્દો એ શાયરીની લાગણીઓને તાંતણે બંધાઈ જાય છે……..


આંખોને તું વાંચી લે છે
છતાં શબ્દોમાં બોલતી કેમ નથી યાર…!!
ખબર છે મને કે
નખરાઓનેછે તારી સાથે જૂનો નાતો
અને એટલે જ ગમે છે મને
તું અને તારી વાતો…..!!


અને આ શબ્દો બસ સોશિયલ મીડિયામાં લાગણીના તાંતણેથી બંધાયેલા એ પ્રેમની સાક્ષી પૂરે છે…..ખબર નથી પ્રેમ છે પણ અખૂટ લાગણીઓથી છલકાતો આ નાતો છે…..

બસ એ દિવસ એકબીજાને મળ્યાની ખુશીમાં અને અલગ હોવાના ક્ષણિક ગમમાં પસાર થઈ ગયો.

એ ઢળતા સૂર્યની સાંજે રશ્મિકા ડિનર પતાવી પોતાની રૂમમાં જાય છે બસ કોઈની રાહ જોતી હોય એવી જ રીતે બેડ પર સુતી સુતી ફોન હાથમાં લે છે અને તરત જ Notification બારમાં Hi નો મેસેજ જુએ છે અને read કરે છે..’5 Minute ago’..

રશ્મિકા Reply આપે છે

“Hii, dear..”

“Hiiii, How are you..?”

“Fine, you?”

“Also fine..”

“જમી લીધું?”

“હા, અને તમે?”

“Me, Also”

“Hmmmm”

“રશુ, આજે તમને જોઈને ખૂબ જ સારું feel થયું..”

“મને પણ”

“રશુ…!!”

“Hmmm”

“મને છોડીને નહીં જાયને…!”

“ના…”

“રશું… તમારી બહુ જ યાદ આવતી હતી…”

“Hmm”

“રશુ શુ કરે છે…?”

“બસ સૂતી છું…”

“કંઈક બોલોને..”

“તમે બોલોને…”

“રશું… તું બોલને…. તુ બોલે તો મજા આવે છે…”

“Ok, તો એક game રમીએ.!?”

“હા, sure…”

“Ok”

“પણ,… કંઈ game છે…?”

“Game’s Name is Love with 7 things..!
Like food
Colour
Movies
Fashion
Place
Person of family
Member of life”

“Ok”

“1st you”

“No, Ladies 1st”

“Ok…1St food”

“Yaa done”

“Ok , My favourite food is simple Masala Dhosa”

“Wow..”

“Now your turn”

“Its mine also…But Samosa first..”

“Wow…”

“Hmmm Next”

“Ok next yours 1st”

“No, ….Next your favourite colour?”

“Ok, no problem… mine yellow and black”

“Black, white and yellow..”

“Wah”

“And sometimes blue.”

“Ok…Next Dear..”

“Ya… rashu…”

“Next…Movie..”

“Hmmm..Say”

“Geeta govindam than Dear comrade and now world famous lover..”

“Really..!!?”

“Hmmmm”

“Same also but Extra ‘Chalo’ Movie also…”

“wow”

“Ok next….which place..”

“place, …river bank, most of natural place… in Surat is croze way…”

“Also … me….અરે રશુ મને જે ગમે છે એ જ “રશુ” તને પણ ગમે છે…??”

“હા, dear…रबने बनादी जोड़ी।“

“wow Rashu…place.. I like farm, river, terrace and temple…but with you…”

“Wah, Next fashion…”

“wait… I say…”

“Okey”

“Fashion… T-shirts and rocks type…. I want to like free boy like professional..”

“Me….Simple Saari and Western dress….”

“And Family person is Mom.”

“Me too… I love my mom…”

“Member of life..?”

“One and only you…”

“wah Rashu…”

“Yours…?”

“I don’t say…”

“Ok… I know very well..”

“Hmmmm...જવાબ ખુદ સવાલ કરે છે…!!”

“Hmmm”

“Rashu, એક વાત કહેવી છે…”

“Hmmm બોલોને…”

“તને ખરાબ તો નહીં લાગેને….!!?”

“બોલોને dear…plzz”

“Rashu, I can’t live without you… I love you Rashu….Rashu…..હું તારા વગર નહીં રહી શકું…. તું ગમે તે રીતે પણ મારી સાથે રહે…… બસ… મારે તારી સાથે રહેવું છે…… As a friend પણ….. But I love u Rashu….”

અચાનક વિજયને સામે છેડેથી Reply આવતો બંધ થઈ જાય છે અને વિજય મનોમંથનમાં ચડી જાય છે…


#hemali gohil "Ruh"

To be continue......


**************


શું રશ્મિકા વિજયના આ પ્રસ્તાવનો જવાબ આપશે? કે પછી એ જવાબ ક્યારેય મળશે જ નહીં? શુ રશ્મિકા અને વિજયના સંબંધો અહીંયા પૂર્ણવિરામ લેશે ? કે પછી આ સંબંધો નવો જ વળાંક લેશે??જુઓ આવતા અંકે...
Rate & Review

ketuk patel

ketuk patel 2 months ago

The Hemaksh Pandya
Preeti G

Preeti G 2 months ago

Rachana Shah

Rachana Shah 2 months ago