Bhayanak Ghar - 4 PDF free in Horror Stories in Gujarati

ભયાનક ઘર - 4

આશા : પાપા આ લાઈટ તો સવારે પણ ચાલુ થઈ ગઈ હતી, મૈં જોયું અને તમને ફોન કર્યો,
કિશન ભાઈ : હા બેટા, દાદા પણ કહેતા હતા કે લાઈટ ચાલુ રહી જાય છે એટલે , આ ભાઈ ને બોલાવી જ લીધા.
વાયર મેન : હા સર મૈં કામ પતાવી દીધું છે. થઈ ગઈ કમ્પ્લેટ
આશા : ઓકે પાપા હું જાઉં છું નીચે,
કિશન ભાઈ : હા બેટા
પછી સાંજનો સમય હતો અને સાંજ ના 6 વાગ્યા હતા, ત્યારે ફરી બગીચા માં દાદા દાદી બેઠા હતા અને તેમને જોઉં કે ફરી થી અગાસી ની લાઈટ ચાલુ થઈ ગઈ હતી, તેમને ફરી ફોન કર્યો કિશનભાઇ ને કે....
દાદા : હેલ્લો . તે મે તને કહ્યું હતી લાઈટ રીપેર કરાવા તો તે કેમ નથી કરવી?
કિશન ભાઈ : અરે પાપા કાલે રીપેર કરવી દીધી
દાદા : તો અત્યારે કેમ ચાલુ છે?
કિશન ભાઈ : ના હોય, એવું બનેજ નાઈ, ચાલો હું ફરી વાયર મેન ને મોકલું છું.
દાદા : સારું
( થોડી વાર પછી વાયર મેન આવ્યો અને એને જોયું તો બોલ્યો કે સ્વીચ ઊડી ગઈ છે, અને હવે એવું લાગે તો હું નીચે નો જે પાવર છે તેં તમને સમજાવી દઉં છું, જો ઉપર ની સ્વિચ બગડે તો નીચે થી બધો પાવર બંધ કરી દેવા શકો છો.)
દાદા : હા એ બરાબર
( પછી વાયર મેન સમજાવી ત્યાં થી જતો રહ્યો અને તેને એક નવી સ્વીચ નાખી દીધી, )
ત્યાર બાદ રાત્રે જ્યારે આશા એના રૂમ માં હતી, ત્યાં તેની ફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી, અને તે બધા ગ્રુપ માં વાતો કરી રહ્યા હતા, એવા માં એ રૂમ ની લાઈટ જતી રહે છે, અને આશા કહે છે કે ફરી વાર કઈક પ્રોબ્લેમ થતો લાગે છે,
ત્યાર બાદ આશા રૂમ થી નીચે ઉતરી ને મૈન હોલ માં આવી જાય છે, બધા ત્યાં ભેગા થઈ જાય છે, પછી આશા ના પાપા તે મૈન સ્વીચ ને ચાલુ કરી આવે છે અને ઘર માં પછી લાઈટ આવી જાય છે,
કિશન ભાઈ : કોઈ ઘભરવા ની જરૂર નથી મૈન સ્વીચ ઓટોમેટિક પડી ગઈ હતી એટલે બંધ થઈ ગઈ હતી.
રીટા બેન : આ લાઈટ નું કઈક કરો, આને તો હદ કરી હવે,
કિશન ભાઈ : કઈ નથી થયું હવે, કઈ હોય તો સ્વીચ તો પડી જાય ને?
( આ બધા ચર્ચા કરી રહ્યા હતા પરંતુ, આશા ને આ બધી વાત મગજ માં ઉતરતી નો હતી, આ બધું જે ચાલી રહ્યું હતું એ આશા ની સમજ ની બહાર નું હતું, પણ આશા ને થયું કે આ ઘર માં કોઈ તો છે જે આ બધું કરી રહ્યું છે.


આશા : અરે બધા ચૂપ થઈ જાઓ, મને તો લાગે છે કે આ ઘર માં કઈક છે, જે અપર્ણને હેરાન કરે છે, પર તમે સમજી નથી રહ્યા,
કિશન ભાઈ : બેટા એવું કંઈ નથી, આ બધી નોર્મલ વાતો છે.
રીટા બેન : હા બેટા, કઈ નથી તું ટેન્શન ના લે.
કિશન ભાઈ : કઈ નથી હવે ચાલો બધા પોત પોતાના રૂમ માં જતાં રહો, અને સૂઈ જઈ, કાલે અમારે આશા ના મસી ના ઘરે જવા નું છે.
આશા : અને પાપા હું ?
કિશન ભાઈ : તું ઘરેજ રહીશ, કાલે તરે કોલેજ છે ને એટલે.
આશા : હા પાપા, પર હું એકલી અહીંયા ?
કિશન ભાઈ : તો ક્યાં મોટી વાત છે, દાદા દાદી છે ને?
આશા : હા
કિશન ભાઈ : અને આમ તો સાંજે અમે આવી જવા ના છીએ,
આશા : તો વાંધો નાઈ પાપા.
કિશન ભાઈ : ચલો તો બધા સૂઈ જાઓ.
( પછી બધા પોત પોતાના રૂમ માં જતાં રહ્યા અને સૂઈ ગયા )

Rate & Review

Priti Patel

Priti Patel 7 months ago

Sukhram Gondaliya

Sukhram Gondaliya 9 months ago

rutvik zazadiya

rutvik zazadiya 9 months ago

Dharmishtha Gohil

Dharmishtha Gohil 10 months ago

Bhumi Patel

Bhumi Patel 10 months ago

Share

NEW REALESED