Bhayanak Ghar - 5 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 5

ભયાનક ઘર - 5


સવાર પડી એટલે,
સવારે કિશન ભાઈ અને રીટા બેન તૈયાર થઈ નીકળી ગયા, અને આશા તેવા માં મૂકવા બહાર આવી હતી, કિશન ભાઈ જતાં જતા જોવા લાગ્યા કે લાઈટ બંધ છે કે ચાલુ પર લાઈટ બંધ હતી.
પછી આશા એ એના મમ્મી પપ્પા ને મૂકી ને અંદર જતી રહી, અને એ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી ગઈ,
કોલેજ માં તેને એજ લાઈટ વાડો વિચાર આવી રહ્યો હતો, અને તે કોલેજ પૂરી કરી જ્યારે બહાર નીકળ તી હતી તો સાંજ પડી ગઈ હતી, એવા માં એના પાપા નો ફોન આવ્યો અને કહેવ લાગ્યા કે "બેટા ક્યાં છે? તું ?"
આશા બોલી "કોલેજ છું પાપા "
કિશન ભાઈ બોલ્યા "હા તો અમે નથી આવવા ના તારા માસી 1 દિવસ રોકવા નું કહે છે, એટલે અમે રોકાઈ જઈશું. તું બા જોડે સૂઈ જજે, એમના રૂમ માં
આશા બોલી 'સારું પાપા'
( પછી આશા ઘરે ગઈ તો તેના દાદા દાદી તૈયાર થઈ રહ્યા હતા, )
દાદી બોલ્યા " આશા અમે ભજન માં જઈ રહ્યા છીએ, અને આશિષ રાત્રે મોડા આવશે એ કોઈક નાં જોડે બર્થ ડે માં ગયો છે, હમણાં આવી જસે."
આશા બોલી " પર દાદી હું એકલી છું." " કેમ , તારા પપ્પા તો આવી જસે ને?"
"નાં દાદા આજે નહિ કાલે આવશે. હમણાજ ફોન આવ્યો હતો," આશા અચકાઈ ને બોલવા લાગી કે "દાદા હું રાત્રે એકલી નહિ રહી સકુ"
( પછી આશા એ એના પપ્પા ને કોલ લગાવ્યો અને વાત કરી કે પપ્પા દાદા દાદી તો ભજન માં જાય છે, )
કિશન ભાઈ ફોન માં બોલ્યા કે "તો એમાં કંઈ ગભરાવા ની વાત નથી, તું તારી સહેલી ને બોલાવી દે, અને એય પેલા ( સિક્યોરિટી ) કાકા તો છેજ ને."
આશા અચકાઈ ને તેમના પાપા ની વાત ને માંની લીધી અને હા પાડી દીધી.
( પછી આશા એ એની બહેનપણી ને તેના ઘરે એક રાત રહવા માટે તેને કોલ લગાવ્યો, )
આશા : હાય, વર્ષા કેમ છે તું?
વર્ષા બોલી "બસ મજામાં તું કેમ છે?"
આશા : હું પણ મજામાં , એક કામ હતું ?
વર્ષા : શું? બોલને
આશા : આજે મારા ઘરે 1 દિવસ રહવા આવિસ ? હું ઘરે એકલી છું અને મને એકલા માં ડર લાગે છે.
વર્ષા : હમમ.....હું મારા પપ્પા ને પૂછી ને કોલ કરું
આશા : હા, જે હોય એ પણ તું જલ્દી કરજે કારણ મે હું આજે ઘર માં એકલી છું, એટલે તને કંપની રહે એના માટે તને કૉલ કર્યો હતો.
( થોડી વાર પછી ફોન આવ્યો વર્ષા નો, અને એને કીધું કે હું આવું છું તારા ઘરે , હું કંપની દેવા માટે )
આશા ખુશ થઈ ગઈ અને વર્ષ ની રાહ જોવા લાગી . .
પછી થોડી વાર માં વર્ષા ત્યાં આવી ગઈ અને બંને મળી ને ખુશ થઈ ગયા, અને એક બીજાને ગળે મળી ને ખુશ થઈ ગયા અને બંને એ તે રાત્રે સરસ મજા નો નાસ્તો બનાવ્યો અને ખૂબ આનંદ માણ્યો એમ ને એમ રાતના 10 વાગી ગયા અને પછી બંને જણા રૂમ માં ટીવી જોવા લાગ્યા અને ખૂબ એન્જોય કરવા લાગ્યા. અને એવા માં રસોડા માં થી જોર થી અવાજ આવ્યો, જાણે કોઈ એ બુમ પડી હોય એ રીતે.
( તો શું હશે રસોડા માં અને કોને બુમ પાડી હશે એના માટે જોતા રહો હોરર હાઉસ ભાગ આગળ નો )

Rate & Review

Priti Patel

Priti Patel 1 month ago

rutvik zazadiya

rutvik zazadiya 3 months ago

Dharmishtha Gohil

Dharmishtha Gohil 4 months ago

Bhumi Patel

Bhumi Patel 4 months ago

Daksha Gandhi

Daksha Gandhi 4 months ago