Collegeni Jindagi - 1 books and stories free download online pdf in Gujarati

કોલેજની જિંદગી - 1

આ વાત છે બે મિત્રોની જે બહુ લાંબા સમયથી એકબીજા સાથે છે અને તેમની મિત્રતા માટે તો તેમના શિક્ષકો પણ તેમના વખાણ કરે છે.બને ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે અને ખૂબ મજા મસ્તી કરે છે અને અત્યારે તેમની પરીક્ષા ચાલે છે.
પણ પરીક્ષા પછી શું થશે?
તેમની જિંદગીમાં શું બદલાવ આવશે?
તેમની મિત્રતા પર શું પ્રભાવ આવશે?
બંનેની જિંદગી કેવી હશે?

તેની જ આ વાત છે.....

તો તૈયાર થઈ જાવ એક રસપ્રદ અને રોમાંચક વાર્તા માટે.જે તમને તમારા મિત્ર, તમારી કોલેજની જિંદગી અને તમારા માટે કોઈ ખસની તમને યાદ આપવશે....

તો વાંચો હવે આજનો આ ભાગ





મિત આજે બહુ જ ખુશ હતો.આજે એનું ૧૨ સાયન્સનું છેલ્લું પેપર હતું અને કાલથી વેકેશન પડતું હતું.પણ તેને તેનાથી પણ વધારે ખુશી તેને તેના મિત્ર પ્રિતને મળવાની હતી.તે આજ બસ એના વિચારોની દુનિયામાં જ ખોવાયેલો હતો કે આજે તો બંને ખૂબ વાતો કરશે અને બહાર જમવા જશે અને મોડી રાત સુધી બંને ગેમ્સ રમશે આ બધું તેને એટલું તો સારું લાગતું હતું કે તે ભૂલી જ ગયો કે તે પરીક્ષા ખંડમાં બેઠો છે અને અચાનકથી તે જોરથી બુમ પાડી બેઠો. તરત જ શિક્ષકે તેને કહ્યું શુ કરે છે તું ?
અને મિત તેની વિચારોની દુનિયા છોડી વાસ્તવિકતામાં પાછો ફર્યો. તેને માફી માંગી અને તેનું પેપર લખવા માંડ્યો.પણ તેનું મન તો ત્યાં જ હતું કે ક્યારે પેપર પૂરું થઈ અને હું ઘરે જાવ.


પેપર પૂરું થયા પછી તે ઘરે ગયો અને પછી ત્યાંથી તે તરત જ પ્રિતને મળવા જતો રહ્યો.બંને જણાએ પહેલાં તો પરીક્ષા કેવી ગઈ તેની વાતો કરી, વેકેશનમાં ક્યાં ફરવા જશે તેની વાતો કરી પછી બહાર ફર્યા, હોટેલમાં જમ્યા અને મોડી રાત સુધી બંને ગેમ્સ રમતા રહ્યા.થોડા દિવસ આમ જ ચાલ્યું અને પછી બંને પોતાના મામા-માસીના ઘરે જતા રહ્યા.પોતાના પરિવાર સાથે ફરવા ગયા અને આમ કરતા કરતા પરીક્ષાના પરિણામનો દિવસ આવી ગયો.




આજે બંને ખૂબ આતુર હતા કેમ કે આજે તેમને તેમના ૨ વર્ષની મહેનતનું પરિણામ મળવાનું હતું અને કાલથી તે એક નવી શરૂઆત કરવાના હતા.પરિણામ પછી તેમને કોલેજ માટે ફોર્મ ભરવાના હતા.બંનેને સારા પરિણામ મળ્યા અને એકબીજાને અભિનંદન આપ્યા.પરિવારજનો સાથે ખુશી વ્યક્ત કરી પણ હવે તેમને એક વાતની ચિંતા થઈ કે હવે આગળ શું કરશું! અને હવે બંને છુટા પડી જશે.તે આ વાત પર ચર્ચા કરતા હતા અને બંને જુદા થવાની વાતથી થોડા દુઃખી થયા.બંનેએ એક વાત નક્કી કરી કે આપણે આજથી એકબીજા સાથે વાત નહીં કરીએ અને એકબીજને એ પણ નહીં કહે કે કોણ કયા કોર્ષમાં અને કઈ કોલેજમાં ફોર્મ ભરશે.બસ સીધા જ બને તેમની કોલેજના પહેલા દિવસ પછી ફોન પર વાત કરશે અને પોતાની કોલેજ અને પોતાના કોર્ષ વિસે જણાવશે.

આમ કરતા કરતા બને વચ્ચે વાત બંધ થઈ ગઈ.બંને પોતાની કોલેજ અને મનપસંદ કોર્ષમાં ફોર્મ ભરવામાં ખોવાઈ ગયા.આમ કરતા કરતા બંનેને પોત પોતાની કોલેજ મળી ગઈ અને કોલેજનો પહેલો દિવસ પણ આવી ગયો.









આજે મિતનું મન ખૂબ જ ઝડપથી વિચારતું હતું.તેને ઘણાં બધાં વિચારો આવતા હતા અને તેના દિલમાં એક અલગ જ ગડમથલ ચાલતી હતી.એક તરફ તેને નવી જિંદગીની શરૂઆતનો ઉત્સાહ હતો અને બીજી તરફ તેને તેના એક મિત્રને ખોવાનો ડર અને ચિંતા હતી.તેને વિચાર આવતા હતા કે શું પ્રિતને સારી કોલેજ મળી હશે?
શું તે હવે મને યાદ રાખશે?
શું તેને કોલેજમાં સારા મિત્રો મળશે?
શું હવે બંને ક્યારેય મળશે કે નહીં?
આવા હજારો વિચારો તેના મનમાં ચાલતા હતા.આવા વિચારો અને આવી લાગણી સાથે તે કોલેજ જાવા માટે ઘરેથી નીકળ્યો.
પણ તેનું મન તો બસ પ્રિત સાથે વાત કરવા માટે ઉત્સુક હતું.તે બસ આ જ વિચારમાં ખોવાયેલો હતો કે ક્યારે તેનો આજનો દિવસ પૂરો થઈ જાય અને તે તેના મિત્રને ફોન કરે.આ જ વિચાર સાથે તે ક્યારે કોલેજ પહોંચી ગયો તેને તે પણ ખબર ના પડી.







પણ હવે શું?
આગળ શું થશે?
શું તે પ્રિત સાથે વાત કરી શકશે?
શું તેમની મિત્રતા તૂટી જશે?
શું જેમની મિત્રતાના વખાણ થતા હતા તે સાચા પડશે?

બધા જ સવાલોના જવાબ મળશે પણ વાર્તાના આગળના ભાગમાં.તો વાર્તાના આગળના ભાગ માટે મને ફોલો કારી લો અને મને તમારા વિચારો કોમેન્ટ કરો.