Collegeni Jindagi - 4 books and stories free download online pdf in Gujarati

કોલેજની જિંદગી - 4

આજની વાર્તા શરૂ કરતા પહેલા એક ખાસ વાત કહી દવ.આ વાર્તાના કોઈપણ પાત્રના નામ અથવા તો તેમનું કામ કે પછી વાર્તાની કોઈ ઘટનાનો કોઈપણ વ્યક્તિ કે તેમના જીવન સાથે કોઈ સંબંધ નથી.જો કોઈપણ સંજોગમાં કોઈ પાત્ર કે ઘટના કોઈપણ વ્યક્તિને મળતી આવે છે તો આ એક સંજોગ મત છે.આ વાર્તા પૂર્ણરૂપે કાલ્પનિક છે અને તેને કોઈપણ સત્યઘટના સાથે સંબંધ નથી.

તો આગળના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે મિત અને પ્રિત બંને તેમની કોલેજની જિંદગી એકદમ ખુશી સાથે વિતાવી રહ્યા હતા પણ કહે છે ને કે જ્યારે પણ ખુશી વધી જાય છે ત્યારે દુઃખ પણ આવે છે અને જ્યારે દુઃખ વધી જાય છે ત્યારે પાછળથી ખુશીઓ પણ મળે છે અને જિંદગીમાં જો સુખ અને દુઃખ બંને ના આવે તો પછી જિંદગી જીવવાની મજા જ શું રહી?આમ પણ જ્યારે આપણે નિરાંત કરીને બેસી જઈએ ને ત્યારે જ જિંદગી આપણને કંઈક નવો અનુભવ કરાવે છે.

તો શું હશે એ વાત જેનાથી આ બંનેની જિંદગીમાં એક નવો જ વણાંક આવશે?
શું બંનેની મિત્રતામાં હવે તિરાડ પડશે?
કે પછી કંઈક બીજું જ થશે?

શું થશે હવે આગળ આ બધું જાણવા માટે જ તો તમારે વાર્તાનો આ ભાગ વાંચવાનો છે અને આજની વાર્તાના આ ભાગનું નામ છે - અરે આ શું થઈ ગયું?




અરે આ શું થઈ ગયું?

મીત આજે ખૂબ જ ખુશ હતો.તેને પોતાને પણ ખબર નથી કે તે કઈ બાબત પર આટલો ખુશ છે.પણ તે તેની ખુશીમાં અને ખુશીમાં બસ આજુબાજુમાં શું ચાલી રાહયુ છે એ ભૂલીને એના ક્લાસમાં જઈ રહ્યો હતો.પણ બરોબર તે જ વખતે એક વળાંક પર તે એક વ્યક્તિ સાથે અથડાઈ જાય છે.આમ તો મીતને મોડું થઈ રહ્યું હતું પણ આ અથડામણથી મિત બે મિનિટ માટે રોકાઈ જાય છે અને જોવે છે તો સામે ૬ ફૂટની હાઈટ ધરાવતો લાંબા વાળ વાળો અને લાંબી દાઢીવાળો વ્યક્તિ જમીન પર પડેલો હોય છે.મિતને તે ચહેરો જોયેલું હોય તેવું લાગતું નથી પણ તેમ છતાં સોરી કહીને પોતાના ક્લાસ તરફ ચાલતો થઈ જાય છે.

અને આ બાજુ આ તરફ જે વ્યક્તિ જમીન પર પડેલી હોય છે તેના મિત્રો અને તેના ક્લાસની છોકરીઓ તેની આ પરિસ્થિતિ જોઈને તેના પર હસવા લાગે છે અને આ વાતથી તે વ્યક્તિ ખૂબ જ નારાજ થાય છે અને તે મિતને જોવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં સુધી તો મિત પોતાના ક્લાસમાં જતો રહ્યો હોય છે. એ વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં ઉભો થઈ જાય છે અને ત્યાંથી જતો રહે છે.ત્યાંથી નીકળીને તે સીધો પોતાની કાર પાસે જાય છે અને કારમાં બેસીને તે પોતાના મિત્રને ફોન કરે છે અને તેને કાર પાસે બોલાવે છે.

થોડીવાર રહીને પાંચ લોકોનું એક ગ્રુપ તેની કાર પાસે આવે છે અને તેમાંનો એક વ્યક્તિ કારના દરવાજાની બારી પર ટકોર મારીને પેલી વ્યક્તિને બહાર આવવા માટે જણાવે છે.તે બારીનો કાચ ખોલી અને બધાને અંદર બેસવા માટે કહે છે.બધા લોકો ફટાફટ અંદર બેસી જાય છે પછી તે વ્યક્તિ કાર ચાલુ કરી અને કારને કોલેજની બહાર લઈને જાય છે અને કોલેજથી લગભગ પાંચ કિલોમીટર દૂર જઈ અને ઉભી રાખે છે.ત્યાં જઈને તે કારની બહાર નીકળે છે અને પોતાના ખિસ્સામાંથી એક મોંઘી એવી સિગારેટ કાઢી અને પીવા માંડે છે.

હવે તો પાછળ બેસેલા લોકોથી રહેવાતું નથી અને તેમાંનો એક વ્યક્તિ જેણે દરવાજા પર ટકોરો માર્યો હતો તે બોલે છે "રાઘવ, શું થયું બોલને?"

એ વ્યક્તિનું નામ છે રાઘવ.રાઘવ એટલે કોણ? અને તેનો સ્વભાવ જાણવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે.તો આપણે મિત અને પ્રિતની આ કોલેજના ટ્રસ્ટીઓમાંના એક ટ્રસ્ટી છે મહેન્દ્રસિંહ જાડેજા.જે એક ધંધાદાર માણસ છે અને તેની પાસે પૈસાની કોઈ કમી નથી.તેમનો એકનો એક દીકરો એટલે રાઘવ.રાઘવનો સ્વભાવ આમ તો ખૂબ જ ગુસ્સાવાળો અને જિદ્દી.એક વખત તેને કોઈપણ વસ્તુ પસંદ આવી જાય તો તે વસ્તુ તે કોઈ પણ ભોગે મેળવીને જ રહે અને જો કોઈ સાથે તેનો ઝઘડો થઈ જાય તો સામેવાળાને ખૂબ જ હેરાન પરેશાન કરીને જ છોડે.જો રાઘવ કોઈ વાત ધરી લે તો પછી તે કોઈપણ ભોગે તે કરીને જ રહે અને આ તેની સાથેના પાંચ લોકોનો પરિચય કરીએ તો આ એ જ વ્યક્તિ કે જેમ કોઈ સારી એવી મીઠાઈ બનાવો તો આપણે પોતે ખાઈએ તેની પહેલાં જે માખીઓ આવી જાય ને એ જ આ લોકો કે પૈસા જોઈ અને કુદકા કૂદકા મારતા મારતા રાઘવની પાછળ આવી ગયા.તે આખો દિવસ બસ રાઘવની ચાપ્લુસી કર્યા કરે અને તેને ખોટી વાતો પર બડકાવ્યા કરે.ઘણીવાર તો એમની ખોટી વાતથી ઉશ્કેરાઈને રાધાવે ઝગડા પણ કર્યા છે અને રાઘવ ના પૈસા પર બધા મોજ કરેબસ આ એમનો પરિચય અને એમનું કામ.

તો બધાનો પરિચય થઈ ગયો.હવે આપણે ફરી પાછા વાર્તા પર આવીએ તો રાઘવ કંઈ જવાબ આપતો નથી એટલે એ વ્યક્તિ ફરી પૂછે છે, "રાઘવ, શું થયું…? બોલને હવે.અમને બધાને આમ કોલેજમાંથી બહાર કેમ લાવ્યો છે."

રાઘવ ફરી કંઈ જવાબ નથી આપતો અને પોતાની સિગારેટ પીવાનું ચાલુ રાખે છે બસ થોડીવાર રાઘવ સિગારેટ પીવે છે. સિગારેટ પૂરી થયા પછી તેને ફેંકીને તે ગુસ્સામાં કહે છે," જલ્દીથી ગોતો તે વ્યક્તિ કોણ છે? ક્યાં ક્લાસમાં ભણે છે? અને તેની હિંમત કઈ રીતે થઈ કે તેણે મને ટક્કર મારી એ સમજે છે શું પોતાની જાતને એને ખબર નથી કે રાઘવ કોણ છે?"

રાઘવ ખરેખર મિત સાથે થયેલી ટક્કરથી નહીં પણ એના ક્લાસના લોકોના તેના પર હસવાથી ગુસ્સે હતો.તેને તેમનું હસવું એ પોતાનું અપમાન લાગ્યું.જેમ આગળ આપડે જોયું તેમ એકવાર રાઘવ કોઈ વાત ધરી લે એટલે એ કરીને જ છોડે.
તો હવે વાત એ થઈ ગઇ કે રાઘવને પોતાના અપમાનનો બદલો લેવો છે અને પોતાના અપમાનથી તે અંદરથી સળગતો હતો.આ જ ગુસ્સામાં તે આ બધા લોકોને લઈને અહીં આવ્યો હતો.

હજુ તો આગળ કંઈ વાત થાય ત્યાં રાઘવનો ફોન વાગે છે.રાઘવ અત્યારે કોઈ સાથે વાત કરવા માંગતો ન હતો એટલે એ ફોનમાં જોયા વગર જ આવેલા કોલને રિજેક્ટ કરી દે છે.સામેની વ્યકિતને કંઈક જરૂરી કામ હશે.તે ફરીથી કોલ કરે છે.ફરી રાઘવ કોલ રિજેક્ટ કરી દે છે.આમ ૪-૫ વખત થયું. આખરે રાઘવ ગુસ્સામાં કોલ પિક કરીને બોલે છે, " શું છે તારે? આટલી વખત કોલ કટ કર્યો તો પણ ખબર નથી પડતી કે હું વાત કરવાના મૂડમાં નથી?'

સામેની વ્યકિત કહે છે,"મને ખબર છે ઓન વાત જ કંઈક એવી છે એટલે આટલી વખત કોલ કરવો પડ્યો.તું જ્યાં હોય ત્યાંથી જલ્દીથી કોલેજ પર આવ અને મને મળ."

રાઘવ : થયું શું?

કોલમાંથી : એ તું આવ એટલે તને કહું.

રાઘવ : ઠીક છે....

ફોન પરની એ વ્યકિત કોણ હશે?
શું થયું હશે એવું તો કે તે વ્યક્તિએ રાઘવને કોલેજ આવવા કહ્યું..?
શું હવે મિતની જિંદગીમાં તોફાન આવશે?

શું થશે આગળ એ જાણવા માટે તમારે વાર્તાના આગળના ભાગમાં જોવું પડશે.ત્યાં સુધી તમે પોતાના અભિપ્રાય મને જણાવી શકો છો....હું જરૂરથી તેને ધ્યાનમાં લઇશ.🙏