Collegeni Jindagi - 7 books and stories free download online pdf in Gujarati

કોલેજની જિંદગી - 7

આગળના ભાગમાં આપણે જોયું કે મિતના સ્ટુડન્ટ યુનિયન લીડર ઇલેક્શનમાં ઉભા રહેવાના કારણે બધા લોકો તેને અભિનંદન આપતા હતા.તેમાં જ તેની મિત્ર પિંકી મિતને યામિની સાથે ઓળખાણ કરાવે છે.યમિનીને જોઈને મિતને એવું થઈ જાય છે કે કાશ,.આ પળ અહીં જ રોકાઈ જાય.તે યમિનીને જોતો જ રહી જાય છે.આ બાજુ પ્રિત યામિની વિશે જાણવા માંગે છે.પણ તેનો ઉત્સાહ જોઈને પિંકી તેનાથી રિસાઈ જાય છે.પિંકી ક્લાસની બહાર જતી રહે છે અને તેને મનાવવા માટે પ્રિત પણ તેની પાછળ જાય છે. યામિની પ્રિતની બાજુમાં બેસે છે ત્યાં જ કોઈ વ્યક્તિ મિતની બેન્ચ પર હાથ પછાડે છે.


કોણ હશે એ વ્યક્તિ?


શું મિત અને યામીની વચ્ચે કંઈ ખાસ છે?


શું મિત અને રાઘવની લડાઈ થશે?


શું થશે હવે આગળ?


આવા ઘણા સવાલોના જવાબ મળશે તમને આજના આ ભાગમાં.જેનું નામ છે - "મિતે આ શું કર્યું…?"




મિતે આ શું કર્યું...?


બેન્ચના અવાજથી બધા લોકો શાંત થઈ જાય છે અને ક્લાસમાં એક અલગ જ શાંતિ છવાઈ જાય છે.બધા લોકોનું ધ્યાન અવાજની દિશામાં જાય છે.તો તેમને ખબર પડે છે કે મિતની બેન્ચ પાસે ૫ લોકો ઉભા હતા અને તેમના ચહેરા પર થોડો ગુસ્સો દેખાતો હતો.કોઈને પણ ખબર ન હતી કે આ લોકો કોણ છે?અને શા માટે આવ્યા છે?બધા આ જાણવા આતુર હતા.


તેટલામાં જ પેલો વ્યક્તિ બોલ્યો,"તારું નામ મિત છે ને?"


મિત : હા. પણ તમે કોણ?આપણે પહેલા મળ્યા છીએ?


પેલો વ્યકિત : મળ્યા તો નથી પણ હવે મળી ગયા છીએ તો બીજી વાર મળવાની જરૂર નહીં પડે.


મિત : અરે ઓ ભાઈ,કોણ છે તું એ તો બોલ પહેલા...


તે વ્યકિત : સની. સાની નામ છે મારુ...


મિત : હા તો સનીભાઈ, શું તકલીફ છે તમને?


સની : તકલીફ તો તને થશે હવે.તે જે કામ કર્યું છે એ માટે..


મિત : મને શા માટે તકલીફ થશે?અને એવું તો મેં શું કર્યું છે?


સની : અચ્છા. તો તને ખબર જ નથી તે શું કર્યું છે?


મિત : ખબર હોત તો મને તમને પૂછવાનો શોખ ના થાય.


સની : તારા આ ડહાપણ મારી સામે ના દેખાડ અને શાંતિથી ચાલ મારી સાથે.


મિત : અરે આ શું બળજબરી છે?હું નથી આવનો તમારી સાથે...


સની : (થોડા ઊંચા અવાજમાં) એક વાર તને કીધુને કે ચાલ એટલે આવી જવાનું.બીજી વાર નહીં બોલું હું.


મિત : (ઉંચા અવાજમાં) ઓ સની, જરા શાંતિથી. હું માન આપીને વાત કરું છું તો તું તો માથા પર જ બેસવા લાગ્યો.


બંનેના જોરથી બોલવા પર તેમનો અવાજ ક્લાસની બહાર જાવા લાગ્યો.ત્યાં વાતો કરી રહેલા પ્રિત અને પિંકી અવાજ સાંભળે છે.


પ્રિત : અવાજ તો મિતનો લાગે છે..


પિંકી :.હા. મને પણ એવું જ લાગે છે.


પ્રિત : હવે આ કોની સાથે લડવા બેઠો.


પિંકી : ચાલ. અંદર જઈને જોઈએ...


પ્રિત : હા. ચાલ.


બને ક્લાસની અંદર આવે છે અને જોવે છે તો મિતની બેન્ચને ઘેરીને ૫ લોકો ઉભેલા હોય છે.તે લોકો એમની પાછળ ઉભેલા હોય છે.જેથી તેમને તે લોકોના ચહેરા દેખાતા નથી.પ્રિત ઝડપથી મિતની બેન્ચ પાસે જાય છે અને જગ્યા કરીને એ મિતની બાજુમાં પહોંચી જાય છે..ત્યાં જઇને તે જોવે છે કે મિત અને યામિની બંને બેન્ચ પર બેઠા છે અને તે ૫ લોકોમાંનો એક વ્યક્તિ મિત સાથે વાત કરી રહ્યો છે.


સની : એય, તું સમજે છે શું પોતાને?


મિત : માણસ.કેમ તું પોતાને બીજું કંઈ સમજે છે?


સની : તને મારી વાતમાં મજાક સુજે છે?


મિત : તો તું જ તો મજાક કરે છે.તો હું બીજું શું કરું.


સની : હું તને મારી સાથે ચાલવા કહું છું એ તને મજાક લાગે છે?


મિત : હા તો?


સની : લાગે છે તું એમ નહીં માને. વિકી-લકી પકડો એને અને લઈ ચાલો આપડી સાથે.


વિકી અને લકી તરત જ મિતની તરફ જવા લાગે છે.આ જોઈને પ્રિત તરત જ પોતાનો પગ વચ્ચે રાખી દે છે જેથી વિકી નીચે પડી જાય છે.તે તેનો હાથ પકડીને બેસી જાય છે.આ જોઈને પ્રિત બોલે છે.


પ્રિત : અરે જરા જોઈને. ક્યાંક અમારે જ તમને લોકોને હોસ્પિટલ લઈને ના જવું પડે.


સની : તું કોણ છે?


મિત : અરે યાર, તું પણ ખરી મજાક કરે છે...શોલેના વિરૂને પકડીને જયને પૂછે છે કે તું કોણ છે....


સનો : એટલે...?તું કહેવા શું માંગે છે?


મિત : અરે એ મારો મિત્ર પ્રિત છે.લાવે છે તને મારા વિશે પુરી માહિતી નથી મળી...


સની : એ જે હોય એ તું ચાલ મારી સાથે.


મિત : આ માણસને એકવારમાં સમજાતું નથી કે શું?


સની : સમજવાનું તો તારે છે...


એટલું કહીને તે મિતનો કોલર પકડીને તેને ખેંચવા લાગે છે.


પણ બીજી જ ક્ષણે તેના હાથ પર એક જોરદાર વાર થાય છે અને તે મિતનો કોલર છોડી દે છે.આ કામ પ્રીતનું હતું.


સની : આ તમને બેને અઘરું પડશે....તમને ખબર નથી રાઘવ તમારી સાથે શુ કરી શકે છે?


મિત : યાર, હવે આ આખી વાતમાં રાઘવ ક્યાંથી આવ્યો?કોણ છે આ રાઘવ?


સની : તું કોઈપણને પૂછી લે રાઘવ કોણ છે તને ખબર પડી જશે.રાઘવે જ તને બોલાવ્યો છે અને એટલે જ અમે તને લેવા આવ્યા છીએ.


મિત : અચ્છા એવું છે.શું કામ છે રાઘવને?


સની : એ તારા પર ગુસ્સે છે.


મિત : કેમ?


સની : તારા ઈલેકશનમાં ઉભા રહેવાના કારણે..


મિત : હું તો ઉભો નથી રહ્યો મને ઉભો રાખ્યો છે.


સની : એ જે હોય તે. રાઘવે તને બોલાવ્યો છે.


પ્રિત : તો કહી દે રાઘવને મિત નહીં આવે...અને હવે તું અહીંથી નિકળ.બાકી હજુ બે-ચાર પડશે.


સની : આ વાત યાદ રાખજે કે તું રાઘવ સાથે ઝઘડો કરવા જઈ રાહયી છે.


મિત : ઓકે. હું લખી લવ છું જેથી ભૂલી ના જાવ.


સની : તમે બંને ખૂબ પછતાસો...


આટલું કહીને તે લોકો ક્લાસમાંથી બહાર નીકળી જાય છે. તેમના ગયા પછી મિત અને પ્રિત બંને એકબીજા સાથે વાત કરે છે કે કોણ હશે એ રાઘવ..?



હવે આગળ શું થશે?

શું મિતને આ વાતથી નુકસાન થશે?

શું મિત રાઘવ સામે લડી શકશે?

શું મિતને સની સાથે જવું જોઈતું હતું?


આ બધા સવાલોના જવાબ મળશે આગળના ભાગમાં.

ત્યાં સુધી આ ભાગ તમને કેવો લાગ્યો તે મને જણાવો.

તમારા અભિપ્રાય મારા માટે મહત્વના છે.🙏