Collegeni Jindagi - 8 books and stories free download online pdf in Gujarati

કોલેજની જિંદગી - 8

આગળના ભાગમાં આપણે જોયું કે સની અને તેના મિત્રો મિતને લેવા માટે તેની પાસે આવે છે અને તેમની વચ્ચે થોડી બોલાચાલી થઈ છે.અવાજ સાંભળીને બહાર ઉભેલા પ્રિત અને પિંકી ત્યાં આવી જાય છે. સની જ્યારે મિત સાથે બળજબરી કરવા જાય છે ત્યારે પ્રિત તેને બરાબર પાઠ ભણાવે છે.તે રાઘબના નામની ચેતવણી આપીને ત્યાંથી ચાલ્યો જાય છે.

તમને થતું હશે કે હવે તો નક્કી મિત ફસાઈ ગયો.
મિત સાથે હવે શું થશે?
શું મિત ઈલેકશન લડશે?
શું યામિની અને મિત વચ્ચે કંઈ થશે?

આ બધા સવાલોના જવાબ તમને મળશે આજના ભાગમાં.
જેનું નામ છે- "આ તો ગજબ થયું..."









આ તો ગજબ થયું...

મિત અને યામિની બેન્ચ પર બેઠા હતા.પ્રિત મિતની બાજુમાં ઉભો હતો.તે બંને આ રાઘવ કોણ છે એ વિશે વાત કરી રહ્યાં હતાં.ત્યાં જ પિંકી જોરથી બોલે છે.

પિંકી :- મિત.... આ શું?મને વિશ્વાસ નથી થતો કે આ સાચું છે...

પ્રિત :- વળી આને શું થયું?

મિત :- શું થયું પિંકી? આમ બરાડા કેમ પાડે છે?

પિંકી:- તે કામ જ એવું કર્યું છે...

મિત :- મેં શું કયું?

પિંકી :- આ તારી બાજુમાં કોણ બેઠું છે?

મિત :- એ તો યામી.....

આટલું બોલતા મિત અટકી જાય છે અને શરમાઈ જાય છે.તે નીચું જોઈને હવે શું બોલવું તે વિચારવા લાગે છે.

પ્રિત :- અરે હા....આ તો મારા ધ્યાનમાં જ ન આવ્યું...શું વાત છે મિત....

પિંકી :- તારા ધ્યાનમાં તો ઘણું બધું નથી આવતું..

પ્રિત :- એટલે તું કહેવા શું માંગે છે?

યામિની :- અરે પણ થયું શું?હું અહી બેસી ગઈ એમાં એક તમે લોકો મિતને કેમ આટલો હેરાન કરો છો.?

પિંકી :- ઓહો મિત, આ તો તારી વકીલાત કરે છે.નક્કી કંઈક ગરબડ છે.

યામિની :- અરે પણ થયું શું?

પિંકી :- બસ તું એટલું સમજી લે કે આજે તું પહેલી વ્યક્તિ છે જે આ જગ્યા પર બેઠી છે.

યામિની :- (આશ્ચર્ય સાથે) એટલે? હું કંઈ સમજી નહિ?

પિંકી :- કોલેજના પહેલા દિવસથી લઈને આજ સુધી મિતની બાજુની જગ્યા પર જો કોઈ બેઠું હોય તો એ પ્રિત છે. જો ક્યારેય એવું થયું કે પ્રિત કોલેજ ના આવ્યો તો એ જગ્યા ખાલી જ રહે છે.પ્રિત સિવાય ત્યાં બેસવાનો હક કોઈને નથી. મિતે મને પણ ક્યારેય ત્યાં બેસવા નથી દીધી અને તું તો પહેલા જ દિવસે આવીને પ્રિતની જગ્યા લઈ ગઈ.

મિત આ બધું સાંભળીને શરમથી લાલ થઈ રહ્યો હતો.તેને હવે આ વાતનો જવાબ કઈ રીતે આપવો એ જ સમજાતું ન હતું.આ બાજુ પિંકીની વાત સાંભળીને યામિની મિતની સામે જોઈ રહી હતી. તે મિત કંઈક જવાબ આપે તેની રાહ જોઈ રહી હતી.પણ મિત શું બોલે...તેની તો બોલતી જ બંધ થઈ ગઈ હતી.આખરે યામિની જ બોલે છે.

યામિની :- મિત, આ સાચું બોલે છે?

મિત કોઈ જવાબ આપતો નથી બસ તે હા માં માથું હલાવે છે.આ જોઈને હવે યામીનીને પણ વિચાર આવે છે.આ ગજબ કેમ થઈ ગયો?

મિતને કઈ સમજાતું નથી તેથી તે આ પરિસ્થિતિમાંથી ભાગવાનો વિચાર કરે છે અને ઉભો થઇ બહાર તરફ જવા લાગે છે.પણ પ્રિત તેને રોકી લે છે અને ફરી બેન્ચ પર બેસાડી દે છે.

પ્રિત :- જવાબ આપ્યા વગર ક્યાં ભાગી રહ્યો છે?

મિત :- અ.. અ...

પ્રિત :- અ આ ઇ ઈ એ બધું છોડ કક્કો અમને પણ આવડે છે.તું જે બોલવાનું છે એ બોલ.

આ બધું જોઈને હવે યામીનીને કંઈક અજીબ લાગવા લાવે છે. તે ત્યાંથી ઊભી થઈ જાય છે અને પિંકીની બાજુમાં ઉભી રહી જાય છે.

મિત :-.એ તો બસ આજે તેનો પહેલો દિવસ હતો અને એને પ્રેમથી પૂછ્યું અહીં બેસવા માટે તો મેં હા પાડી દીધી અને હજુ હું એને આ વાત કહુ કે પ્રિત સિવાય અહીં કોઈને બેસવાની છૂટ નથી એ પહેલાં પેલા સનીને એ લોકો આવી ગયા.

પિંકી :- તો શું મેં તને લાત મારીને પૂછ્યું હતું તે દિવસે?

મિત :- ના એટલે..આ તો તેને ખબર ન હોય એટલે...

પ્રિત :- એ ખબર ન હોય વાળી...સાચું બોલ હવે...

મિત :- અરે હું સાચું જ કહું છું.

પિંકી :- મને તો કંઈક બીજું જ લાગે છે.

યામિની :- અરે હવે છોડોને આ વાત. કેમ બિચારાને હેરાન કરો છો..?

પિંકી :- આ પાછી આવી તેની વકીલાત કરવા.

યામિની :- અરે મારી મા.બસ કર હવે ભૂલ થઇ ગઇ મારી જો મિતની બાજુમાં બેસી ગઈ..

પ્રિત :- હા પિંકી. છોડી દઈએ બિચારાને..અને આમ પણ આ રાઘવનું નવું ટેન્શન છે.

પ્રિત જ્યારે રાઘવનું નામ લે છે ત્યાં જ તેમનો એક ક્લાસમેટ ત્યાં આવે છે અને એ કહે છે.,"હું એ જ કહેવા આવ્યો હતો.રાઘવ પાસે જઈને માફી માંગી લો નહીં તો એ છોડશે નહીં."

મિત :- અરે સાહિલ.તું શું બોલશ?

સાહિલ :- હા કેમ કે રાઘવના પપ્પા કોલેજના ટ્રસ્ટીમંડળમાં છે અને છેલ્લા બે વર્ષથી રાઘવ સામે કોઈએ ઇલેક્શનમાં ફોર્મ પણ નથી ભર્યું.જે પણ તેની સાથે ઝઘડો કરે છે રાઘવ તેનું જીવવું હરામ કરી દે છે.મિત તું જલ્દી જઈને તેની માફી માંગી લે.

પિંકી :- સાહિલ સાચું કહે છે.મિત તું માફી માંગી લે.

યામિની :- પણ આમાં મિતનો શું વાંક?તેને કેમ માફી માંગવાની?

પિંકી :- અરે આ મિતની વકીલને કંઈક સમજાવો.બકા તું રહેવા દે.મિતને માફી માંગી લેવા દે.

મિત :- નહિ પિંકી. યામિની સાચું કહે છે.હું કંઈ માફી નથી મંગવાનો.તારું શું કહેવું છે પ્રિત?

પ્રિત :- તે નક્કી કરી જ લીધું છે તો તારા માટે રાઘવ તો શું એના આખા પરિવાર સાથે લડી લઈશું.

પિંકી :- ઓ પ્રિત. આ કોઈ મૂવો નથી.તો તું લડી લઇશ?અને તને કંઈક થઈ ગયું તો?

પ્રિત :- મને કંઈક થઈ ગયું મતલબ?

પિંકી :- (વાત બદલી નાખતા) અરે મારો મતલબ એમ હતો કે તને અને મિતને કંઈક થઈ ગયું તો...?

સાહિલ :- હા. પિંકીની વાત સાચી છે.


મિત :- આ માહિતી માટે તારો આભાર.હવે અમે જોઈ લેશું.

સાહિલ :- ઠીક છે.

આટલું કહીને સાહિલ જતો રહે છે.

આ બાજુ સની અને તેના મિત્રો ફરી પાછા કેન્ટીનમાં રાઘવ પાસે પહોંચે છે.સની તેનો હાથ દબાવતો હતો અને વિકી થોડો લનગડાઈને ચાલતો હતો.આ બધું જોઈને તો એમ લાગતું હતું કે તેમને સારો એવો માર પડ્યો છે.સની અને બધા લોકો ટેબલ પર જઈને બેસે છે.

રાઘવ :-.શું વાત છે સની?તમારો આવો હાલ કેવી રીતે થયો?પેલો ઇલેક્શનવાળો મળ્યો કે નહીં?

સની :- હા એ તો મળ્યો.પણ પેલો પ્રિત..આહ...

રાઘવ :- અરે હવે આ પ્રિત ક્યાંથી આવ્યો?એ કોણ છે?

સમર્થ :- અરે એ તો મિતનો ખાસ મિત્ર.અરે આખી કોલેજ તેમને જય-વિરુની જોડી કહીને બોલાવે છે.તો નક્કી તમે મિતને મળીને આવ્યા છો.

સનો :- હા.

રાઘવ :- તો એને અહીં ના લઈ આવ્યા.

સની :- તેણે અહીં આવવાની ના પાડી દીધી.

રાઘવ :- તો તે મારું નામ ના આપ્યું એને?

સની :- આપ્યું ને.તેણે કહ્યું રાઘવને મારુ કામ છે મારે એનું નહીં તો એ મારી પાસે આવે.

રાઘવ :- તેની આ હિંમત. તારે તેને ઉપાડીને અહીં લઈ આવવો હતોને.

સની :- અરે અમે તેને ઉપાડવા જ જતા હતા.પણ આ પ્રિત વચ્ચે પાડયો. એને મિત સુધી જાવા જ ન દીધા.

રાઘવ :- તેની આટલી હિંમત.

સની :- હા. તેણે જ અમારી આ હાલત કરી છે.

રાઘવ :- નક્કી હવે એ બંનેના દિવસો પુરા થઈ ગયા છે.

સમર્થ :- રાઘવ, શાંતિથી વિચાર.આમ ગુસ્સામાં તને જ નુકસાન થાય એવો નિર્ણય ના લેતો.

રાઘવ :- હા.તારી સલાહની જરૂર નથી અત્યારે.લકી આ લે ગાડીની ચાવી.ગાડીમાંથી હોકી સ્ટીક લેતો આવ.

લકી :- ઠીક છે.

આટલું કહી તે ચાવી લઈને ત્યાંથી જતો રહે છે.

સમર્થ :- રાઘવ, આ વખતે ડરાવવાથી કામ નહીં ચાલે.એના કરતાં મારી વાત સાંભળ.

રાઘવ :- મને ખબર છે હું શું કરું છું...

સમર્થ રાઘવને સમજાવવાનો ખૂબ પ્રયાસ કરે છે પણ રાઘવ કંઈ સાંભળતો નથી.છેવટે તે વિચારે છે કે આ વખતે તો તે સારી રીતે સબક શીખી જશે.કેમ કે તેને મિતની સાથે લડાઈ કરવામાં રાઘવની જ હાર થશે એવો ભાવ થતો હતો.કેમ કે મિત એક નીડર અને પ્રખ્યાત વ્યક્તિ હતો.છેવટે રાઘવ હોકી સ્ટીક લઈને મિતને મળવા માટે નીકળે છે અને બાકી બધા લોકો પણ સાથે જ હોય છે.


હવે આગળ શું થશે?
શું મિત અને રાધબની લડાઈ થશે?
શું મિત અને યામિની વચ્ચે મિત્રતાથી વિશેષ કઈ થશે?

આવા સવાલો તમને થતા હશે.તો તેમના જવાબ મળશે આગળના ભાગમાં.
તમારા અભિપ્રાય મને મારી ભૂલ સુધારવા પ્રેરિત કરશે...🙏