Avak in Gujarati Travel stories by Dipak Raval books and stories PDF | 'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 33-34

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 33-34

33

-     દીદી, તમારો પથ્થર !

રોશન રૂમમાં આવ્યો છે. અમે ચારે બેસીને વાત કરી રહ્યાં છીએ, જ્યારે એ પહેરણની નીચેથી પથ્થર કાઢે છે....

-     તેં પાછો મૂકી નહોતો દીધો પથ્થર ? મેં તને કહ્યું હતું !

-     તમને ગમ્યો હતો ને ? હું સંતાડીને લઈ આવ્યો...સુન્ના તો એમ જ કહેતો હશે...

-     જો સાચે જ મુસીબત આવશે તો ?

-     હવે લઈ આવ્યો છે તો રાખી લો દીદી !

પંકુલ કહે છે.

-     અને પેલો પહેલાં લીધો હતો તે પથ્થર ?

હું એને પૂછું છું.

-     એ તો તમારી બેગમાં જ હતો, સુન્નાને એની ખબર નથી.

અમને સુન્નાએ એક પથ્થર લેવાની ના કહી હતી અહી અમે બે નો ખજાનો લઈને બેઠાં છીએ....

-     અઈ...અઈ ઓ...એક મને આપી દો !

રૂપાને બહુ સુંદર લાગે છે બંને.

ઢીલી પડી ગઈ છું હું, આની સાથે બહુ મમતા થઈ ગઈ છે મને. કંઈ વાંધો નહીં હવે આવી ગયા છે તો !

લાગે છે આ પથ્થરોની ઇચ્છા પણ અમારી સાથે આવવાની જ છે...

-     કયો લઈશ ?

-     આવડો આ....

એણે હેંડબેગમાં પથ્થર મૂકી દીધો છે, મે ડફલ બેગમાં. હેન્ડબેગ અમારી ગાડીમાં રહેશે, ડફલ બેગ ટ્રકમાં.

-     રૂપા, સુન્નાને ખબર ન પડવી જોઈએ નહીં તો એને બહુ ખોટું લાગશે....

એને ખબર છે.

અમે ન લેતાં તો સારું હતું. હવે લઈ લીધા છે તો રૂમમાં ફેંકીને તો ન જવાય ને !

કાલે સવારે અમે માનસરોવરને અંતિમ વાર પ્રણામ કરી પાછા વળીશું.

34

એકદમ ઉજ્જડ પડ્યું છે માનસરોવર.

આછો ધુમ્મસનો પડદો પડ્યો છે એના ઉપર.

ઉપર જમણી બાજુ એક-બે ટેન્ટ છે, નિર્જનમાં. વિદેશી હશે, કેંપિંગ કરી રહ્યાં હશે.

પોતાની દિવ્યતા સાથે પડ્યું પડ્યું શું કરતું હશે ? કંટાળી નહીં જતું હોય માનસરોવર ? હજારો વર્ષોથી ત્યાંજ, એક જ જગ્યાએ.....

ઘટનાઓના નામે નાની-નાની ઘટનાઓ, માછલીઓ જન્મી, માછલીઓ મરી. હંસ ચણ્યા, હંસ ઊડ્યાં....

પાપીના હૃદયમાં જોવાનું ગમતું હશે કે પુણ્યાત્માના ?

નક્કી, પાપી વધારે રોચક લાગતો હશે.

અમે કેવાં દેખાતાં હોઈશું ? અશાંત, ખોવાયેલાં-ખોવાયેલાં....

ખાસ્સું મનોરંજન થઈ જતું હશે અહીં પડ્યા પડ્યા ! બપોરે સૌથી વધારે, જ્યારે યાત્રીઓના કાફલા અહીં પહોંચે છે. એટલે જ અત્યારે થોડું શુષ્ક છે... ક્યાંક તાકાત તો એકઠી કરતું નથી ? બપોરે જરૂર પડશે, આટલાં હૃદયમાં જોતી વેળાએ....

રૂપાને ચોખ્ખું પાણી મળતું નથી. ક્યારેક આ કિનારે આવે છે તો ક્યારેક પેલે કિનારે. ક્યારેક વચમાં...

રૂપા, દિલમાં જો ! જે કંઈ સ્વચ્છ છે, ગંદુ છે, બધું અહીં જ છે, ભીતર.

અમે અહીં શું મૂકીને જઈશું ? જે અમારી પાસે છે એ જ ને ?

થોડીક સ્વચ્છતા મૂકીએ પોતાના મનની ? જેથી જ્યારે રસ્તા પર પહોંચીએ, પાછા ગોઠવણમાં, તો એનું પુણ્ય અમને કામ લાગે, અમને ટેકો આપે ?

કોઈ જગ્યા દેવભૂમિ છે એની ખબર કેવી રીતે પડે ?

આપણી સાથે આપણાં કર્મ જાય છે કે કર્મફળ ?   

કર્મ તો કદાચ આ પૃથ્વી ઉપર પોતાની અનિવાર્યતાના ચક્રમાં ચાલતું હશે ? અને ફળ આત્માની સાથે સાથે લથડતું આગળ સુધી જતું હશે ?

 કોને પૂછું ?

એટલું તો નક્કી છે, આ હવામાં, આ પર્વતોમાં, માટીમાં મહાત્માઓનું પુણ્ય વસેલું છે. આવી અનુભૂતિ પહેલાં કદી થઈ નથી.

કેવી છે આ જગ્યા ? થોડા જ દિવસોમાં એણે એક-એક કરીને બધાં કવચ ઉતારી લીધા – જ્ઞાનનું, આસ્થાનું અને શંકાનું.

અવાક ? શું આ યોગ્ય શબ્દ છે, એને વર્ણવવા માટે, જે આ સમયે અમારી સાથે થઈ રહ્યું છે ?

ટીપે ટીપે ટપકતી નીરવતા.

બહાર સૃષ્ટિમાં ઝરી રહ્યું છે કે ક્યાંક ભીતર ?

હંસ ઉડયો છે આકાશમાં. એક. એકલો.

આટલી સુંદર પ્રકૃતિમાં આટલો એકાકી એક હંસ.....

શું એને ખબર છે, કેટલી સુંદર આ પૃથ્વી છે ? એ કેટલો ભાગ્યશાળી છે ?

શું એ કૃતજ્ઞ છે પોતાના હોવામાં ?

હું જો પક્ષી હોત તો કેવી રીતે કહેતી કે હું કૃતજ્ઞ છું ?

કૃતજ્ઞ છું કે આંખ છે જે જોઈ શકે છે. કાયા છે જે અહીં સુધી લઈ આવી. મન છે જે ગ્રહણશીલ છે.

હું કૃતજ્ઞ છું આ હોવામાં. મે તમને જોયા હતા ઈશ્વર.

Rate & Review

Vaishali Shah

Vaishali Shah 3 months ago

yogesh dubal

yogesh dubal 5 months ago

Balkrishna patel

Balkrishna patel 7 months ago

Batuk bhai Patel

Batuk bhai Patel 8 months ago

Share