BAGALA BHAGAT books and stories free download online pdf in Gujarati

બગલા ભગત

બગલા ભગત

 

 

"એ શાણે..ચુપચાપ ડિબ્બેમેં હપ્તા  ડાલ  વરના ઈધરીચ ટપક દૂંગા . મૈં બલ્લુ ભૈયા કા આદમી હું. પક્કી સુપારી હૈ મેરા નામ  .તું જાણતા નહીં મેરેકુ ...ચાલ દેર મત કર ઔર ભી કામ હૈ " જાદા શાણે બંનનેકી કોશિશ મત કર.."

 આવી  ટપોરી ભાષામાં સંવાદો આંપણે હિન્દી ફિલ્મોમાં સાંભળ્યા હશે. ગળામાં રૂમાલ, ભરચક દાઢી વધારેલી

આંખો અને થોડાક ગાલનો ભાગ જ દેખાય બાકી આંખુ મોં કાળા અને  સફેદ વાળથી જ ઢંકાયેલું હોય જાણે કાલા,ધોળા વાળનું ખેતરજ,  અને તલવાર કટ મૂછો વધારેલી ,  નશીલી અને લાલચટાક આંખો, હાથમાં કડુ પહેરેલ, જીન્સ અને અંદર ગંજી ઉપર શર્ટ ખુલ્લું  અથવા અડધા બટન ખુલ્લા , અવ્યવસ્થિત  વાળ, હાથમાં ચપ્પુ કે તલવાર અને પાછળ ગન ખોસેલી તેમજ એકાદ ગન પગના મોજમાં પણ છુપાવેલી આવા અભદ્ર અવતારવાળા ગુંડાઓ લુખ્ખી દાદાગીરી કરીને સામાન્ય પ્રજાને રંજાડતા જોવા મળે છે .કોઈ એકાદ ડોસાને કે ડોસીને કે અબળા નારીને અથવા બાળક કે બાળકીને મારે અથવા યુવાન છોકરી પર નજર બગાડી બળાત્કાર કરવાની કોશિશ કરે ત્યારે જ હીરોની એન્ટ્રી થાય અને ધૂમ મારામારી થાય.ગુંડાઓને હવામાં ઉછાળે છે જાને ગણપતિ વિસર્જનમાં ગુલાલ ઉછાળે તેમ. ગમે તેટલા  ગુંડાઓ હોય એમની પાસે ગમે તેટલા હથિયાર હોય અને ગમે તેટલા ખૂંખાર અને મજબૂત બાંધાના હોય  સુકલકડી  હીરો બધાને પહોંચી વળે છે અને બધાને મારી નાખશે અથવા મારી ભગાડી  મૂકશે.

 બબલુ ભૈયા એક નામચીન ડોન અને હપ્તા વસૂલીખોર જેના નામથી જ સામાન્ય પ્રજામાં ફફડાટ ફેલાઈ જતો.એના ગુંડાઓ આવે એટલે  દુકાન માલિકો દુકાનોના શટરો ધડાધડ નીચે પાડી દેતા, હાથલારીવાળા આમતેમ લારી લઇ સંતાઈ જતા અથવા ભાગી જતા .કોઈ હપ્તા આપવામાં આનાકાની કરે, પોલીસની ધમકી આપે તો પળભરનો વિચાર કાર્ય વગર ઢીમ ઢાળી દેતા. એ લોકોને મારામારીનું પ્રશિક્ષણની જરૂરજ નહિ પડતી.

 લિગ્નાઇટની ખાણમાં મજુર તરીકે કામ કરતો દિલાવર ભગત.  લોકો દિલાવરને બાદશાહ નામથી બોલાવતા . બાદશાહ સ્વભાવે બહુજ સાલસ અને ગંભીર અને પરોપકારી જીવડો. તેની પત્ની રશીલા જમીદારોની ત્યાં ઘરકામ કરતી . દેખાવે સાધારણ પણ ઘાટીલું શરીર ,કમરની લચક અને નશીલી આંખોવાળી રશીલાને જોઈ ભલભલા હોશ ખોઈ બેઠતા.અમુક જમીનદારોના યુવાન છોકરાઓ તેની સામે અશ્લીલ ચેનચાળા કરતા અને લલચાવવાની કોશિશ કરતા પણ બિચારી મૂંગા મોંએ સહન કરી લેતી. એ લોકો રીતસરની ધમકીઓ જ આપતા કે "કિસીકો બતાયા તો કાટ ડાલુંગા ". ધમકીના બીકે એ પતિ દિલાવરને કશુંજ કહેતી નહોતી. એનો પતિ દિલાવરનો સાલસ અને શાંત સ્વભાવ જોઈ તેનો ગેરફાયદો પણ ઉઠાવતા. બધાજ જમીનદારોના છોકરાઓ  ટપોરી જ હતા.આખો દિન ખાઈપીને ખુલ્લી જીપમાં ગામમાં  તેમજ આજુબાજુના ગામોમાં ફર્યા કરવાનું અને પ્રજાને રંજાડવાનું અને કોઈ નવી છોકરી દેખાય તો તેનો આસ્વાદ માણવાનો આ એકજ કામધંધો હતો.

 દિલાવર બાદશાહે ખાણમાં મજૂરી કામ કરતા અનેક મજૂરોના પત્નીઓની  એને જાણ બચાવી છે ,ગુંડાઓનો માર પણ ખાદો છે,એની પત્ની રશીલાને ઉઠાવી એનીઉપર બળાત્કાર કરવાની ધમકીઓ પણ આપતા.

 " એ લંગડે ચાલ દે હપ્તા નહીતો તેરી બીવીકો ઉઠા લે જાયેંગે " એક મજૂરને ધમકાવતા ગુંડાઓનો સામનો કરવા દિલાવર કૂદી પડ્યો. ગુંડાઓએ તેને બહુ માર માર્યો . લોહીલુહાણ કરી નાખ્યો. આ મારામારીમાં તેનો આઠ વર્ષનો દીકરો બગ્ગા બાપાને બચાવવા હાથમાં મોટો પથ્થર લઇ દોડી આવ્યો અને ગુંડાના માથાપર ઝીકી દીધો. ગુંડો બેહોશ થઇ ત્યાંજ ઢળી પડ્યો. બીજો એક ગુંડો બગ્ગાને મારવા જતો હતો .બાજુમાં એક ત્રિકમ પડેલું હતું.બગ્ગાએ કશો વિચાર કર્યા  વગર એ ત્રિકમ બીજા ગુંડાના માથાપર ઠોકી દીધો અને ત્યાંથી ભાગી ગયો. તેની પત્ની એક જમીનદારને ત્યાં કામે ગઈ હતી. તેણીએ આ વાતની બિલકુલ પણ જાણ નહોતી

 "એ રશલી તેરા બગ્ગા એક ગુંડેકો મારકે ભાગ ગયા ઔર તેરે શોહરઃ કો ભી એક ગુંડેને બહોત મારા .દેખ વો ચૌરાહે પે પડા હૈ બેહોશી હાલતમેં " એક મજુરની પત્ની રશીલાનાં ખભાપર હાથ મૂકી કહેતી હતી

 બપોરના ત્રણ વાગે રશીલા ચોરાહા પર  આવી અને આ દૃશ્ય જોઈ તે  ચોંકી જ ગઈ હતી. બેહોશ જેવી થઇ ગઈ હતી.બીજી મહિલાઓએ તેણીને પડતા પડતા બચાવી લીધી. અને એક ખાટલા પર સુવડાવી. એક મહિલા પાણીનો ગ્લાસ લઇ આવી અને પાણીનો છટકાવ એના મોં પર છાંટી  હોશમાં લાવવાની  કોશિશ કરતી.

 હોંશમાં આવતા એક બહેને આખી હકીકત કહી સંભળાવી. બીજે દિવસે એ કોઈ પણ જમીનદારને ત્યાં કામ પર ગઈ નહોતી. પાછા ગુંડાઓ  એ ગામમાં જીપ પર સવાર  થઈને હલ્લો બોલાવતા આવ્યા. બધાએ  બારી બારણાં દુકાનોના શટરો બંધ કરી દીધા અને ઘરોમાં પુરાઈ ગયા. ગુંડાઓ દિલાવરના  ઘર નજીક આવતા ઘર તેમને ખુલ્લું દેખાયું.બે ત્રણ ગુંડાઓ ઘરમાં ઘુસી ગયા. ત્યારે રશીલા કપડાં બદલતી હતી તેણીનું અર્ધ નગ્ન શરીર જોતા ગુંડાઓમાં વાસનાનો ચરુ સળવળી ઉઠ્યો અને પલકવારમાં  તેની પર હુમલો કરી પીંખી નાખી.

 અને ગલીમાં રહેતા અન્ય રહીશોને  ધમકી આપી ત્યાંથી પલાયન થઇ ગયા. કોઈની પણ હિમ્મત નહોતી કે પોલીસમાં ફરિયાદ કરે કેમ કે પોલીસ પણ મળેલીજ હતી. પોલીસોને પણ નિયમિત હપ્તા પહોંચાડતા હતા. આ ઉપરાંત ગુંડાઓ પોલીસમાં જાણ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપતા

 બગ્ગો આઠ વર્ષની  ઉંમરે ભાગીને બીજે ગામ જતો રહ્યો હતો. એ ગામમાં એક મંદિરના ઓટલે એ બેઠો રડતો હતો. ભૂખથી વ્યાકુળ થઇ ગયો હતો. એ મંદિરમાં આવતા ભક્તોમાંથી એક આધેડ ઉંમરવાળા સજ્જન પ્રતાપ  સિંઘની નજર પડી .તેને પૂછતાં બગ્ગાએ જવાબ આપતા કહ્યું કે " હું બાજુના ગામથી ભાગીને આવ્યો છું.મારા બાપાને  ગુંડાઓએ મારી નાખ્યો અને મારી માપર પાશવી બળાત્કાર કરી તેને પણ મારી નાખી .હું એક ગુન્ડાને માથાપર ત્રિકમ ઠોકી દીધો અને એકના માથા પર તીક્ષ્ણ ધાર વાળો પથ્થર ઠોકી દઈ અહીં આવ્યો છું. મારા ઘરમાં હું મારા બાપા અને મા એમ ત્રણ જ જણા છીએ." આટલું બોલી બગ્ગો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

 સજ્જન માણસ પ્રતાપ સિંઘેને વાત સાચી લાગતા એના ઘરે લઇ ગયો.એ પ્રતાપ સિંઘને કોઈ સંતાન નહોતું. એ માણસ એક કરિયાનાના દુકાને પડીકા બાંધવાનું કામ કરતો હતો. તેની પત્ની ઇન્દુ  મમતાળુ સ્વભાવની હતી.તેણીએ છોકરાને નવડાવ્યું અને તેના પતિના મોટા કપડાં પહેરવા આપ્યા અને પછી જમવા પણ આપ્યું.

 "દીકરા આજથી તું અહીંજ રહેજો હવે.તારું આ જ ઘર " ઇન્દુએ બગ્ગાના માથાપર હાથ ફેરવી કહ્યું. બગ્ગો ચૂપ જ રહ્યો. તેના દિલો દિમાગપર તેના બાપાને મારવામાં આવેલ દૃશ્ય હટતું નહોતું તેમજ તેની મા પર બળાત્કાર કરી મારી નાખવાની વાત ઘર કરી ગઈ હતી. યાદ આવતા એ લાલધૂમ થઇ જતો અને ખુન્નસથી જોતો.

 એ ગામમાં સરકારી સ્કૂલમાં એને દાખલ કરવામાં આવ્યો પણ તેનું મન ભણવામાં બિલકુલ ચોંટતું નહોતું. બદલાની આગમાં એ  ભભૂકતો હતો.  લાલચોળ થઇ જતો. તેના  કલાસમાં ત્રણ થી ચાર છોકરાઓ એવા હતા જે  ટપોરી હતા પણ પરિસ્થિતિને લીધે તેઓ ટપોરી બની ગયા હતા. એ ચાર છોકરાઓ  અને બગ્ગો પાંચેયની ભાઇબંદી થઇ ગઈ હતી. એ ગામમાં  એક લૂટારોની ટોળી ત્રાટકી તેમનો સામનો આ પાંચેય છોકરાઓએ  કર્યો તેમની પાસે કોઈ હથિયાર નહોતા એટલે પથ્થરોનો લગાતાર વર્ષાવ કરી તેઓને ભગાડી મૂક્યા ત્યારથી પાંચેય મિત્રોમાં હિમ્મત આવી ગઈ હતી.

 એની હિમ્મતને દાદ આપતા સજ્જન  ભાઈ પ્રતાપ સિંઘ બોલ્યા," દીકરા,જીવનમાં તને કઈક કરવું હોય,આગળ ધપવું હોય,દુનિયા આગળ તારે તારું અસ્તિત્વ બતાવવું હોય,ધાક જમાવવી હોય તો તને ભણ્યા વગર છૂટકો નહિ . ભગવાન મનુષ્યને એક જ વાર જીવન આપે છે તે જીવનને સફળ બનાવી ભગવાનનો ઋણ અદા કરી દેવાનું. ભલે તને થોડાક સમય માટે ખોટો રસ્તો અપનાવવો પડે, ખોટા લોકો જોડે સંબંધ રાખવો પડે ,પણ તે  નક્કી કરેલા મકસદને આંચ નહિ આવવા દે. મનમાં જે નક્કી કર્યું છે તે કરીને જ જંપવું ."

 પ્રતાપસિંઘના એક એક શબ્દ બગ્ગાના કાનને અથડાતા હતા.જેમ જેમ એ સજ્જન માણસ શિખામણના બે બોલ કહેતા હતા તેમ તેમ એના મનમાં વિચારોનું વાવંટોળ તેજ થતું હતું.

 કોઈ એક વિચાર પર એને સ્થિર થવું હતું. સજ્જન ભાઈની વાત પુરી થઇ .બગ્ગો એક નિસાસો નાખી કશું બોલ્યા વગર જતો રહ્યો.

 એને દસમું પાસ કર્યું, બે વર્ષ પછી બારમું પાસ કર્યું. આગળ ભણવાની ઈચ્છા નહોતી. આર્થિક રીતે તેને પગભર થવું હતું.પેલા સજ્જન ભાઈનું  ઋણ અદા કરવું હતું. તેમને  પણ આથી આર્થિક  યોગદાન આપવાનો વિચાર કરતો હતો. એક બિલ્ડરને ત્યાં એને પટાવાળાની નોકરી ચાલુ કરી. ફુલટાઇમ એ પટાવાળાની નોકરી કરતો હતો. ટૂંક સમયમાં જ એને બિલ્ડરના દિલ જીતી લીધા .જ્યાં જ્યાં મીટીંગોમાં જાય ત્યાં ત્યાં એને સાથે લઇ જતા.બિલ્ડરના અનેક માફિયાઓ,ગુંડાઓ જોડે સાંઠ ગાંઠ હતી.એ ગુંડાઓના જોરે બિલ્ડર હપ્તા વસૂલી કરતો હતો અને અમુક કમિશન ગુનાઓના સરદાર કે મુખ્ય ગુન્ડાને આપતો.

 પાંચ વર્ષની નોકરી કર્યા બાદ એક દિવસ  “ ગામ જવું છે ત્યાં મારા બાપુ બોલાવે છે “  એમ કહીંને એને અચાનક નોકરી છોડી દીધી.અને ગુંડાઓની ગેંગમાં જોડાઈ ગયો.અહીંથી તેનું મકસદ પૂરું થવાનું હતું.

 ગુંડાઓની ગેંગમાં જોડાયા બાદ સરદાર જોડે તેની પૈસા બાબતે રક્ઝક થતા એને એ ટોળી છોડી દીધી અને ૫-૬ સાગરીતો જોડે મળીને પોતાની ગેંગ બનાવી. પહેલા નાના નાના કામો કરતો. હપ્તા વસૂલી, કમિશન વસૂલવાનું ,કોઈ મકાન ખાલી ના કરતુ હોય, જમીન,પ્લોટ ખાલી ના કરતુ હોય તો દાદાગીરી કરીને ખાલી કરાવી લેતો. સાથે હથિયારો પણ રાખતો.કોઈ વિરોધ  કરે કે કામમાં અવરોધ નિર્માણ કરે તો ચપ્પૂએ ચીરી નાખતો. ધીમે ધીમે એનો વિસ્તાર વધતો ગયો.ગેંગમાં માણસો,ગુંડાઓ વધતા ગયા.

 " ભાઈ , વો ભંગારવાલા હૈ ના સાલા હપ્તા દેને સે ઇન્કાર કર રહા હૈ.ઉસકી છોકરી બહુત તેજ ધાર હૈ આપ કહે તો ઉઠા લાઉં ઉસકો? " એક ગુંડો કહેતો હતો.

 તડાકક... બગ્ગાએ એ ગુંડાના જમણા ગાલ પર એક જોરદાર તમાચો ઝીંકી દીધો.પેલા ગુન્ડાને તમ્મર આવી ગયા.

 "સાલે કોઈ ભી છોકરી યા ઔરત કો છૂનેકા નહિ.આપણા ઉસૂલ હૈ ઔરત પે હાથ ઉઠાને કા નહિ.ઔરત લોગોંકી ઈજ્જત કરના શીખો. અગર મારના હૈ તો વો હી સાલે ભંગાર વાલે કો કિડનેપ કર કે મારો."

 દિવસે દિવસ બગ્ગાની ધાક વધતી હતી.તેની હિમ્મત પણ વધતી હતી.  

 એને એક નિયમ રાખેલો કે કોઈ પણ સજ્જન માણસ,વૃદ્ધ માણસ ઔરત,કે બાળક,છોકરીને કૈજ કરવાનું  નહિ. જે એવા લોકો પર જુલમ કરતા હોય એવાઓને જ નિશાન પર લેવાના નહિ કે નિર્દોષ પ્રજાને રંજાડવાનું. જૈસે કે સાથ તૈસા એવું સૂત્ર તેને અપનાવેલું

 પ્રતાપ સિંઘની પત્ની ઇન્દુ બે વર્ષ અગાઉ જ લાંબી બીમારીને કારણે અવસાન પામી હતી .ઘરમાં હવે બગ્ગો અને પ્રતાપ સિંઘ બે જ જણ બચ્યા હતા.  લગભગ ૮ વર્ષ સુધી એને પોતાનું નેટવર્ક નાના શહેરથી જ ચાલુ રાખ્યું હતું. જે સજ્જન માણસે એને આશરો આપ્યો હતો એ પ્રતાપ સિંઘ માંદો પડ્યો. એક ગંભીર બીમારીએ એનો ભરડો લીધો હતો. બગ્ગાએ પાણીની જેમ પૈસો ખર્ચ કર્યો અંતે ૧૫માં દિવસે એનું અવસાન થયું. બગ્ગો માનસિકરીતે અસ્વસ્થ થઇ ગયો હતો પણ તેનું મકસદ હજુ બાકી હતું. ૧૫ દિવસ પછી પાછો એ કાર્યરત થયો એને વિચાર્યું કે હવે બીજા મોટા શહરેમાં જઈ વસવાટ કરવું અને ત્યાંથી જ નેટવર્ક ચલાવવું.એને પોતાનો ઈરાદો એના ગેંગના સાગરીતો આગળ વ્યક્ત કર્યો.બધાએ સંમ્મતિ આપતા એ મોટા શહેરમાં જતો રહ્યો.  

 મોટા શહેરમાં એને શહેરથી થોડેક દૂર એક સ્લમ વિસ્તારમાં ખોલી લીધી અને ત્યાંથીજ પોતાનું નેટવર્ક ચાલુ કર્યું. આખા શહેરમાં એની ધાક હતી.  એની ખોલીમાં કોઈ સુખ સાહ્યબીનાં સાધનો નહોતા.એકદમ સાવ ખાલીખમ ખોલી હતી. એક પાથરણું  ટેલિફોન,પાણીનું માટલું,થોડા રસોઈના વાસણો,પ્રાયમસ વિગેરે સમાન હતો.

 *************************************************************************************************

બગ્ગા નાનો હતો ત્યારે સુકલકડી હતો પણ જયારે એને યુવાનીમાં ડગ માંડ્યું આખી કાયાપલટ જ થઇ ગઈ.ભરાવદાર ઘાટીલું શરીર,વાંકડિયા વાળ, આંખોમાં ચમક, ભરાવદાર આવાજ, નિર્ભીડ  ચહેરો, ગૌર વર્ણીય ,લગભગ ૬ ફૂટની ઊંચાઈ ધરાવતો ,અને ફૂલ બાહીંનો સાદો શર્ટ, પેન્ટ અને ચામડાની સાદી ચપ્પલ પહેરતો  બગ્ગા સો લોકોમાં ઉભો  રહે તો તેની છાપ પડે એવું વ્યક્તિમત્વ હતું.તેણે જો સૂટ બુટ પહેરાવી દે તો કોઈ સરકારી અધિકારી કે કંપનીના સી ઈ ઓ જેવો લાગતો.

 ધીમે ધીમે બગ્ગા સહુથી ખતરનાક અને નિર્દયી ડોન બગલા ભગત બની ગયો હતો. એ પોતાનું રાજ્ય અને અન્ય પાડોશી રાજ્યોના લોકોને ધ્રુજાવતો હતો.  પોતાના વ્યવસાયની વચ્ચે આવનાર કોઈપણને મારવામાં તેણે વિલંબ કર્યો ન હતો. આ ડોન પોલીસ માટે પડકાર બની ગયો હતો, 25 વર્ષની ઉંમરે તેણે મોટા ઉદ્યોગપતિઓ, ગુનેગારો અને પોલીસકર્મીઓમાં ગભરાટનો માહોલ સર્જી દીધો હતો. તેની ઘટનાઓથી અખબારોના પાના રોજ રંગીન થતા. ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી, ખૂન, અપહરણ અને લૂંટનો તેમનો વ્યવસાય હતો. આવો આજે અમે તમને જણાવીએ કે તેણે બંદૂકના જોરે કેવી રીતે રેલવેના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કર્યો.

 જયારે તેણે પહેલીવાર હત્યા કરીને ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો  ત્યારે તે તેના વતન આવ્યો હતો પણ એને ઓળખ છુપાવી રાખી હતી. તેનું ઘર જોવા ગયો હતો  જ્યાં  તેના માતાપિતા સાથે રહેતો હતો

 વિયેતનામથી પાછા ફર્યા બાદ પાડોશી રાજ્યના ગુંડાઓ તેની ગેંગમાં જોડાયા હતા. આ પછી બાગ્લા ભગત સહુથી ખતરનાક અને નિર્દયી ગુનેગાર બની ગયો હતો. રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ માતે સહુથી મોટો માથાનો દુખાવો બની ગયો. તો બીજી તરફ માફિયાઓ સામે કાર્યવાહી કરવાનું પોલીસ પાર દબાણ વધતું હતું

 બગલા ભગતે પાડોશી રાજ્યના માફિયાઓ સાથે મળીને આતંક મચાવ્યો હતો. ૨૨ વર્ષની ઉંમરે જયારે માફિયા બગલા ભગત રેલવે કોન્ટ્રાક્ટમાં પ્રવેશ કર્યો અને તેણે અન્ય રાજ્યના માફિયા સંગ્રામ સિંહનો ટેકો  મળ્યો. બન્નેઈ જોડીએ બીજા માફિયાના સામ્રાજ્યને ભારે નુકસાન પહોચાડ્યું.તે સમયે રેલવે અધિકારીઓ માટૅ પડકારરૂપ બની ગયો હતો. માફિયા બગલા ભગત ના નામે મોટા ગુંડાઓ ભૂગર્ભમાં ઉતારી ગયા હતા. ગન પોઇન્ટ પાર તે કોન્ટ્રાક્ટ પોતાનાં નામે મેળવતો હતો.

 માફિયા રાજ દરમ્યાન તેણે કોઈ પણ ગરીબ,નિર્દોષ પ્રજાને રંજાડ્યા નહોતા.ઉલ્ટાનું તેણે છુપી રીતે મદદ કરતો હતો.ગરીબ છોકારોના ભણતરની વ્યવસ્થા કરતો. ભવિષ્યમાં કોઈ બગ્ગા કે બગલા ભગત પેદા નહિ થાય તેનું ખાસ ધ્યાન રાખતો.  કોઈ પણ ગામમાં  કોઈને કઈ પણ તકલી થઇ હોય અથવા અન્ય કોઈએ રંજાડ્યા હોય તો બગ્ગા તેને  સબક શીખવાડતો

 તેનું મકસદ ફક્ત પોતાના ગામ મામખોર માં ચાલતા જમીનદારનો અત્યાચાર અને તેના નાલાયક પુત્રો અને પૌત્રોની ચાલતી દાદાગીરી ,હવસખોરી,લૂંટફાટ બંધ કરવાની અને ત્યાંના લોકોનું રક્ષણ કરવાનું .પોતાનાં ગામમાં વર્ચસ્વ બનાવ્યું. વિરોધીઓ પર ધાક જમાવી. કોઈને ય ખબર  નહોતી કે આ એ જ બગ્ગો છે જે થોડા વર્ષો ૧૫-૨૦ પહેલા ગુનો કરી ભાગી ગયો હતો.

 માફિયામાંથી એને રાજનીતિમાં ઝંપલાવ્યું.શાસક પક્ષનો પ્રાથમિક  સભ્ય બન્યો.  તે હવે બગ્ગા કે બગલા ભગત નહોતો રહ્યો. તે હવે સફેદ વસ્ત્રધારી રાજકારણી ભગલારામ ભગત બની ગયો હતો

 માફિયા તરીકેની તેની ધાક અને પકડ જોઈ મોટા ગજાના નેતાઓએ પક્ષ માટૅ ભંડોળ ઉભું કરવાનું કામ સોંપ્યું. એનું કામ બધાને પસંદ પડ્યું.નગરપાલિકાની ચૂંટણીમાં નગર સેવક બન્યો,પછીની ચૂટણીંમાં એ નગરપતિ બન્યો. પછી રાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું તેમ વિજયી થઇ ધારા સભ્ય બન્યો. ,ત્યાર પછી પક્ષ પ્રમુખ બન્યો.સંઘટન મજબૂત બનાવ્યું.પછીની ચૂંટણીમાં એ મંત્રી બન્યો અને અઢી વર્ષના સમય બાદ એ કામ ચલાઉ મુખ્ય મંત્રી બન્યો. આ દરમ્યાન પોતાની ધાક તો અકબંધ જ રાખી હતી રાજનીતિમાં પોતાનું આગવું સ્થાન નક્કી કરી ધાક જમાવી. પાછી ચૂંટણી લેવાઈ તેમાં એ વિધાન સભાનો શાસક પક્ષનો નેતા તરીકે પસંદ પામ્યો અને મુખ્ય મંત્રી તરીકેની વરણી થઇ.લોકોપયોગી કામ કરવા લાગ્યો.ગુનાખોરી ડામવા વિવિધ આકરા પગલાં લેવાનું શરુ કર્યું.

 ગુનેગારી પરથી તેની મજબૂત પકડ ધીમે ધીમે ઢીલી થવા લાગી.લોકોને બને તેટલી મદદ કરવા લાગ્યો.તે હવે પ્રભાવશાળી,વગ ધરાવતો રાજનેતા બની ગયો હતો.ચૂંટણીમાં પણ સહુથી વધારે માર્જીનથી જીત્યો હતો.સહુથી પહેલી મુલાકાત એને પોતાના ગામ મામખોર ની લીધી હતી.

 ચૂંટણી સભામાં એને પોતાની ઓળખ આપતા કહ્યું, "મિત્રો હું પણ આ જ તમારા ગામ મામખોરનો બગ્ગો છું જે આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા ગુનો કરી ભાગી ગયો હતો.આ જ ગામના જમીનદારે મારા પિતાનું ઢીમ ઢાળ્યું હતું અને આ જ ગામના જમીનદારના પુત્રોએ મારી માપર પાશવી બળાત્કાર કરી પીંખી  નાખી મારી નાખી હતી.અને મને ના છૂટકે ગુનાગીરી  રસ્તે જવું પડ્યું.મેં મારા ગુનેગારીના સમય ગાળામાં કોઈ પણ નિર્દોષ,ગરીબ પ્રજાને ,ગરીબના છોકરાઓને કે છોકરીઓને રંજાડ્યા નહિ. હવસખોરો સામે લડ્યો.લૂંટારાઓ,લબાડ જમીદારોને સબક શીખાડી . આજીવન તે અવિવાહિત જ રહ્યો

 બગ્ગા ઉર્ફે બગલારામ ભગતે ભલે ગુનેગારીનો રસ્તો અપનાવ્યો હતો પણ તેનું જે મકસદ હતું તે કામયાબ થયું હતું. ઘણીવાર સારા કામો કરીને મનુષ્ય સફળ નથી થતો તેથી તેણે ઊંધા રસ્તે જઈ ઊંધા કામો કરવા પડે છે જે બગ્ગાએ કર્યું.

 બગલારામ ભગતની એક ખાસિયત એવી હતી કે એ જયારે અંધારી આલમમાં હતો,ગુનેગારી  સામ્રાજ્યમાં રાચતો હતો તે દરમ્યાન તેણે આચરેલા અનેક ગુનાઓ પર પોલીસને કોઈ ભાળ મળતી નહોતી.તેના પર કેસ થયા હોવા છતાંય તે નિર્દોષ થઈને બહાર આવી જતો એનું કારણ એ જ હતું કે તેના માટૅ  તેની ગેંગના સાથીઓ મરવા પણ તૈયાર થતા હતા.એનો ગુનો કોઈના કોઈએ એનો સાથી પોતાના માથે લઇ લેતો અને બગ્ગો એને છોડાવી લાવતો

 તે તેના ગેંગના સાગરીતોનું અને તેમના પરિવારનું ખાસ  ધ્યાન રાખતો,પૈસાની મદદ  કરતો,તેમના કલ્યાણ માટૅ ઘસાઈ મરતો .એટલે સાગરીતોમાં તેના માટૅ માન હતું .કોઈ સાગરીત ભૂલ કરે તો તેણે સજા ન આપતા માફ કરી દેતો.

 નાના ગામોમાં અદ્યતન સરકારી સ્કૂલો ,છાત્રાલયો બનાવી. કન્યા કેળવણી માટૅ વિવ્ધ યોજનાઓ બનાવી અમલમાં મૂકી અને તેણે ભરપૂર પ્રતિસાદ પણ મળ્યો. ગુનેગારી દરમ્યાન ભેગી થયેલી સંપત્તિ અને નાણાંનો તેણે દુરુપયોગ બિલકુલ નહોતો કર્યો. એક નાની અમસ્તી ખોલીમાં રહેતો હતો . જેમાં સુખ સાધનો બિલકુલ પણ નહોતા. જાતે રસોઈ બનાવી ખાતો.કોઈ બાઈ રાખી નહોતી. તેનું ગેંગનું સંચાલન  પણ તેના ઘરેથી જ કરતો. અનાથ બાળકો માટેના વિકાસ માટૅ યોજના.અનાથ બાળકને દત્તક લે તેનો ખર્ચ સરકાર ઉઠાવે તેવી યોજના ,દરેક અનાથાશ્રમ ,કન્યાશ્રમ નજીક એક પોલીસ ચોકી અને અદ્યતન હોસ્પિટલની સુવિધા ચાલુ કરી ,ખેત મજુરો માટે વિવિધ વીમા યોજનાઓ અમલમાં મૂકી.આ વિમાન હપ્તા જે તે જમીનદાર ભરે એવી જોગવાઈ કરી

 ભ્રષ્ટાચારીઓને તો તે પાણીમાં જોતો હતો. તેના માટૅ એને એક વેબસાઈટ પણ બનાવી જેમાં  પ્રજા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાઇઓની ફરિયાદ કરી શકે. એવા લોકોને પૂરેપૂરું પોલીસ સંરક્ષણ મળી રહે તેવી જોગવાઈ પણ કરી

*************************************************************************************************

મુખ્ય મંત્રીનો  ૧૦ વર્ષનો કાર્યકાળ સફળ થયા બાદ લોકસભાની  ચૂંટણી યોજાઈ. આ ચૂંટણી લઢવાની તેની ઈચ્છા નહોતી પણ અન્ય કાર્યકર્તાઓ અને ધારા સભ્યોના આગ્રહ ખાતર એને ચૂંટણીમાં ઝંપલાવ્યું. ઉમેદવારી પત્ર ભરાયું.  તેની નજર હવે દેશના પ્રધાન મંત્રીની ખુરશી પર હતી.

 બગ્ગા ઉર્ફે બગલારામ ભગત  પોતાની ઓફિસમાં દાખલ થયા બાદ કેબિનમાં જઈ ખુરશી પર બેઠો અને ભગવાનની તસ્વીર  સામે જોઈ બોલ્યો , " ભગવાન ,નવી જિંદગી આપી તે માટે તમારો ખુબ ખુબ આભાર "થેન્ક ભગવાન  "

 જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલુ થઇ ગયો. વિરોધીઓના પેટમાં તેલ રેડાયું .બગ્ગો તેઓને આંખમાં કણાની જેમ ખૂંચતો  હતો તેને કેમ પરાજિત કરવો તેની વ્યૂહ રચના કરતા હતા.  એના ગુંડાગીરી ,માફિયા રાજના સામ્રાજ્યની અને કાળા કરતૂતોનો વિડીયો એડિટિંગ કરી વાયરલ કર્યો.  માફિયા અને ખોફનાક ગુંડાઓ જોડે સતત સંપર્કમાં રહેતા . વિરોધીઓએ અંતે બગ્ગાનું કાસળ જ કાઢી નાખવાનું કાવતરું રચ્યું અને એક નામચીન ગુન્ડાને સોપારી પણ આપી દીધી.

 જે ગામમાં એ પ્રતાપ સિંઘ જોડે રહેતો હતો તે ગામમાં ચૂંટણી સભાને સંબોધવા એ ગયો હતો.રાતનો સમય હતો સ્ટેજની આજુબાજુ અંધારું હતું.ફક્ત સભા મંડપમાં જ લાઈટો હતી. સભા મંડપ પૂરો થતા સામે નારિયેળી અને લીમડાના ઘટાદાર વૃક્ષો હતા. લીમડાના એક વૃક્ષની પાછળ એક શાર્પ શૂટર સંતાયેલો હતો. જેવું બગ્ગાનું ભાષણ પૂરું થયું તેજ ઘડીએ સાયલેન્સરવાળી ગનમાંથી ગોળી છૂટી જે છેક  બગ્ગાના છાતીએ અથડાઈ અને બગ્ગાની છાતી વીંધાઈ ગઈ. બગ્ગા લોહીલુહાણ  અવસ્થામાં ઢળી પડ્યો. બેભાન થઇ ગયો . પોલીસ બંદોબસ્ત ખાસ નહોતો. એટલે એ ગુંડો અંધારામાં  પલાયન થઇ ગયો. લોહીલુહાણ અવસ્થામાં જ બગ્ગાને એ ગામમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. આ સમાચાર વાયુવેગે આખા રાજ્યમાં પ્રસરી ગયા. વિરોધીઓમાં  આનંદની લહેર ઉઠી. બધા ગેલમાં આવી ગયા. રસ્તામાં નડનારો કાંટો જ નીકળી ગયો હતો. ગુંડાઓની તો દિવાળી સુધરી ગઈ હતી.

 પણ શાસક પક્ષના નેતાઓએ આ ઘોર કૃત્યની  તપાસની માંગણી કરી.ઉચ્ચ ન્યાયલયમાં વિરોધી પાર્ટી સામે કેસ દાખલ થયો. છ મહિના સુધી કેસ ચાલ્યો. દરમ્યાન  ચૂંટણી ખતમ થઇ પણ સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું હતું બગ્ગા જે  પક્ષ તરફથી  ચૂંટણી લઢતો હતો તેજ પક્ષને બહુમતી મળી હતી અને ત પક્ષની સરકાર રચાઈ હતી.

 સરકારની રચના થયા બાદ તપાસને વેગ મળ્યો .દસ મહિના બાદ કોર્ટમાંથી નિકાલ આવ્યો. જે ગામમાં બગ્ગો રહેતો હતો અને સ્કૂલમાં ભણતો હતો તે ગામના તેના જે ૪-૫ મિત્રો જેમને એક વાર પથ્થરનો વર્ષાવ કરીને ગુંડાઓને ભગાડી મૂક્યા હતા તેમાનો એક મિત્ર જેઠવા ગદ્દાર નીકળ્યો. વિરોધ પક્ષે લખલૂટ પૈસાની લાલચ આપતા એને બગ્ગાનું ઢીમ ઢાળી દીધું હતું. પણ બગ્ગાનું મકસદ પૂરું થઇ ગયું હતું. એને જે બદલો લેવાનો હતો તે ક્યારનો લઇ લીધો હતો.

 એને એના તારણહાર પ્રતાપ સિંઘના શબ્દો યાદ આવ્યા . સારું કામ કરવા ખરાબ રસ્તે જવું પડે,ખોટા માણસોની સંગત રાખવી પડે, ખોટું બોલવું પડે ,ઊંધા જવું પડે ,અપમાન સહન કરવું પડે તો પણ કઈ નહિ મકસદને કોઈ દિન ભૂલવું નહિ.આ દુનિયા સીધે રસ્તે ચાલવાવાળી નથી.ઊંધે માથે ચાલવા વાળી છે. સીધે રીતે સમજાવીએ તો નહિ સમજશે  .ઊંધો કાન પકડવો પડે. તેવુંજ બગ્ગાએ પણ કર્યું હતું.સારા માણસ બનવા ,સારા કામો કરવા  એને ગુંડાગીરી,માફિયાગીરી કરવી પડી પણ એ એના મક્સદથી જરાય વિચલિત થયો નહોતો. ગીતામાં ભગવાને કહ્યું છે કે અન્યાય સામે લઢવું ખોટું નથી પણ તેને સહન કરવું કાયરતા છે .

 લોકોએ તેમનો વર્તમાન જોયો.  તેમનો ભૂતકાળ પરિસ્થિતિની લીધે મજબુર  થઇ ગઈ હતો. જેને જનતા જનાર્દને માફ કરી રાજ્યની વિશ્વાસથી કમાન હાથમાં સોંપી હતી .

 ફિનિક્ષ પક્ષી જેમ પોતાની જ રાખમાંથી એ ફરી જીવિત થાય છે તેમ બગ્ગો એક ખાણ મજૂરના પુત્રમાંથી રાજ્યનો મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો હતો. અગર તેને પ્રતાપ સિંઘ નામના માણસે જો આશરો ના આપ્યો હોત અને સલાહ ના આપી હોત તો કદાચ આજે ચિત્ર જુદું જ હોત. બાળપણમાં રાખ થઇ ગયેલું તેનું જીવન  ફિનિક્ષ પક્ષીની જેમ ફરીથી ઉભું થયું અને મકસદ સુધી પહોંચ્યો

 **************************************************************************************

 સમાપ્ત