Trikoniy Prem - 12 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 12

ભાગ….૧૨

(કનુ નામનો ભિખારી 'બાવાજી મહારાજ આશ્રમ' માં ભીખ માંગવા જાય છે અને ચંપાનંદ મહારાજ તેને સાન્યા પર ધ્યાન રાખવાનું કામ સોંપે છે. દસ દિવસ તો એમ જ વીતી જાય છે અને એક દિવસે.... હવે આગળ.....)

કનુ દસ દિવસ સુધી સાન્યા પર ધ્યાન રાખી રાખીને અકળાઈ ગયો હતો.'કેવું કામ આપ્યું છે, આ મહારાજે.'

એવામાં દસેક દિવસ બાદ સાન્યા ડિનરની તૈયારી કરીને, જમવાનું ડાઇનિંગ ટેબલ પર ગોઠવી રહી હતી. ત્યાં જ આઈપીએસ અશ્વિન સિંહ તેમને મળવા આવ્યા. સાન્યા અને સજજનભાઈ જમવા બેસવાની તૈયારી કરી અને ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને સજજનભાઈ અશ્વિન સરને જોઈ બોલ્યા કે,

"આવો સાહેબ આવો, અમારી સાથે જમવા બેસી જાવ."

"જી અંકલ..."

કહીને તે પણ બેસી ગયા. સાન્યાએ તે બંનેની થાળી પીરસી અને પોતાની થાળી પીરસવા લાગી.આજે જમવામાં તો બાજરીનો રોટલો, કોબીનો સંભારો, ખીચડી, રજવાડી કઢી, પાપડ હતો, સાન્યાંના પીરસ્યા પછી સૌ જમવા લાગ્યા. જમ્યા પછી સજજનભાઈએ રાજનને પૂછ્યું કે,

"હમણાંથી કેમ દેખાતા નથી સાહેબ. આ વખતે બહુ દિવસે તમે આવ્યા."

"હા, અંકલ એક કેસમાં ઉલઝી ગયો છું ને, એટલે મને સમય જ ના મળ્યો."

"કયો કેસ અને શેનો છે?"

સાન્યા પોતાનું કામ આટોપીને ત્યાં બેસતાં જીજ્ઞાસાવશ પૂછ્યું તો અશ્વિને જવાબ આપતાં કહ્યું કે,

"બાવાજીના આશ્રમવાળા લોકો પાસેથી ખુલ્લેઆમ પૈસા પડાવી રહ્યા છે. એમને કેવી રીતે પકડવા એની જ ભાગદોડ ચાલી રહી છે."

"તો કેસ સોલ્વ થઈ ગયો, એ લોકોને તમે પકડી લીધા."

"ના, બસ એના પર જ કામ ચાલુ છે."

"મને લાગે છે કે બાવાજી આમાં ઈન્વોલ નહીં હોય, આ બધું તેના મિલીભગતો કે પછી તેમનો શિષ્ય કરાવ્યું હોય તો?"

"હા, તારી વાત સાચી, ગમે તે વ્યક્તિ હોય પણ બીચારો સારો માણસ સલવાઈ જાય ને?"

"એ પણ છે..."

"મેઈન વાત કે કદાચ એ લોકોને તારા પર શંકા છે, માટે તું પોલીસ પ્રોટેકશન લે તો?"

"મારા પર શંકા, કેમ?"

"તું પહેલાં અમારી એડવાઈઝર હતી ને, એટલે અમારી મદદ કરતી હોઈશ, એવી?"

"એ કયાં સાચું છે અને ખરેખર કહું તો મને એવી જરૂર નથી લાગતી. મને આવા બધાં પ્રોટેક્શન અને બંધન પસંદ નથી, અને હું તો નહીં જ લઉં."

"આ તારી સેફ્ટી માટે છે, પ્લીઝ..."

"ના, મને જરૂર નથી."

અશ્વિન સિંહને ખબર હતી કે વધારે આગ્રહ કરી શકાય તેમ નથી, એટલે તેને સમજાવવાનું છોડી દીધું.

ચંપાનંદ પોતાની કુટિરમાં બેઠા વિચારે ચડયા,

'આ કેતન સાચું કહેતો હતો કે સાન્યામાં કોઈ ભવિષ્ય જોવાની શક્તિ નથી. ખાલી ખાલી મેં કનુને રોકી અને પૈસા બગાડયાં. કંઈ નહીં આજે તેનો ફોન આવે એટલે તેને ના પાડી દઈશ."

એટલામાં ફોનની રીંગ વાગી, તેમને જોયું તો કનુનો નંબર જ હતો, ફોન ઉપાડીને કહ્યું કે,

"કનુ કાલ હિસાબ લઈ જજે, અને હવે ધ્યાન રાખવાની જરૂર નથી."

"હે... મને એમ કે તમે કહેશો કે બરાબર ધ્યાન રાખ. મારી વાત સાંભળીને તો તમે મને ચોવીસ કલાક ધ્યાન રાખવાનું કહી દેશો."

"કેમ કનુ?"

તો કનુએ આઈપીએસ અશ્વિન સિંહ મળવા આવ્યા છે, એ વાત જણાવી. અને તેના પાડેલા ફોટા પણ ચંપાનંદ મહારાજને મોકલી દીધા. આ ફોટા જોઈ કાળુ આત્માનંદ મહારાજ અને કેતાનંદપાસે ગયા અને પૂછ્યું કે,

"આત્માનંદ બાવાજી આગળ શું કરવાનું છે?"

"કેમ દાઢમાં બોલે છે? રામઅને માયા વિરુદ્ધ કોઈ પુરાવો નથી મળ્યો જેથી તેઓને ખોટા પૂરવાર કરી શકીએ, પછી?"

આત્માનંદ મહારાજે કહ્યું.

"હા, તો આગળ આપણે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું, દસ દિવસ વીતી ગયા પછી આપણે જ્યાં હતાં ત્યાં ના ત્યાં જ છીએ, એ ખબર છે ને?."

"કાળુ તપાસ તો ચાલુ જ છે ને, હજી પાંચ દિવસ જવા દે, કંઈ નહીં મળે તો દીક્ષા આપી દેવાની, બાકી છે સીધા માણસો."

"એ લોકોનું તમારે જે કરવું હોય તે, ભલે તે ખોટા લોકો નહીં હોય. પણ આ સાન્યા?"

"આ સાન્યા એટલે શું?"

કેતોનંદે પૂછ્યું તો,

"જેમાં પહેલા એવી વાત હતી ને કે તેની ભવિષ્ય જોવાની શક્તિ એની પાસે નથી રહી, પણ ખરેખર એવું નથી?"

"તો એવું નથી તો વાત કંઈ છે?"

"એની પાસે એની શક્તિ છે."

"જો કાળુ એક વાત સમજ કે તારી કોઈ પણ જીદ પૂરી કરવા તું કહે તે થોડું માનવાનું હોય. દસ દિવસ તે પહેલાં ભિખારીને તપાસ કરવા નામે રોકી રાખ્યો છે, પણ આજ સુધી કંઈ મળ્યું?"

"હા, તો કેતનીયા તને તો હંમેશા મારી વાત નહીં માનવાની નક્કી તે કર્યું જ છે."

"હા, તો તેમાં નવાઈ શેની થાય છે, પેલા બે વિશે કંઈ નથી મળ્યું. પેલા બંને તો ભદ્રિક અને સીધા સાદા માણસો છે. અને તું કહેતો હતો તે કયાં સાચું પડયું બોલ તેમને પેલા ચા વાળાએ જ અહીં મોકલ્યા હતા અને સાન્યા વિશેની ખબર પણ ખોટી છે."

"હા, કનુની મદદથી જ સાન્યા વિશે ખબર પડી છે કે તે ખોટું બોલી રહ્યા હતાં. સાન્યા પાસે ભવિષ્ય જોવાની શક્તિ હજી છે એની પાસે, એટલે જ આઈપીએસ અશ્વિન સિંહ આજે તેને મળવા આવ્યા હતાં."

"પણ તું ખોટું બોલી રહ્યો હોય તો..."

"હું શું કામ ખોટું બોલું, જુઓ આ રહ્યા ફોટા..."

ચંપાનંદે મોબાઈલ પર આવેલા ફોટા બતાવ્યા તો બંને ફોટા જોઈને ડઘાઈ ગયા.

"હવે કાળુ..."

આત્માનંદ બોલ્યા તો ત્યાં કેતોનંદે કહ્યું કે,

"આ તો ખાલી એમનેમ જ મળવા આવ્યા હોય તો... એવું હોય તો કનુુએ કીધું કે એમના વચ્ચે શું વાત થઈ?"

"એ તો ખબર નથી પડી, પણ જો કેતનીયા જ્યારે હોય ત્યારે બસ એક જ વાત કહ્યા કરે છે તું, તને મારફાડ જ નથી ગમતી, પણ આ ધંધામાં આવું બધું જ કરવું પડે, એકવાર તું આ સમજી લે."

"એટલે આપણે દરેક વખતે મારફાડ કરવું જરૂરી છે એમ? ક્યારેક કળથી પણ કામ લેવાય."

"હા, એ માટે રાહ જોયા કરવાની નહીં, હાથ જોડીને બેસી રહેવાનું અને ભજન કરવાનું નહીં?"

"હા, તો કર... વેશ જેવો લીધો હોય તેવું કામ કરવું પડે, એમાં શું."

"બોલ્યા એમાં શું? બસ તું મારા કામમાં રોડા નાખવાનું કર."

"હા નાખવાનો, એ પણ એકવાર નહીં હજારવાર સમજ્યો."

"કેમ?"

ચંપાનંદે તેને પકડીને કહ્યું,

"કારણ કે તું એક ગુંડો છે અને હું નથી એટલે, એટલું યાદ રાખ. તું સમજતો કેમ નથી, આપણે આ બધામાં ઈન્વોલ નથી થવા આત્માનંદ બંનેનો ઝઘડો રોકતાં કહ્યું કે,

"બસ.... જ્યારે હોય ત્યારે બંંને ઝઘડવા લાગો છો."

ચંપાનંદે કહ્યું કે,

"આ કેતનીયાને કહો કે લડવા કરતાં મારી વાત સમજે."

કેતાનંદ બોલ્યા કે,

"નથી સમજવી તારી વાત, બસ મારફાડ સિવાય તને કંઈ નથી સૂઝતું. અને એક વાત સમજ કે જેમાં આપણું ધાર્યું ના થાય એટલે ગમે તેમ કરીને તેને મનાવવાનું એ જરૂરી નથી."

"છે જ..."

"નથી..."

આત્માનંદ બોલ્યા કે,

"કેતન, કાળુ જો આ સાન્યા અને ફોટો બધી જ વાત સાચી હોય તો... તે વાત સાચી છે, એ પણ પૂરવાર કયાં થયું છે, તે છોકરીની પાસે ભવિષ્ય જોવાની શક્તિ છે કે નહીં એ વિશે? હવે?"

"હું કંઈક કરું છું."

અશ્વિન સિંહ ફકતને ફકત સાન્યાની સેફટી રિલેટડ વાત કરવા આવ્યા હતા? કે પછી આશ્રમવાળા ની શંકા સાચી છે? શું સાન્યા પર કોઈ તકલીફ આવશે? ચંપાનંદ શું કરશે? આગળ કેવી રીતે વિચારશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, ભાગ....13)