Trikoniy Prem - 15 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 15

ભાગ….૧૫

(મગન સાન્યાની પૂછતાછ કરીને જાણવાનો પ્રયત્ન કરે છે કે તે ભવિષ્ય કહી શકે છે કે નહીં. મગન ચંપાનંદ મહાઅશ્વિને બધું જણાવે છે. પણ આ બાબતે કેતાનંદઅને ચંપાનંદ વચ્ચે બબાલ થાય છે. હવે આગળ....)

"આત્માનંદ તમે તો સમજો અને એને કહો કે, હું જે પણ કરું તે આપણા માટે છે. અને કંઈક તો કરવું પડે એમ હતું જ ને, આગળ વિચારવું તો પડે કે નહીં?"

ચંપાનંદે જયાનંદને કહ્યું તો,

"કાળુ ખોટું કંઈ નથી, પણ આમ કયાંક તે પોલીસને કહી દે તો, આપણે ફસાઈ જઈએ તો, એનો ડર છે?"

"એટલે જ તો મેં મારા માણસો પાસે કરાવ્યું છે. હું સીધી રીતે આમાં ઈન્વોલ જ નથી, અરે એની સામે પણ ગયો નથી. અને પેલા લોકોને પણ હું કોણ છું કે મારું સાચું નામ પણ ખબર નથી. પછી કેવી રીતે આપણે ફસાશું કહો?"

"તારી બધી વાત સાચી, તે કર્યું તે પણ બરાબર કે તને કોઈ ઓળખતું નથી, પણ આવી જલદબાજી બરાબર છે?"

"પણ તમે સમજો એવી જલદબાજી મેં નથી કરી આમાં, પણ હું એકવાર તેને ચકાસવા માંગું છું કે તે સાચી કે ખોટી છે?"

"અને 'એ ખોટી કે સાચી છે' તે કેવી રીતે શોધીશ? તે ભવિષ્ય કહી શકે છે કે નહીં તે કેવી રીતે જાણીશ?"

"એ માટે મારો પ્લાન તૈયાર કરી લીધો છે."

એમ કહીને ચંપાનંદે તેમને તેનો પ્લાન કહ્યો. આત્માનંદ પણ થોડી કાળુકુર બાદ માની ગયા. કેતાનંદબબડતો રહ્યો પણ જયાનંદની હા પડી જવાથી ચંપાનંદ એમ માને એમ નહોતો, એટલે તે ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો.

������

પલ્લવે આજ તો નક્કી કર્યું કે હવે તો તે સાન્યા સાથે લગ્ન કરીને તેેના જીવનમાં કાયમ માટે લઈ આવશે. અને એ માટે 'તે તેના પપ્પાની મંજૂરી લેવા વાત જરૂર કરશે' વિચારીને તેને ઘર તરફ તેની મર્સિડીઝ જવા દીધી. બંગલાના ગેટકીપરને કહી ગેટ ખોલાવ્યો અને તે એન્ટર થયો.

બંગલાના ગાર્ડનમાં ખૂબ સારા એવા ફૂલછોડ વાવેલા. માળી તેની માવજત કરી રહ્યો હતો. તેને પલ્લવને જોઈ સ્માઈલ આપ્યું. તે આગળ વધ્યો. તેને કાર બંગલા આગળ ઊભી રાખી અને ડ્રાઈવરને પાર્ક કરવા કહ્યું. તેને અંદર એન્ટર થવા માટે મેઈન ડોરમાં તેનું કાર્ડ નાખ્યું અને કાર્ડ નાખ્યા બાદ ઓટોમેટિક જ મેઈન ડોર ખુલ્લી ગયો.

અંદર આલિશાન બંગલામાં એક બાજુ મોટું કીચન હતું એમ કહી શકાય કે નોર્મલ ઘરનો ડ્રોઈન્ગરૂમ જેવો, કીચનમાં બે કૂક અને એક મહારાજ કામ કરી રહ્યા હતા. કીચનની બાજુમાં જ ડાઇનિંગ ટેબલ જેના પર આરામથી 21 માણસો બેસી શકે એટલું મોટું અને આરામદાયક. લેટેસ્ટમાં લેટેસ્ટ માર્બલથી બનાવેલું ટેેબલ અને ચેર એકદમ આરામદાયક, રજવાડી લાગે માટે લાકડાની વચ્ચે મખમલી કાપડથી બનેલી. ડાઇનિંગ ટેબલની વચ્ચે જાતજાતની કાંટા ચમચી, ચમચી અને ઈમ્પોર્ટેડ ચાંદીના ગ્લાસ, ડીસ બધું જ પડયું હતું.

આગળ જતાં દરેક માટે રૂમ, એ એટલા જાયન્ટ હતા કે દસેક માણસનો પરિવાર એમાં આરામથી સમાઈ જાય. રૂમમાં જાયન્ટ બેડ, બેડની સામે સોફા, નાની એવી કાચની ટિપોઈ અને બેડની સામે જ 70 ઈંચનું ટીવી. બારી આગળથી બહારનો વ્યુ દેખાય એવી કાચની સ્લાઈડર. પહેલા તેના મમ્મી, પપ્પાનો રૂમ અને સામે અગંદનો અને વચ્ચેની સ્પેસમાં નાના નાના સુંદર સોફા જેવું જ સીટિંગ એરિયા હતો અને વચ્ચમાં ટિપોઈ.

ડ્રોઈન્ગરૂમનો હોલ કદાચ 100 વાર કરતાં પણ મોટો હશે. તેની સીલિંગ સીધી ત્રીજા માળને જ અડતી હતી. રજવાડી લુક ધરાવતા સોફા ત્રણે બાજુ અને સોફાની સામે રજવાડી લુક ધરાવતી, એક રીતે સિંહાસન કહી શકાય તેવી ચેર. જેના પર ફક્ત તેના પપ્પા જ બેસતા અને તેની બાજુમાં નાનું એવું પણ હાઈટેડ ટેબલ રહેતું. કાચની સુંદર ડિઝાઈન કરેલી ટિપોઈ હતી. જ્યાં દરેક સાધન સામગ્રી આટલી ભવ્ય હોય તો ઈન્ટિરઅરની વાત જ શી કહેવી.

ડ્રોઈન્ગરૂમની સામે સ્ટડી રૂમ, ઉપર ગેસ્ટ રૂમ અને ઘરની પાછળ સ્ટાફ ક્વાર્ટર્સ.

પલ્લવે ઘરમાં આવીને નજર દોડાવી તો તેની મોમ સુમાયા કીચનમાં કૂકને કંંઈક ઈન્સ્ટ્રકશન આપી રહી હતી. ડ્રોઈન્ગરૂમમાં તેના ડેડ સવાઈલાલકોઈ નેતા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ જોઈ તે ચૂપચાપ પોતાની રૂમમાં જઈને ફ્રેશ થઈ નીચે આવ્યો તો, ત્યાં સુધીમાં તેના પપ્પા ફ્રી થઈ ગયા હતા. તેમને પલ્લવને બોલાવ્યો,

"પલ્લવ.."

"જી પપ્પા..."

"કેવું ચાલે છે, તારું કામ?"

"સારું.."

પણ તે બોલતાં બોલતાં પણ તેની નજર ફરી રહી હતી.

"પલ્લવ, શું વાત છે? અને હમણાંથી ખૂબ ખુશ રહે છે ને કંઈક?"

"હા, પપ્પા મારે તમને એક વાત જ કરવી છે કે મને એક છોકરી ગમી ગઈ છે, મારે તેની સાથે..."

એટલામાં તેની મોમ સુમાયા પણ આવી ગઈ.

"શું તેની સાથે લગ્ન કરવા છે, એમને? તે આપણા સ્ટાન્ડર્ડની છે ને?"

"હા, મમ્મી...ના..”

સવાઈલાલ હાથના ઈશારાથી સુનિતાને ચૂપ કરી દે છે.

"તો તારે તેની સાથે લગ્ન કરવા છે, એમને?"

"જી પપ્પા..."

પલ્લવમૂંઝાતો બોલ્યો તો તે હસી પડ્યા.

"સરસ, મને કેટલા દિવસથી લાગતું હતું જ કે કંઈક વાત છે, એટલે જ આ ભાઈ પહેલાં કરતાં ખુશ રહે છે. ચાલો ખબર તો પડી કે વાત શું છે! બોલો હવે આગળનું શું વિચાર્યું?"

"બસ તમે મંજૂરી આપો એ જ..."

"સારું, તો પછી આ સન્ડે બોલાવો એટલે અમે મળીએ અને જાણીએ. એક કામ કરો તેને લંચ પર બોલાવો. એટલે જાણીએ અને જોઈએ કે તમને કોણ પસંદ કરે છે?"

"જી, હું તેને કહી દઈશ."

પલ્લવખુશ થતો થતો તે સાન્યાને ફોન કરવા તેની રૂમમાં ગયો, પણ તેને સમય યાદ આવતાં જ તેને આવતી કાલે જ વાત કરીશ, એમ વિચારીને મલકાતો મલકાતો સૂઈ ગયો. બીજા દિવસે તે પહેલો ઓફિસ પહોંચી ગયો. આ વાત કરવા માટે જેની રાહ જોઈ રહ્યો હતો, પણ ખબર નહીં કેમ તે જલ્દી આવી જ નહોતી રહી અને તેના મનની તડપ વધવા લાગી. પણ રાહ જોવા સિવાય કોઈ આરો નહોતો. સવારથી સાંજ થવા આવી પણ સાન્યા હજી આવી નહોતી કે ના તો તેનો કોઈ ફોન આવ્યો જેથી તે તેને આ ખુશખબરી આપી શકે, એટલે તેના મનમાં થડકારો થયો. પણ કદાચ તે 'બીમાર હશે' વિચારીને તેનું મન ખાટું થઈ ગયું છતાં બીજા દિવસ પર વાત છોડી.

બીજા દિવસે પણ આમ જ થયું એટલે ના છૂટકે આજે તો તે સાન્યાના ઘરે જ પહોંચી ગયો. સાન્યાના ઘરે તો તેના પપ્પા જ હતા,

"નમસ્તે અંકલ, હું પલ્લવસાન્યાનો બોસ..."

"આવો, આવો... સાન્યાએ ક્યારે મારી સાથે આ રિલેટડ વાત નથી કરી એટલે મને તમારા વિશે ખબર નથી. માફ કરજો."

પલ્લવઅંદર આવીને બેસે છે, તો

"પલ્લવબેટા, તમે શું લેશો ચા, કોફી કે શરબત?"

"જી અંકલ કંઈ નહીં, સાન્યા ક્યાં છે? તેની તબિયત ઢીક છે ને?"

સજજનભાઈ મૂંઝવણ અનુભવતા જોઈ,

"કંઈ વાત છે, અંકલ? બે દિવસથી સાન્યા જોબ પર પણ નથી આવી?"

તેમને મૂંઝવાતા પલ્લવસાથે સાન્યા જોડે શું બની ગયું છે, તે જણાવ્યું. આ સાંભળીને પલ્લવે કહ્યું કે,

"હું જરૂર કંઈક કરવા પ્રયત્ન કરું છું. અંકલ તમે ચિંતા ના કરો, સાન્યા જલ્દી મળી જશે."

આમ સાંત્વના આપી પલ્લવભારે પગલે અને ઉદાસ મન સાથે ઘરે ગયો.

(ચંપાનંદનો પ્લાન શું છે? તે કામ કરશે? કે પછી ચંપાનંદ પકડાઈ જશે? પલ્લવસાન્યાને શોધવા શું કરશે? સવાઈલાલની મદદ લેશે ખરો?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, ભાગ….16)