Trikoniy Prem - 23 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 23

ભાગ…૨૩

(ચંપાનંદ સાન્યાની વાતો સાંભળીને નિરાશ થઈ જાય છે. ચિંતનની આંખમાં નિરાશા જોઈ અશ્વિન અંદરથી હલી જાય છે. આશ્રમમાં ધનજી નામનો પૈસાદાર વ્યક્તિ આવે છે. હવે આગળ....)

"બસ આપની કૃપા બની રહે એ જ કામના."

ધનજીએ આવું કહ્યું તો આત્માનંદ મહારાજ બોલ્યા કે,

"જરૂર... જરૂર, તમે અહીં આવીને ભજન, સત્સંગ કરી શકો છો, સંન્યાસ લઈ આ મોહમાયાથી મુક્ત થઈ શકો છો?"

"જી, પણ પહેલાં મેં ફેલાવેલો બિઝનેસને સમેટી લઉં, તેની વ્યવસ્થા કરી લઉં. પછી આપના જ ચરણોમાં રહેવાની મારી ઈચ્છા છે."

"આ માયા તો બને એમ જલ્દી ના છૂટે વત્સ, તેને છોડવી પડશે."

"જી... જી મહારાજ, મારી આ માયા દેશવિદેશમાં ફેલાયેલી છે એટલે જ સમેટતા વાર લાગશે. પણ હું બહુ જલ્દી તેની વ્યવસ્થા કરી અહીં આવવાનો પ્રયત્ન કરીશ."

"હમમ અને પરિવાર?"

"પરિવાર છે ને મહારાજ, પત્ની અને બાળકો. પત્ની સાથે કયારે પણ બન્યું નથી અને બાળકો મને ગણતાં નથી. તેથી જ તો આ સંસારથી દુઃખી થઈ ગયો છું અને બાળકો અને પત્નીને મારી સંપત્તિમાં થી બેદખલ કરી દેવા માંગું છું."

"અને માતા પિતા?"

"માતા પિતા સ્વર્ગે સિધાવી ગયા અને મારા દુ:ખના સાથીદાર ગયા બાદ એકલો થઈ ગયો છું, એટલે જ આ સંસારથી નીરસ થઈ ગયો છું."

"પણ વત્સ તમારી પત્ની અને બાળકો તમારી જવાબદારી છે અને એમના માટે કંઈ પણ કરવું તે તમારી ફરજ છે. ફરજ પૂર્ણ કર્યા વગર સંન્યાસ લેવો કલ્યાણકારી ક્યારે પણ નથી બન્યો કે બનતો, માટે તે પહેલાં પૂર્ણ જરૂરથી કરજો."

"જી આપની આજ્ઞા મારા મસ્તક પર..."

ધનજી શેઠે મસ્તક ઝુકાવીને બોલ્યા.

"શુભસ્યમ શીધ્રમસ્ય વત્સ.... વત્સ આશ્રમમાં પધાર્યા છો, તો પછી પ્રસાદકક્ષમાં જઈને આપ પ્રસાદ ગ્રહણ જરૂરથી કરશો."

"જી મહારાજ, આપના આર્શીવાદની મને ખૂબ જરૂર છે, તે દેતા રહેજો જેથી હું જલ્દી બધા કામ પતાવી શકું."

"ૐ શાંતિ..."

આત્માનંદ મહારાજે હાથ ઊંચો કરીને કહ્યું અને ધનજી પ્રસાદકક્ષ તરફ જવા લાગ્યો અને સદાનંંદ, માયા તેમની સાથે જાણી જોઈને થઈ જાય છે. પ્રસાદ લેતાં જ સદાનંંદે ધીમા અવાજે પૂછયું કે,

"સાવન પાલ..."

તો ધનજી એમને કહે છે કે,

"હા, આ કામ માટે અશ્વિને બરાબર માણસો પસંદ કર્યા છે."

"આગળનો ઓર્ડર શું છે?"

"સાન્યાને છોડવવાની તૈયારી સંંપૂૂર્ણ થઈ ગઈ છે અને હવે તમારી કરવાની છે. તમારે તો ચંપાનંદ અને તેના સાથીદાર કપડાંમાં આ જીપીએસની ચીપ લગાવવાની છે. અને બીજું કામ ત્યાં સુધીમાં સાન્યા ક્યાં છે તે કુુટિર શોધી કાઢવાની છે."

આમ કહીને ધનજી એટલે કે સાવન તે ચીપ એમને આપે છે અને તૈયાર સૂચના આપીને સાવન જતો રહે છે.

રામઅને માયા ઈશારામાં જ વાત કરી લે છે અને રામસંંતો સાથે અને માયા સન્નારીએ સાથે વાતે વળગે છે. હવે તેમની આંખો અને કાન પહેલાં કરતાં પણ ચકોર રીતે સજાગ થઈ ગયા છે. તેમની ચકોર નજરે એક વાત નોંધી કે મુકતાનંદ દિવસમાં બે વાર છેલ્લે રહેલી કુટિરોની બાજુ જાય છે અને ચંપાનંદ આંતરે દિવસે. એટલે તેમને તે કુટિર બાજુ તપાસ કરવાનું નક્કી કર્યું. માયાએ આશ્રમ વાળવાનું માથે લીધું હોવાથી એ બાજુ વાળવા જાય છે તો મુકતાનંદ તેને જોઈને બોલે છે કે,

"તું અહીં કેમ આવી?"

"મહારાજ આ આશ્રમની સાફસફાઈ કરવાની જવાબદારી મારા પર છે, એટલે..."

મુકતાનંદને પોતાની ભૂલ સમજાઈ છતાં કહ્યું,

"અહીંની બધી કુટિર ખાલી છે, તો આ બાજુ સાફસફાઈ ના કરે તો ચાલે."

"પણ મહારાજ ક્યારેક તો સાફસફાઈ કરવી જોઈએ એમ વિચારીને અહીં આવી હતી."

"સારું, પણ હવેથી આવી મહેનત કરવાની જરૂર નથી, એટલે કે જ્યાં જરૂર હોય ત્યાં જ કરવાની અને બાકીનો સમય ભગવાનનું નામ લેવાનું."

કહીને મુકતાનંદ ઊભા રહ્યા એટલે માયા બરાબર કુટિરમાં તપાસ ના કરી શકી. અને તેને આ વાત નિરાશ થઈને સદાનંદને કરી. સદાનંદે તેને દિલાસો આપી અને હવે તે પોતે જ તપાસ કરવા જશે તેવું વિચાર્યું.

કેવી રીતે તપાસ કરવી તે વિચારી રહ્યા હતા અને છેલ્લી કુટિરો બાજુ ઘણાબધા ફૂલો હતા, તેમને તે ફૂલછોડ જોઈને સૂઝયું અને તે પ્રમાણે કરવા સદાનંદે ગુરુપૂજા કરવા માટે જે ફૂલ તોડનાર માણસને ફોડયો અને રજા લેવાનું કહ્યું. તેને ચંપાનંદ પાસેથી રજા લીધી. આત્માનંદ મહારાજને જોઈતા ગુરુપૂજા માટેના ફૂલ લાવા તેમની ખુશામત કરી અને ફૂલ તોડવાની જવાબદારી પોતાની હસ્તક લીધી.

રામએ બાજુ ફૂલ તોડવાના નામે જાય અને ધીમે ધીમે ફૂલ ચૂંટે અને તે એક એક કુટિર ચેક કરતો જાય.

એક દિવસ ચંપાનંદ અને મુકતાનંદ સાન્યાની કુટિરમાં પ્રવેશ કરે છે. સાન્યા પલંગ પર સૂઈ ગયેલી હતી, પણતેના હાથ પગ પલંગના ખૂણે બાંધેલા, ગળામાં રુદ્રાક્ષની માતા પહેરાવેલી, કપાળમાં ભભૂતિ અને શરીર પર ભગવા કપડાં પહેરાવેલા અને શરીરથી નબળી પડી ગયેલી. દેેખાવથી જાણે કે તે કોઈ સન્નારી હશે એમ લાગતું. તેને વારંવાર ડ્રગ્સનું ઈન્જેક્શન આપવાના કારણે તે નશામાં ધૂત હોય તેમ જ તેનો દેખાવ થઈ ગયો હતો.

ચંપાનંદને જોઈ તે ગુસ્સે થઈ પણ તે હાથપગ પછાડવા સિવાય કંઈ કરી શકે તેમ નહોતી એટલે તે કંંઈ ના બોલી. પણ ચંપાનંદ બોલ્યા કે,

"લાગે છે કે તને નશો ગમી ગયો છે. ક્યાં સુધી આ ઈન્જેક્શન લીધા કરીશ, સાન્યા?"

"મને નશો કરવાની કોઈ આદત નહોતી, સમજ્યા. પણ તમે તમારા સ્વાર્થ માટે તમે આપો છો. અને એટલું યાદ રાખજો કે તમે જે કરો છો ને તે પણ બરાબર નથી."

ચંપાનંદ આ સાંભળીને હસવા લાગ્યા.

"મુકતા આ બે બદામની છોકરી મને શીખવાડે છે કે હું સ્વાર્થી છું.... હું મારા સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરું છું.... એ છોકરી તારું જ્ઞાન તો અમૂલ્ય છે, પણ મારા માટે કામનું નથી. બસ તું એટલું સમજ કે તારું આ જ વર્તમાન અને આ જ ભવિષ્ય છે, સમજી."

અને મુકતાનંદે ચંપાનંદના ઈશારે તેને ડ્રગ્સનું ઈન્જેક્શન આપી દીધું. આ બધું જ નાની એવી બારીમાંથી રામજોઈ રહ્યો હતો, જે સવારમાં ચંપાનંદ અને મુકતાનંદને એ બાજુ જતાં જોઈ તે પણ ફૂલ ચૂંટવાના બહાને તે ના જાણે તેમ તેમની પાછળ આવ્યો. સાન્યાને જોઈ થોડીકવાર માટે તે ડઘાઈ ગયો, જો રામબધું ના જાણતો હોત તો તેને ઓળખી જ ના શકત. આ બંને બહાર નીકળે તે પહેલાં જ રામસંતાઈ ગયો અને તેમના જતા રહ્યાની પાકી ખાતરી કરી તે માયા પાસે પહોંચી ગયો અને બધી વાત કરી. તેને અશ્વિન સરને મેસેજ પણ કરી દીધો.

અશ્વિને પણ મેસેજ જેવો વાંચ્યો તેવો જ તેમને સાવનને પ્લાન એકઝીકયુટ કરવાનો ઓર્ડર આપી દીધો. તેમની ટીમ પ્લાન મુજબ ગોઠવવા લાગી અશ્વિન સરનો મેસેજ મળતાં જ રામઅને માયાએ પણ તૈયારી કરી લીધી. સાન્યાને એ કુટિરમાં થી કેવી રીતે નીકાળવી તે પણ નક્કી કરી લીધું. બસ પરફેેકટ સમયની રાહ જોવાઈ રહી હતી. આ બાજુ મુકતાનંદ અને ચંપાનંદ, આત્માનંદ ચંપાનંદની કુટિરમાં બેઠા હોય છે. ત્યાં જ ખેડૂત આવે છે અને કહે છે કે,

"કંઈક ગરબડ છે?"

"ગરબડ, કેવી ગરબડ?"

"હમણાંથી આશ્રમમાં ભક્તો અને આજુબાજુ મજૂરો વધારે દેખાય છે અને મારો ધંધો પૂરજોશમાં ચાલે છે."

"તો આ વાત તારા માટે સારી તો છે?..."

(ધનજી એ જ એક સીઆઈડી એજન્ટ સાવન પાલ છે તે ખબર પડશે? સાન્યાને છોડવવાનો પ્લાન શું હશે? અશ્વિને બનાવેલો પ્લાન શું છે, અને તે કામ કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, . ભાગ....24)