Trikoniy Prem - 30 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 30

ભાગ…૩૦

(ચંપાનંદ ફરીથી ભાગવાનો પ્રયત્ન કરે છે પણ તે નાકામયાબ રહે છે. જેલમાં મળતા જ આત્માનંદ નિપર દોષારોપણ કરે છે, પણ કેતાનંદતે બંને પર કટાક્ષ કરે છે. આ કન્ફેશન રેકોર્ડ કરી સાવન અને અશ્વિન રિલેકસ થઈ જાય છે. મુકતાનંદ ભકતોના ટોળાને ધરપકડની વાત લઈને ઉશ્કેરે છે. હવે આગળ….)

આત્માનંદ કહ્યું કે,

"હું એમની વિરુદ્ધ જુબાની આપીશ. ગમે તે થાય, પણ મને અહીંથી છોડાવો. હું તો ભલો ભોળો સંત છું, આ બંને જણાએ મને ઠગ્યો છે."

જયારે કેતોનંદે કહ્યું કે,

"ગમે તેવો પણ તેઓ મારો મિત્ર છે. હું તેમને દગો નહીં કરું."

"પણ તમે આમાં ક્યાં વધારે સંડોવાયેલા છો?"

"વધારે હોય કે ઓછો પણ ઈન્વોલ તો હું હતો જ ને..."

"તમે કે એ લોકો ક્યાં એકબીજાને મિત્ર માનતા હતા, પછી?"

"ભલે હું મારા મિત્રને લાફો મારું, પણ બીજા આગળ તો તેનું ખરાબ તો નહીં જ કહું."

"કેતન એક વાર વિચારી જો, મિત્રનું ભલું કરવા માટે તેને દુઃખ દેવું પડે..."

"દેવું નહીં પણ લેવું પડે"

"પણ જય અને કાળુ તો અલગ જ માન્યતા ધરાવે છે, તે તો તારી વિરુદ્ધ જુબાની આપવા તૈયાર છે."

"એ શું માને તે કરતાં હું શું માનું છું તે મારા માટે મહત્વનું છે."

કેતોનંદને ખૂબ સમજાવ્યા છતાં તે ન માન્યો તે ન જ માન્યો. આ વાત રાજનને તેના આસિસ્ટન્ટ કરી.

પોલીસે રિમાન્ડની ડિમાન્ડ પર કોર્ટમાં થી મુદતનો દિવસ આવી ગયો હતો. એટલે જ અશ્વિને જય, કેતન અને કાળુને સૂચના આપી કે,

"15મી તારીખે તમારી કોર્ટમાં પેશી છે અને તમારે જે કહેવું હોય તે કોર્ટમાં કહેજો."

અમને એક વાતનું ધ્યાન દોરતાં કહ્યું કે,

"અશ્વિન આ બાવાજી મહારાજનો બહોળો ભકતવર્ગ છે. તે પોતાના મહારાજને જેલમાં જોઈ નહીં શકે અને કદાચ તેમને છોડાવવા કોર્ટમાં કે પોલીસ સ્ટેશને હંગામો કરી શકે છે."

"એને પહોંચી વળવા મારી ટીમ રેડી જ છે."

"હા, પણ મને ડાઉટ છે કે સાન્યા આઈ વીટનેસ હોવાથી તેને પણ નુકસાન પહોંચાડી શકે, માટે સાવધ રહેવું પડશે."

"તારી વાત મારા ધ્યાનમાં જ છે એટલેજ સાન્યાને સમજાવી અને તેના માટે તે પોલીસ તેના પ્રોટેકશન માટે ગોઠવી દીધા છે."

"ઓકે..."

"પણ હા, તું તારા બે એજન્ટને તેની પાછળ લગાડી રાખ. આ લોકો દેખાડા માટે છે અને તારા બે એજન્ટો કોઈ પણ ઈમર્જન્સીમાં બેકઅપ માટે રહી શકે, જેથી સાન્યાને કંઈ નુકસાન ના થાય."

"હા ખબર છે, તારા પ્રેમને કંઈ નહીં થવા દઉં."

"થેન્ક યુ, મારી ટાંગ ખેંચવા બદલ."

"સારું, થેન્ક યુ એકસ્પટેડ... સાન્યાએ કંઈ જવાબ આપ્યો."

"ના, મેં હજી તેને વાત જ નથી કરી. બસ એ જ રાહ જોઈ રહ્યો છું કે તે સ્ટેબલ થઈ જાય પછી વાત કરું, ત્યાં સુધી આ સમય પસાર જલ્દી થઈ જાય એ માટે જ કામમાં મન લગાવી રહ્યો છું."

"એ તો મને લાગી જ રહ્યું હતું, ભાઈ. આ તો પ્રેમ નામનો રોગ જ ભયંકર છે, જે ક્યાંય પણ મન નથી લાગવા દેતું. છતાં ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ટાઈમ એન્ડ હરી અપ ઓલ્સો... બાય..."

આત્માનંદ અને બીજાને જયારે કોર્ટમાં લાવવાના હતાં ત્યારે ત્યાં પહોંચ્યા અને નારા પર નારા લગાવ્યા લાગ્યા.

"છોડો અમારા ગુરુને છોડો..."

"પોલીસ હાય હાય..."

"સરકાર હાય હાય..."

"જુલ્મી કોન, સરકાર પોલીસ..."

"બાવાજી મહાઅશ્વિને છોડો..."

આમ જેમ જેમ ટોળું વધતું ગયું તેમ તેમ નારાઓનો અવાજ વધવા લાગ્યા.

એવામાં જ સાન્યા બયાન આપવા કોર્ટમાં આવી તો એ ટોળાએ તેને ઘેરી લીધી અને તેની ગોળ ફરતે,

'સાન્યા હાય.. હાય'

'બાવાજીનો દ્રેષી કોણ? સાન્યા કે... પોલીસ?"

ધીમે ધીમે ટોળું સાન્યાને ઘેરવા લાગ્યું, પોલીસ પ્રોટેકશન હોવા છતાં પોલીસ પણ ઘેરાઈ અને સાન્યાથી દૂર થઈ ગઈ. એજન્ટ કે પોલીસ લાખ પ્રયત્ન પછી પણ કંઈ જ કરી શકતા નથી અને સાન્યા તેમની હડફેટે ચડી ગઈ. સાન્યા ટોળામાં થી બહાર નીકળવા ઘણી મથી રહી છે, આ બાજુ આ ભીડને ચીરવા પોલીસ, સીઆઈડી એજન્ટ પણ કંઈ કરી શકતા નથી, તેમના પ્રયત્નો નાકામ થઈ રહ્યા છે.

છેવટે અશ્વિન સર કંઈ કરે અને ટોળું ચીરીને ત્યાં પહોંચે તે પહેલાં જ તેમની અથડામણ ચાલુ થાય છે અને ટોળાનો ઘેરાવો વધતો જાય છે. તે ટોળાનાં લોકો એકએક કરીને પથ્થરથી, હાથથી મારવાની શરૂઆત થઈ જાય છે. જોડે જોડે નારાંઓના લીધે સાન્યાની બૂમો પણ દબાતી જાય છે. એક ભાઈ તેને જોરદાર ધક્કો મારે છે અને સાન્યા બાજુમાં પડતાં જ તેનું માથું પથ્થર સાથે પટકાવાથી તે બેભાન થવાની અણી પર જ હોય છે.

ત્યાં જ એકદમ જ ટોળામાં થી જગ્યા કરતો માનવએની નજીક પહોંચે છે. માનવતેને પકડવા મથે છે, પણ તે પડી જાય છે. તો તે સાન્યાને પોતાના ખોળામાં લઈ લે છે. સાન્યા તેની સામે ટગર ટગર જોયા કરે છે અને પછી કંઈ બોલવા પ્રયત્ન કરે છે, તો ચિંતન,

"સાન્યા શું થયું? શું કહે છે તું? તું ચૂપ રહે, શાંત થઈ જા... તને કંઈ થઈ જશે તો..."

માનવઆગળ બોલતો અટકી જાય છે અને સાન્યા તેના ગાલ પર હાથ ફેરવીને કહે છે કે,

"માનવ...માનવ, હું મારા પપ્પા..."

અને તે બેભાન થઈ જાય છે, એટલામાં ટીયરગેસ છોડીને ટોળું વીખેરાવામાં આવે છે અને સાન્યાને હોસ્પિટલ ખસેડવા માટે અશ્વિન 108 બોલાવી દે છે. સ્ટ્રેચર પરથી સાન્યાને લઈ માનવએમ્બ્યુલન્સમાં બેસી જાય છે.

અશ્વિન પણ સાન્યા પાસે જ રહેવા ઈચ્છતો હોવા છતાં ડયુટી માટે થઈને તે કોર્ટમાં રહે છે. અને તેની સાથે પોલીસને મોકલી દે છે.

એમ્બ્યુલન્સમાં સાન્યાને ઘડીકમાં ભાન આવે છે તો ઘડીકમાં જતું રહે છે. આમ તેની કંડિશન સારી નથી હોતી પણ સાન્યાનો બબડાટ ચાલુ હોય છે.

"માનવપપ્પા ક્યાં છે? આપણી ચાલીમાં છે ને? તું એમની જોડે જા... તેમને મારા એક્સીડન્ટની ખબર પડશે તો તે ગભરાઈ જશે....'

"માનવમને એક ટ્રકે ટક્કર મારી હતી. હું તો બસની રાહ જોતી ઊભી જ હતી,હું તો ચાલતી નહોતી કે રોન્ગ સાઈડ પણ ઊભી નહોતી... કંઈ યાદ નથી આવી રહ્યું...'

"માનવપપ્પાને કંઈ ના કહેતો, પ્લીઝ...'

"માનવતું જમ્યો... તારી મમ્મીએ જમવાનું આપ્યું અને હવે તો આપે જ ને કે તું તો હવે કમાઈને લાવે છે અને એમને આપે છે...'

"માનવમને પલ્લવગમે છે, પણ હું તેને હા કેવી રીતે કહું. તે તો એમલેનો દીકરો છે... તેનું સ્ટેટસ મારા કરતાં ઉચ્ચું... પછી પપ્પા કેમ કરીને પહોંચી વળતાં...'

"ચિંતન... તું... પપ્પા... સા...થે... રહે...જે..."

આમ થોડી થોડી વાર બબડાટ વધી ગયો અને પછી તે બેભાન અવસ્થામાં સરવા લાગી. જયારે ચિંતનની આંખોમાં તો હરખના આસું આવી ગયા, સાન્યાની વાતો સાંભળીને કે,

"સાન્યા... મારી સાન્યાની યાદદાસ્ત પાછી આવી ગઈ. મારી સાન્યા હવે બધાને ઓળખી લેશે..."

કહીને તે એમ્બ્યુલન્સના ડૉક્ટરને ગળે વળગી પડ્યો અને બોલ્યો કે,

"અને આ તો મારા કરતાં પણ અંકલ માટે ખૂબ જ સારા સમાચાર છે."

અને તે સાન્યાને બોલાવવા લાગ્યો કે,

"સાન્યા... સાન્યા બોલને કંઈક વાત તો કર, પ્લીઝ મારી જોડે..."

સાન્યા બેભાન થઈ જવાથી ડોક્ટર તેને આમ કરવાની ઈશારાથી ના પાડે છે.

(શું પેલું ટોળું આત્માનંદ અને તેમના શિષ્યોને છોડાવી લીધા? કોર્ટમાં શું થશે? તેમને જામીન મળશે કે રિમાન્ડ? શું સાન્યાને બધું યાદ આવી જશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  ભાગ....31)

Share

NEW REALESED