Janki - 18 books and stories free download online pdf in Gujarati

જાનકી - 18

જાનકી અને નિહાન આમ જોઈએ એક બીજા થી સાવ અલગ હતા.. એક સાવ ચૂપ અને બીજો બોલ્યા વગર રહી ન શકે.. અને એમ જોઈએ તો સાવ સરખા... ખબર હોય કે કોઈ વાત થી પોતે ચિંતા માં છે એ વાત બીજા ને ખબર પડશે તો બીજું પોતાના કરતા વધારે ચિંતા કરશે.. તેથી બંન્ને એક બીજા થી છુપાવા ની નાકામ કોશિશ કરતા... જાનકી ની આંખો બધું બોલી દેતી... તો નિહાન પણ જો કંઈ છુપાવા ની કોશિશ કરતો કે વિચારેલ હોય કે આ વાત જાનકી ને નહીં કેહવી તો એ વાત જાનકી સામે થી જ બોલી પડતી કે એ વિષય પર વાત કરી લેતી.. નિહાન પછી કંઈ છૂપાવી ના શકતો.. તેને જાનકી ને બધું કહવું જ પડતું... સાથે સાથે એ વાત પણ બોલતો.. કે મારે આ વાત તને કેહવી ના હતી.. જાનકી હસતા હસતા હર ટાઈમ કહતી.. "મને ખબર પડી જાય, તું શું વિચારે છે... હું તારી રગ રગ જાણી ગઈ છું..."
નિહાન પણ મન માં બોલતો..
" હા, રગે રગ જાણી ગઈ છે તું અને હવે જાણે રગે રગ માં તું ઉતરી ગઈ છે.. "
બરાબર દિવાળી નજીક આવી રહી હતી.. આ તરફ તે જ સમયે જાનકી ની તબિયત ઠીક ના રહતી હતી.. ઘર માં પણ કંઈક વાતો રોજ ચકડોળે ચડતી હતી.. તેથી જાનકી ના મૂડ સ્વિંગ થતા રહતા.. તબિયત ને હજી સાચવી પણ લેતી પણ જ્યારે ઘર ની વાત આવતી ત્યારે જાનકી પણ પોતાના હથિયાર નીચે મૂકી દેતી.. જેમ ચાલે તેમ ચાલવા દેતી... નિહાન ને રોજ જાનકી ને સાચવી પડતી.. તે જ્યાં સુધી સાથે હોય ત્યાં સુધી એક મિનિટ પણ જાનકી ને એકલી ના રહવા દેતો... નિહાન પણ જાનકી ની ધ્યાન રાખવા માં પોતાનું બધું ભૂલી જતો... ઘણીવાર તો જાનકી તબિયત ઠીક ના હોય તો ત્યાં કલાસ માં જ સૂઈ પણ જતી ઘણીવાર બેન્ચ પર માથું ઢાળી ને તો કોઈક વાર હક થી નિહાન ના ખંભા પર માથું રાખી ને... આમ જ આજ પણ તે નિહાન ના ખંભા પર માથું રાખી ને પોતાના ફોન માં ગીત સાંભળતી હતી કાન માં ઇયરફોન લગાવી ને... તેમાં લગભગ જૂના ગીત ચાલી રહ્યા હતા... અને જાનકી ને ત્યાં નિહાન ખંભા પર જોલુ આવી ગયું... ગીત ઈયરફોન માંથી પણ જરા બહાર સંભળાતું હતું.. જે નિહાન ને સંભળાય રહ્યું હતું...
ये मुलाकात एक बहाना है
प्यार का सिलसिला पुराना है

धड़कनें धड़कनों में खो जाएँ
दिल को दिल के करीब लाना है
प्यार का सिलसिला पुराना है
ये मुलाकात एक...

मैं हूँ अपने सनम की बाहों में
मेरे कदमों तले ज़माना है
प्यार का सिलसिला पुराना है
ये मुलाकात एक...

ख़्वाब तो काँच से भी नाज़ुक हैं
टूटने से इन्हें बचाना है
प्यार का सिलसिला पुराना है
ये मुलाकात एक...

मन मेरा प्यार का शिवाला है
आपको देवता बनाना है
प्यार का सिलसिला पुराना है
ये मुलाकात एक...

એમ પણ જાનકી ને આમ જોઈ ને નિહાન ના મન માં કંઈક અલગ જ અહેસાસ થતો હતો... અને એમાં આ ગીત તેને અને તેના એહસાસ ને બેકાબૂ કરી રહ્યું હતુ.... જાનકી તો સૂતી હતી તેના વાળ વારે વારે નિહાન ના ચહેરા પર અડી રહ્યા હતા... હમણાં હમણાં નિહાને પણ તે જોયું હતું કે જાનકી સાથે કંઈક અલગ જ લાગી રહ્યું હતું કઈંક અલગ જ મેહસૂસ થઈ રહ્યું હતું પણ શું એ સમજ નતું આવી રહ્યું... કે પછી સમજ તો આવી રહ્યું હતું પણ માનવા માં ના આવી રહ્યું હતું... આમ જ વિચાર નું તોફાન ચાલી રહ્યું હતું નિહાન ના મન માં ત્યાં કોલેજ નો બેલ વાગ્યો લંચ બ્રેક ખતમ... કલાસ માં અવર જવર ચાલુ થઈ ગઈ આ લેકચર હરીન મેડમ નો હતો જે કોઈ ને પણ લેટ ક્લાસ માં આવવા નહીં દેતી હતી તેથી બધા ફટાફટ આવી ગયા હતા... નિહાને પણ જાનકી ને જગાડી, જાનકી આંખ ખોલી ને જેમ નાનું બાળક એક નાની સ્માઈલ કરે અને તેની પાસે જે હોય તેને પ્રેમ થી ભેટી પડે તેમ આજ જાનકી પણ એક સ્માઈલ કરી ને એક વખત નિહાન ના ખંભા ને ટાઈટ પકડી ને એક મિનિટ એમ જ રહી... જાણે તે આજ આમ જ રહવા માંગતી હતી...પણ તે શક્ય ના હતું ત્યાં આટલાં બધાં બીજા પણ હતા એટલે...