Janki - 19 books and stories free download online pdf in Gujarati

જાનકી - 19

દિવાળી નજીક હતી જાનકી ની તબિયત પણ ઠીક ના રહતી હતી.. નિહાન તેને એક મિનિટ પણ એકલી રાખતો ના હતો... આ બધાં ની વચ્ચે નિહાન ના મન માં જાનકી માટે એક અલગ જ સંબંધ શ્વાસ લેવા લાગ્યો હતો... પણ નિહાન તેની અવગણના કરતો હતો, પણ જ્યારે જાનકી તેના ખંભા પર માથું રાખી ને સૂતી હતી અને ઉઠી ને જ્યારે તેને પકડી ને એમ જ રહેવા માગતી હતી તે જોઈ ને નિહાન એક વાર માટે પોતાની જાત ને સાચવી નથી શકતો... અને તે બોલી પડે છે...
" જાના તું ઠીક છે ને..?"
નિહાન ના મોઢે થી આજ પેલી વાર પોતાના માટે જાનકી નહિ પણ જાના સાંભળી ને જાનકી ની આંખ માં એક નાની એવી ચમક આવી ગઈ હતી.. અને તે હજુ એક વાર નિહાન ના ખંભા પર માથું ટેકવતા બોલી...
" હા, મેરી જાન એક દમ ઠીક..."
બરાબર ત્યારે જ મેડમ આવ્યાં... એટલે પછી કંઈ વાત થઈ નહીં.. અને આ છેલ્લે થી બીજો લેક્ચર હતો.. આના પછી નો લેક્ચર જાનકી ભરતી ના હતી, યુગ નો સ્કૂલ થી આવવા નો સમય થઈ ગયો હોય એટલે તે જતી રહતી હતી... એટલે પછી પણ બાય, ઘ્યાન રાખજે, કાલ સવારે મળ્યાં... આના સિવાય બોઉં કંઈ વાત થઈ ના હતી...
બસ આમ જ દિવસો વિતતા ગયા.. એક દિવસ જાનકી થોડી વેલી આવી ગઈ હતી... બારી ખોલી બેઠી હતી... તેની ડાયરી માં કંઈક લખી રહી હતી.. નિહાન પાછળ આવી ને ઉભો હતો તે તેને ઘ્યાન જ ના હતું.. પણ ક્લાસ માં એક છોકરી હતી જે જાનકી કરતા પેહલા ની નિહાન ની ફ્રેન્ડ હતી, જેનું નામ કૃપાલી હતું તેણે નિહાન ને બોલાવ્યો... જે સાંભળી ને જાનકી ને ખબર પડી કે નિહાન આવી ગયો છે.. કૃપાલી એમ પણ જાનકી ને ઓછી ગમતી.. જાનકી ને એવું લાગતું કે નિહાન ભોળો માણસ છે, અને કોઈ ને પણ તકલીફ માં જોઈ ના શકે આ કૃપાલી તે વાત નો ફાયદો ઉઠાવે છે અને નિહાન ને પોતાના તરફ વધુ ધ્યાન આપવા મજબૂર કરે છે.. જોકે નિહાન ને એવું કોઈ દિવસ લાગ્યું ના હતું.. પણ બંન્ને વચ્ચે આ કૃપાલી માટે ઘણી વાર ચર્ચા ( નાની મોટી બોલા ચાલી) થતી... અંતે બંન્ને તે વાત ને દર વખતે અધૂરી જ છોડી દેતા... કેમ કે તે નિહાન ની જૂની ફ્રેન્ડ હતી તેથી જાનકી કંઈ વધુ બોલી ના શકતી.... આજ પણ તે કંઈ બોલી નહીં પણ ખાલી સામે જોયું અને લખવા લાગી ડાયરી માં.. નિહાન પણ સમજી ગયો હતો કે જાનકી કંઈ બોલશે નહીં પણ તેને આ ગમતું નથી... તેથી તે જાનકી ની બાજુ માં આવી ને જાનકી ના ખંભા પર હાથ મૂકી ને પોતાની તરફ ખેંચી ને બોલ્યો..
" Hi, જાના... શું લખે છે..?"
જાનકી નિહાન ને આમ જોઈ ને બોલી...
" Hi, Nihan... તારા માટે જ લખું છું..." અને હસવા લાગી.. એટલી વાર માં લેક્ચર ચાલુ થઈ ગયો તે વાત ત્યાં જ અટકી ગઈ..
આજ તે વાત થઈ તેને લગભગ પાંચ છ દિવસ થઈ ગયા હતા.. નિહાન લંચ બ્રેક માં જાનકી સાથે લંચ કરી ને તેના ફોન માં કોઈક સાથે વાત કરી રહ્યો હતો... તેટલી વાર માં જાનકી ક્લાસ માં બેન્ચ પર માથું રાખી ને સૂઈ ગઈ.. લગભગ દસ પંદર મિનિટ પછી નિહાન આવ્યો.. તેને જોયું જાનકી સૂઈ ગઈ છે, તેના વાળ વારે વારે તેના ગાલ પર આવે છે તો નિહાન તેને ઠીક કરી ને કાન પાછળ કરે છે પછી જાનકી ની સામે જોતો હતો.. નિહાન નો હાથ ત્યાં બેન્ચ પર પડેલ ડાયરી અને બીજી એક બે બુક ને લાગે છે, તો તે નીચે પડી જાય છે... નિહાન તેને ઉપાડે છે.. ડાયરી ખુલી જાય છે, તેમાં લખેલ એક પતાં પર નિહાન ની નજર પડે છે


મારી કલ્પના માં તું

હવે તો તારી કલ્પના પણ મારા એક એક પળ માં થવા લાગી છે,
જયારે સાડી પહેરી ને વાળ ખુલ્લા રાખી ને ઘર માં આમ થી તેમ આંટા ફેરા કરતી હોય હું, અચાનક મારા ભીના વાળ માંથી એક પાણી ની બુંદ જ્યારે મારી કમર ને સ્પર્શી જાય... ત્યારે તે એક બુંદ કેટલી તરસ ને જન્મ આપે તેનો તને અંદાજો પણ નથી...
ક્યારેક કોઈ તારા વડે મને બોલાવતા નામ થી બુમ પાડી ને બોલાવે તો, "હા, કાના" એના સિવાય અન્ય બધાં શબ્દો જાણે સ્મૃતિ પટ માંથી ભૂસાય ગયા હોય એવું લાગે છે...
જયારે કાજલ હાથ માં લઈ ને આંખો માં લાગવા માટે આગળ હાથ વધારું ત્યારે તું હાથ પકડી ને કાન માં કહી જતો હોય કે આની જરૂર આંખો માં નહીં, તારા કાન પાછળ છે, નજર લગાડીશ મારી એક ની એક અમાનત ને... તો આંખો ની હિંમત હોય પછી કે મારી જાત ને હું એક વાર ફરી અરીસા માં જોઈ લઉં...!?
તારા પ્રેમ થી છલોછલ એવા આલિંગન માટે અધીરી છું...



એક એક લાઈન માં નિહાન ની આંખ સામે જરા ઓછપ આવતી ગઈ..અને લખેલ શબ્દ માં તે જાનકી ને તે રીતે વિચારવા લાગ્યો.. તેનું દિલ એટલું જોર થી ધબકી રહ્યું હતું કે તેનો અવાજ નિહાન ને બહાર સંભળાવા લાગ્યો હતો...