Janki - 20 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 20

જાનકી - 20

નિહાન ફોન પર વાત કરી ને આવે છે.. ત્યાં જાનકી સૂઈ ગઈ હોય છે.. પણ જાનકી ડાયરી પડી જવા થી નિહાન તેને ઉપાડે છે તેમાં તેની નજર જાનકી એ કંઈક લખેલ હતું તેમાં પડે છે જેમાં તે કોઈક ને અનહદ પ્રેમ કરતી હોય પણ તેને બોલી ના શકતી હોય એવું વર્તાઈ રહ્યું હતુ... એટલી વાર માં નિહાન ને થોડા દિવસ જાનકી એ મસ્તી માં બોલેલ વાત યાદ આવે છે કે
"નિહાન તારા માટે જ લખું છું" તો શું તે મસ્તી ના હતી..!? સાચે તેણે આ મારા માટે લખેલ હતું..!? તે વાત નિહાન ને સમજાઈ ના રહી હતી.. અને તેના મન માં અનેક સવાલ ચાલવા લાગ્યા હતા.. પણ જાનકી ને કંઈ પૂછાય એમ ના હતું... હવે જે થાય તે જોવાનું હતું આગળ.. પણ નિહાન એક વાત તો સમજી જ ગયો હતો કે તે જાનકી માટે શું મેહસૂસ કરે છે અનહદ પ્રેમ અને એ પણ પાણી જેવો ચોખ્ખો...પણ તે બોલાય એમ ના હતું.. તે વાત ને નિહાન માત્ર પોતાના સુધી જ રાખવા માંગતો હતો... પણ જાનકી ના આ લખાણ એ નિહાન ચકરાવે ચડ્યો હતો કે આ શું થઈ રહ્યું છે.. હવે તો જાનકી કંઈ બોલે તો જ સમજાય કે આ ચાલી શું રહ્યું છે.. થોડી વાર માં જાનકી નો ફોન વાગે છે તેના અવાજ થી જાનકી જાગી જાય છે અને નિહાન વિચાર માંથી બહાર આવે છે....જાનકી ફોન માં વાત કરી ને નિહાન ને બોલાવે છે,
" કાન્હા, શું કરે છે..!? કાલ થી દિવાળી ની રજા છે તો શું કરવા ના છો આપ...!?" જાનકી આટલું બોલી ને પોતાના વાળ ને સરખા કરી રહી હતી...
નિહાન ને જાનકી ને મોઢે થી આમ કાન્હા સાંભળવા ની ટેવ પડી ગઈ હતી.. પણ આજ તે લેખ માં પણ કાન્હા નો જ ઉલ્લેખ થયો હતો... તો આજ આ કાન્હા તેની માટે કંઈક અલગ હતું... તે પોતાના વિચાર માં હતો એટલી વાર માં જાનકી ફરી થી બોલી "કાન્હા... શું કરવા ના છો રજા માં...?! "
નિહાન બોલ્યો
" ખબર નહીં.. હજી કંઈ વિચારું નથી.. તું શું કરીશ..."
જાનકી બોલી
" કદાચ બહાર જઈશ ક્યાંક.. જોઈએ હવે.. જે નક્કી થશે તે કહીશ આમ તો તને..."
નિહાન હા માં માથું હલાવી ને હા પડે છે..
જાનકી ફરી બોલી "ચાલ જવું છે ઘરે...!?, કે વાર છે...!? તું મને મેસેજ કરજે.. આપણા ગ્રુપ માં... "
બંન્ને એ વોટસઅપ માં એક ગ્રુપ બનાવ્યું હતું જેનું નામ sy.bcom હતુ તેમાં તે બંન્ને હતા.. પણ ઘર માં કોઈ ને ખબર ના પડે એટલે આવું કરેલ હતું...
નિહાન એ કહ્યું
" હા , ચાલ ઘરે જઈએ.. અને આપણે તે ગ્રુપ માં જ વાત કરશું... ચાલ હવે..."
જાનકી તેની વાત માં હા બોલી ને કોણી પાસે થી તેનો હાથ પકડી ને ચાલવા લાગી... પાર્કિંગ પાસે પોહચી ને તે બંન્ને અલગ પડે છે.. નિહાન બોલે છે,
" જાના ઘ્યાન રાખજે રજા માં.. તબિયત માડ બરાબર થઈ છે..." જાનકી બોલી "હા, કાન્હા... તું પણ ધ્યાન રાખજે..."
બીજા દિવસ થી કૉલેજ માં રજા હતી.. એટલે મળી શકે એવું તો કંઈ હતું નહીં.. પણ આખા દિવસ માં લગભગ ચાર પાંચ વાર મેસેજ માં અને એક વાર ફોન માં આવી રીતે બંન્ને વાત કરી લેતા હતા...
જાનકી ને ફેમિલી સાથે દ્રારકા દર્શન કરવા જવાનું નક્કી થાય છે.. અને નિહાન ઘરે જ રહવાનો હતો... હજી પણ નિહાન ને ઓલી ડાયરી વારી વાત જ દિમાગ માં ફરી રહી હતી કોઈક કોઈક વાર.. જાનકી એ નિહાન ને કહ્યું તે બહાર જાય છે.. આ તરફ નિહાન ને ઘર માં મમ્મી પપ્પા સાથે કોઈક વાત પર જરા બોલવા નું થઈ ગયું.. સાથે સાથે તેને જાનકી ની યાદ પણ આવી રહી હતી.. રજા પડી પછી જાનકી મળી જ ના હતી... બરાબર બીજા દિવસે દિવાળી નો દિવસ હતો... બધા ના મેસેજ અને કોલ ચાલુ હતા.. Happy Diwali.. કેહવાં માટે....
પણ નિહાન માટે આજ કંઈ જાણે Happy જેવું હતું જ નહીં.. આ વાત નો અંદાજો જાનકી ને આવી ગયો હતો કે કંઈક થયું છે.. તેને લગભગ ચાર વાર નિહાન ને પૂછ્યું
" બધું બરાબર છે ને નિહાન...? "
પણ નિહાન જાનકી ને ત્યાં બારે ફેમિલી સાથે હોય ત્યારે પોતાની કંઈ વાત થી હેરાન કરવા ના હતો માગતો એટલે વારે વારે " હા, જાનકી બધું બરાબર જ છે... " એમ જ કહતો હતો...
પણ જાનકી નું મન આ વાત માનવા તૈયાર ન હતું...

Rate & Review

Jigisha Shah

Jigisha Shah 1 month ago

TARABEN Chauhan

TARABEN Chauhan 3 months ago

Mayuri Patel

Mayuri Patel 3 months ago

Khyati Pathak

Khyati Pathak 3 months ago

name

name 3 months ago