The Scorpion - 105 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-105

રાવલો એની હથિયારબંધ ટોળકી સાથે જંગલની મધ્યમમાં પહોંચ્યો ખૂબ ઝાડ અને વનરાજી હતી ધોળે દિવસે અંધારું જણાતું હતું. રાવલાએ બધાને એક વિશાળ વૃક્ષ નીચે ઉભા રહેવા જણાવ્યું એની નજર ચારોતરફ ફરી રહી હતી. વનરાજીની બહાર ઊંચા ઊંચા પહાડો હતાં... ઝરણાં વહી રહેલાં. પહાડીની એક કેડી જે નિયમિત જંગલમાં આવવા જવા માટે વપરાતી હતી તે સ્પષ્ટ જોવાં મળી રહી હતી.

રાવલાએ પેલાં લોબોને કહ્યું "એય લોબો આ સામે દેખાય એજ કેડી રસ્તે પેલો આવવાનો છે ને ?” લોબોએ હાથ લાંબો કરી કહ્યું આજ કેડીથી એ અમને અહીં લાવેલો. અમને અહીં વીંછીનાં ઝેરમાંથી બનેલો પાવડર અને પ્રવાહી આપવાનો હતો સાથે વાજીકરણની દવાઓ પણ મળવાની હતી. આજનોજ એનો વાયદો છે એને ખબર નથી હજી કે અમે તમારાં કબ્જામાં છીએ.”

“છેવટે એ પેલી.. માટે તો જરૂર આવશે. એને એનો ત્યારે શોખ છે”. રાવલો ધ્યાનથી સાંભળી રહેલો. એણે નવલાને પોતાની પાસે બોલાવ્યો અને એનાં કાનમાં કંઇક કહ્યું.

બધાં સેવકો ઘોડા પરજ સવાર હતાં. માત્ર રાવલો, નવલો અને લોબો ઘોડા, પરથી ઉતર્યા હતાં રાવલાએ બીજાઓને ઘોડા પરજ રહેવા હુકમ કરેલો બધાને સતર્ક રહેવાં જણાવ્યું હતું.

નવલાએ રાવલાની વાત સાંભળીને પછી કહ્યું ‘મને પણ અવાજ સંભળાયો છે હું એ બાજુ તપાસ કરીને આવું છું.” એમ કહી ઘોડા પર સવાર થયો અને રાવલાએ ચીંધેલી દિશામાં ઘોડો દોડાવ્યો.

***************

રુદ્રરસેલ રાયબહાદુર સાથે સિદ્ધાર્થ અને મેજર અમન સાથે ચર્ચા કરવા ખાસ ખંડમાં ગયાં. ત્યાં મેજર અમન રાયબહાદુરની રાહ જોઇનેજ બેઠેલો. રુદ્રરસેલ અને રાયબહાદુરને જોઇને તરતજ ઉભો થઇ ગયો અને રાયબહાદુરને કહ્યું “સર મારે આપની સાથે પહેલાં અગત્યની વાત કરવી છે.”

રાયબહાદુરે અમન અને સિધ્ધાર્થની સામે જોયું સિધ્ધાર્થ સંમતિ સૂચક ઇશારો કર્યો. રાયબહાદુરે કહ્યું “હાં બોલ શું કહેવા માંગે છે ? સિધ્ધાર્થે એજ સમયે સમજીને રુદ્રરસેલને વાતમાં પરોવવા લાગ્યો એણે કહ્યું “રુદ્રજી અહીં અમે સૈનિકબળ ની વ્યવસ્થા કરી છે હવે કોઇ ભય નથી કે ક્યાંય સુરક્ષામાં છીંડુ નહીં પડે. “

એ લોકો વાતમાં પરોવાયા અને અમને રાયબહાદુરને નજીક જઇ ખૂબ ધીમેથી એને જે બાતમી મળી હતી એ રાયબહાદુરને કીધી.

અમનની વાત સાંભળીને રાયબહાદુર સડકજ થઇ ગયાં. એમણે તરતજ કહયું ” અહીં સિધ્ધાર્થ સંભાળી લેશે તમે તાત્કાલિક તમારી સૈન્યની ટુકડી સાથે જંગલમાં જાવ આજે એ હાથથી છટકવો ના જોઇએ. બાકીનું હું સંભાળી લઇશ.”

રુદ્રરસેલનું ત્યાં પણ ધ્યાન હતું એ થોડીવાર ચૂપ રહ્યાં પછી અમન જવાની તૈયારી કરવા લાગ્યો. ત્યારે બોલ્યાં "રાયજી શું ગંભીર વાત છે ? હું જાણી શકું ?”

રાયજીએ ક્હ્યું “અહીંની સુરક્ષા અંગેજ વાત કરી રહ્યો છું તમને પેટછૂટી વાત કરું પહેલાં મેજર અમને અહીંથી નીકળી જવા હૂકમ આપું છું. “

મેજર અમન જયહિંદ કહીને ત્યાંથી નીકળી ગયો. રાયજીએ કહ્યું “રુદ્રજી આવો આપણે અહીં વાત કરીએ.” એમ કહીને સોફા પર બેઠાં..

રુદ્રરજીનાં કપાળ ઉપર ચિંતાની સળ ઉપસી આવી એમણે કહ્યું “શું વાત છે ? મેજર અમનને ક્યાં જવા હુકમ કર્યો ? અહીંની સુરક્ષાની શું વાત છે ?”

રાયજીએ કહ્યું “સિધ્ધાર્થમાં ખાસ ખબરી ચિંતાગ દ્વારા ખબર મળી છે કે જે અસલી સ્કોર્પીયન છે એ આજે જંગલમાં વિદેશીઓને બોલાવીને વીંછીનું ઝેર-જડીબુટ્ટીઓ વાજીકરણ દવાઓ બધુ આપવાનો છે અને કોઇ વિદેશી છોકરીને...”

રાયજી બોલે પહેલાં રુદ્રજીએ કહ્યું “ઓહ ? આ શું ચાલી રહ્યું છે જંગલમાં ? એને પહેલાં પકડી લો.”

રાયબહાદુરે કહ્યું “આ એક વાત છે. બીજી ગંભીર વાત એ છે કે હિમાલયન પર્વતમાળામાં બીજા નાગવિરોધી અઘોરીઓ કોઇ ગુફામઠ પર હુમલો કરવાનાં છે એમાં સ્થાનિક આદીવાસો પણ જોડાયાં છે જે નાગવિરોધી છે જે સ્કોર્પીયન સાથે સંકળાયેલા છે એણે મોટો દાવ ખેલ્યો છે.”

“મેજર અમન ગુપ્તાને મેં જંગલમાં સૈનિક ટુકડી સાથે જવા હુકમ કર્યો છે અને સિધ્ધાર્થ સાથે બીજું સૈનિકદળ જેમાં હું પણ સાથે જવાનો જે મઠ પર હુમલો થાય પહેલાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું.”

રાયબહાદુરનાં ચહેરા પર ક્રોધ અને ચિંતા બંન્ને જણાંતાં હતાં. રુદ્રરસેલે કહ્યું “ઓહ તો મઠનાં દર્શને તો નાનાજી, નાની, દેવ, દેવમાલિક ગયેલાં છે ત્યાં આજે મહાયજ્ઞ યોજવાનાં છે.”

રાયબહાદુરે કહ્યું “એ નાગવિરોધી અઘોરીઓને જાણ થઇ છે એટલેજ આ ખૂબ નાજુક ઘડી છે અમારે તાત્કાલિક સૈનિક ટુકડી સાથે મઠ તરફ જવા નીકળવું પડશે.”

“પણ... રુદ્રજી તમે અહીં છો અહી આર્યન અને આકાંક્ષાનું જોઇ સંભાળી લેજો અને ઘરમાં અમારાં જવા અંગે કંઇ કહેશો નહીં”.

રુદ્રરસેલે કહ્યું “તમે તાત્કાલિક તૈયારી કરીને નીકળો અહીંની કોઇ ચિંતા ના કરશો હું બધુજ વ્યવસ્થીત સાંભળી લઇશ કોઇને કશું કહીશ નહીં.”

“પણ.... રાયજી વિવાસ્વાન સ્વામી ખૂબ શક્તિશાળી તાંત્રિક ગુરુ અઘોરી છે એમને જાણ થયાં વિના નહીં રહે તો પણ એમની અઘોર શક્તિ કામે લગાડશેજ.”

રાયજીએ કહ્યું “તમે સાંભળી લેજો સ્વામીજી છે એટલે મને પણ ઘણી શ્રદ્ધા છે જ્યાં જે જરૂર પડશે અમે એ રીતે રક્ષાચક્ર બનાવીશું. અમે તૈયારી કરીને નીકળીએ છીએ”. એમ કહીને તેઓ સિધ્ધાર્થ સાથે નીકળ્યાં.

રુદ્રરસેલે તુરંતજ સેટેલાઇટ ફોન લીધો અને કોઇનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો ....પણ.....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-106