Parents believe in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | માતા-પિતાનું માનો

Featured Books
Share

માતા-પિતાનું માનો

બાપ એટલે પોતાનાં સંતાનને માટે ખરા તાપમાં હાથ લારીમાં ભારેખમ વજન ભરીને બેવળ વળી ગયેલો હંકારતો વૃદ્ધ,ખેતરમાં બે બળદ જોડી પરસેવે રેબઝેબ ખેતર ખેડતો પુરુષ,ખરા ઉનાળે બાજરી ઘાસ કાપતો માણસ આ તો આભાસ ઉભો કર્યો.સાચું કહું તો તનતોડ મહેનત કરી થાક્યો પાક્યો ઇન્સાન લુખા સૂકા રોટલા ખાઈને પોતાનાં સંતાનોને સારી સ્કૂલમાં જમવાનું પૌષ્ટિક મળી રહે તેવી હોસ્ટેલમાં મનગમતા કપડાં,ચોપડાં અને બેગ બિસ્તર તેમજ જરૂરિયાતની તમામ વસ્તુ સાથે સ્ટડી કરાવતો હોય.પોતે પગપાળા ચાલી ને જતો હોય પરંતુ તેનાં બાળકોને મોટર સાઇકલ કે મોટર કાર ભેટ આપશે. કેમકે મારો દીકરી દીકરો મોટો ઓફિસર બને તેવાં સ્વપ્ન જોતો ઇન્સાન એટલે પપ્પા.
પગ દુઃખતા હોય તો પણ પોતાનાં સંતાનને એમ ન કે કે મારા પગ દુખે છે. એ એવુ સમજે કે મારા બાળકો વાચન કરે છે.ખરેખર તો તે મોબાઈલ માં ગેમ રમતો હોય, ફિયાંશી જોડે ચેટિંગ કરતો હોય.બાપને પાણીનો ગ્લાસ પણ ના આપે તો જમવાનું તો ક્યાંથી પૂછે?
પોતાનું સંતાન બીમાર હોય તો દરેક દવાખાને ભટકી મોંઘીદાટ સારવાર કરાવશે અને પોતે એક ટેબ્લેટ કે દેશી ઉપચાર કરી કામે લાગી જશે.
આવું ચિત્ર આપ સૌની આંખોમાં હશે.લખવાનુ મન ઘણું થાય છે પરંતુ લખી ને બધું સમજાવી નથી શકતો.એટલું સમજો કે તમને બધી રીતે હસતા ખીલતાં જોઈ રાજી રાજી થઇ જતો પપ્પા જયારે દરેક બાબતે કોઈ કમી ન રહેવા દે ત્યારે તેની પત્ની (જનેતા)બીમાર પડી મોતને ભેટે ત્યારે તેની શું સ્થિતિ છે તે પૂછનાર અંગત કોઈ હોતું નથી. જેટલી માતા પિતાની કાળજી લેશો તેટલી કાળજી તમારી ભગવાન લેશે.ઘરડા ઘરમાં ના મોકલો સૌને ઘરડું થવાનું છે.માટે સંપીને સહકારથી જીવો તો દુઃખ નજીક નહીં આવે.જુદાં પડશો તો દુઃખો તમારી નજીક આવશે.ઘરડાં ઘર નવાં નથી બનાવવા પરંતુ નવી સ્કૂલ બનાવો જે છે તેને નવી બનાવો.માતા પિતાનો આદર સત્કાર કરો.આ જગતમાં તમને સાંગોપાંગ લાવવામાં તેમણે તેમનું શરીર ચીરાવીને તમને નવમાસ ઉદરમાં અને વીસ પચ્ચીસ વરસ સાચવીને રાંધી ખવડાવ્યું છે.કમાઈને ખવડાવ્યું છે.બીમારીમાં કપડાં ભીનાં કર્યાં હશે તો તરતજ બદલીને કોરામાં સુવડાવી પોતે એ ભીના કપડે રાત કાઢી હશે. કેમકે એમની પાસે પહેરવા ઓઢવા પાથરવા એકજ અને તે પણ ફાટેલું હશે તો પણ વરસ દહાડે થીગડુ મારી ચલાવી લીધું હશે.
એમને પ્રભાતે નમન કરો કેમકે તે આપણા જીવતા જાગતા દેવ છે.પછી દેવ મંદિર જાઓ.ઘણાં સંતાનોને પોતાનાં માં બાપને નમન કરવામાં સંકોચ શરમ આવે છે.એક વખત હેબિટ પાડો પછી હજારોની મેદનીમાં નમન કરતાં સંકોચ નહીં થાય.
આપણે જયારે નોકરી ધંધે જઈએ ત્યારે તે ઘર અને નાનકડા બાળકોને એ રમાડે છે.હીંચકા ગવડાવે છે.વાર્તા કરે છે અને ખવડાવે છે.તેમજ આપણને દિવસમાં એક બે વખત પૂછી લે છે બેટા તમે જમી લીધું?
જે ઘરમાં વૃદ્ધો નથી હોતાં તેમને ઘેર ઘર સાચવવા મજુર આયા કે ઘરઘાટી રાખવા પડે છે. આંગણવાડીમાં લેવા મુકવા તે જાય છે અને આખો દિવસ મહેમાન પરોણા કે અન્ય બાબતોથી તે સતત સંપર્કમાં રહે છે.
ઉક્તિ છે કે "માં વગરનું ઘર અને પિતા વગરનો પ્રવેશદ્વાર
સ્મશાનવત્ત છે."
"માતૃ દેવો ભવ: પિતૃ દેવો ભવ:"
વેદોએ એમજ અમથું નથી કીધું.તમને ખમણ, રસ પુરી કે બજારની ચટાકેદાર વાનગીઓ ભાવે તો તેમને પણ મન હોય છે તેમને પણ થોડામાં થોડું આપો એ જે આપો છો તેમાંથી થોડામાં થોડું લઈને પરત આપે છે કેમકે તેમને રસાસ્વાદ વસ્તુનો કે મીઠાઈઓ ખાવાનો નથી આપણી વૃત્તિઓનો હોય છે.
માટે વિચારીને વર્તન કરો બાકી
"પીપળ પાન ખરંતા હસતી કુંપળિયાં!
અમ વીતી તુજ વીતશે,ધીરી બાપુડિયાં!!!"
- વાત્ત્સલ્ય