DUNGALI-LASAN in Gujarati Comedy stories by bharatchandra shah books and stories PDF | ડુંગળી - લસણ

Featured Books
Share

ડુંગળી - લસણ

ડુંગળી – લસણ

ડુંગળી – લસણ

*ડુંગળી લસણ*

લાકડીયા શેરીમાં કૌસ્તુભ એપાર્ટમેન્ટમાં ૪થા માળે કાલે શ્રી.બંકિંભાઈ દવેના ઘરે પુત્રીનો નામકરણ વિધિ થયો. અમારો ઘર જેવો સંબંધ એટલે અમને નોતરેલા. બીજા પણ મહેમાનો અને એપાર્ટમેન્ટનાં જૂના  નવા જોગીઓ હાજર હતા. તેમાં યુવાન છોકરા છોકરીઓનો જાણે કાફલો. કેમ કે એમનું જ કામ હોય નામ શોધવાનું. ડોહા  ડગરા  ડાળખાંઓને ક્યાંથી આવડે નવા નવા નામ? છોકરાઓ અને નવ યુવાનો પોત પોતાની રીતે નવા નવા નામોનું સૂચન કરતાં હતા. " કામિની","કુમુદીની", કે "ડોલી" ,"દિવ્યા" એવા અનેક નામોનું સૂચન કરતા હતા. બાળકીના ફોઈ કરતા છોકરાઓને વધુ ટેન્શન. નામ " કર્ક " રાશિ પરથી મૂકવાનું હતું.

બાપુ બરછટભાઈ છાપું વાંચવામાં મશગુલ હતા. ધાંધલ ધમાલની કઈજ અસર એમના ઉપર થતી નહોતી. વાતાવરણ જરીક ધીમું પડયું." યુરેક્કા....! યુરેકકા...! એ જડ્યું..જડ્યું.  નામ મને જડયું... ત્રાડો પાડી સીધા બાળકીના ફોઈ પાસે ગયા ને કાનમાં કૈક ગુસપુસ કરી આવ્યા.  બધા નામ શોધવાનું છોડી બરછટબાપુના આવા અચાનક  ઉછાળપણથી બધાજ અવાક થઇ ગયા. બધાની નજર એમના ઉપર અને બાળકીના ફોઈ તરફ અવારનવાર ફરતી હતી. જાણે કોથળામાંથી કંઇક કાઢશે. ફોઈએ ઝોળી મંગાવી. બાળકીને ઝોળીમાં સુવડાવી. ચારે બાજુના એક એક છેડા ચાર છોકરાઓ પાસે પકડાવવ્યાં.  " ઝોળી પોળી પીપળાનું પાન..ફોઈએ પાડ્યું..' ડુંગળી ' નામ...
હર્ષ ઘેલા થઈ બધાએ તાળીઓ પાડી નામને વધાવી લીધું.

" ભાઈ, આ તો થઈ બાળકીનું નામકરણ વિધિ. હવે એના બાપાનું પણ નામકરણ વિધિ કરવાનું છે" . વચ્ચેથી જ ગોપૂકાકા બોલ્યાં. બાળકીનું નામ " ડુંગળી" પાડ્યું તો બંકિમભાઈનું પણ નામકરણ થવું જોઈએ. બે ચાર વડીલોના ગળે આ વાત ન ઉતરી. તેમને વાંધો ઉઠાવ્યો. પણ ગોપૂ કાકાએ સમજાવી મનાવી  લીધા. બધાએ બૂમો પાડીને એકી અવાજે બોલ્યાં, " બોલો શું નામ રાખીએ"?

અર્થાત્ ! "શરદભાઈ".  ગોપૂકાકાએ નામ સૂચવ્યું.

શરદભાઈ?  બરછટભાઈ મનમાં ને મનમાં પોતાની જાતને પ્રશ્ન કર્યો.
"ગોપૂકાકા , બંકિમ નામમાં શું ખરાબી છે? તે સમજાઓ પહેલાં. અહી હાજરમાંથી કોઈને વાંધો છે?  આ કોઈ આતંકવાદીનું  નામ છે? "

"ભાઈ બરછટ , નામ તો તમારું  બરછટ પણ સ્વભાવે નરમ પોચો. તમને છાપું વાંચી બાળકીનું નામ ડુંગળી સુચ્યું. તો મને પણ છાપું વાંચી  ' શરદભાઈ 'નામ સૂચ્યું."

એક મહેમાનના સમજમાં આખી વાત આવી ગઈ. એમણે તરતજ વાતને વડા કરતા લંબાવ્યું
અને બોલ્યાં, " ભાઈઓ, બંકિમભાઈનું નામ એકલું શરદભાઈ રાખીને નહી ચાલે હોં..એમની અટક પણ બદલવી પડશે. ત્યારેજ એમની પિછાણ પૂરી થશે."
હેં....??? અટક બદલવી પડશે? બરછટભાઈ બબડ્યા.

દવે અટકની બદલે આજથી એમની અટક " પવાર" રાખીએ.

આખી વાતની ગડમથલ ચાલતી હતી ત્યાંજ નાજુકભાઈ નકામો હાથમાં છાપું લીધું અને નામકરણનો તાગ મેળવવામાં મશગુલ થયા. અને સક્સેસ પણ થયા હો....!

"હમમ હવે વાત મારા ભેજામાં ઉતરી. આખા પેપરમાં ડુંગળી અને શરદ પવાર જ છવાયેલા રહ્યા. એટલે આ નામ રાખવામાં આવ્યા".  બહુ મોટો કોઇડો ઉકેલ્યો તેમ સમજી બરછટભાઈ ઉછળ્યા.

બરછટભાઈ નાજુકભાઈ નજીક આવ્યા.તેમની બાજુમાં પોતાને બેસવા ખુરશી ગોઠવતા બોલ્યાં," આખા દેશમાં ગમે તે ભાષાનું છાપું લઈ લ્યો .બસ..આ બે જ જણા છવાયેલા છે. અને તે પણ મેઈન પાનાં ઉપર મોટા મોટા અક્ષરોમાં.  થોડા વર્ષો પહેલા કોક દેશમાં દરિયાઈ વાવા ઝોડું આવેલું. હા... તારીખ મને યાદ આવી. ડિસેમ્બર ૨૪ ૨૦૦૪મા રોજ જાપાનમાં " ત્સુનામી" આવેલી તે સમયે આપણા ભારતના દક્ષિણના એક રાજ્યમાં તેજ દિવસે એક બાળકીનો જન્મ થયો અને એ બાળકીના માં બાપ " ત્સુનામી"નામ રાખ્યું.
યાદ છે ને નાજુકભાઇ! "

"એટલુજ નહિ  પણ ભવિષ્યમાં આપણા છોરાઓના છોકરાઓ ભળતાજ નામ રાખે તો નવાઇ જેવું કશુજ નથી.હોં બાપુ!

"ક્યા ક્યા નામ રાખશે  એ તો કહો?"

' ગૂગલ ' , ફેસ બુક ' , બ્લોગ ' ,  'વાયરસ ' , હોટ મેઈલ, જી મેઈલ, ટ્વીટર, નીપા,ઇબોલા,કરોના વગેરે વગેરે..એવા નામો રાખવામાં આવશે તમે જો જો!"  બરછટભાઈ વછૂટયા.

" અલ્યા,બરછટભાઈ , અમારા ફળિયામાં પણ એક ભાઈને ત્યાં ૩ ત્રણ મહિના પહેલા દીકરાનો જન્મ થયો તો ફોઈએ શું નામ પાડ્યું ખબર છે?"  નાજુકભાઈ બોલ્યા

 "ક્યાંથી ખબર હોય? તમે કહેશો ત્યારે ને?" બરછટભાઈએ સવાલ  કર્યો 

"એ હા..નામ પાડ્યું "લસણ " જબાબમાં નાજુકભાઈએ ટૂંકમાં જ  ખુલાસો કર્યો

 બરછટભાઈ  : "ચાલો તારે એક ટેંશન ઓછું "

 નાજુકભાઈ :  "શેનું ?"

 બરછટભાઈ  : "પરણવાનું? મુરતિયો શોધવાનું ?"

નાજુકભાઈ : "કોના માટે?"

 બરછટભાઈ  : "લસણ માટે"

 નાજુકભાઈ : "કોણ છે છોકરી?

બરછટભાઈ : "અલ્યા,આ ડુંગળી વળી કોણ?

 નાજુકભાઈ : ચાલ તારે આજેજ બંકીમભાઈને કહી દઈએ કરો  કંકુના "ડુંગળી અને લસણના " સગપણના ગોળધાણા .

 જાગ્રતભાઈએ વાતમાં પ્રાણ પુરાવી બોલ્યાં," ભઈ, અમારા ફળિયામાં છે ને ગેંદાલાલ વરઘોડિયા છે એમને દીકરી ' શરમાળી' નું  શહેરમાં જ સગપણ નક્કી કર્યું. લગ્નની તારીખ,તિથિ,સમય, વાડી,બેન્ડ બાજા, ડી.જે., કપડું લતતું, અનાજ પાણી, મરી મસાલા, દાગીના, પાપડ પાપડી, વડી, પહેરામણીની ભેંટો, વગેરે કશુજ બાકી નહોતું રાખ્યું. બધુજ નક્કી થઈ ગયું.

જાગ્રતભાઈ નામ પ્રમાણે જાગ્રત. જેમના હસ્તે આ સગપણ થયું તેઓ છોકરીના પિતા ગેંદાલાલ વરઘોડિયા  પાસે હાંફતા હાંફતા આવ્યા. એમનો એક હાથ પકડી ખૂણામાં લઇ ગયાં.ધીમા અવાજે ગળગળા થઈને બોલ્યાં," ગેંદાભાઈ , માફ કરજો. વેવાઈનો ફોન આવેલો. દહેજની માંગ કરેલી. મે તો કહ્યું કે ભાઈ, છોકરી વાળા સામાન્ય માણસો છે. મોંઘુ સોનું ચાંદી કે રોકડા ક્યાંથી આપે? એટલી ગુણ સંપન્ન,રૂપાળી,ભણેલી,સંસ્કારી છોકરી તમને ક્યાંયે નહી મળે. પછી  વચ્ચે દહેજની ડિંડક સુ કામ નાખો છો ?"

વેવાઈ બોલ્યાં, " ભાઈ, અમને સોનું, ચાંદી ,રોકડા ,ગાડી,બંગલો કશુંજ નથી જોઈતું. "

" તો શું જોઈએ"?

" એક મોટો ટેમ્પો  ભરી ડુંગળી લસણની ભરેલી ગુણો જોઈએ  તે પણ અત્યારે એટલે લગ્ન પહેલા. પછી જેમ જરૂર પડ્યે તેમ મંગાવ્યા કરીશું.બોલો મંજૂર છે"? વેવાઈએ ભારેભરખમ માંગણી કરી.

હેં....દહેજમાં વળી કોઈ ડુંગળી લસણ માંગતું હશે? " હાજર અને આ કથની સાંભળનાર બધાજ અવાક પામ્યા. નિસાસો નાખતાં બે ત્રણ જણ બોલ્યાં, " આપી ભી દઈએ પણ ઓર્ગેનિકવાળી,દુર્ગંધ આવે એવી ડુંગળી અને લસણ લાવવા ક્યાંથી"? યુરોપ જવું પડે અથવા અમેરિકા બરાકભાઈને કાગળ લખી મંગાવવી પડે ભૈ. આપણા દેશમાં તો કેમિકલવાળી, પેસ્ટીસાઇડ્સવાળી ડુંગળી લસણ મળે છે.રડાવે એવી ડુંગળી ક્યાંથી લાવવી"?

"ભવિષ્યમાં બેંકવાળા ડુંગળીને ગીરવે મૂકી ગ્રાહકોને લોન આપે તો કશુંજ ખોટું નથી. પણ લોન ભરપાઈ ન થાય તો બેંકવાળા ડુંગળીનું શું કરશે? " બરછટભાઇએ  ઇન્ટેલિજન્ટ સવાલ કર્યો.

" ભઈ, સીધી વાત છે. બેંકવાળા એ ડુંગળી રેશનવાળાને વેચશે.  આમેય ડુંગળી લસણ  રેશનમાં જાય તો નવાઈ નહી. ડુંગળી ગરીબોની કસ્તુરી છે.અને આપના દેશમાં ગરીબી રેખા નીચે જીવવાવાળા જ વધારે છે.  બેંક વાળા લોનની ભરપાઈ થાય તે ભાવે રેશન દુકાનવાળા ને વેચશે. રેશન દુકાન વાળો જેને બેંકમાં લોન લેવી હોય તેમને રેશનના ભાવે વેચશે.  અને જેને લોન જોઈતી હશે તે એ ડુંગળી લસણ લઈ બેંકમાં જશે.ગીરવી મૂકી લોન લેશે.અને ફરીથી એજ ડુંગળી અને લસણ રેશનવાળાને વેચશે. એટલે આ ડુંગળી લસણની અને બેંકલોન રેશન દુકાનવાળાની ચકરડી ફર્યા જ કરશે. ડુંગળી લસણને સેફ ડિપોઝિટમા મૂકવા લોકરની સુવિધા પણ પૂરી પાડશે.  અને લોકોની કીમતી ડુંગળી લસણ ( એટલે હાલના સંજોગોમાં  ડુંગળી અને લસણ એ  સોના ચાંદીનું રૂપ ધારણ કરેલ છે એટલે કીમતી) સુરક્ષિત તો રહશે."

એક મરાઠી ફિલ્મ છે દાદા કોંડકેની જેમાં "સાખર" આલી "સાખર" એવી બૂમો પાડે છે. તે સમયે દેશમાં ખાંડની બહુજ અછત હતી. રેશનમા માંડ માંડ ખાંડ મળતી હતી. તે પણ ઝીણી પાવડરની જેમ. ગામમાં ખાંડની ટ્રક આવે એટલે દાદા કોંડકે ટ્રકની પાછળ  દોડે છે અને બૂમો પાડે છે અને  લોકોને જાણ કરે છે ગામમાં ખાંડ આવી છે.

જબરા ભાઈ એમના એપાર્ટમેન્ટની વાત કરતા હતા. એક ભાઈનો ૧ વરસનો બાબો બહુ રડ્યા કરે. છાનો રહેજ નહી. ખવડાવ્યું, પીવડાવ્યું એની દાદી શાંતા કાકીએ ભજનો ગાયા. વાર્તાઓ કહી. એની મમ્મી બહાર ફરવા લઈ ગઈ. સુવદાવવાની કોશિશ કરી .ખભે સુવડાવ્યો ,ઝોળીમાં સુવડાવ્યો. મધુબેને હાલરડું ગાયું તો પણ છાનો રહેવાનું નામ ન લે ભઈલો. બધાજ ચિંતામાં ગરક થઈ ગયા.  હું વીમાના કામે એમના  ઘરે પહોંચી ગયો. મધુ ભાભીએ જોરથી ત્રાડ પાડી ચૂપ...!!!! .મે એમને હાલરડું ગાવા કહ્યું તો તે પણ ગાઈ લીધું મધુભાભી બોલ્યાં.

"મે સહજતાથી પૂછ્યું કે કયું હાલરડું ગાયું"?

એજ તો વળી મામા " સૂઈ જા તારા મામા આવશે ઝબલા ટોપી લાવશે."
હું તરતજ સમજી ગયો અને મધુભાભીને હાલરડું ગાતા અટકાવ્યું અને કહ્યું, "ભાભી, આ તો જૂનું હાલરડું છે. કોક નવું હાલરડું ગાઓ તો માર બેટો છાનો રહશે.તમે એમ ગાઓ " તારા મામા આવશે ને ગુણો ભરી ડુંગળી લસણ લાવશે."

મશુભાભીને કોણ જાણે મારો આ આયડીયા  ગમી ગયો. તરતજ ગાવા માંડ્યું.ચાર લીટી ગાઈ ને ટેણીયો આંખ બધ કરી સુઈ ગયો.  મારું વીમાનું કામ પતાવી હું ઘરે આવ્યો. ૫ કલાક પછી મને મધુભાભીનો ફોન આવ્યો અને ફોન ઉપર મને કહેવા લાગ્યા કે તમારો આઈડિયા કારગત નીવડયો .માર બેટો ૫ કલાક પૂછી હસતા હસતા ઉઠ્યો ને ઝોળીમાં રમવા લાગ્યો. "

હવે કોઈ પણ બાળક રડે તો આ નવું હાલરડું ગાઈ લેવાનું એટલે કામ ખતમ.

ટાબરિયા ઓને સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે સ્કૂલોમાં સંચાલકો ડોનેશનમા રોકડાને બદલે જો સ્કુલ કોલેજની કેન્ટિંન માટે ડુંગળી લસણની માંગ કરે તો નવાઈ નહી. ૧ બાળક  પર એક બાળકને પ્રવેશ ફ્રી એવી સ્કીમો પણ લાગુ કરે તો નવાઈ નહી.

એટલુજ નહિ આયકર કે વેચાણ કરના અધિકારીઓ વેપારીઓ,ઉદ્યોગપતીઓ અને પગારદાર કરદાતાઓ પાસેથી આકારણી પતાવટ પેટે ડુંગળી લસણની ભેટ આપે તો તમારા આકારણી આદેશો તરતજ હાથો હાથ મળી જશે.ડુંગળી લસણની લાંચ આપો તો કામ ચુટકીમા ખતમ.

.*******************************************************************************************