Child swimmers vihan books and stories free download online pdf in Gujarati

બાળ તરવૈયો વિહાન

બાળ તરવૈયો વિહાન

નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? આજે હું એક તમારાં જેવો બાળક કે જે તરવાની અલગ અલગ રીતો જાણે છે. તેને તરવું ખૂબ ગમે છે. વિહાન દરરોજ સ્વિમિંગ ક્લાસમાં જાય છે. બીજાં બધાં બાળકો કરતાં વિહાન ઝડપી તરતાં શીખ્યો. વ્હાલાં બાળકો, પાણીમાં તરતાં તમને આવડવું જોઈએ. ગામડાઓમાં બાળકો કુદરતી રીતે જ તરતાં શીખી જાય છે પરંતુ શહેરમાં બાળકોને તરવા માટે ક્લાસ કરવાં પડતાં હોય છે. તરવાથી આખા શરીરની કસતર થાય છે. સાથે સાથે ઘણી જગ્યાએ નદીમાં, દરિયામાં કે પુર જેવી પરિસ્થિતિમાં બાળકો ડૂબી જતાં હોય છે તો આવાં સંજોગોમાં જો થોડીઘણી પણ માહિતી તમારી પાસે હશે તો તમારો જીવ બચી જશે તમે બીજાને પણ બચાવી શકશો. બાળકો તરતા શીખવું શા માટે અગત્યનું છે ? તરવાથી કયા કયા ફાયદાઓ થાય છે ? તે આપણે જાણીએ.

બાળકોને તરવાનું શીખવવાની શરૂઆત કી :-

વિહાને તરતાં શીખવા માટેની શરૂઆત ક્યાંથી કરી? તે જાણીએ. કઈ બાબતોનું ધ્યાન રાખવું. તરવું એ એક પ્રેકટીકલી પ્રક્રિયા છે. તરતાં ત્યારે જ આવડશે જ્યારે તમે પાણીમાં પડશો. વિહાનને તરવું ગમતુ હતુ માટે તે પાણીમાં રહેતો. રજાના દિવસે મોટાભાગનો સમય પાણીમાં હોય. કિનારે બેઠાં બેઠાં બીજા લોકોને તરતાં જોવાથી શીખી શકાશે નહીં કે તેના માટે કોઈપણ સઘન અભ્યાસક્રમો પણ નથી. લેવાની જરૂર નથી. સ્વ અનુભવથી જ શીખાય છે.

પાણી સાથે રમો :

પાણીમાં પડ્યાં પછી વિહાન પાણીમાં રમે. તરતાં શીખવા માટે પાણી સાથે રહેવું પડે છે. પાણી સાથે રમવું પડે છે. બાળકને પાણી સાથે રમવું જોઈએ
જ્યારે તમે તરવાનું શીખતા હોવ ત્યારે ધ્યાનમાં રાખવાની પ્રથમ વસ્તુ તે છે કે તમારે પાણીમાં અને પાણીથી રમવું જોઈએ. તમારે જળચર વાતાવરણમાં આરામદાયક અનુભવું પડે છે, તેવું લાગે છે કે પાણી કંઈક આનંદપ્રદ છે અને સૌથી મહત્ત્વની વાત કે તમે એમ કરતાં કરતાં માસ્ટર થઈ શકે છો. પરંતુ કેટલાક બાળકો મોટા અથવા ખૂબ ઊંડા પૂલથી ડરતા હોય છે, ભલે તેઓ તમામ પ્રકારના ફ્લોટ એસેસરીઝ પહેરે. તેથી જ, જો તમને ભય લાગે તો છીછરા પૂલથી પ્રારંભ કરવું, જેથી તમે સલામતી મેળવો તે મહત્વનું છે. જો તમે ખૂબ નાના છો, તો તમને કદાચ આ સાથે કોઈ સમસ્યા નહીં હોય.

શા માટે પાણીમાં ડૂબી જવાય છે?

જ્યારે પણ તમે પાણીના વહેણમાં તણાતા હોવ અથવા તો ડૂબી રહ્યાં હોવ ત્યારે હંમેશા હાથને પાણીમાં રાખો. કારણ કે મોટાભાગના લોકો એટલા માટે પાણીમાં ડૂબી જતા હોય છેકે તેઓ પોતાના હાથને હવામાં ઉંચા કરે છે અને માથાને પાણીની અંદર ડૂબાડી દે છે. આમ કરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને પાણી મોઢા વાટે શરીરમાં જવાની શક્યતાઓ પણ રહે છે.હાથને પાણીમાં રાખો. તમારા હાથને પાણીમાં જ રહેવા દો, ક્યારેય પણ તમારા હાથને હવામાં ના લાવો અને શિથિલ ના કરો.
તમારા હાથને પાણીમાં ભારપૂર્વક જવા દો જેથી તમારું શરીર ખાસ કરીને માથાનો ભાગ પાણીની બહાર રાખી શકો અને તેમને શ્વાસ લેવામાં કોઇ સમસ્યા ના નડે.
વોકિંગ સ્ટાઇલમાં પગ હલાવો. જ્યારે તમે પાણીમાં ડૂબી રહ્યાં હોવ અથવા તણાઇ રહ્યા હોવ ત્યારે તમારા પગને તમે એ રીતે હલન-ચલન કરાવો કે જાણે તમે કોઇ જમીન પર ચાલી રહ્યાં છો, જેનાથી તમે તમારી જાતને પાણીમાં તરવામાં મદદરૂપ કરી શકશો. તેમજ તમારા હાથોને પાણીના વહેણમાં હલેસાની માફક હલાવો.હાથ અને પગની મૂવમેન્ટ ચાલું રાખો. જ્યાં સુધી તમને કોઇપણ પ્રકારની બચાવ સામગ્રી અથવા મદદ પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી હાથ અને પગની મૂવમેન્ટને ચાલું રાખો.


તરવાના ફાયદાઓ :

બાળકો વિહાન એકદમ તંદુરસ્ત બાળક છે, શા માટે ? કારણકે તે તરવામાં માસ્ટર છે. માટે સ્વસ્થ છે. તમારે મજબુત સ્નાયુ જોઈતા હોય તો પાણીમાં કસરત કરો આમ કરવાથી તમાંરા પૂર્ણ શરીરને આરામ મળશે. સ્વીમિગ મજબૂત સ્નાયુ માટે ખુબ જ ફાયદાકારક છે.
પાણીમાં તરવાથી આંતરડા મજબૂત અને સ્વચ્છ બને છે. પાણીમાં તરવાથી હાડકાં મજબૂત બને છે. શરીરના સાંધાઓ મજબૂત બને છે. સાંધાના દુઃખાવા અને શરીરના દુઃખાવા દૂર થાય છે. વધારે વજન ઘટાડવા માટે સ્વિમિંગ જેવી કસરત એક પણ નથી. તમારુ મન શાંત થશે. માનસિક તણાવમાં રાહત મળે છે.


તો જોયુંને બાળકો!!!! વિહાનને તરવાની કેવી મઝા છે ? વિહાન તરવાની અલગ અલગ રીતો પણ જાણે છે. સીધા, ઊંધા, આડા, ઉભા અને આવી તો ઘણી રીતોથી તરતાં જાણે છે અને આનંદ માણે છે. વિહાન માટે જ તંદુરસ્ત બાળક છે અને ભણવામાં પણ ખૂબ હોંશિયાર બાળક છે. તો તમે પણ તરતાં શીખશો ને ? આ વાંચ્યા પછી તરવાનો દર દૂર થઈ ગયો ને ?