Dumo books and stories free download online pdf in Gujarati

ડૂમો

1. ડૂમો

રતનને હવે કોઠે પડી ગયું હતું. મનમાં ને મનમાં સઘરવું. ગળે ડૂમો બાઝી દેવો. આર્તભનાદ દબાવી દેવો. સાહેલીઓ સામે ખુલવું નહીં...

કેટલાંય ઓરતા લઈ, માથે મોડિયો ને ચુંદડી ઓઢી આંગણે પોખાણી હતી. ફૂલોનાં મધમધાતા ઓરડે પરણ્યાની પહેલી રાતને માણવા ધણીને પગે લાગી હતી...
સવારે પાસપડોશની વહુઓએ ચિટકો ભરી મશ્કરી પણ કરી. સાસુ, સસરા અને પતિ, નાના એવાં ઘરમાં સાકરમાં દૂધ ભળે એમ ભળી ગઈ.
સમય સરતો ગયો. ધીમે ધીમે કાનાફૂંસી થવા લાગી.. " "પેલી રતનીને હવે હારા દા'ડા જાય સે કે નય !' " થાયે, કયા જાજા વરહ થીયા સે " " માતાજીનાં ભૂવા પાહે લય જાહો ને!" "રામ-સીતાની જોડી કાંય વાંઝણી નો રેય.. " આ બધી વાતો ધીરે ધીરે મહેણાં ટોણાંમાં બદલાવા લાગી. "હવાર-હવારમાં કાં આ વાઝણીનું મોઢું જોય લીધું !" " હારો પરસંગ સે, પેલી રતની હામી નો મળે, ધયાન રાખજો " તો કોઈને વળી અનુકંપા પણ ઉપજતી " કાનુડા જેવો ધણી, પણ બસારીને સેર માટીની ખોટ.."
સાસુ સસરા પાસે પણ હવે રતનનું માન ઓછું થઈ ગયું હતું. સાસુ સસરા હવે રતન સાથે કામથી કામ રાખતા. કોઈ વળી આવી સાસુને આકરા પણ કરી જાતા "બસારા ભાણિયાની ઉંમર હજી બઉ નથ. રતનીને પિયર પાસી મોકલી આપો, બીજી આવસે તો વારસ મળસે. આમ તમારો વેલો નય રે !"
સમય જતા સાસુ-સસરા મોટું ગામતરૂં કરી ગયાં. બધાંની લાગણી રતનનાં પતિ સાથે રહેતી. રતન મનમાં ને મનમાં સોસવાતી રહેતી. પોતાનો ખોળો ખાલી છે , એ દુઃખ કરતાં, લોકોનાં વાંકા બોલથી વધારે દુઃખી હતી. આજ દિયરનો નાનકો રસ્તે રમતો જોયો. રમલીને તે બહું વહાલો લાગ્યો. હવળેથી તેને ગાલે ટપલી મારી. માથે હાથ ફેરવી વહાલ કર્યું અને ગાલે એક બચી ભરી. દૂર ઊભી તેની માએ આ જોયું તરત નાનકાને ખેંચી ઘરમાં લઈ ગઈ " હેંડ ! બારો નઈ રમતો. ટુસકા કરી જાય કોઈ " સાથે રતની સામે મોં મચકોડાયું. રતનને હાડોહાડ લાગી ગયું.
રાતે વાળુપાણી પતાવી ઓરડેં આવી. આજ તેનું ધૈર્ય જવાબ માંગતું હતું. રૂદ્રાક્ષની માળા અને ભગવો લઈ ઓરડાના ખૂણે ધૂણી ધખાવી બેઠેલા ધણી સામે આવી. "સમાજ હામુ પણ આને અંગે ધરી લો! મને તી ઈ હમજાતું નથ... "ભક્તિ શક્તિ ને મુક્તિ હુ ઈસ્છો તમે?". ભક્તિ કરવી તો શીદને પરણયા. મુજ જેવી વામન શક્તિને કીમ બાંધી તમે? સંસારથી મુક્તિ જોતી'તી તો એક ગમારને કમ ગળે વળગાડી. આ ભગવો ધરી એકવાર પે'રો હુંય તમરા પગલે પગલે હાલી આવીસ. આ સમાજના મે'ણાં નથ જીરવાતા... સમાજેય જાણે વાંઝણીનાં દઃખ. ભક્તિ કરવી એમાં શીદની સરમ? " રતનીએ જોરથી ડૂમો મુક્યો. રમલાની અત્યાર સુધીની ભક્તીથી કોઈ અજ્ઞાત શક્તિએ તેનામાં પ્રવેશ કર્યો અને હળવેથી રતનીને ઊભી કરી. આજ પહેલીવાર ઓરડાનાં મંદિરમાં પડદો પડ્યો.
2. ડૂમો
કેટલાંય ઓરતા લઈ, માથે મોડીયો ને ચુંદડી ઓઢી રતન આંગણે પોખાણી હતી. ફૂલોનાં મધમધાતા ઓરડે ધણીને પગે લાગી હતી. સવારે પાસ-પડોશની વહુઓએ ચિટકો ભરી મશ્કરી પણ કરી હતી
સમય સરતો ગયો. ધીમે ધીમે કાનાફૂંસી થવા લાગી.. " "પેલી રતનીને હવે હારા દા'ડા જાય સે કે નય !' માતાજીનાં ભૂવા પાહે લય જાહો ને!" વાતો ધીરેથી મહેણાં ટોણાંમાં બદલાણી. "હવાર-હવારમાં કાં આ વાંઝણીનું મોઢું જોય લીધું !" " હારો પરસંગ સે, પેલી રતની હામી નો મળે, ધયાન રાખજો "
સાસુ સસરા પાસે પણ હવે રતનનું માન ઓછું થઈ ગયું હતું. કોઈ વળી આવી સાસુને આકરા પણ કરી જા'તાં "બસારા ભાણીયાની ઉંમર હજી બઉ નથ. રતનીને પિયર પાસી મોકલી દીયો, બીજી આવસે તો વારસ મળસે. આમ તમારો વેલો નય રે !"
સમય જતા સાસુ-સસરા મોટું ગામતરૂં કરી ગયાં. રતન મનમાં ને મનમાં સોસવાતી રહેતી. પોતાનો ખોળો ખાલી છે , એ દુઃખ કરતાં, લોકોનાં વાંકા બોલથી વધારે દુઃખી હતી. આજ દિયરનો નાનકો રસ્તે રમતો જોયો. રતનને તે બહું વ્હાલા લાગ્યો. હવળેથી તેને ગાલે ટપલી મારી, વહાલ કર્યું અને ગાલે એક બચી ભરી. તેની માએ આ જોયું. નાનકાને ખેંચી ઘરમાં લઈ ગઈ " હેંડ ! કોઈ ટુસકા કરી જાય ! " રતની સામે મોં મચકોડાયું. રતનને હાડોહાડ લાગી ગયું.
રાતે વાળુપાણી કરી ઓરડેં આવી. આજ તેનું ધૈર્ય જવાબ માંગતું હતું. રૂદ્રાક્ષની માળા અને ભગવો લઈ ઓરડાના ખૂણે ધૂણી ધખાવી બેઠેલા ધણી સામે આવી. "સમાજ હામુ પણ આને અંગે ધરી લો! મને તી ઈ હમજાતું નથ... *"ભક્તિ શક્તિ ને મુક્તિ હુ ઈચ્છો તમે?"*. ભક્તિ કરવી તો શીદને પરણયા. મુજ વામન શક્તિને કીમ બાંધી ? સંસારથી મુક્તિ જોતી'તી તો એક ગમારને કમ ગળે વળગાડી. આ ભગવો એક વાર પે'રો હુંય તમરા પગલે પગલે હાલી આવીસ. સમાજના મે'ણાં નથ જીરવાતા... સમાજેય જાણે વાંઝણીનાં દ઼:ખ. ભક્તિ કરવી એમાં શીદની સરમ? " રતનીએ જોરથી ડૂમો મુક્યો. રમલાની અત્યાર સુધીની ભક્તીથી કોઈ અજ્ઞાત શક્તિએ તેનામાં પ્રવેશ કર્યો અને હળવેથી રતનીને ઊભી કરી. આજ પહેલીવાર ઓરડાનાં મંદિરમાં પડદો પડ્યો.