Maadi hu Collector bani gayo - 45 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 45

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૫

અંતે જીગર અને વર્ષા ના લગ્ન નો એ દિવસ આવી ગયો. એક બાજુ જીગર અને વર્ષા લગ્નના મંડપ માં ફેરા ફરી રહ્યા હતા અને ગુપ્તા પંડિત તેમજ પંકજ આકાશ બધા જ આ દ્રશ્યને નિહાળીને જોઈ રહ્યા હતા. બધા જ આજે ખુશીના આ દિવસ માં જીગરની સાથે જ ઉભા હતા.
લગ્ન બાદ જીગર તેના માતા પિતા ને સાથે રાજસ્થાન માં તેના બંગલો માં લઈને આવ્યો. સાથે જ વર્ષાના કુમકુમ પગલા પણ પ્રથમ વખત પડ્યા. જીગર આજે ખુબ જ ખુશ હતો. તેમના જીવન નો અમૂલ્ય દિવસ આજે તેની નજર સમક્ષ જ હતો.

લગ્નબાદ વર્ષા એ તેમની નોકરીમાંથી રાજીનામું આપી દીધું જીગરના ઘણા સમજાવ્યા બાદ પણ તેની એક જ ઈચ્છા હતી કે હવે તે જીગરની જિંદગીમાં તેમનો સાથ આપે અને તેના માતાપિતા ની સેવા કરે. અંતે વર્ષાની જીદ આગળ જીગર હવે કંઈજ ન બોલી શક્યો.


એક દિવસ રાત્રે જીગર ને અચાનક જ સિંહોરી જિલ્લાના એસ.પી નો ફોન આવ્યો કે સિંહોરી ના જંગલ માં એક નક્સલી ગ્રુપ દ્વારા અમુક નાગરિકોને બંધક બનાવી દેવામાં આવ્યા છે. જીગર અને આકાશ બંને સિંહોરી ના મધ્યસ્થ પોલીસ હેડ કવાર્ટર પોહચ્યાં અને ત્યાં પોલીસ કાફલો તૈયાર જ હતો. જીગરે ત્યાંનું નિરીક્ષણ કર્યું અને એસ.પી ની ટીમ સાથે જંગલ જવા રવાના થયો.

ઘનઘોર જંગલમાં સાડા અગિયાર વાગ્યે પોલીસ કાફલો ઉભો રહ્યો આગળ એસ.પી ની સાથે જીગર અને અન્ય પોલીસ ઓફિસર પણ હતા. બધા જ પોત પોતાની પોઝીશન માં ઉભા હતા. સામે એક લાકડાની ઝૂંપડી હતી. શરૂઆત માં જીગર અને એસ.પી સાહેબ દ્વારા આખી ઝૂંપડીની ઘેરા બંધી કરી નાખવામાં આવી અને આગળ એસ.પી સાહેબ અને જીગર સાથે અન્ય ત્રણ પોલીસ ઓફિસર બંધુક લઈને ઝૂંપડીનો દરવાજો ખોલ્યો.

ત્યાં વીસ જેટલા લોકોને ધુટણયેભર નીચે બેઠેલ હતા અને પાંચ નક્સલી બંધુક તાની ને જ ઉભા હતા. નક્સલી બોલ્યા અહીંથી ચાલ્યા જાઓ નહીંતર આ લોકો ને અમે નહી બક્ષીયે. જીગરે એસ.પી અને તેના કાફલાને બહાર જવાનો ઈશારો કરતા જીગર પણ બહાર નીકળી જ રહ્યો હતો કે એસ.પી દ્વારા જીગરના કાન માં કહેવામાં આવ્યું કે સર આ મુન્નારામ છે કે જે છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો પોલીસ ને આની ક્યારથી પણ તલાશ હતી. આવો મોકો વારંવાર નહી મળે. પરંતુ જીગરે કહ્યું ચાલો બધા પાછા જીગર અને એસ.પી સાથે ત્રણ ઓફિસર હવે ઝુપડીની બહાર નીકળી ગયા.

ત્યાં જ અંદર થી એક નક્સલીએ ઝુપડી બંધ કરી દીધી. એસ.પી ને હવે અફસોસ થવા લાગ્યો. જીગરે ઝુપડી ને જોઈ જ રહ્યો હતો. અચાનક જ જીગરે કહ્યું કે આ ઝુપડીને આગ લગાવી દો.
એસ.પી દ્વારા આશ્ચર્યથી પૂછવામાં આવ્યું શું આગ?
જીગરે કોઈ જ શંકા વગર કહ્યું - હા આગ લગાવી દો.

આમ પણ અધિકારી ના ઓર્ડર હતો એસ.પી ને નવાઈ લાગી. એમણે અન્ય પોલીસ ઓફિસર દ્વારા ઝુપડીને આગ લગાવી દીધી. જીગર અને અન્ય પોલીસ ઓફિસર હવે સામે ઝાડ પાછળ છુપાઈ ને બંધુક તાકી ને જ ઉભા હતા.

ત્યાં જ ઝુપડીની અંદર ધુમાડો આવતા હવે નક્સલીઓ હેરાન થવા લાગ્યા થોડો સમય આગ પ્રસરતા હવે નક્સલીઓ એ આગળ બંધકો ને ઝુપડી બહાર મોકલ્યા. અને તે પણ પાછળ બંધુક તાકી ને આવતા જ હતા.

પાંચ બંધકો જ્યારે સ્પષ્ટ દેખાવા લાગ્યા ત્યારે એસ.પી દ્વારા શૂટ આઉટ ના ઓર્ડર આપવામાં આવ્યા. ત્રણ નક્સલી માર્યા ગયા અને બે નક્સલી એ શરણાગતી સ્વીકારી. બધાજ બંધક લોકો સુરક્ષિત હતા. પોલીસ દ્વારા બંધક લોકો ને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી અને બે નક્સલી ને પોલીસ સ્ટેશને લઈને આવ્યા.
અચાનક જ જીગરને એસ.પી દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ તમે આગ નો આટલો જોખમી ઓર્ડર કેમ આપ્યો હતો. ત્યારે જીગરે કહ્યું કે થોડા સમય પહેલાજ વરસાદ વરસ્યો હતો અને ઝુપડી ના બહારના લાકડા ભીંજાયેલ હતા આગ એટલી જલ્દી પ્રસરે તેમ હતી જ નહી. રીસ્ક હતો પરંતુ સામે લોકોના જીવ બચાવવા અને એ પણ કોઈ જ જાનહાની વગર એટલે આજ એકમાત્ર ઉપાય હતો અને એસ.પી પણ હસવા લાગ્યા

સાંજે જ સિંહોરી કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને જીગર તેમજ એસ.પી ની ટીમ ના વખાણ કરવામાં આવ્યા. બીજા દિવસે બધી જ ન્યુઝ ચેનલો દ્વારા જીગર ને "સિંહોરી કા શેર" ની ઉપમા આપવામાં આવી. પરંતુ જીગરને આ ઉપમા થી કોઈ જ ફેર પડ્યો નહી તે તેના લક્ષ્ય તરફ જ આગળ વધી રહ્યો હતો.

અચાનક જ રૂદ્ર એ જ્યારે આ ચેપ્ટર પૂરું કર્યુ કે તેને ઘરેથી ફોન આવ્યો કે તેના પિતાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ છે. રૂદ્ર ફટાફટ ગાંધીનગરની સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી બહાર નીકળીને તેના રૂમ પર ગયો સમાન પેક કરીને સીધો જ તે તેના ઘરે જવા રવાના થયો.

to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"