Prem Thai Gyo - Season 2 - Part 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 9


ૐ નમઃ શિવાયઃ


પ્રેમ થઇ ગયો Part - 9

અત્યાર સુધી આપડે જોયું કે સોહમ અને આરતી એ એક બીજા ને પોતાના મન ની વાત તો કઈ દીધી પણ રાહી ના મન માં એક મુંજવણ થઇ છે કે તે આદિ ને પસંદ તો નથી કરવા લાગી ને...

આદિ જે આશિકા ને કેટલા સમય થી દરવાજો ખોલવાનું કેતો હોય છે, તે નથી માનતી પણ જયારે આદિ ગુસ્સે થાય છે તો તે દરવાજો ખોલી દે છે અને આદિ રૂમ માં જાય છે...

"શું થયું તને આશુ..."

આદિ આશિકા ની બાજુ માં બેસતા બોલે છે...

"તું હંમેશા તારી બધી વાતો મને કે છે, પણ તે રાહી વિશે મને કેમ ના કીધું..."

આશિકા બોલે છે..

"અરે એ મારી ફ્રેન્ડ છે બસ બીજું કાય નથી..."

આદિ બોલે છે...

"હું તારી બેન છું અને તારા કરતા 5 min મોટી પણ છું. શું મને નથી સમજાતું કે તું એને પસંદ કરે છે અને જે આદિ છોકરીઓ થી આટલો દૂર રેતો એ આજે કોઈ છોકરી સાથે કોફી પીવા જાય છે ચાલ જે પણ વાત હોય એ મને કે..."

આશિકા બોલે છે...

"અરે આને બધી વસ્તુ કઈ રીત ખબર પડી જાય છે અને શું આને કેવું ઠીક રહેશે...?

જો આશુ એ મમ્મી ને કઈ દીધું તો...?

ના ના હું આને કાય ના કહી શકું...

પણ આશિકા એ તો હંમેશા મારી મદદ જ કરી છે..."

આદિ એના મન માં આ બધું વિચારતો હોય છે...

"આદિ...આદિ તને કઉ છું..."

આશિકા બોલે છે અને આ સાંભળી ને આદિ તેના વિચારો માં થી બારે આવે છે...

"જો તું મમ્મી ને કાય નઈ કે તો જ તને બધી વાત કઉ..."

આદિ બોલે છે...

"હા પાક્કું હું કોઈને નઈ કઉ..."

આશિકા બોલે છે...

આદિ તેને પેલા દિવસ લાઇબેરી માં કઈ રીતે આશી ને જોઈ થી લઈને આજ સુધી ની બધી વાતો કે છે...

"અરે હવે તો મારે આશી ને મળવું જ છે..."

આશિકા બધું સાંભળી ને ખુશ થતા બોલે છે...

"જો એટલે જ નતો કેતો તને અને હજુ મને એ તો ખબર પડવા દે કે એ મને પસંદ કરે છે કે નહિ..."

આદિ બોલે છે...

"ભાઈ તે એને કીધું કે હું તારી બેન છું એ..."

આશિકા બોલે છે...

"ના હજુ મ કાય નથી કીધું અને એને પૂછ્યું પણ નથી..."

આદિ બોલે છે...

"હા તો તું એને કાય કેતો પણ નઈ અને જોજે કે એના માં શું બદલાવ આવે છે..."

આશિકા બોલે છે...

"અરે તું મારી લવસ્ટોરી ચાલુ થતા પેલા જ પુરી કરાવી દઈશ..."

આદિ બોલે છે...

"chill bro... તું બસ મારી વાત માન અને જો એના થી તને ખબર પડી જશે કે રાહી તને પસંદ કરે છે કે નહિ..."
આશિકા ખુશ થતા બોલે છે...

"હા અને ચાલ હવે સુઈ જા..."

આદિ બોલે છે અને તેની રૂમ ની બારે જાય છે...

આદિ અને આશિકા જુડવા હતા જેમાં આશિકા બસ તેના કરતા 5 min જ મોટી હતી પણ હંમેશા આદિ ને દાદી માં ની જેમ સલાહ આપતી અને તેના હરેક કામ માં તેની સાથે જ હોતી, પણ ગણી વાર આદિ ના કામ બગાડવા માં આશિકા નો જ હાથ હોતો...

આદિ તેના રૂમ માં જાય છે અને તે રાહી વિશે જ વિચારતો હોય છે...

"હવે મેં આશુ મેં બધું કીધું તો છે બસ તે મદદ કરે મારી અને મારુ કામ ના બગાડે..."

આદિ વિચારતો હોય છે ત્યારે જ તે એ દિવસ યાદ આવી જાય છે જયારે તેને પેલી વાર રાહી ને જોઈ હોય છે...

એ દિવસ આદિ તેના ઓફિસ થી ગુસ્સા માં નીકળ્યો હોય છે અને તેની નજર લાઇબેરી માં થી નીકળતી રાહી પર જાય છે અને તેને જોઈને જ આદિ તેની કાર સાઈડ માં ઉભી રાખીને તેને જોવા લાગે છે....

રાહી જે આદિ થી બેખબર પોતાના બેગ માં બુક મુકતા મુકતા જ રોડ પર ચાલે છે...

આદિ બસ એક તક રાહી ને જ જોતો હોય છે અને જાણે તેની નજર રાહી પર થી હટતી જ નથી...

એક કાર જે ગણી ઝડપ થી રાહી તરફ જ આવતી હોય છે અને રાહી નું દયાન નથી હોતું અને જયારે આદિ ની નજર તે તરફ જાય છે તો તે કાર માંથી નીકળી ને સીધો રાહી તરફ દોડે છે...

પણ ત્યારે જ એક અંકલ આવી ને રાહી ને પાછળ થી ખેંચી લે છે અને તે કાર એટલી જ સ્પીડ માં આગળ વધી જાય છે...

આદિ ના પગ જાણે ત્યાં ચોંટી જ ગયા હતા પણ જયારે તેને રાહી ને સહીસલામત જોઈ ત્યારે તેના શ્વાસ માં શ્વાસ આવ્યા અને તે પોતાની કાર માં જઈને બેસી ગયો...

રોજ આદિ આ સમય પર જ આવતો અને રાહી ને જોતો અને તે સમજી ગયો હતો કે રાહી રોજ અહીંયા આવે છે અને એક દિવસ તે આવે છે પણ તેને રાહી નથી દેખતી...

રાહી ને ત્યાં ના જોઈને આદિ ઉદાસ થઇ જાય છે પણ તે રોજ ત્યાં આવતો અને એ દિવસ રાહી આવે છે અને ત્યારે જ આદિ પણ લાઇબેરી માં આવી જાય છે...

આદિ ને એ ખબર નથી હોતી કે તેની પરીક્ષા હોવા ના કારણે તે નતી આવતી પણ તેના ના આવના લીધે તેને રોજ બેચેની થતી અને બસ રાહી ને જ જોવાનું મન થતું...

તે રોજ આવતો પણ તેને કોઈ બહાનું નતું મળતું રાહી સાથે વાત કરવાનું પણ જયારે તેના હાથ માં બુક જોઈને તેને વિચાર આવ્યો કે તે આ બુક માંગવા માટે તેની પાસે જઈ શકે છે...

આ રીતે તેને રાહી સાથે વાતો કરવાનું શરૂ કર્યું...

આદિ ત્યારે તેના ફોન માં રાહી નો ફોટો જોવે છે અને તેને જોતા જોતા જ તે સુઈ જાય છે...

*****

સોહમ જે જલ્દી થી ઉઠી ને તૈયાર થઇ જાય છે અને આરતી ને ફોન કરે છે પણ તે ફોન નથી ઉપાડતી અને સોહમ આ વાત થી ગુસ્સે થઇ જાય છે...

ગણા મેસેજ અને કોલ કરવા છતાં પણ જયારે સોહમ ની વાત આરતી થી નથી થતી તો તે ગુસ્સા માં આરતી ના ઘરે જાય છે અને ત્યાં જયારે એના રૂમ માં જાય છે તો આરતી હજુ સૂતી જ હોય છે...

"શું આશિકા આદિ ની મદદ કરી શકશે કે તેની લવસ્ટોરી નો દી એન્ડ કરી દેશે...?"

"રાહી ને જયારે ખબર પડશે કે આદિ તો તેને પેલા થી જ પસંદ કરે છે તો...?"
"શું સોહમ હવે આરતી સાથે બારે જશે કે તે બન્ને વચ્ચે ફરી ઝગડો થઇ જશે...?"

"રાહી સમજી શકશે કે તે આદિ ને પસંદ કરે છે કે નહિ...?"


જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો સિઝન-2...
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...