The Lamb of Poison books and stories free download online pdf in Gujarati

ઝેરનો ઘુટડો

ઝેરનો ઘુટડો

ખોટી વાતની અસર ના થાય એ જ સાચો સંન્યાસી


બે કર્મચારીઓ ઊંચા પદ પણ એક જ મલ્ટીનેશનલ કંપનીમાં એક સાથે કામ કરતાં હતા. એક ઓપરેશન ડીપાર્ટમેન્ટ અને એક મિકેનિકલ ડીપાર્ટમેન્ટમા. ઓપરેશન ડીપાર્ટમેન્ટમા કામ કરતા કર્મચારીનું નામ સુનીલ અને મિકેનિકલ ડીપાર્ટમેન્ટમા કામ કરતા કર્મચારીનું નામ મોહન હતું. તેમાં સુનીલ પાસે ૪ માણસનો સ્ટાફ હતો અને મોહન પાસે ફક્ત ૨ માણસનો સ્ટાફ હતો. મોટાભાગની પ્રાઇવેટ કંપનીમાં ઓપરેશન ડીપાર્ટમેન્ટને સોથી મોટો માનવામાં આવે છે, સાથે સાથે બીજા ડીપાર્ટમેન્ટની સરખામણીમાં તેમાં કર્મચારીઓ પણ વધારે રાખવામાં આવતાં હોય છે.

સુનીલનો અનુભવ અને સેલરીની વાત કરવામા આવે તો કામનો અનુભવ મોહન જેટલો જ પણ સેલરી ઓછી અને સાથે સાથે તેનાં કર્મચારીઓ સાથે કોઈ મેનેજમેન્ટ કે પ્લાનિંગ બરાબર કરી ના શકતો, જ્યારે મોહન ફકત બે કર્મચારીઓથી બધું જ પ્લાનિંગ અને મેનેજમેન્ટ કરી લેતો.

એક વાર સુનીલને કંપનીના કામ કાજ માટે મોટા સર તરફથી કોલ આવે છે અને તેને પોતાની પાસે બોલાવે છે. હવે સુનીલ ફકત પોતાનાં કામ માટે મોહનને કોલ કરીને પોતાની સાથે આવવા માટે કહે છે, પણ કામની ચર્ચા ઉપરથી જોતાં મોહનને પોતાની કોઈ જરુરત ના લાગતા એને સીધી જ ના પાડે છે. આથી સુનીલ પરાણે એકલોજ સર પાસે જાય છે.

"આ વિશ્વમાં મોટા ભાગના લોકો જરુરત સમયે સહારો શોધતાં હોય છે" પોતાનામાં એક વિશ્વાસની ખામી રહેલી હોય છે, પરંતુ જો કામ પાર પડી જાય તો મેં કર્યું એમજ કહે છે, તે એવું કદી નથી કહેતો કે અમે કર્યું"

હવે થોડાં સમય પછી સુનીલ પાછો ઓફિસમાં આવે છે. સુનીલ અચાનક જ મોહનને આમ તેમ કહેવા લાગે છે કે તમે જવાબદારી લેતાં શીખો અને તમાંરા નીચેના કર્મચારીઓને કામકાજ આપો.

મોહને અચાનક વિચાર કર્યા કે સુનીલ કેમ આમ કહેવા લાગ્યો ? મોહનને લાગ્યુ કે "ક્રોધના સમયે ભેંસ આગળ ભાગવત્ કરીને શું ફાયદો" મોહને આ વાત ફકત સાંભળી અને પોતાના મનમાં ઝેરનાં ઘુટાડાની જેમ પીઇ ગયો. કારણ કે આ વાત મોહનના અનુભવ અને ચારિત્ર્ય ઘડતર સાથે મેચ થતી ના હતી. હવે જો કોઇ બીજો માણસ મોહનની જગ્યાએ હોત તો પરિસ્થિતિ વિકટ બની શકત, આવી ખોટી વાતો ઝેર બની ઝગડાનુ પરિણામ ઉત્પન્ન કરે છે. આથી આવો ઝેરનો ઘુટડો પીઈ જવો એ કોઈ નાની વાત નથી, એનાં માટે મનુષ્યને સાચો સંન્યાસી બનવું પડે છે.

ઝેર બની જાય વાતો, ના ઝીલી શકે એ ઘાવ,
મૌન બની જે કહી જાય, એજ સાચો ભાવ..

"તમારા મનને શાંત રાખવાનો પ્રયાસ કરો, નહીંતર તે તમને જ નુકસાનકારક બની શકે છે"

સુનિલને પોતાના સ્ટાફની જવાબદારી ના સંભાળી શકવાની અને પોતાની સાથે આવવાની ના પાડવાની ઘટનાથી જ તેનાં મનમા આ ખોટી વાત જન્મી છે. હવે જો ઘડીક ઉંધુ વિચાર કરીએ કે મોહન સામેથી જો કૈઇક બોલત તો મોટો ઝગડો કે કોઈ બનાવ પણ બની શકત. પણ આ વાત મોહન જાણતો હતો, આથી ઝેર જેવી ખોટી વાતનો ઘુટડો પીઈ ગયો. ઘણાં મનુષ્ય એવાં પણ હોય છે કે, પોતે ચાલાકી કરીને ફક્ત પોતાના કામ માટે બીજા મનુષ્યનો ઉપયોગ કરતાં હોય છે.

પૌરાણિક કથા ‌અનુસાર એકવાર ભૃગુ ઋષિ ત્રણ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પરીક્ષા લેવા જાય છે, કે સૌથી મહાન કોણ ? ભૃગુ ઋષિ સૌપ્રથમ ભગવાન બ્રહ્માજી પાસે ગયાં અને તેમની સામે જેમતેમ ખોટકલુ બોલવાં લાગ્યા. બ્રહ્માજી ખુબ ગુસ્સે થઈ ગયા અને ભૃગુ ઋષિને શાપ આપવા તૈયાર થઈ ગયાં, પરંતુ ભૃગુ ઋષિએ માફી માગી અને ત્યાંથી કૈલાસ જવા નીકળ્યા. કૈલાસ પર્વત પર ભગવાન મહેશ પાર્વતી સાથે બેઠાં હતા. ત્યાં જઈને ભૃગુ ઋષિ પાછાં આમતેમ બોલવા લાગ્યાં. ભગવાન મહેશ પણ ગુસ્સે થઈ ગયા અને ત્રિશુલ લઈને ઉભા થઇ ગયાં. ભૃગુ ઋષિએ એમની પાસે પણ માફી માગી અને માં પાર્વતીજીએ સમજાવ્યા ત્યારે ભગવાન મહેશ શાંત થયા.

હવે ભૃગુઋષિ વૈકુંઠમાં જાય છે. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ શેષશૈય્યા પર સૂતા હતા. ભૃગુ ઋષિએ વિષ્ણુજીને ઘણીવાર અવાજ આપ્યો, પણ વિષ્ણુજી બે-ધ્યાન ના થયા. આથી તેની પાસે જઈને વિષ્ણુજીની છાતીમાં ઉપર પગ મારે છે અને કહ્યું કે એક ઋષિ આવે ત્યારે તેમનો કોઈ આદર સત્કાર નથી કરતો. એવી ક્રોધ ભરી વાતો બોલે છે. તરત જ વિષ્ણુ ભગવાન ઊભા થઈ ગયા. તેમણે ઋષિના પગ દબાવ્યા કે મારી વજ્ર જેવી છાતી પર પ્રહાર કરવાથી તમને ક્યાંક વાગ્યું તો નથી ને ?

આ જોઈને ભૃગુ ઋષિ તરત જ શાંત થઈ ગયાં. ક્રોધને જીતનાર વિષ્ણુજીને તે મહાન જાહેર કરે છે.

"મોટા અનુભવી માણસો આવી નાની નાની વાતોને ઝેરની જેમ પીઇ જતાં હોય છે. શરૂવાતમાં જ તે પુર્ણ વિરામ મુકી દઈને સમસ્યાનો અંત કરી દેતા હોય છે"

"જે લોકો મનને કાબુમા રાખવાની સિધ્ધિ પ્રાપ્ત કરી છે, તેની સાથે ઉગ્ર સ્વભાવ પ્રગટ જ થતો નથી"


મનોજ નાવડીયા
Manoj Navadiya
E mail- navadiyamanoj62167@gmail.com