Love and trust in Gujarati Motivational Stories by Bhanuben Prajapati books and stories PDF | પ્રેમ અને વિશ્વાસ

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

પ્રેમ અને વિશ્વાસ

રૂપલ અને નેહા બંને ખાસ સખીઓ હતી. બંને જણા એક કંપનીમાં જોબ કરતા હતા .બંને પ્રાઇવેટ કંપનીમાં હતા .રૂપલને જોઈને નેહાના મનમાં ઘણા બધા વિચાર આવતા હતા, તેને થયું કે રૂપલ દિવસે ને દિવસે કેમ શાંત બનતી જાય છે.

એક સમયની રૂપલ જે ઉછળતી કુદરતી પોતાના સપનાઓને બીજાઓને દેખાડતી રૂપલ આજે શૂન્યવકાશમાં પહોંચી ગઈ હતી.

નેહાને થયું કે "ખરેખર રૂપલને શું મુશ્કેલી હશે !એ જાણવું જ રહ્યું !બંને જણા એક દિવસ કોફી પીવા માટે એક હોટલમાં ગયા

નેહાએ રૂપલ ને પૂછ્યુ; રૂપલ તું દિવસે ને દિવસે કેમ મૂર્જાતી જાય છે ,તારે કોઈ અંદર એવી કોઈ વાત છે કે જે તું મને કહી અને તારા હૃદયનો ભાર હળવો કરી શકતી હોય તો મને કરી શકે છે .

રૂપલે કહ્યું; નેહા જીવનમાં ખૂબ જ તડકો છાયો મેં જોયો છે પરંતુ અત્યારે હું એવી પરિસ્થિતિમાં જીવી રહી છું; કે નથી ખુશ પણ રહી શકતી કે ,નથી દુઃખી પણ રહી શકતી. અત્યારે હું એવી રસ્તા પર આવીને ઊભી છું કે કોઈ નિર્ણય પણ લઈ શકતી નથી

નેહાએ કહ્યું ;રૂપલ તું મને જે પણ કહેવું હોય તે કહી શકે છે.,

રૂપલે કહ્યું ;મારી પાસે અત્યારે બહુ શબ્દો તો નથી કહેવાના, પરંતુ મારી આ લવ ડાયરી તું તારી સાથે લઈને વાંચી શકે છે મને તારા પર પૂરો ભરોસો છે .

નિહાએ કહ્યું ;વાંધો નહીં હું આજના દિવસ પૂરતી તારી ડાયરી લેતી જઉં છું. કહીને બંને ચા પીને અલગ થયા.

નેહા ઘરે આવી એને તો તરત જ ઈચ્છા હતી કે હું એની લવ ડાયરી વાંચી શકું. કારણ કે એ રૂપલને ખૂબ જ જાણતી હતી અને એની પ્રત્યે ને લાગણીઓ પણ હતી. એક સારી દોસ્ત હતી અને એ પોતાની દોષને મૂર્જાતિ જોઈ શકતી ન હતી એને તરત જ ડાયરી વાંચવાનું શરૂ કર્યું.


પ્રિય રિતેશ

હું ઘણા ટાઈમ પછી આજે ખુશ છું કારણ કે આજે મને મારો મિત્ર કહે ,પ્રેમી જે કહે તે રિતેશ તું મને મળ્યો એને જોઈને હું ખૂબ જ ખુશ હતી મારા જીવનમાં તું અને તારા જીવનમાં હું એકબીજાને પામીને જાણે કે સોળે કળાએ યુવાની ખીલી રહી છે. ખરેખર રિતેશ તારો પ્રેમ જોઈને એમ થાય છે કે ખરેખર સ્વર્ગ અહીંયા જ છે.

રિતેશ તે મને ખરેખર પ્રેમ આપીને મારા જીવનનો અઢળક સુખ તે મને આપ્યું છે હવે હું તારી સાથે લગ્ન કરવા માગું છું .

રીતેશે કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું . રિતેશ ની હા જાણીને મને ખૂબ જ આનંદ થયો અને ઘરના બધાને સમજાવીને લગ્ન કરી લીધા કહેવાય લવ મેરેજ પરંતુ એરેન્જ કરી લીધા.

રિતેશ તારા પ્રેમના કારણે હું આ દુનિયાને જીતી રહી છું અને આપણો આ બાળક પ્રેમનું પ્રતીક છે હંમેશા યાદ રાખીશ મારી આ લવ ડાયરીમાં તારા પ્રેમ સિવાય હું કંઈ પણ આપું એવા શબ્દો પણ નથી ફક્ત તું ને તું મારા હૃદયમાં બિરાજમાન છે.


નેહાએ થોડા પત્તા ફેવર્યા તો કોરા નીકળ્યા અને આગળ લખેલું હતું.

રિતેશ હું તને કંઈ પણ કહી શકતી નથી તારા નામે મેં મારું આખું જીવન કરી દીધું મારા માતા-પિતાને સામે લડીને તારી સાથે મેરેજ કર્યા. આ દુનિયામાં મારું કોઈ કહી શકાય એવું કોઈ નહોતું પરંતુ રિતેશ તે મને આટલો મોટો દગો કર્યો હું તને ખૂબ ચાહતી હતી અને તે મારા પેટ પાછળ મારું દિલ તોડ્યું તે મારી જ મિત્ર પ્રીતિ સાથે લવ અફેર કર્યો શા માટે? મારામાં તો એવી શું ખામી હતી? મેં તો ક્યારેય પણ તને પ્રેમથી વંચિત નથી રાખ્યો,હું ખૂબ લવ કરતી હતી પરંતુ હવે મને સહન થતું નથી !હું શું કરું ?તને અને પ્રીતિને બંનેને મેં મારી આંખે જોયા છે, તને કહ્યું પણ ખરું છતાં પણ તું એક જ જવાબ આપે છે કે અમે બંને એકબીજાના સારા મિત્રો છે પણ મિત્રતામાં પણ કંઈક મર્યાદા હોય છે રિતેશ આજે હું એકલી પડી ગઈ હોય એવું લાગે છે મારા દિલના ચૂરે ચુરા થઈ ગયા છે ,જે વ્યક્તિ માટે મેં મારું આખું જીવન એના નામે કરી દીધું એ જ વ્યક્તિએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો ખરેખર પ્રેમ કરીને જાણે કે મેં કોઈ ગુનો ન કર્યો હોય એવું લાગી રહ્યું છે આના કરતાં તો કુદરતે મને પ્રેમની લાગણીઓ કંઈ પણ મેળવી ન આપ્યું હોત તો સારું હતું. અત્યારે હું જીવું છું પરંતુ મારા અંદરની લાગણીઓ દબાઈ ગઈ છે .પ્રેમ જાણે મરી પરવાર્યો છે હું નથી પહેલી કિનારે જઈ શકતી કે નથી આ કિનારે ખરેખર રીતેશ હું રાહ જોઉં છું કે તું ક્યારે પાછો વળીશ.

નેહાને ડાયરી વાંચતા આંખોમાંથી આંસુ સરી પડ્યા એને થયું કે હવે મારામાં હિંમત નથી ,હવે હું વાંચીશ નહીં એને ડાયરી બંધ કરી દીધી .

બીજા દિવસે એ રૂપલ ને મળી અને કહ્યું ;રૂપલ તારે દિલમાં આટલું બધું દર્દ ચાલી રહ્યું હતું છતાં તે મને કહ્યું નહીં ,મને ખબર છે કે જ્યારે પ્રિય વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે ત્યારે હૃદય મન તન બધું જ મરી પરવાએ છે ફક્ત એક આયખું જ રહે છે પરંતુ રૂપલ તું અંદરથી સ્ટ્રોંગ બની જા. જે રીતે તારા પતિએ તારી સાથે વિશ્વાસઘાત કર્યો એવો તો વિશ્વાસઘાત તો કરવા નો પ્રયત્ન ન કરીશ ,પરંતુ તું પોતાની રીતે એકલી જીવવાનો પ્રયત્ન કર. તું તારા સપનાઓને ફરીથી જીવતા કર ,તારા બાળક માટે જે ખુશ રહે તો તું અંદરથી ખુશ રહીશ ,તો તારા બાળકને સારા સંસ્કાર આપી શકીશ .તારા પતિએ તારી જોડે જે કર્યું એ તો કદાચ કુદરત પણ માફ નહીં કરે પરંતુ તું તારા માટે જીવ હજુ પણ ઘણી દુનિયામાં પ્રેમ સિવાય બીજું ઘણું બધું છે ઈશ્વરની ભક્તિમાં તલ્લીન થયી જા. એ પણ એક પ્રેમ નું સ્વરૂપ જ છે પ્રેમ કરીને વિશ્વાસઘાત મળે ત્યારે નિરાશ થવાની જરૂર નથી ,કારણ કે કોઈપણ વ્યક્તિ માટે જેટલું આપણે કરી શકીએ છીએ એ વ્યક્તિ જ્યારે આપણા માટે ન કરે ત્યારે તે વ્યક્તિને આપણા જીવનમાં અમૂલ્ય જે સ્થાન આપ્યું હોય એને ધીમે ધીમે દૂર કરવાનો પ્રયત્ન કરવો. કારણ કે જે વ્યક્તિ આપણી ન થઈ શકી એ વ્યક્તિ ક્યારેય બીજાને ક્યાંથી થવાની હોય, એટલે હંમેશા પ્રેમ કરો પરંતુ પાત્ર જોઈને જ કરવો. તે જે વ્યક્તિને પસંદ કર્યો તેને ઓળખવામાં તારી ભૂલ હતી, તે જે વ્યક્તિને પસંદ કર્યો એ વ્યક્તિ આજે તને નથી ઘરની કે નથી ઘાટની એ રીતે કરી મૂકી .

રૂપલ કહે; નેહા કહેવું તો ખૂબ સહેલું છે પરંતુ મેં સાચો પ્રેમ કર્યો છે અને સાચા પ્રેમ વાળા વ્યક્તિને વિશ્વાસઘાત મળે છે ત્યારે એનું દુઃખ અને વેદના સહન કરવાની તાકાત નથી હોતી એટલે જ મારો અંતરાત્મા મરી ગયો છે, પરંતુ હા હું પ્રયત્ન કરીશ આમાંથી ધીમે ધીમે બહાર લાવવાનો હું મારા માટે જીવવાનો પ્રયત્ન કરીશ અમે બંને રહીશું તો એક ઘરમાં કારણકે હું મારા બાળકને માટે રહીશ,પરંતુ હવે હું મારી રીતે જીવન જીવવાનો ચોક્કસ પ્રયાસ કરીશ.

હંમેશા જે પાત્રને તમે પ્રેમ કરો તેને જાણવાનો ,સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરવો,કારણે પ્રેમમાં જેટલી ખુશી મળે તેનાથી દર્દ વધુ મળે છે.