Bhedi Dungar - 3 in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | ભેંદી ડુંગર - ભાગ 3

Featured Books
Categories
Share

ભેંદી ડુંગર - ભાગ 3

(આગળ ના ભાગ માં જોયું કે બધા આરામ કરે છે ત્યારે કોઈક અમિત નો હાથ ખેંચતું હોય તેવું લાગે છે ..)

અમિત ઉભો થઈ ને આજુ બાજુ બધેજ નજર કરે છે ,પરંતુ તેને ત્યાં કોઈ દેખાતું નથી ...પાછો તે આરામ કરવા માટે પોતાનું માથું તેની બેગ પર મૂકે છે ,ત્યાંજ તેને બેગ માં કંઈક મૂક્યું હોય એવું લાગે છે ...

અમિત તેની બેગ ખોલી ને જોવે છે તો એક માટી ની ઈંટ અંદર મુકેલી હતી ..અમિત આ જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને વિચારે ચડે છે કે આ ઈટ કોણે મૂકી હશે ...તે આજુ બાજુ થોડે સુધી નઝર કરી આવે છે પણ તેને કોઈ દેખાતું નથી ,પાછો આવી તે તેના મિત્રો તરફ જોવે છે .પણ બધા સુતા હોય છે ..પછી તે પોતાની જગ્યા એ આવી ઈટ ને આગળ પાછળ ફેરવી ને જોવે છે ....ત્યાંજ તેને ઈટ ની એક બાજુ કંઈક લખ્યું હોય તેવું લાગે છે ...તે પોતાના બેગ માંથી બિલોરી કાચ કાઢી તે લખાણ વાંચવાનો પ્રયત્ન કરે છે ...ઈટ પર લખ્યું હતું કે ...
"અમને બચાવો ,અમને બચાવો "

અમિત આ વાંચી સ્તબ્ધ થઈ જાય છે ,કોને બચવાનું લખ્યું હશે તે વિચારે છે ,પછી પોતાના બધાજ મિત્રો ને ઉઠાડે છે ..

અમિત :હેય , આશિષ ,રુચા ,નિશા ઉઠો ..અરે આ જુવો ...
આશિષ :આખો ચોળતા ચોળતા ...અરે ,ભાઈ શુ થયું ,કેમ આમ બેબાકળો થઈ ગયો .
રુચા :શુ ,થયું યાર હજી તો 20 મિનિટ જ થઈ છે ,કેમ આમ ઉઠાડે છે ..

પછી અમિત પોતાની સાથે થયેલી તમામ ઘટનાઓ નું વર્ણન તેના મિત્રો આગળ કરે છે ..પછી પેલી ઈટ બધાને બતાવે છે ....આ જોઈ બધા ના મોઢા ના રંગ ઉડી જાય છે ...

નિશા :યાર ,મને બોજ બીક લાગે છે ,ચલો આપણે અહીથીજ પાછા જતા રહીએ ..
રુચા :હા ,યાર હવે તો મને પેલા રીક્ષા વાળા ની વાત પણ સાચી લાગે છે ,આપણે આ જંગલ માં આવ્યા ત્યારથી જ કંઈક અજૂગતુજ લાગે છે ..

અમિત :પણ યાર કોઈક આપડી મદદ માંગી રહ્યું છે ,આપડે તેની મદદ કરવી જોઈએ ..અને હવે પાછા ફરવાનો કોઈ અર્થ નથી કારણ કે બહારજ જતા પેલા જ અંધારું થઈ જશે ,આપણે આગળ થોડું ચાલી ત્યાંજ સારી જગ્યા શોધી આજની રાત પસાર કરશુ ....
બધા વિચાર માં પડે છે ,છેવટે અમિત ની વાત સાથે સંમત થાય છે ...

બધા પોત પોતાની બેગ લઈ નકશા પ્રમાણે ચાલે છે ,
અમિત નકશા ને જોવે છે અને ખુશ થઈ જાય છે ..
હેય ,જુવો નકશા માં આગળ એક નાનકડું મેદાન જેવું લાગે છે ..આપડે ત્યાં જઈ ને આજની રાત પસાર કરીશુ ,એવું લાગશે તો કાલ સવારે પાછા જતા રહેશુ ...

બધા અમિત ની વાત સાંભળી થોડો હાસ કરો અનુભવે છે ,બધા 2 કલાક ચાલ્યા પછી પેલા નાનકડા મેદાને આવી જાય છે ..

અમિત અને આશિષ બન્ને ટેન્ટ બાંધે છે ,રુચા અને નિશા રાતના ભોજન વિશે વિચારે છે ....અમિત અને આશિષ આજુ બાજુ થી સૂકા લાકડા ભેગા કરી અને સળગાવે છે ...નિશા અને રુચા બટાકા પોઉવા બનાવે છે ...બધા નિરાંતે જમી ને ટેન્ટ માં આડા પડી વાતો કરે છે .

..ત્યાંજ પવન ના સુસવાટા ચાલુ થાય છે ,જોર જોર થી પવન ફૂંકાવા માંડે છે ,ટેન્ટ ઉડી જાય છે ,અમિત અને આશિષ તેને પકડી રાખવાની કોશિશ કરે છે ...
ત્યાંજ એક અવાજ આવે છે
"અમને બચાવો ,બચાવો "

આ સાંભળી ભૂત ભૂત બોલતી બોલતીજ નિશા તો બેભાન જ થઈ જાય છે ,બધા નો પરસેવો છૂટી જાય છે ...અમિત તો હનુમાન ચાલીશા બોલવાનું ચાલુ કરે છે ત્યાંજ ફરી પેલો અવાજ આવે છે ...
"અમને બચાવો ,બચાવો "

આશિષ થોડી હિંમત ભેગી કરે બોલે છે "કોણ છે ,કોણ છે તું ??
ત્યાંજ સામે એક આકૃતિ દેખાય છે ...
રુચા ભૂત જોઈ ને ત્યાંજ ચક્કર ખાઈ ને પડે છે ...પાછો પેલો અવાજ આવે છે ..

અમિત :કોણ છે તું અને શેમાંથી બચાવ નું કહે છે ..
ત્યાંજ એ આકૃતિ સ્પષ્ટ દેખાય છે ..
આશિષ :આ ,તો કોઈક છોકરી લાગે છે ..
અમિત :હા ,યાર પણ ...આપણી પાસે સાની મદદ માંગે છે ..
આશિષ :તું કોણ છે અને સાની મદદ જોઈએ છે ..આ જંગલ માં શુ કરે છે ...

ક્રમશ ....

(આગળ ના ભાગ માં જોઈશું કે કોણ છે આ છોકરી ??સેના માટે મદદ માંગે છે ?શુ અમિત અને તેના મિત્રો તેની મદદ કરશે ??)