Bhedi Dungar - 4 in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | ભેંદી ડુંગર - ભાગ 4

Featured Books
Share

ભેંદી ડુંગર - ભાગ 4

આગળ ના ભાગ માં જોયું કે એક આકૃતિ દેખાય છે અને પોતાને બચાવવાં માટે કહે છે ..

અમિત :તું કોણ છે ,અને અમારું શુ કામ છે તારે ?
ત્યાં પેલી આકૃતિ સ્પષ્ટ સ્ત્રી નું રૂપ ધારણ કરે છે

આશિષ તો એ સ્ત્રી ને જોય ને જ આભો બની જાય છે ,
જાણે સ્વર્ગ માંથી અપ્સરા ઉતરી હોય ,આખો માં કાજળ ,સુંદર ડ્રેસ ,ગળા માં સુંદર હર ,પગ માં ઝાંજર ,સુંદર અને લાંબા વાળ ..
અમિત અને આશિષ તો તેને જોઈ જ રહે છે .

ત્યાં તે સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલે છે :હું રાજસ્થાન ના એક નાનકડા ગામની છું મારું નામ અંજલિ હતું ..,આજથી 3 વર્ષ પહેલા હું જયારે કૉલેજ થી ઘરે પાછી જતી હતી ,ત્યારે કેટલાક નરાધમો એ મારું અપહરણ કર્યું હતું અને મને આ જંગલ માં લઈ આવ્યા હતા ..પછી આ લોકો એ મારાં પર સતત 1 મહિનો બળત્કાર કર્યો ,પછી મારાં શરીર ના અંગો કાઢી લઈ મને મારી નાખી.ત્યાર ની હું આત્મા સ્વરૂપે ભટકું છું .મારે મુક્તિ જોઈએ છીએ ,વર્ષો થી આ જંગલ માં કોઈ આવ્યું નથી અને મારી ઈચ્છા અધૂરી રહી ગઈ ...તમે આ જંગલ માં આવ્યા તો મારી મુક્તિ ની ઈચ્છા ફરીથી જાગૃત થઈ ...

અમિત અને આશિષ બન્ને આ વાત સાંભળી નવાય પામે છે ,બન્ને ને થોડી શાંતિ થાય છે કે આ ભૂત આપણને નુકશાન નહિ કરે ..

અમિત :પેલી ઈટ મારાં બેગ માં તમેજ મૂકી હતી ?
અંજલિ :હા ,એ ઈટ મેજ તમને રોકવા માટે મૂકી હતી ..

ત્યાંજ રુચા અને નિશા ભાન માં આવે છે ,પેલી છોકરી ને જોતાજ આખો ફાટી જાય છે ..

નીશા :અમિત કોણ છે આ છોકરી ,અને આ જંગલ માં શુ કરે છે ...??
અમિત અને આશિષ બન્ને ને બધીજ વાત કરે છે ,બંને ને થોડી શાંતિ થાય છે ..

નિશા :તો પેલા વંટોળ માં મને જે દેખાયા હતા તે તમેજ હતા ??
અંજલિ :ના ,આ જંગલ માં બીજી દુષ્ટ આત્મા ઓ પણ છે ,જે તમને જંગલ માં આવતા રોકે છે ...

આ સાંભળી ચારેય ના મોં ઉપર ભય ની રેખાઓ ઉત્પન્ન થાય છે ..

અંજલિ :તમે ચિંતા ના કરશો ,આજે પૂનમ ની રાત છે એટલે એ દુષ્ટ આત્મા ઓ ની શક્તિ આજે ઓછી થઈ જાય છે ,પરંતુ પૂનમ ની રાત પુરી થતાજ તેમની શક્તિ વધી જશે ...મારાં માં એટલી બધી શક્તિ નથી કે હું એ દુષ્ટ આત્માઓ સામે લડી શકું ,એટલા માટે તમારી મદદ માંગુ છું ..

રુચા :પણ ,અમે તારી શુ મદદ કરી શકીએ ,અમે એ દુષ્ટ આત્મા ઓ સાથે ના લડી શકીએ ..
અમિત :હા ,અમારા એટલી શક્તિ નથી કે અમે સામનો કરી શકીએ ,એ પણ આત્માનો ...

અંજલિ :તમે ચિંતા ના કરશો ,તમારે હું કહું તેમ કરવું પડશે ,એ પણ આજે રાતે કેમકે કાલે એ દુષ્ટ આત્મા ઓની શક્તિ વધી જશે ..

અમિત :અમે અમારાથી બનતી મદદ કરીશુ ,પણ અમને કઈ થાશે તો નઈને ???
અંજલિ :આજે જે કામ કરવાનું છે ,એ થઇ જશે ,તો તમને કઈ નઈ થાય ,નહીંતર તમારે આજે રાતેજ જંગલ છોડી દેવું ..

રુચા :પણ તમેજ એ કામ કરી દેતા હો તો ,તમે તો આત્મા છો ,તમે તો બધું કરી શકો ..
અંજલિ :મારાથી થતું હોત તો ,તમારી મદદ ના માંગી હોત ..

બધા ,મદદ માટે તૈયાર થાય છે ..
અંજલિ :તમારે મારી પાછળ પાછળ આવવાનું રહેશે ..
બધા પોત પોતાની બેગ લઈ હાથ માં ટોર્ચ રાખી અંજલિ પાછળ ચાલવા લાગે છે

અંજલિ આગળ ચાલે અને બધા તેની પાછળ ,રસ્તા માં અંજલિ ઉભી રહી જાય છે અને અમિત ને કહે છે "અમિત તારી બાજુ માં નાનું ઘાસ જેવું દેખાય છે ,તે સાથે લઈલે ..
અમિત :પણ આ ઘાસ સેનું છે .
અંજલિ :આ દર્ભ છે ,જે પવિત્ર ઘણાય છે જેથી અમે તેને ના લઈ શકીએ .તે કામ આવશે ...

લગભગ 2 એ કલાક ચાલ્યા પાછી એક ગુફા જેવું આવે છે ..ગુફા ની બાર મોટો દરવાજો હોય છે જેના પર કાળો દોરો બાંધેલો હોય છે .
અમિત :આ તો ગુફા જેવું લાગે છે .
અંજલિ :હા ,આ ગુફા જ છે ,તમારે આ કાળા દોરાને ખોલી ને આ ગુફા ને ખોલવાની છે ,હા ધ્યાન થી આ દોરો તંત્ર વિધા થી બાંધેલો છે ..

રુચા :અમે આ દોરા ને કેવી રીતે ખોલી શકીએ ,????અમને તો કોઈ તંત્ર વિધા આવડતી નથી .
અંજલિ :એટલા માટે જ પેલું ઘાસ અને થોડી ઘણા પાંદડા લેવડાવ્યા હતા ,એ પવિત્ર ઘણાય છે ,જેના ઉપયોગ થી આ દોરો ખોલી શકાય છે .અમિત પેલો દર્ભ લઈ ને આ કાળા દોરા ને કાપી નાખ .દર્ભ પવિત્ર હોવાથી તંત્ર વિધા ની અસર નહિ થાય ..
પાછી અમિત થોડા પાંદડા દરવાજા ની આજુ બાજુ મૂકી દર્ભ વડે કાળા દોરાને કાપે છે ..દોરો કાપ્યા પછી અમિત દરવાજો ખોલે છે ...બધા અંદર જાય છે અને અંદર નું એ દ્રશ્ય જોઈ બધા ની આખો ખુલી જ રહી જાય છે ..

ક્રમશ .....

(આગળ ના ભાગ માં જોઈસુ કે ,ગુફા માં એવું તો શુ છે ??આ બધું શુ ચાલી રહ્યું છે જંગલ માં ???
આગળ હવે શુ થાશે ??)