Consider wife as a true friend. books and stories free download online pdf in Gujarati

પત્નીને સાચો મિત્ર સમજો.

એક ફેસબુક મિત્રએ તેમની પત્ની માટે જન્મદિવસની સુંદર ભાવવાહી શબ્દ પુષ્પ વડે ઉજવણી કરી.

❤️Happy Birthday to My life partner 💗
આજે મારી પત્નીનો 63 મો જન્મદિવસ છે.એના કરતા હું એમ કહેવાનુ વધુ પસંદ કરીશ કે આજ મારી બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ છે.કારણ કે કોઈ પણ પુરુષને પત્ની તો સહેલાઈથી મળી જતી હોય છે.પણ તે જ પત્નીની અંદર એક સાચી મિત્ર મળવી ખૂબ કપરુ છે.અમારા ઘરની એક એવી સ્ત્રીનો જન્મદિવસ છે.
જે પત્ની,માં,દીકરી,વહુ,ભાભી,દોસ્ત જેવી બધી જ જવાબદારી નિભાવે છે.મને અને મારી ખામીઓને એણે સહન કરી છે.મર્યાદાઓ અને મોભો પોતાનો સમજી જીવી છે.મારી એને હેરાન કરનારી ટેવ અને કુટેવ,ભૂલો સહન કરી છે.
તું મારા જીવનનો આધારસ્તંભ છો.અર્ધાંગિનીનીનું ઋણ મંજૂર,તે આપેલું,હર સુખ-દુખ મંજૂર,અજાણ્યો હું મારો હાથ પકડીને સાથે આવી,મારા પરનો તારો આ અનહદ ભરોસો મંજૂર,મધ દરિયે ડોલતી મારી જીવન નાવને તેં તારા સાથ અને હાથ રૂપી હલેસે કિનારો દીધો તે સાથ મંજૂર !
પ્રેમને હમેશા હું પરોક્ષ ગણતો.પ્રત્યક્ષ કરાવેલ તારો પ્રેમ મંજૂર.આપણે કરેલો હર એક વાયદો મંજૂર.તારા વિના હું શૂન્ય છું.શૂન્યમાંથી તારું કરેલ હર સર્જન મંજૂર.જીવનની જેમ મૃત્યુ પણ નક્કી જ છે.હરદમ તારો સાથ દેવાની મારી પ્રતિજ્ઞા મંજૂર.સબંધ આપણો અફર છે.અમર છે.હર અવતારમાં તારો જ સાથ આપવાનું વચન મંજૂર...!!!
Wish u Happy Happy birthday My life partner.
🌹🌹
(કદાચ ઘણા પતિઓ પોતાની પત્નીને આટલો વિવેક ભાગ્યેજ બતાવે છે.)
જીવનનો અખૂટ ખજાનો જેણે આપણી પાછળ ખર્ચી નાખ્યો હોય! પરણી આપણે ઘેર આવી તે દિવસથી માંડી આજ સુધી આપણા જમ્યા પછી જમી હોય,ઘરમાં કઈંક ખુટ્યું હોય ત્યાં ચલાવી લેવાની ટેવ અને ઘરના વ્યવહારોમાં સદાય ખુશી વ્યક્ત કરી હોય,પોતાના શરીરથી અધિક પરિવારને સાચવ્યો હોય,આર્થિક બાબતો લઇને ના કહી શકાય ના સહી શકાય તેવી ડામાડોળ સ્થિતિએ મગજ પર કંટ્રોલ કરી શાંત ચિત્તે ઘરને ખૂણે રડી લીધું હોય,બાળકો અને વહુ કે દીકરીની જીદ પુરી કરવામાં કોઈ કસર ન રાખી હોય,પોતે ભૂખી રહીસંતાન અને પતિને જમાડી સંતોષ રાખનારી હોય,બીમારીમાં બધુજ બહાનું કોરાણે મૂકી આખી રાત પડખે બેઠી હોય, જ્યાં સુધી આપણા મોઢે હાસ્ય ના દેખાય ત્યાં સુધી તેના મુખડાની હાસ્યની રેખાઓ ખોવાઈ ગઈ હોય,ઘરની તમામ જવાબદારી દુઃખની સ્થિતિએ ભોજનમાં અરુચિ હોય તો પણ બધાને જમાડી એમ બોલે "મેં તો ધરાઈને જમી છું,"બધાને નાની મોટી તકલીફમાં પત્ની સહેલી સખી જીગરી દોસ્ત જેમ રહી હોય,આપણે પથારીમાંથી ઉભા થઈએ એટલે દાતણ,પાણી,ચા -નાસ્તો,ન્હાવાના કપડાં કે ભોજનમાં શું ભાવશે શું નહિ તેની બધીજ યાદી મગજમાં ઘડિયાળના કાંટા જેમ ફિટ કરી દીધી હોય,મતલબ કે કલેકટર સાહેબ તેના પટ્ટાવાળાને તેની ચેમ્બરને દરવાજે જ ઉભા રહેવાનું કહી આદેશનું કડક પાલન કરવાનું કહે તેમ કરાવવાવાળા પતિઓ મેં જોયા છે.આપણી કુટેવો જેમ કયાંય પણ ચૂક થાય તો ધમકાવી નાખી હોય,આપણી ખરાબ આદતો સહન કરી હોય,આપણો વંશ વધારવા માટે એણે એના કિંમતી શરીરનું અંગ ચીરી નખાવ્યું હોય અને એટલું ઓછું હોય તેમ તેની છાતીનું દૂધનું છેલ્લું ટીપું હોય ત્યાં સુધી સંતાન ધાવવાનું છોડતું ના હોય તેવી સ્થિતિમાં તે સહન કરવાનો એને અનેરો આનંદ આવતો હોય.એટલે આટલી જવાબદારી પત્ની જ ઉઠાવતી હોય છે.આવી પત્ની એ ગૃહ લક્ષ્મી છે.એને ધોકો ના મરાય કે ખરાબ વર્તન ક્યારેય ના કરાય.ઘરની લક્ષ્મી જે દિવસ આપણા ઘરનું બારણું રડતી રડતી છોડે ત્યારે સમજી જજો કે આપણું બધું જ સુખ આપણને છોડી જઈ રહ્યું છે.
પત્ની બનીને આવી એટલે એને પટ્ટાવાળો ના સમજો,પરાઈ હતી તેને આપણે રંગે ચંગે લઇ આવ્યાં છીએ તો તેને ઉમંગમાં રાખો.પત્ની ઘણે દરજજે માં - બાપ કરતાં ચડીયાતી છે.એનો મતલબ એ નથી કે માં - બાપ તોલે ના આવે!
માટે પત્ની પર ક્યારેય હાથ ના ઉગામો. ઓછું ખાતી હોય તો જોડે બેસાડી ખવડાવો પણ એકલા પેટ ભરી હોઇયા કરી જતા ના રહો.અંતે તે જ સુખ દુઃખનો આપણો જીવન સાથી,સહચારીણિ છે..

આપની પત્નીને હું નથી જાણતો કે નથી તમને ઓળખતો છતાં તમારા આ શબ્દોમાં જે વર્ણન કે શબ્દો લખાયા છે,તે હ્રદયના છે.તમે ભગ્યશાળી છો કે આવી પત્ની મળી.પતિઓ ભાગ્યેજ સારી પત્ની મેળવવા વ્રત કે ઉપવાસ કરે છે.
મારા તરફથી તેમને પણ જન્મદિવસની શુભકામના.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )