Project Pralay - 11 books and stories free download online pdf in Gujarati

પ્રોજેક્ટ પ્રલય - 11

પ્રકરણ ૧૧

લંડન

કલેરીજના ખુણાના ટેબલ પાછળ બે શખ્સ બેઠા હતા સામે ખાણુ હતું – પેટે દ ફોઇ ગ્રાસ. સલાડ. લેમ્બ, પણ ખાણા પ્રત્યે તેમનું ધ્યાન નહોતું.

તેઓ ગ્લાસ પર ગ્લાસ ખલાસ કરતા જતા હતા. ‘મોરીસ, 'એકે કહ્યું, ‘ આપણે તેની યાદી છીએ. તને શંકા કેમ છે?'

‘કોઈ પુરાવો નથી.'

' પણ...'

'તારી પાસે ય ક્યાં પુરાવો છે?'

'એટલે તારો રાજકીય તકૅ?'

‘હા. મતલબ કે તેને આપણા વોટની જરુર છે. જો બ્રીટન વોટ આપે તેા કોમનવેલ્થ પણ લાઈનમાં પડે ?. તો તેને બહુમતિ મળશે. ’

'પણ આપણે તાબે નહિ થઇએ.'

'હા.'

'તો આપણે આજ રાતથી કામ શરૂ કરીશું.’ ‘ સરસ. આ હૂમલો આપણી પર થવો ન જોઇએ.’

'આપણે તાબે થઈશું નહિ. તું વડાપ્રધાનને મળજે.'

'મળીશ.'

'અને સમજાવજે.'

'જરૂર.’

*

વ્હાઇટ હાઉસ

'સમાચાર સાંભળ્યા?' વાઈસ-પ્રેસીડેન્ટે પુછ્યું,

'પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે.'

'નુકશાન આ કૃત્યના પ્રકાર સાથે અસંગત લાગે છે,' તલે કહ્યું.

'બિલ્કુલ સુસંગત છે,' વોટકીન્સે કહ્યું.

‘હા.' જનરલ સાઈકસે કહ્યું.

'મારો કહેવાનો મતલબ એ નથી.' તલ બોલ્યો.

'તેા શો મતલબ છે?'

‘મારો મતલબ આવા વિશિષ્ટિ કૃત્યો શા માટે કરવામાં આવી રહયા છે તે.’

ડોલ્બીએ કહ્યુ ' મેં સાંભળ્યું કે એરોપ્લેનો તોડી પાડવામાં નથી આવ્યા.’

‘કયાં એરોપ્લેનો?’ સાઇકસે પુછ્યું. ‘આ મામલા માં વળી એરોપ્લેનો ક્યાં સંડોવાયેલા જ છે?'

'હા, જનરલ.' જોન્સે કહ્યું. ‘તલે ગઈ કાલે રેસ્ટોરન્ટમાં કહેલું કે હવેનો હુમલો એરોપ્લેનો સાથે લાગતો વળગતો હશે.’

'રેસ્ટોરન્ટ?'

ડોલ્બીએ કહ્યું, ‘ભુખ લાગી છે.'

'મેં તમને બહાર જવા નહિ કહેલું,

'કોરબીને કહયું.’

'કંઈ થયું નથી, કોરબીન.'

'ત્યાં બીજું કોણ‌ હતું?'

ડુલીટલે આંગળી ઉંચી કરી.

કોરબીન ચીડાયો. ' મેં તમને સ્પષ્ટતા કરેલી તો પણ તમે ઝપ્યા નહિ. કનૅલ, તારે આ દેશમાં પણ સલામતી માટેની સાવચેતીઓ રાખવી જ જોઈએ. તારે અહીં પણ આ રીતે બહાર જમવા ન જવાય.’

'કોરબીન, અમે ભૂખ્યા થયેલા', ડોલ્બીએ કહ્યું.

'તમે માર્યાં ગયા હોત તો? તમારી વાતચીત કોઈએ સાંભળી લીધી હોત તો?' કોરબીને કહ્યું.

'એવું કંઈ થયું નહિ,' ડોલ્બી બોલી. ‘અમે તો ચાર મિત્રો ચાલતા જ જમવા ગયેલા.’

‘ચાલતા?’

'વ્હાઈટ હાઉસની કારમાં જઈએ તો કોઈનું ધ્યાન ખેંચાય,‘ તલે કહ્યું.

'જેન્ટલમેન, પ્લીઝ,' વાઈસ પ્રેસીડેન્ટ વચ્ચે પડયા. ‘આપણે બીજા રસ્તા પર ફંટાઈ ગયા.'

'હા,’ સાઈકસે કહ્યું. ‘ડો. જોન્સે ગઈ કાલે કહેલું કે અલ–વાસી પોતાને ભગવાન માને છે અથવા તે ભગવાનનું કામ કરે છે.'

તલે કહ્યું, ‘હવે આપણે તેની ઉપર આગળ વધીએ. ધારો કે ભગવાન તેના શિષ્યોને તેમનું વતન પાછું અપાવવા માગતો હોય તો શું કરે?'

' આ બધું શું છે?'

' બાઈબલમાં ઉલ્લેખ કે તેમ ફેરો ઈજીપ્તમાં યહુદીઓને બહાર કાઢી મૂકવા માગતો હતો ત્યાર ભગવાને શું કરેલું?' તલે પૂછ્યું,

ડુલીટલે કહ્યું, 'ભગવાને પ્લેગ મોકલેલા.'

‘કેટલા?'

'દસ.'

'સજ્જનો, અલ-વાસીએ ચાર પ્લેગ તો મોકલી દીધા છે,' તલે ક્હયું.

‘શું?'

'પ્લેગ અલ-વાસીએ દસ પ્લેગ મોકલી રહ્યો યહુદીઓને ઇઝરાયલમાંથી બહાર કાઢવા અને પેલેસ્ટાનીઓને અંદર ઘુસાડવા.'

'ભગવાનનો પહેલો પ્લેગ કયો હતો ? પાણી લોહીમાં ફેરવી નાખવાનો.

અલ-વાસીએ એ જ કર્યુઁ ઈજીપ્તમાં નહિ શીકાગોમાં.'

'બીજો પ્લેગ?' સાઈકસે પૂછ્યું.

'બીજો પ્લેગ હતો શેરીઓમાં, ધરોમાં, સવૅત્ર દેડકાં જ દેડકાં ફેલાવવાનો,' વાઈસપ્રેસીડેન્ટે કહ્યું.

તલ બોલ્યો, 'ઓર્ટ ફ્રોગમેન કહ્યું ત્યારે મને ઝબકારો થયો.'

'આશ્ચર્ય જનક કહેવાય,' પીકની બોલ્યેા.

'ત્રીજો બાઇબલનો પ્લેગ છે મચ્છરો કે જુઓ,' કહ્યું. ગઈ રાતે મેં કહેલું કે હું થોડું સંશોધન કરવા માગું છું.મેં ત્રીજા પ્લેગ અને રીયોમાં ફાટી કળેલા તાવ વચ્ચે સંબંધ શોધી કાઢ્યો.’

'એરાપ્લેનો?’ ડૉ. જોન્સે પુછ્યું.

‘તલ હસ્યો,' ચેાથો પ્લેગ કીંગ જેમ્સ બાઈબલમાં મીન ઉપર માખોનો ત્રાસ ફેલાવવાનેા હતેા. જ્યારે બ્રુ બાઈબલમાં જમીન ઉપર જુદા જુદા જંતુઓના વાસનો છે. તેણે એક એવી પરિસ્થિતિ ઉભી કરી કે જેમાં આકાશ ઉડતી વસ્તુઓ રજકણો અને અન્ય પદાર્થોથી છવાઈ ગયું. સુયૅ પણ ઢંકાઈ જાય એટલું મેાટું વાદળીયું વાદળ આકાશમાં છવાયું જો જંતુઓ ફેલાયા હોત તો આવું ન થાતં? બાઇબલમાં લખ્યું છે કે એ સંદેશ જંતુઓના ધાડેધાડથી ખત્મ થઈ જશે અત્યારે જે ધુળીયું વાદળ ટોકીયો પર છવાયું છે તેમાં ટાકીયોની તબાહી જ થઈ છે ને! તેથી અત્યાર સુધી જે કંઈ બન્યું છે તે પ્લેગની થીયરી સાથે બંધ બેસે છે.'

સાઇકસે સલામ ભરી. 'વાહ!'

તાળીઓ પડી.

હાસ્ય.

‘હવે આપણે બાકીના છ પ્લેગ શેાધવા રહ્યા, વીલીસ્ટને કહયું.

'એ સહેલુ નથી.’

'એક પગેરૂ તો મળ્યું.'

બાકીના છ પ્લેગ તમે જાણો છો ? ' તલે પુછ્યું.' મને છેલ્લેા યાદ છે.' વોટકીન્સે કહ્યું. 'ઈજીપ્શીનોને ત્યાં જન્મેલા નવજાત શીશુને મારી નાંખવાનો.”

'પણ પાંચમો ક્યો?' હવે પછીનો?'

તલ હસ્યો.

તે ઉભો થઈ બારણે ગયો અને ખીસામાંથી બાઈબલ કાઢ્યું. તેણે પાનું કાઢીને વાંચ્યું : 'ભગવાનનો હાથ ખેતરમાં ફરતા ઢોરો, ઘેાડા, ગધેડાં, ઉંટો, બળદ અને ઘેટાં પર છે. પાંચમો પ્લેગ. મિ. પ્રેસીડેન્ટ, સૌના માટે બાઈબલ મંગાવો. તેમાં જ બધી કડીઓ છે.'

ડોલ્બીએ સુચવ્યું તેમણે વિશ્વને માંસ ખાવા સામે ચેતવણી આપવી જરૂરી છે.

'અને અલ–વાસીને તેનો પ્લાન ખુલ્લો પડી ગયો છે એમ બતાવવું?' વાઈસ પ્રેસીડેન્ટે કહ્યું. ' પણ લોકો મરી જશે તો?'

'યુધ્ધમાં કેટલાક મરે પણ ખરા. 'વીલીસ્ટને કહ્યું.નહિતર તે તમને શરણાગતિ માટે બ્લેકમેલ કરશે.'

'અહીં...'

'આ જરૂરી છે.'

'મિ.વીલીસ્ટન ખરૂં કહે છે, ' તલે કહ્યું ' મારવા પડે ત્યારે મારીશું અને મરવું પડે ત્યારે મરીશું.’ ' મે તારી પાસેથી વધુ આશા રાખેલી. ’ ડોલ્બી બોલી,

'મેં મારી જીંદગી જોખમમાં મૂકેલી છે અને જરૂર પડયે બીજાઓની જીંદગી પણ જોખમમાં મૂકતાં ખચકાતો નથી.’

'પણ આમાં ખાત્રી શી?'

'આપણે ખરા છીએ એ જ ખાત્રી. ઉપરાંત અલ-વાસીના મગજમાં ઢોરોને મારી નાખવા કે માંસને ઝેરી બનાવવા ઉપરાંત બીજું કંઇ પણ હેાય. આપણે તે શોધી કાઢવાનું જલ્દી,’

શાંતિ.

'અલ–વાસીએ યુનોની બીલ્ડીંગમાં એલચીઓ ખાનમાં લીધા છે. આપણે તેને પકડવો છે અને એલચીઓને જીવતા બહાર કાઢવા છે. તે માટે તાબડતોડ આપણી પાસે કોઈ પ્લાન નથી. દરમ્યાન અલ-વાસીના સાથીઓ વિશ્વભરમાં ચોમેર પથરાઇ ગયા છે. આપણે તેમને રોકી શકીએ. આપણે આ પ્લેગની થીયરી ઉપર જ આગળ વધીએ. આપણે પ્લેગ ટીમેા’ માં વહેંચાઈ જઈએ. દસમાંના પાંચ પ્લેગ શેાધી કાઢીએ.’

‘દસથી વધુ હોય તો?’

'અલ-વાસી પાસે પ્લેગ ખૂટી જાય પછી આપણ નવી થીયરી પકડીશું.

વાઈસ-પ્રેસીડેન્ટે ટુકડીઓ પાડી.

ડોલ્બીએ ફોન કરી યુનેાના બીલ્ડીંગ પર રોકેલા તેના દળો વિશે પોલીસનેા રીપોટૅ મંગાવ્યો.

તલ વીડીયેાટેપ મશીન સામે બેઠો હતો. તેણે બટન દાબ્યું, તેણે વીડીયેાટેપ રીપ્લે જોયું.

એની એ જ છબી – પેલેસ્ટાનીયન ડેલીગેટો... પછી અલ-વાસીનુ મંચ પર પ્રદર્શન...

ઈઝરાયલી ડેલીગેટોના વેાકઆઉટ...

આરબો દ્વારા તેમને રોકવા...

પછી હોલમાં સુરંગો મૂકવા...

પછી ટીવી બુથની સીલીંગ..

દિવાલોની છબી... સીંલીંગો...

ફસ્સો...

સીડીઓ...

બારણાં...

ફાટ...

બારીઓ...

ફરી સીડી...

તલે ‘ ફાસ્ટ ફોરવર્ડ ' બટન દાબ્યું ફરી તેણે તસ્વીરો જોવાનું શરૂ કર્યુ.

ફરી અલ-વાસીની છબી આવી...

પછી સ્ટેજ...

અલ–વાસીનું પ્રવચન.. તલે ‘ સ્ટેપ ' બટન દાબ્યું અને પાછળ વળીને જોયું કોઈ કંઈ ન બોલ્યું. બધા બાઈબલ વાંચતા હતા.

શાંતિ ફેલાયેલી હતી.

 

***