Project Pralay - 12 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | પ્રોજેક્ટ પ્રલય - 12

Featured Books
Share

પ્રોજેક્ટ પ્રલય - 12

પ્રકરણ ૧૨

૧૩મી ઓકટોબર

બે દિવસ પછી ડોબીન્સ સ્ટેશન ઉત્તર પ્રદેશ

ઓસ્ટ્રેલીયા

સવારના ૨ : ૨૭. એ એન્જીનેાવાળું જેટ વિમાન પેનાંગ એરપોર્ટ ઉપરથી ઉપડયું. તે મલય ટ્રેડીંગ એન્ડ એકસપોટૅ કં.લી. નું હતું. તેમાં ત્રણનો કાફલેા હતો અને એંગકોકથી ચડાવાયેલો ચામડાંનો માલ હતોં ફલાઈટ પ્રમાણે વિમાન ફિલીપીન્સ જતું હતું પણ મલય સમુદ્રયુની વટાવ્યા પછી વિમાન તેના સુચિત પંથ પરથી દક્ષિણ ચીની સમુદ્ર પરથી જવા સમુદ્ર તરફ ફંટાય. ૪:૧૪.

જાવા અને ઓનીયો ગયું. વિમાન તીમોર સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું. હવે કલાક સુધી પાણી જ પાણી દેખાશે. પછી ઓસ્ટ્રેલીયા આવશે.

૬:૨૫.

વિમાન સમુદ્ર છેાડી જમીન પર ઉડવા માંડયું. પાયલોટે વિમાન ૮૦૦ ફુટની ઉંચાઈ એ લીધુ. ઉત્તર પ્રદેશના ઊંચાઈવાળા ભાગને લીધે પાયલેાટને વિમાન હજી ૨૦૦ ફુટ અઘ્ધર ચડાવું પડશે.

૭:૧ર.

પાયલોટે સ્પીડ ઘટાડવા માંડી પાયલેાટનું શટૅ પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું તેઓ વધુ વીસ મીનીટ ઉડતા રહયા.

'પેલૂ રહયુ, ' નેવીગેટરે મોટેથી કયું.

પાયલોટે નીચે જોયું.

બરાબર ૭:૩૦ વાગ્યા હતા. સાઈ ડોબીન્સ સ્ટેશન ના તોતીંગ મકાનો ઉભા હતા તેમાં ૬૦૦-૦૦૦ ઢોર બજારમાં હલાલ થવા માટે ભેગા કરેલા હતા સ્ટેશન બોરોલુલા અને બ્રનેટ ડાઉન્સ વચ્ચે આવેલું હતું પાયલોટ ફ્રેંચ ઉપરથી પસાર થયો અને વીસ માઈલ દૂર ગયો. પછી તે પશ્ચિમ તરફ પાછો વળ્યો. તેણે વિમાન ઉતાર-વાનું શરૂ કર્યું.

ડોબીન્સનાં ઢોર ૬૦૦૦ એકર ૯ ચો. માઇલના વિસ્તારમાં ફેલાધુલા હતા.

'ટારજેટને એક મીનીટ બાકી, 'નેવીગેટર બોલ્યો, બોંબાર્ડીયરની સામે સંખ્યાબંધ બટનોનું સંકૂલ હતું જે ચાર ડઝન બોંબ નોઝલોને કંટ્રોલ કરતું હતું આ નોઝલો મોટી સ્ટીલની ટાંકીઓ સાથે જોડેલી હતી જેમાં જંતુનાશક દવા જેવું લાગતું પ્રવાહી ભરેલું હતું ૨૫૦ ફુટે વિમાન ધીમે ધીમે ઉડી રહ્યું હતું. ' દસ સેકંડ.’

ઢોરો હવે વિમાનમાંથી સાફ દેખાતા હતા. તેઓ ઘાસ ચરી રહયા હતા. આ ઢોરો હવે ગણત્રીની સેકંડોમાં મૃત્યુના મુખમાં ધકેલાઇ જવાના હતા. ' ફાયરીંગ શરૂ કરો.'

બોંબાર્ડીયરે નોઝલો સક્રિય કરી. ઝીણો છંટકાવ શરૂ થયો. ટાંકીઓમાં ખાસ ઉત્પન્ન કરેલા જીવાણુંઓ ભરેલા હતા— હજારો ગેલન, આ જીવાણુઓ હતા બ્રુસેલા ઓસારટસ જે ગાયોમાં બ્રુસેલોસીસ નામનો રોગ ફેલાવતા હતા તેમના માણસોમાં જીવાણુ ભયંકર તાવ ફેલાવતો હતો જેનાથી દરદીને પરસેવો છુટતો હતો, સાંધા દુખતા હતા થાક લાગતો હતો અને ટોમ્પરેચર ચઢ ઉતર થતું હતું આ તાવ મહિનાઓ સુધી ચાલતો હતો. માણસોને ગાયનું દૂધ કે માંસ ખાવાથી આ રોગ થતો હતો.

 

મોટા ભાગની ગાયો આ જીવાણુઓનો શિકાર બનશે. ડોબીન્સના ઢોરને આ રોગ લાગુ પડે પછી દેખાતી રીતે સરકારને તેમને મારી નાખ્યા વગર બીજો કોઈ છૂટકો નહિ રહે.

વિમાને સવા ત્રણ માઈલનો તેનો રન પૂરો કર્યો. નોઝલો બંધ થઈ.

વિમાન પાછું વળ્યું અને ઉત્તરમાં પા માઈલનો રન શરૂ કર્યો.

નોઝલો ફરી ખોલવામાં આવી છંટકાવ ફરી શરૂ થયો.

ઓસ્ટ્રેલીયન સરકારને કંઈ ખબર પડે તે પહેલાં તો કનેબરા બોંબેર તીમોર સમુદ્ર ઉપર પહેાંચી જશે.

*

પેરીસ

એલીસી પેલેસમાં કેબીનેટ મીટીંગ ભરાઈ હતી. કેબીનેટના સભ્યોનો એક હિસ્સો ફ્રાન્સને અલ- વાસીના પ્રેશર સામે નહિ ઝુકવાનો મત આપતો હતો. જયારે બીજો એક પક્ષ અલ-વાસીના ઠરાવને માન્ય કરવાનો અભિપ્રાય આપતો હતો.

ફ્રાન્સના પ્રમુખ સમગ્ર મીટીંગ દરમ્યાન શાંતિ રહ્યા હતા તેમણે ફ્રાન્સના ગુપ્તચર વિભાગના વડાને કહયું, ' તું મારી સાથે આવ.'

તેઓ બહાર ગયા.

*

મીયામી

એલ અલ ૭૦૭ વિમાન મીયાથી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતર્યુ પેસેન્જરોમાં બીઝનેસ શુટમાં સજ્જ ૪૩ પુરૂષો અને ૪ સ્ત્રીઓ હતી શુટકેસો લઈ પેન્સેજરો નીચે ઉતર્યાં કસ્ટમ અને પાસપોર્ટ કંટોલ પસાર કરી તેઓ તરત જ રાહ જોતા DC-૮ વિમાનમાં ચડયા. અઢી કલાક પછી જેટ વિમાન મેનહટનની ૩૦ માઈલ ઉત્તરે રન્વેઝ ટાઉનના વરશેસ્ટર એરપોર્ટ ઉપર ઉતર્યુ. મુસાફરો નીચે ઊતર્યાં.

તેઓ કતારબંધ મોટરકારોમાં બેઠા. મોટરકારો ઉપડી.

એક કલાકમાં તો એલેફ કમાંડો ન્યુયોર્ક સીટીની તો ૪૨મી અરે બીજી એનન્યુ પર આવેલી હોટલ ટયુડરમાં ઠરીઠામ થઈ ગયા. તેમણે ' ઈલેકટ્રીકલ એપ્લાપન્સીઝ સેલ્સમેન ઓફ અમેરિકા કન્વેન્શન'ના નામે નવ રૂમ બુક કરાવ્યા હતા.

મેજર મરડેકાઈ ઓફીર રૂમ છોડી શેરીમાં ગયો અને અડધો બ્લોક દૂર આવેલા ટેલીફોન બુથમાં ગયો અને એક નંબર ઘુમાવ્યેા.

તલ લાઈન પર આવ્યો.

'અવરામ, કેમ છે?'

'બધા આવી ગયા?'

'હા.’

'કોઈનું ધ્યાન ગયું છે?'

'ના.'

'આરબોએ આ પ્લાન ઘડવામાં બુદ્ધિ વાપરી છે. હું વોશીંગ્ટનમાં છું. તેઓ અહીં મીટીંગો ભરે છે અને ચર્ચા કરે છે. તેઓ બધી જાતના વિચાર કરે છે. તેઓ આારબોને જાણતા નથી. પણ હાલ આપણે તેમની સાથે કામ કરવાનું છે. જરૂર પડશે ત્યારે તમને હોટલ પર મળીશ.' 'અમે કયાં શરૂ કરીએ?'

'યુનો બીલ્ડીંગ વિશે જાણી શકાય તેટલું જાણી લે. સીટી પોલીસદળેા હાલ એ મકાનને ઘેરી બેઠાં છે. તેમને મારી પર વિશ્વાસ નથી. તું તપાસ કર.'

'અમે અમેરિકા આવ્યા છીએ એવી તેમને ખબર પડી છે, અવરામ?'

'ના.'

'તેઓ ના સમજ છે.'

'સલામ, મરડેકાઈ.'

'સલામ.'

*

વ્હાઈટ હાઉસ

'ઓસ્ટ્રેલીયન આર્મી ને ઢોરોને દાટતાં એક અઠવાડિયું લાગશે. ’ સવારની મીટીંગ શરૂ થઈ ત્યારે વીલીસ્ટને કહ્યું. ' બોલો સજ્જનો, હવે જ્યારે માંસના ભાવ વધશે ત્યારે તમે શું સુચવો છો ? '

'યુનોના બીલ્ડીંગ ઉપર હુમલો કરો અને આ ભાંજગડનો અંત આણો, ’ જનરલ સાઇકસે કહ્યું.

'મેં તો એ અઠવાડિયા પહેલાં જ કહેલું, ' ડૉલ્બી એ કહયું. ભલે કહયું, ' આપણે જો હાલ હુમલો કરીએ તો

એલચીઓ મરી જશે અને અલ-વાસીના હુમલાખોરો નહિ ઝડપાય.'

'એમને ગમે ત્યારે તેા ઝડપવાના જ છે તે,' સાઈકસે કહયું.

'પછીથી.’

'દસ પ્લેગ હતા,' પીકની બોલ્યેા. પાંચ ગયા. હવે બાકીના દસ દિવસમાં પાંચ ફેલાય પછી આરામ?'

‘એટલી સાદી વાત નથી,’ તલે કહયું. ‘ભગવાનને દસ પ્લેગની જરૂર હતી, અલ-વાસી વધારે પ્લેગ પણ અજમાવે.’

'તો?'

' આપણે સક્રિય રહેવું પડે આપણી એક ટીમ ખરૂં ભવિષ્યસ્થન આપશે જ. આપણે તેમને રોકીશું.'

'એમ?’

'હાસ્તો.’

'આશા છે?’

'જરૂર.'

'ના.'

'પ્લેગ નં. ૬ શોધવાનું કામ કઈ ટુકડીનું છે ? ' વીલીસ્ટન કોરબીને વાતને વળાંક આપતાં પૂછ્યું.

ડુલીટલે આંગળી ઉંચી કરી.

'શું શોધ્યું?’

'છઠ્ઠો પ્લેગ છે ગુમડાંનો, બાઈબલે કહે છે કે મોઝીઝે ફેરોના દેખતાં ભઢ્ઢીમાંથી રાખ લઈ હવામાં ઉડાડેલી જે ઇજીપ્ત પર ધૂળના વાદળ તરીકે છવાયેલી અને પછી દરેક માણસને ગુમડાં થયેલાં.'

'કીંગ જેમ્સ બાઈબલ એમ કહે છે,' તલે કહ્યું.

‘હા,' ડુલીટલે કહ્યું.

'આમાં ૩૭ પ્રકારના ગુમડાંઓ થઈ શકે છે, તલ.'

ચાર કલાક સુધી ચર્ચા ચાલી. ચર્ચા વિચારણાઓ અને દલીલો ઉપર દલીલો થઈ. બપોરે સેન્ડવીચો આવી અને છાપાં- ન્યુયોર્ક ટાઇમ્સ.

ન્યુયોર્ક ડેઈલી ન્યુઝ.

વોશીંગ્ટન પોસ્ટ.

દરેક છાપાનો એક જ સુર હતા. ' આઠ માસનો ઢોરનો પૂરવઠો ખત્મ થઈ ગયો હતો.'

વીલીસ્ટને કહ્યું. ‘સજ્જનો, આપણી સામે ઘણી મોટી તેાતીંગ સમશ્યા આવીને ઉભી છે.'

ડોલ્બી પેડ ઉપર અપમાનજનક શબ્દો લખતી હતી. સાઇકસ તે જોઈ ગયો. તેણે મુઢ્ઢી પછાડી.

'ન્યુયેાર્ક ની આ ચીસ આ બધું મજાકમાં ખપાવે છે. તેને જવાબદારીનું ભાન હોવું જોઈએ. ' ડોલ્બીએ કહ્યું, ‘ અહીં તમે વાતોનાં વડાં સિવાય બીજું કર્યુ છે શું?'

'શાંત થા,' વીલીસ્ટને કહ્યું

ડોલ્બીએ કહ્યું, ‘ચૂપ રહે. તારી આ આખી ટુકડી કંઈ જ કરી શકે તેમ નથી. નકામી છે. કોઈ નક્કર પ્લાન તમે લોકો ઘડી શકો તેમ નથી.'

તેણે તલ સામે જોયું. 'આ એક જ માણુસ અહીં કંઈ કરી શકે તેમ છે.’ સાઈકસે કહ્યું, ‘તો અહીં શા માટે બેસી રહી છે?’

ડોલ્બી ઉભી થઈ. 'હું જઉં છું જ.’

તે બારણે ગઈ.

'ગુડ લક, કનૅલ તલ, ' તેણે કહ્યું અને બહાર જતી રહી.

*

ન્યુયેાર્ક સીટી

૮૦૯, પહેલી એવન્યુ પર બારમા માળે આવેલી ઓફિસમાંથી એક યુવાને નીચે જોયું. તેણે અસંખ્ય બસોથી યુનોના બીલ્ડીંગને ઘેરાયેલું જોયું. બસેા ઉપરાંત ન્યુયોકૅ પોલીસ ડીપાર્ટમેંન્ટની ભારે લશ્કરી ઈકવીયમેંટો અને પોલીસ કારોનો જમેલો જામ્યો હતો :

ટેંકો.

બુલડોઝરો.

બખ્તરીયા કેરીયરો.

મોબાઈલ કમાંડો વાન.

સંખ્યાબંધ પોલીસવાળા આંટા મારી રહયા હતા. વાહનો અને બિલ્ડીંગ વચ્ચેનો વિસ્તાર નિજ ન હતો. યુવાને ફિલ્મનો રોલ પૂરો કર્યો અને ઝડપથી આફિસ છોડી.

એક ટેક્ષી ૪૨મી શેરીથી યુનોની દક્ષિણે ઈસ્ટ રીવર ડ્રાઈવ ગઈ. પહેલી એવન્યુ ક્રોસ કરતી વખતે અંદર બેઠેલા માણસો ઉત્તર તરફ તાકી રહ્યા. તેઓ અને ડ્રાઈવર હીબ્રુ ભાષા બોલતા હતા.

મેનહટનની ફરતે રાઉન્ડ મારતી ' સરકલ લાઈન ' નામની પ્રવાસી બોટમાંથી બે પડછંદ માણસો ફોટા પાડી રહ્યા હતા.

૪૮ મી શેરી અને પહેલી એવન્યુના ખૂણે આવેલા મકાનના ૩૭મા માળે અમેરિકન રીવરટ્રોનીકસ કંપનીની રીસેપ્શનીસ્ટને નોકરીએ રહેનાર ઉમેદવારનું ફોર્મ ભરતાં મુશ્કેલી પડતી હતી. એ શખ્સ તેની તરફ ધ્યાન આપવાને બદલે બારીમાંથી ઉત્તર અને દક્ષિણ તરફ જોયા કરતો હતો. કંટાળીને તેણે એને કહ્યું કે હાલ જગ્યા નથી અને જ્યારે જગ્યા પડશે ત્યારે તેને બોલાવવામાં આવશે. જતાં પહેલાં શખ્સે બારીમાંથી ફોટા પાડયા.

એક આકર્ષક છોકરી બે બસ વચ્ચેની તિરાડમાંથી જોતી ઉભી હતી. તેણે પેાલીસ ઓફિસરને અમુક દિશાઓ પુછી તેની બોલી ફ્રેંચ લમ્ણવાળી હતી. છોકરીએ જોયું કે પેાલીસ ઓફિસરની છાતી પર 'કેપ્ટન દ પેટ્રો ' ના નામની ટેગ હતી.

ન્યુયેાર્ક પબ્લીક લાયબ્રેરીમાં એક યુવાને યુનોને લાગતાં પુસ્તકો મંગાવીને વાંચ્યા. તેને એના બાંધકામમાં રસ હોતો. તેણે ડીઝાઈનોની ઝેરેાક્ષ કોપીઓ પણ કાઢી.

ફર્સ્ટ એવન્યુ અને પ૪મી શેરીના ખૂણે પુરી શીર નામનો એક ફેરીયો હોટડોગ વેચતો હતો.

ઈઝરાયલીઓ પ્રવૃત્તિશીલ હતા.

*

ફોટૅ બ્રેગ

નોથૅ કેરોલીના

નવ દિવસ આવ્યા અને ગયા.

કે- ડીટેચમેંટના માણસો હવે તૈયાર થઈ ગયા હતા. કનૅલ મેકડુગલ બેચેન હતો. પ્લાન સ્પષ્ટ નહોતો. ન્યુયોર્કના સર્વે માટે તેને એના ત્રણ માણસો મોકલવાની છૂટ પણ નહોતી અપાઈ.

પછી સાઇસનો હુકમ આવ્યો, ‘પેન્ટામોનને પણ ભૂલીની અને વ્યુહધડવૈયાઓને પણ. તું તારો પ્લાન તૈયાર કર.’

મેકડુગલ મુંઝાયો તેને ઉપરી સત્તાવાળાએ બીજા ઉપરી સત્તાવાળાનો અનાદર કરવાનું અગાઉ કદી કહ્યું નહોતું. ‘હવે?’

 

***