Project Pralay - 16 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | પ્રોજેક્ટ પ્રલય - 16

Featured Books
Share

પ્રોજેક્ટ પ્રલય - 16

પ્રકરણ ૧૬

૨૦ મી ઓકટોબર પછીના દિવસે

વ્હાઈટ હાઉસ

આઠમા પ્લેગ પછી ઈમરજન્સી ગુપે ઘડિયાળના કાંટે મીટીંગો ગોઠવી હતી. ૪૮૦ જેટલા શખ્સો હવે આ સમસ્યા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંશોધનાર્થે લાગી ગયા હતા.

તલે તેમને નવમો પ્લેગ સૂચવ્યેા હતા- અંધકાર

સૌ એ મત પર આવ્યા હતા કે હવે ગમે ત્યાં

અંધારપટ છવાશે - બ્લેકાઉટ.

ક્યાં ?

દરેક પ્લેગથી માનવયાતના વધી હતી. નુકશાન વધ્યું હતું.

બ્લેકાઉટથી નુકશાન ઓર વધે તેમ હતું. સવાલ એક જ ઉભો થતો હતો - અંધારપટ ક્યાં ફેલાશે ?

સૌ કાઈ સંશોધનમાં લાગી ગયા.

રાતના ૧૨ વાગ્યા.

૧. ૦૦

૨. ૦૦

૩. ૦૦

લગભલ સૌ ઊંઘી ગયા હતા. પણ ડુલીટલ અને તલ જાગતો હતો. તલ પણ ૪ વાગે ઉંઘી ગયો.

૧૦:૧૫ વાગે કરી મીટીંગ સક્રિય બની.

૧૦: ૨૨ વાગે વીલીસ્ટનના મેજ પર ફોન રણક્યો.

‘વીલીસ્ટને,’ તેણે કહ્યું. ‘હા. ક્યાં? રોમ? કેટલી વાર પહેલાં? નુકશાન? માહિતી આપતો રહેજે.' તેણે ફોન મૂકયો અને તલ સાસે જોયું. ‘તું ખોટો પડ્યો.’

‘અંધારપટ?'

‘રોમમાં.’

‘કયારે?’

' બે મીનીટ પહેલાં.'

'બીજું?'

'કંઇ નહી.’

રોમમાં અત્યારે ૫:૨૫ વાગ્યા હશે. અધારૂં પડવાની તૈયારી હશે. ટ્રાફીક ભરચક હશે.

'શા માટે?' તલે પૂછ્યું.

'શું?'

‘શા માટે તેમણે અંધારપટ ફેલાવ્યો? સમજાતું નથી.'

'તેં ગઇ કાલે કહેલું. તેમણે આજે કયું બસ.,

'બંધ બેસતું નથી.'

'અંધકાર. નવમો પ્લેગ. બંધ બેસે છે જ ને;'

'હા, પણ દિવસે અંધકાર, રાતે નહિ. રાતે તો અંધકાર હોય છે જ.'

'ભેજાં ખાલી થઈ ગયાં હશે.'

' ના. કંઇ ખૂટે છે. મિ. વાઇસ-પ્રેસીડેન્ટ?'

‘હા?’

'કોલ કરૂં?'

‘જરૂર.’

તે નીચે આવ્યો અને પબ્લીક ફોનમાં ગયો.

સીકકો નાખી તેણે ઓવર સીઝ ઓપરેટરને ઇઝરાયલી નંબર આપ્યો. લાઈન કલીયર થતાં તેણે કહયું, 'એબલમેન બોલું છું રેડ સી સાથે જોડી આપ.'

બે મીનીટ પછી તે રોમના તેના એજન્ટ સાથે વાત કરી રહયો.

'મુશ્કેલી?' તલે હીબ્રુમાં પૂછ્યું.

‘સાચે જ.’

'સાંજની પ્રવૃત્તિ શી છે?'

'પ્રવૃત્તિ?'

'ઓપેરા, ખેલ, સરકસ, રેલી, સભાઓ, થીયટરો, બોય સ્કાઉટો, કંઈ પણ.'

'કોઈ રાજકીય બનાવ નથી.’

'કંઈ અસામાન્ય?’

'કંઇ નહિ.’

‘બીજું?’

‘શહેરમાં બે હડતાળો હતી. તે હવે પાછી ખેંચાશે અંધારામાં શું કરે?'

'ઓપન એર શો?’

‘ના’

'સાંભળ. રોમમાં આજે રાતે કંઇક થશે. કંઈક એવું જેને આપણે રોકી શકીએ નહિ એવું. મને લાગે છે અંધારપટ નામનો જ છે. ગણત્રીના કલાકોમાં તારા તાબામાં દસમો પ્લેગ ત્રાટકશે. તે રોક. તેમને પકડ. જીવતા. તેમના મેાં ખોલાવ. પકડે ત્યારે મને કોલ કર.'

'ક્યાં?'

'જેરૂસલેમ કહેશે.'

'ઓકે.'

તમે બીજો સિક્કો નાખ્યો અને ન્યુયોર્કમાં ડો. બેટમેનને ફોન કર્યો. તેણે કહ્યું, 'ઓપરેશન આજે થશે.

'ક્યારે?'

'સાંજે.’

તલ પાછો આવ્યો. તેણે વાઈસ-પ્રેસીડેન્ટને ઈશારો કર્યો. 'થોડી વાત કરવી છે,' તેણે કહ્યું.

'મારી સાથે?'

'હા.'

વાઈસ-પ્રેસીડેન્ટ રૂમ છોડી તેની સાથે ગયો. ‘શું છે?’

‘મારે પ્રેસીડેન્ટને મળવું છે.'

'શું?'

'ખાસ કામ છે.'

'આટલું ગુપ્ત કેમ રાખે છે? મને કહે.'

‘હું કહી શકું તેમ નથી, સર.'

'પ્રેસીડેન્ટને કહીશ?’

'આ વેળા નહિ.’

'તો એમને શું કહું?'

'અત્યારે તમારે બંનેએ મારી ઉપર વિશ્વાસ મૂકવા પડશે.'

'તું અંધારપટ વિશે ૨૪ કલાક માટે ખેાટો પડ્યો છે. હવે તારા ઉપર વિશ્વાસ શી રીતે મૂકવો?'

'કંઈક બનવાનું છે. ધણું નાટકીય.'

'પ્રેસીડેન્ટ શું કરશે?’

'હું તેમને ટીવી ઉપર સાંજે પ્રવચન કરાવવા માગું છું. શકય છે?'

'હા.'

'એક કલાકમાં?'

'હા.’

'મારે પાંચ મીનીટ માટે તેમને મળવું છે. સહકાર માટે. કંઈક બનવાનું છે.'

'કયારે ખબર પડશે?’

'બે ત્રણ કલાકમાં.'

'પ્રેસીડેન્ટ પાસે ટીવી પર શું બોલાવવા માગે છે?’

'તે શું થાય છે તેની પર આધારિત છે.'

'કોઈ આઈડીયા?'

'છે.'

'કયો?'

'એ નહિ કહું.'

શાતિ.

એક મીનીટ.

વાઈસ પ્રેસીડેન્ટે કહ્યું, ‘ઓકે. આપણે થોડી મિનીટોમાં ઉપર જઇશું. હું પ્રેસીડેન્ટને કહું છું કે આપણે બેંને તેમને મળવા માગીએ છીએ.’

'ઓકે.'

'અને એક બીજો માણસ પણ.'

'કોણ?'

'વીલીસ્ટન.'

'કેમ?'

'એને ગુપ્તતામાં સાથે લેવો જરૂરી છે.'

'મંજૂર.'

વાઈસ–પ્રેસીડેન્ટે બારણું ખોલ્યું. 'કોરબીન, બહાર આવીશ?’

*

ફોટૅ બ્રેગ

નોથૅ કેરોલીના

બાર વાગે બપોરે જનરલ સાઈકસનો કોલ મેકડુગલ પર આવ્યો.

'આજે રાતે, ' તેણે કહ્યું.

'શું?' મેકડુગલે પૂછ્યું.

'ન્યુયેાર્ક તરફથી આજે રાતે હુકમ થશે, તૈયાર રહેજે. '

'પણ જનરલ– '

ફોન બંધ થઈ ગયો.

*

વેટીકન

રોમ.

ઓસનીયા પેન્શનના ત્રીજા માળે આવેલા રૂમમાં ઝુબેર કાબ જાગતો બેઠો હતો. તેણે પડદા ખોલ્યા. કાળમીંઠ હતી.

કાબે મીણબત્તી સળગાવી અને રૂમમાં સૂતા બીજા ત્રણને જગાડયાં.

કાબે કહ્યું, ‘ હાસમ અલ-વાસીએ આપણામાં વિશ્વાસ મુક્યો છે, આપણે તેને દગો દેવો જોઇએ નહિ.’

'હા,' ત્રણે સાથે બોલ્યા.

કાબે કબાટમાંથી બે શૂટ કેસો કાઢી અને ખોલીને ખાખી કાગળમાં બાધેલા ચાર પાસૅલ કાઢી દરેકને એક એક આપ્યું. દરેકે તે ખોલ્યું અને અંદરથી કપડાં કાઢયા.

બધાએ ધડ સાથે ઇન્ગ્રામ-૧૦ રાયફલો અને આંધી અને કપડાં પહેર્યાં. દસ વાગે ચારેય પેલેસ્ટાનીયનો પાદરીના વેશમાં બહાર નીકળ્યા.

દસ મીનીટમાં તેઓ વેટીકનની દિવાલે પહોંચ્યા.

વેટીકન શહેરની સ્થાપના ૧૯૨૯માં થયેલી. તેમાં પ્રવેશવા માટે કોઈ વિધિ કરવી પડતી નથી.

કાબ ત્રણ જણાને સેંટ પીટસૅ ના વિશાળ ચોગાનમાં લઈ ગયો. એ ચોગાનમાં બીજા હજારો પાદરીઓ હાજર હતા અને પેાતાના દર્શનની રાહ જોઈ રહયા હતા.

ચાર પેલેસ્ટા નીયનો ચોગાનના પાછલા ભાગમાં ઉભા રહયા પોપ ટુંક સમયમાં જ દેખી દેશે કાબ ટોળામાંથી રસ્તો કાઢતો આગળ વધ્યો. બીજા ત્રણ તેને અનુસર્યાં,

મધરાતે પોપ તેમના જાંબુડી ઝંભ્ભામાં બહાર આવ્યા. તેમના ઊબા હાથમાં લાકડી હતી. તેમનો જમણો હાથ લોકો તરફ હલતો હતો.

પોપ વિશાળ મેદનીને આશીર્વાદ આપતા મલકતા ઊભા રહયા. લોકોએ તેમની તરફ હાથ લંબાવી તેમણે. પ્રાથૅના કરી.

ટોળું શાંત થયું.

તે પોપના શબ્દો સાંભળી રહયું.

શાંતિ છવાઈ.

પોપે હાથ ઉંચા કર્યાં.

પછી અચાનક ચાર પાદરીઓ ' અલ હમદુ લીલ્લાહ ' ની બુમેા પાડતા પગથીયાં સડસડાટ ચડવા લાગ્યા.

'પોપ બોલતા બંધ થઈ ગયા. તેણે ચાર શખ્સોને પેાતાની નજીક આવતા જોયા. તેમના ચહેરા પાદરીઓ જેવા નહોતા. પછી તેમણે એ ચારેય ઝભ્ભાઓમાંથી સબમશીનગનો કાઢતા જોયા.

તે ઠરી ગયા.

દસ ફૂટ દૂરથી હુમલાખોરો ધસી આવી રહયા હતા

ગોળીબાર હવામાં ખખડી ઉઠયો. કાબે પોપનું મોં ખુલ્લું થતું જોયું. તે જમણી તરફ ફર્યા તો તેના ત્રણ સાથીઓનાં શરીર આંચકા ખાતાં જોયા. પછી તેણે એમને ભોંય પર ફસડાતા જોયા. તેમના ડગલા લોહીથી લાલ થઈ ગયા હતા. પછી તેણે સાત કસરતબાજ પાદરીઓને તેની તરફ ધસી આવતા જોયા. દરેકના હાથમાં યુઝી ઝુબમશીનગન હતી, તેઓ હીબ્રુમાં બોલતા હતા,

કાબ ચચૅ ના પોર્ટીકો તરફ દોડયો સાત પાદરીઓએ તેનો પીછો કર્યો. તેણે જમણી બાજુનું છેલ્લું બારણું ખેંચ્યું.

તે લોકડ હતું.

અચાનક તેણે માથાના પાછલા ભાગમાં તીવ્ર પીડા અનુભવી તેના ઢીંચણ આરસના ફરશ સાથે અથડાયા. પાછળથી એક શરીર તેની સાથે અથડાયું. તેનું માથું ભોંય સાથે જડાઈ ગયું. ખીજા શરીરો તેની ઉપર ઢગલો થઈ ગયાં. પછી તેણે ભાન ખોયું.

કાબુ જાગ્યો ત્યારે છત તાકી રહ્યો. તેના હાથપગ બાંધેલા હતા. મણબતીઓ લઈ શખ્સો તેની ઉપર નમ્યા એક શખ્સે પોતાની ઓળખ ઈઝરાયલી સીક્રેટ સર્વી સના સીમીયન લેવી તરીકે આપી. બીજા છ જણાની યુઝી સબ મશીનગનો તેની ઉપર તકાયેલી હતી.

'તારા સાથીઓ મરી ગયા છે,’ લેવીએ કહ્યું. તેઓ નસીબદાર હતા. તું નથી. અમે તને સવાલો પૂછીશું. જવાબ આપીશ ? નહિ આપે તારે તારા ડોળા ખાવા પડશે.’

કાબે ગળામાં ઘઘરાટી કરી.

‘હા. તેણે કહયું.’

'અલ-વાસીની હવે પછીની યેાજના શી છે?'

'મને ખબર નથી.’

લેવીએ યુઝી કાબના ગળામાં ગન ફટકારી. તેના ચાર દાંત તુટી ગયા.

‘બોલ.’

'જે જાણું છું તે કહીશ. હું કંઈ નથી જાણતો. અલ–વાસી સિવાય કોઇ કંઈ નથી જાણતું. અમારૂં કામ અંધારાપટ કરી પોપનું ખૂન કરવાનું હતું.'

'પછી?’

'ખબર નથી. કંઈક થશે. પણ શું, ક્યાં અને કોણ કરશે તે હું જાણતો નથી.

અલ-વાસીએ કોઈને કંઈ કીધું નથી.'

‘તું શી રીતે જાણે છે હવે પછી કંઈક થવાનું છે?'

'અમારી પાસે ઘણા માણસો અને ટુકડીઓ હતી.’

'એટલે કે કોઈ હવે પછીના કૃત્યના સંકેતની રાહ જુએ છે?’

કાબ બોલ્યેા નહિ.

ફરી ગન ફટકારાઈ.

તેનાથી કણસાટ થઈ ગયો.

'બોલ.'

'હા.'

'તેઓ સંકેતની રાહ જુએ છે?'

'હા.'

'સંકેત?'

કાબે આખો બંધ કરી અને દાંત બહાર થૂંકયા.લોહી મોંમાંથી બહાર નીકળ્યું. તેણે પેડુમાં તીવ્ર પીડા અનુભવી.

‘સંકેત?’

'હા.'

'બોલ.'

'મારૂં. મીશન સફળ થયું છે તે પોપ મરી ગયા છે તે.'

લેવીએ તરત જ તલને ફોન કર્યો. એક કલાક પછી ઝુબેર કાંબેને એલ અલ જેટ દ્વારા ઇઝરાયલ રવાના કરવામાં આવ્યો.

 

***