Gumraah - 16 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 16


ગતાંકથી..

પૃથ્વી તેના તરફ શકની નજરે જોઈ રહ્યો .લાલ ચરણે જણાવેલું કારણ તેને યોગ્ય લાગ્યું નહીં .તેને તો એમ જ લાગ્યું કે : મારા મકાન પર સંદીપને એટલા માટે જ મોકલ્યો હોવો જોઈએ કે ચક્કર થી હું મરી ગયો છું કે કેમ તેની તેને ખબર પડે.
"ખરેખર, લાલચરણ જબરો નાટકબાજ અને વેશધારી છે. ઠીક, બચ્ચા, આગળ ઉપર જોઈ લઈશ, એમ સ્વગત કહી પૃથ્વી પોતાને સોંપાયેલું કાર્ય કરવામાં તલ્લીન થઈ ગયો.

હવે આગળ....

'લોક સેવક 'માટે લેખ લખતા લખતા પણ પૃથ્વીના મગજમાં લાલ ચરણ માટે ખૂબ જ શંકાઓ ઊપજ્યા કરી. તે લેખ લખવામાં પ્રવૃત્ત હતો ત્યાં અચાનક લાલચરણે તેણે તેને બોલાવ્યો અને એક નવું કાર્ય સોપ્યું.

"એક બદમાશ ટોળકી વિશે આપણે કેટલીક હકીકતો મેળવવાની છે ,પૃથ્વી." લાલ ચરણે કહ્યું .

" હું તૈયાર છું." તેણે તરત જ જવાબ દીધો.

"બાબત એમ છે કે હાલમાં એક બદમાશ ટોળકી લોકોને ખૂબ રંજાડી રહી છે. પોલીસના ચાંપતા ઉપાયો છતાં તે ટોળી પકડાતી નથી. ટોળીનાં માણસોએ મુંબઈની બેંકો સાથે અસંખ્ય ઠગાઈઓ કરી છે. અને પોલીસને હંફાવી તેના હાથમાંથી તેઓ આજ સુધી છટકી જવા પામ્યા છે. પોલીસ પોતાની હારનું કારણ એ આપે છે કે આ ટોળી નો ઉપરી વેશ ધારણ કરવામાં એક્કો છે .અને તેથી જ તે બહુ ચાલાકી થી પોલીસના માણસોને છેતરી શકે છે. પોલીસ ખાતા તરફથી ખાનગી રીતે મને આ ખબર મળી છે .અને આપણે પોલીસને મદદ કરવાની છે. જો આપણે આ ટોળકી નો ભેદ ઉકેલીશું તો આપણું પેપર નામાંકિત થઈ જશે અને તેથી આપણી નબળી હાલતમાં આપણે કદાચ સધ્ધર બની શકીશું."

પૃથ્વીને સાહસના કાર્ય પસંદ હતા ,અને આ કાર્યથી પોતાનું પેપર નામાંકિત બનવાનું હોવાથી તેણે તરત જ તે માથે લીધું.
લાલ ચરણે આ ટોળકી સંબંધી કેટલીક વિગતો આપી અને પેપરની ફાઈલ પણ તપાસી જોવા જણાવ્યું. લોક સેવકના પાછલા અંકોની ફાઈલો ઉથલાવતા અને લાલ ચરણે આપેલી હકીકત મુજબ પૃથ્વીને એ વિગત મળી કે એ તોડી સિક્કા વાળા ની તોડીને નામે ઓળખાતી હતી તે ટોળીનો ભેદી મકાન ઘાટકોપરમાં આવેલું હતું એ એક મોટું મકાન હતું અને તેમાં જાણે સજ્જન લોકો જ રહેતા હોય એવો દેખાવ કરવામાં આવતો હતો માત્ર એક જ નહીં પણ બીજા બે મકાનો પણ જોડાછોડ આવેલા હતા અને એ ત્રણેય એક જ ઢબના હતા. પોલીસ ખાતાને એ મકાનો સંબંધી ખૂબ શોખ હતો. પોલીસના માણસોએ મકાનો ઉપર ખૂબ તકેદારી રાખતા પણ હજી સુધી તેઓને કંઈ જ વળ્યું ન હતું
પૃથ્વી તે જગ્યાથી માહિતગાર થવા સંદીપ સાથે ગયો. તે વખતે સાંજના પાંચ વાગ્યા હતા. ઘણા ખરા મકાનોના બારણામાં સ્ત્રીઓ ઊભી હતી. તેવો કાં તો સામેના ઘરની બારીઓ તરફ જોતી હતી અથવા પોતાની પાડોશણો સાથે વાતોમાં ગુથાયેલી હતી. નાની મોટી વયના છોકરાઓ રસ્તામાં રમતા હતા. આ મકાનમાંથી જે ત્રણેય મકાનોની તપાસ પૃથ્વીને કરવાની હતી તે સાથે સાથે આવેલા નહોતા. સંદીપે એક મકાન બતાવ્યું, તેના ઉપર 'સૌભાગ્ય વિલા' એવું નામ લખેલું હતું. તે પછી એક મૂકીને ત્રીજું મકાન હતું તે પણ સંદીપે 'સિક્કાવાળી ટોળકી 'નું જણાવ્યું .તે પછી બે મકાનો છોડીને ચોથું મકાન હતું તે પૃથ્વીને બતાવવામાં આવ્યું. આ ત્રણેય મકાનો નજદીક આ બે જણ જઈ આવ્યા. બીજા મકાનનું નામ 'મંજિલે બહાર' હતું અને ત્રીજાનું નામ 'રંજન નિવાસ' હતું સંદીપના જણાવવા પ્રમાણે ખાસ ભેદભરેલું મકાન 'સૌભાગ્ય વિલા 'હતું.

તે બંને તે મકાન નજદીક ગયા ત્યારે બે-ચાર સ્ત્રીઓ ત્યાં ઊભી ઊભી કંઈક વાતો કરતી હતી અને હસતી હતી. એ મકાનમાં એક મોટી કાળી પેટી લઈ જવા માટે મજૂરો મહેનત કરી રહ્યા હતા. એ આ સ્ત્રીઓનો ચર્ચાનો વિષય હતો.

પેટી જો કે સાધારણ બનાવટની હતી, પરંતુ તેના કદ અને વજનને લીધે તથા મજૂરોની ઘાંટાઘાંટ ને લીધે ખાસ ધ્યાન ખેંચાતું હતું.

પૃથ્વીએ તે સ્ત્રીઓ માની એકાદ વૃદ્ધ જણાતી સ્ત્રીને પૂછ્યું : " આ મકાનમાં સુવા -બેસવાનો એકાદ સારો રૂમ મળી શકશે કે ?"

"હા, તમે ભાડે ભરી શકશો ? મહિનાનું પાંચ હજાર ભાડું છે" તે બાઈએ કહ્યું.

પૃથ્વી એ ભાડાની રકમ માટે કચ કચ નહીં કરતા રૂમ જવા માટે ઈચ્છા બતાવી.તરત જ તે બાઈએ કહ્યું : "ઉપર જાઓ. રોમેશ કરીને આ મકાનનો એક કારકુન સીડી પાસેની ઓરડીમાં રહે છે તેને પૂછો."

પૃથ્વી ઉપર ગયો. રોમેશ તેની ઓરડીમાં એક ચોપડી વાંચતો બેઠો હતો.

"આ મકાન કોનું છે ? મારે ભાડે રાખવું છે." પૃથ્વી એ પૂછ્યું.
"મુંબઈના શેઠિયાનું છે. જગ્યા થોડી ભાડે આપવી છે, પણ અમે ખાસ ભાડુંતો રાખતા નથી. તેમ કાયમના પણ ભાડૂતો તો રાખતા નથી .હમણાં જ બે નવા ભાડૂતોએ રૂપિયા અગિયાર હજાર ભાડાના ઠરાવીને નીચલો તથા ત્રીજો માળ ભાડે રાખ્યો છે, ત્યારે વચલા માળમાં તમારા જેવો એકાદ ભાડું જ હોય તો ઠીક એમ ધારી જ મેં તમને હા પાડી છે."
"આભાર થયો. હાં ....પણ આપનું નામ ?"

"મારું નામ રોમેશ છે."

પૃથ્વીએ કહ્યું :" એ ઠીક છે. ત્યારે ત્યાં ઝાઝા ભાડુતો નથી તેમ જગ્યા મોકળાશવાળી છે એટલે હું ભાડે રાખી લઉં છું ."એમ કહી તેણે એક મહિનાના રૂપિયા પાંચ હજાર ભાડાના તેના હાથમાં મુક્યા .
રોમેશ શરીરે હુષ્ટપુષ્ટ તથા પહેલવાન જેવો હતો.

પૃથ્વી એ ભાડાની જગ્યા ફક્ત આ મકાન તથા બીજા મકાનોની પર નજર રાખવા જ રાખી હતી.

સાંજ ઢળી ગઈ. રાત્રિના આગમનની તૈયારીઓ થઈ ચૂકી હતી, અને હવે જ્યારે સૌ પોતપોતાના ઘરમાં હતા ત્યારે પૃથ્વીએ સંદીપને 'સૌભાગ્ય વિલા 'બહાર ફૂટપાથ પર ઊભા રહીને શક પડતા લોકો મકાનમાં આવે છે કે કેમ તેની તપાસનું કામ સોપ્યું અને પોતે નીચેના ભાગમાં આવીને મજૂરો જે રૂમમાં આવી પેટી મૂકી ગયા હતા તે રૂમમાં આગળ ગયો. તે રૂમનો ઉંબરો ઓળંગવાને જેવો તેને પગ ઉપાડ્યો કે તરત જ 'ક્લિક - ક્લિક 'કરતો અવાજ તે રૂમમાં સંભળાયો.

પૃથ્વી તરત જ પાછો હટ્યો.ખરું જોતા તેને ત્યાં જવાનો કંઈ પણ હક્ક નહોતો અને રૂમમાં કોઈ હોય તો ત્યાં આગળ તપાસ કરવા સામે વાજબી રીતે વાંધો ઉઠાવી શકે. આથી તે ઉમરા બહાર જ ઉભો રહે તે અવાજ સાંભળવા લાગ્યો.

'ક્લીક -ક્લીક -ક્લીક' એવો સ્પષ્ટ અવાજ આ વખતે સંભળાયો .રૂમમાં કોઈ હશે તો પોતાને ઊભા રહેવા સામે વાંધો ઉઠાવશે એવા ખ્યાલથી હજુ પણ પૃથ્વી ઉપર ચાલ્યો જાત પણ જે અવાજ તેણે સાંભળ્યો તે એવો તો વિચિત્ર હતો કે તેને ચાલ્યા જવાનું ગમ્યું નહિ. અવાજમાં તાજૂબીભર્યું શું હતું કે તે કહી શકાય નહિં, પણ અવાજ શેનાથી થયો હતો તે વિશે એનાથી અટકળ પણ કરી શકાય તેમ નહોતું ‌પાટિયું ભાંગવાથી જેવો અવાજ થાય તેઓ તે અવાજ નહોતો; કોઈ મનુષ્ય કે વસ્તુના હિલચાલ થી થાય તેવો પણ તે અવાજ નહોતો; કબાટ ખોલતા થાય એવો અવાજ પણ નહોતો.

'ક્લીક-ક્લીક; - ક્લીક - ક્લીક' ફરીથી તે ખેંચાણ કારક અવાજ થયો. જીગ્નાશાવૃત્તિ વાળો તે યુવાન પત્રકાર તે અવાજ શેનો હશે તે શોધવા પ્રવૃત્ત થયો. તે આગળ બધી બારણામાં ઊભો અને હિંમત કરી રૂમમાં બધી જ બાજુ નજર ફેરવી ગયો.

" ક્લીક - ક્લીક -ક્લીક !"
પૃથવીએ શ્વાસ લેવો બંધ કર્યો .તેને લાગ્યું કે તે અવાજ પેલી પેટી કે જે મજૂરો એ લાવી તે રૂમમાં વચ્ચોવચ મૂકી હતી તેમાંથી જ નીકળતો હતો. અવાજ શાંતિ થતો હશે ? પણ એટલા મા તે રહસ્ય ખુલી રહ્યું હોય તેવું તેને દેખાયુ:

શું હશે એ રહસ્ય ? જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ.........