Gumraah - 31 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 31




ગતાંકથી.....

"મને લાગે છે કે આ ભોંયરામાં પ્રવેશ કરનારે કરનારાઓને આ સાધનથી જ મારી નાખવા માટે આ દોરડાઓનું જાળું ગોઠવેલું છે .આ ઝવેરાત કોઈ અહીંથી લઈ જાય તો બદમાશો તેને મારી નાખે .ઉપરાંત-"
"આ ભેદ જે જાણી જાય તે બહાર જઈ પોતાની જબાન ખોલે નહીં તે માટે તેને જીવતો બહાર જવા દેવો નહિ, એવો તેમનો હેતુ હોવો જોઈએ." ઇન્સ્પેક્ટરે પૃથ્વીનું અધુરુ વાક્ય પૂરું કર્યું.

" તો હવે શું કરવા માંગો છો, ઇન્સ્પેક્ટર ?"પૃથ્વી એ પૂછ્યું.

હવે આગળ....

"હું?" તેણે જવાબ દીધો. "મારો ઇરાદો એવો છે કે આપણે અહીં હજીએ પુરાઈ રહેવું અને બદમાશો આવે ત્યાં સુધી રાહ જોવી તેઓ આ સાધનો કેવી રીતે ચલાવે છે ,તે જોવું અને તેમના જ સાધનોથી તેમનો નાશ કરવો."
"રોકાવામાં સાર નથી." પૃથ્વી એ સૂચવ્યું.

ઇન્સ્પેક્ટર બોલ્યો : મારું એમ માનવું છે કે, આ ભોયરું એમને એમ કોઈ સિક્યુરિટી વગર મૂકીને તેઓ રખડે નહિ. તેનો એકાદ બદમાશ -સિક્યુરિટી વાળો હોવો જોઈએ. અને જે સમય થશે ત્યારે તે જરૂર આવી પહોંચવો જોઈએ. તે આવે કે ,તરત જ આપણે બે મળીને તેમને પકડી લઈએ અને પછી બધી વિગત તેની મારફત જાણી લઈએ. હું એટલા માટે રોકાવાનું કહું છું .જાણવું તો પૂરેપૂરું જાણવું અને પછી જ પગલા ભરવાં કે જેથી આ ટોળીનો એકદમ અંત આવી જાય .કેમ મારું કહેવું તને બરાબર લાગે છે ને?"
પૃથ્વી : " ઠીક. એ વિચાર પણ ખોટું નથી. પરંતુ એ સમય દરમિયાન ચાલો, આપણે વધુ તપાસ કરીએ -"
તે આ વાક્ય બોલી રહે એટલામાં એક દિવાલ ઉપરથી ડોરબેલ આપોઆપ વાગવા માંડી.

"કોઈક આવે છે." ઇન્સ્પેક્ટર એ કહ્યું : "આવ,આપણે કોઈ સોફાની પાછળ છુપાઈ જઈએ."
તેવું બંને સોફાની પાછળ નીચે લપાઈ ગયા. થોડીવારે એ તે વિશાળ ડ્રોઈંગ રૂમમાં એક માણસ આવ્યો અને આમતેમ જોવા લાગ્યો. ઇન્સ્પેક્ટરે પૃથ્વીને કોણી નો ઢોંસો માર્યો અને પોતે સોફા પાછળથી બહાર આવી પહેલા માણસને કહેવા લાગ્યો : "તું બરોબર સમયે આવી પહોંચ્યો. તેણે નીચે છુપાયેલા પૃથ્વીને કહ્યું : "પૃથ્વી, બહાર આવ. આ તો આપણો જ પોલીસ ખાતાનો માણસ છે."

પૃથ્વી આશ્ચર્યચકિત થતો સોફાની પાછળથી બહાર આવ્યો અને બોલ્યો: "તે શું ખબર લાવ્યો છે?"

"હું એને પૂછી જોઉં ."એમ કહી ઇન્સ્પેક્ટર એ માણસને જરાક દૂર લઈ જઈ ધીમા સ્વરે તેની સાથે વાતચીત કરી અને પછી પૃથ્વી પાસે તે બંને આવ્યા.

ઇન્સ્પેક્ટર એ કહ્યું : "આ માણસનું કહેવું છે કે, બદમાશો આ તરફ જ આવે છે. તેઓને અહીં આવતા અટકાવવાનો એક ઉપાય છે. આ માણસ મારા કરતા આ ભોંયરાની અને આ વીજળીના જે સાધનો છે તેનાથી વધારે વાકેફગાર છે .તેણે બદમાશોને આ કબાટમાંના યંત્ર ચલાવતા જોયા છે. અમારા એક પોલીસ મેનનો જાન તેઓએ અમુક પદ્ધતિથી લીધો હતો તે આ માણસે જોયું છે. માટે જુદા જુદા રસ્તાઓ એથી તેઓ આવે તે જ વખતે આપણે ત્રણે જણા તેઓને મારી નાખીએ માટે ચાલ આ માણસ કહે તેમ આપણે કરીએ."

"ઈન્સ્પેક્ટર, તમારા બીજા માણસોને બોલાવો ને?" પૃથ્વીએ આ સાધનોને પોતે અટકવું નહિ એવી સાવચેતીથી આ સવાલ કર્યો.
ઇન્સ્પેક્ટરે હસીને કહ્યું : "ગભરાઈ ગયો કે શું? અમે તને મારી નાખીશું એમ તારું માનવું છે? હું મારા બીજા માણસોને જરૂર બોલાવત, પણ સમય ક્યાં છે ?બસ હવે દરેક ક્ષણે બદમાશો આવી પહોંચવાની જ ડર રહે છે.બીજાઓને બોલાવવા જતા આપણને મળેલી આ અણમોલ તક પણ ગુમાવી બેસીએ."
પૃથ્વીને તેનામાં વિશ્વાસ બેઠોઅને તેની વાત માની તેને મદદ કરવા તત્પર થયો.
પેલા માણસે કહ્યું: "જુઓ,આ કબાટમાં ત્રણ હેંડલ છે. દરેક પર નંબર લખેલા છે.હુ આ મશીન ચાલુ કરું છું અને જ્યારે હું કહું ત્યારે તરત આપણે એક એક હેંડલ પકડવું ."જુઓ મિસ્ટર ! તમે આ પહેલું હેંડલ પકડજો.સાહેબ બીજું હેંડલ પકડશે આને હું ત્રીજા નંબરનું હેંડલ પકડીશ. આપણે એક સાથે ત્રણેય જણા
એક સાથે હેંડલ દબાવવું એટલે ભોંયરાની અંદર જે પુષ્કળ દોરડા પથરાયેલા છે તેમાં વીજળી ચાલુ થશે અને બદમાશો અંદર આવી શકશે નહીં. જો આવા પ્રયત્ન કરશે તો તેમના શરીરમાં કોઈ પણ ભાગને વીજળીનો કરંટ લાગતા તે મૃત્યુ પામશે."
ઇન્સ્પેક્ટર એ કહ્યું : "તું લાંબા લાંબા ભાષણ ન કર. મશીન ચાલુ કર એટલે અમે હેન્ડલ પકડીએ."
ઇન્સ્પેક્ટરે બીજા નંબરનું હેન્ડલ પકડ્યું .પૃથ્વી સહેજ ખચકાટ અનુભવતો હતો.પહેલો માણસ કબાટમાં કંઈ આમ તેમ ગોઠવાણો કરવામાં રોકાયો.
ઇન્સ્પેક્ટરે પૃથ્વીને કહ્યું : "ચાલ ,ભાઈ ,સમય ન બગાડ નંબર એક !"
પોતે નાહિંમતવાન ને ડરપોક ગણાય એ પૃથ્વીને ઠીક લાગ્યું નહિ . ઇન્સ્પેક્ટરે તો હેન્ડલ પકડ્યું હતું. હવે પોતે શા માટે આનાકાની કરે? તેણે પહેલા નંબરનું હેન્ડલ પકડ્યું. એ જ વખતે ઇન્સ્પેક્ટરે. બીજા નંબરનું હેન્ડલ મૂકી દીધું. પહેલા માણસને સ્વીચ ફેરવી .અને પળવારમાં આ બધું થયું. વીજળીનો પ્રવાહ ચાલુ થયો. એકદમ બધી જ લાઈટો બંધ થઈ ગઈ .ફક્ત એક લાલ લાઈટ ચાલુ રહી.
પૃથ્વીથી કારમી ચીસ પડાઈ ગઈ; કારણ કે વીજળીનો કરંટ તેના શરીરની નસોને ખેંચવા લાગ્યો.
હવે ઇન્સ્પેક્ટરનો બુલંદ અને બદલાયેલો અવાજ સંભળાયો: "અવિચારી છોકરા !આ હેન્ડલ કે સાધન ચાલુ જાતનું નથી તેમાં કાણાં છે. વીજળીનો પ્રવાહ તેમાંથી નીકળે છે ! બસ ખલાસ ! તારા ઈશ્વરને સંભારી લે અને ફરીથી કોઈ વાર તું અમને હેરાન કરવાનો ઇરાદો રાખવાને બદલે ઈશ્વરના દરબારમાં સત્વરે પહોંચી જા." તેણે ભયંકર હાસ્ય ક કર્યું અને તેના જોડીદાર સાથે તે ત્યાંથી ચાલ્યો ગયો.

ભોંયરામાં વીજળીના સાધનને હાથ લગાડવાનું અવિચારી સાહસ પૃથ્વી એ કર્યું,તેમાં તેની સાથે દગો કરવામાં આવ્યો. તેનો ખ્યાલ હવે જ પૃથ્વીને આવી શક્યો. ભયંકર અટ્ટહાસ્ય કરીને જઈ રહેલો સાચો ઇન્સ્પેક્ટર ખાન નહિં પણ બાહોશ વેશધારી બદમાશ 'સિક્કા વાળો' પોતે હતો, એ પૃથ્વીને સમજાઈ ચુક્યું.

પણ હા! હવે સમજ શા કામની ?વીજળીનો પ્રવાહ તેના શરીરની નસો ખેંચતો હોય અને બીજી દુનિયામાં પોતાને મોકલી દેતો હોય એમ પૃથ્વીને લાગ્યું. આંખે ચક્કર આવવા લાગ્યા .બધું જ ઉલટ સુલટ દેખાવા માંડ્યું; પ્રાણ નીકળી જતા હોય એવો અનુભવ થવા લાગ્યો.
શું તે મરી ગયો! શું તેનું આયુષ્ય આમ અચાનક પૂરું થવા આવ્યું.? શું પપ્પાના ખુનીને પૃથ્વી પકડે તે પહેલા તેનું પોતાનું ખૂન થયું? ના. અચાનક તેના હાથમાંથી હેન્ડલ છૂટી ગયો અને તે પટકાઈને જમીન પર પડી ગયો! જરૂર નકૅવાસ માં યમદુતો એ પોતાને ફેંકી દીધો હોય એમ તેને લાગ્યું .પણ ના. તેધીમે ધીમે ભાનમાં આવવા લાગ્યો.તેની નસો ખેંચાતી બંધ પડી .આંખોએ તમ્મર આવતા બંધ પડ્યાં .શરીરમાંનો ઝણઝણાટ ઓછો થવા માંડ્યો.
શાથી? શા કારણે ? શું પૃથ્વીનો બચાવ એમને એમ થયો? વીજળીના અકસ્માતોમાં કદાપિ આવી રીતે બનતું હશે ખરું ?જ્યાં વીજળીનો પ્રવાહ એકઠો થયો હોય ત્યાં હાથ અડકનારનું મોત એકદમ નીપજે છે ,તેને બદલે પૃથ્વી કેવી રીતે જીવ્યો ? નક્કી તેને બચાવ્યો. એ કોણ? તેણે કેવી રીતે પૃથ્વીને બચાવ્યો?

તો હવે પૃથ્વી શું કરે છે તે તપાસીએ .પૃથ્વી કેટલીક વાર સુધી તો તે કબાટ આગળ એમનેમ પડી રહ્યો .બાદ તેણે આંખ ખોલી. કબાટ તરફ નજર કરતાં વીજળી તેમાંથી નહિ નીકળતી એમ તેના જોવામાં આવ્યું .પોતે ઊઠીને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. એક દારૂડિયાની માફક તેના પગ લથડવા લાગ્યા. આ ભયંકર સ્થાનમાંથી હવે તો ભાગી જ જવું એવો વિચાર કરી તે બળપૂર્વક ચાલવા લાગ્યો, પણ શરીરમાં આવી ગયેલી નબળાઈને લીધે તે પાછો જમીન પર પડકાઈ પડ્યો .તો ઘસડાતો ઘસડાતો તે દિવાલ તરફ ગયો અને તેને ટેકો દઈને તે ઊભો થયો.

શું પૃથ્વી ભોંયરાની બહાર નીકળવામાં સફળ થશે? જાણવા માટે વાંચો આગળ નો ભાગ......
ક્રમશઃ....