Public toilets and hidden cameras books and stories free download online pdf in Gujarati

પબ્લિક ટોયલેટ અને હિડેન કેમેરા

(થોડાક સમય પહેલા મેં સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝ સાંભળી હતી કે પબ્લિક ટોયલેટમાં સ્ત્રીઓની વિડિયો છૂપી રીતે બનાવીને ઈન્ટરનેટ ઉપર અપલોડ કરવામાં આવી હતી. જો કોઈની સાથે આવું થાય તો કાયદાની મદદ તે કેવી રીતે લઈ શકે છે તે વિશે જાણકારી આપતી માહિતી મેં વાર્તા સ્વરૂપે દર્શાવી છે વાર્તાને સંપૂર્ણ વાંચવા વિનંતી.)
'જલ્દી તૈયાર થા સુમન, આપણે બે વાગ્યાની બસ છે.'

'હા બસ મમ્મી તરત આવી.' સુમને કહ્યું.

સુમન ઝડપથી તૈયાર થઈને રૂમની બહાર આવી. 'ચાલો મમ્મી.' સુમને કહ્યું.

સુમન અને તેની મમ્મી રિક્ષા પકડી ઝડપથી બસ સ્ટેશન પહોંચી ગયા. બસ સ્ટેશન ઉપર પહોંચી સુમને તેની મમ્મી ને કહ્યું. 'મમ્મી મારે વોશરૂમ જવું છે.'

'શું ઘરેથી જઈને ન આવી હોય. આમેય મોડું તો તે કર્યું જ હતું. હવે અમદાવાદ પહોંચીને કરજે.'

'મમ્મી જોરથી લાગી છે.'

'હાય રામ, હું તો હેરાન છું તારાથી. હવે શોધ આજુબાજુ કોઈ પબ્લિક ટોયલેટ હોય તો જઈને આવ.' સુમનની મમ્મીએ કહ્યું.

સુમને આજુબાજુ નજર ફેરવી, નજીક જ તેને એક પબ્લિક ટોયલેટ દેખાયું. 'તે રહ્યું.' આંગળી વડે ઈશારો કરતા સુમને કહ્યું.

'હું જઈને આવું છું.' કહી સુમન ટોયલેટ તરફ આગળ વધી.

ટોયલેટ સારી હાલતમાં નહતું. સુમન પોતાની નાક બંધ કરી ઝડપથી ટોયલેટ જઈને પાછી બહાર આવી.

'જઈ આવી.' સુમને આવી કહ્યું.

'હા ઓકે ચાલ, આપણી બસ પણ આવી ગઈ, આવી જા.' કહી બંને બસમાં બેઠા.

સુમનને અમદાવાદ આવ્યાને થોડાક દિવસો પસાર થયા. અમદાવાદ હતી ત્યારે તેની એક સ્ત્રી મિત્ર આયુષીનો તેની પાસે કોલ આવ્યો. સુમને કોલ રિસીવ કર્યો. 'ક્યાં છે સુમન?' સામેથી અવાજ આવ્યો.

'હું અમદાવાદમાં છું, બોલ શું કામ હતું?'

'બે દિવસ પહેલા તે કોઈ પબ્લિક ટોયલેટ યુઝ કર્યો હતો?' આયુષીએ સુમનને પ્રશ્ન કર્યો.

'તું આવો કેવો સવાલ પૂછે છે' સુમને કહ્યું.

'અરે હું તને પછી બતાવીશ, પહેલા તું મને જણાવ કે તે કોઈ પબ્લિક ટોયલેટ યુઝ કર્યો હતો?'

'હા કર્યો હતો ને. આપણા જ શહેરના બસ સ્ટેશન નો, હવે મને બતાવ તું આવા પ્રશ્નો કેમ પૂછે છે?'

તારું વોટસએપ ચાલુ કર તને એક લિંક મોકલું છું તે લિંક ચેક કર. તને આપોઆપ ખબર પડી જશે.

સુમને ડેટા ઓન કરી વોટસએપ ઓપન કર્યો. સુમને આયુષીએ મોકલેલી લિંક ઓપન કરી.લિંક પરનો વિડિયો સુમને પ્લે કર્યો. તેની આંખો પહોળી જ રહી ગઈ જ્યારે તેણે દેખ્યું કે આ વીડિયો બીજા કશાયનો નહિ પરંતુ પબ્લિક ટોયલેટમાં તેના 'પી' કરતાનો હતો.

આયુષીનો ફરીથી કોલ આવ્યો. સુમન રડતી હતી.

'રડીશ નહિ સુમન હિમ્મત રાખ. તારા જેવી બીજી ઘણીયે છોકરીઓના પી કરતાના વિડિયો બનાવી કોઈ ઈન્ટરનેટ ઉપર અપલોડ કરી રહ્યું છે. આ કામ જે કોઈએ પણ કર્યું છે તેને તો હું બરાબરનો મજો ચખાવિશ. શું તને યાદ છે આ ક્યાં પબ્લિક ટોયલેટનો વિડિયો છે?'

'હા મને યાદ છે. મેં છેલ્લે આપણા જ શહેરના બસ સ્ટેન્ડ નો પબ્લિક ટોયલેટ યુઝ કર્યો હતો. મને પાક્કું યકીન છે કે આ ત્યાં નો જ છે. હું મારી નાક બંધ કરીને બેસી છું.'

'ઓકે તો પછી આપણે પોલીસમાં ફરિયાદ કરીશું.' આયુષીએ કહ્યું.

'તેનાથી શું થશે? બદનામ તો હું થઈ રહી છું ને?' સુમન રડવા લાગી.

'સુમન સૌથી પહેલા તો તું રડવાનું બંદ કર. સરકારે આના માટે પણ કાયદાઓ બનાવેલા છે. તને ખબર છે જો કોઈ વ્યક્તિ કોઈની પ્રાઇવેટ ફોટો કે વિડીયો ઉતારે છે અથવા કોઈના સ્તન, નિતંબ જે પ્રજનન અંગના ફોટો કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે તો 'section 66e IT act' અંતર્ગત તે વ્યક્તિને ત્રણ વર્ષની જેલ અથવા બે લાખનો દંડ અથવા બંને વડે સજા કરવામાં આવે છે.'

'આપણે પોલીસને ફરિયાદ કરીશું તો તે પેલા દુષ્ટને પકડી પાડશે અને તેને સજા થશે. જો તેને સજા નહિ થાય તો ખબર નહિ કેટલી છોકરીઓની આવી વિડિયોઝ ઈન્ટરનેટ ઉપર અપલોડ કરતો જ રહેશે.'

'તારી વાત સાચી છે આપણે ફરિયાદ કરવી પડશે.' સુમને પોતાના આંસુ લૂછતાં કહ્યું. 'પણ આયુષી ઈન્ટરનેટ ઉપર મારી જે વિડિયો ફરી રહી છે તેનું શું?'

'આપણે ઈન્ટરનેટ પરથી તે વિડિયો હટાવવાની અપીલ કરી શકીએ છીએ. વિડિયો હટાવવામાં કદાચ થોડો વધુ સમય લાગી શકે પંરતુ વિડિયો ઈન્ટરનેટ પરથી હટી શકે છે.'

'થેંક યુ આયુષી, મને હિમ્મત આપવા બદલ. જો તે મને આ બધા કાયદાઓ વિશે ના બતાવ્યું હોત તો શાયદ મને કદી ખબર જ ન પડત કે સરકાર આ રીતે કોઈ છોકરીની મદદ કરે પણ છે. હવે હું પણ ફરિયાદ કરીશ અને બીજી સ્ત્રીઓને આ વિશે જાગૃત કરીશ. લોકોને કાયદાઓ વિશે જણાવીશ કે જો તેમની સાથે આવું કંઈ થાય તો તેનાથી કેવી રીતે પનારો પાડી શકાય છે.

- પ્રવિણ રાજપુત 'કન્હઈ'