Nude Video Call and Fraud books and stories free download online pdf in Gujarati

ન્યૂડ વીડિયો કૉલ અને ફ્રોડ

રાહુલ જમવા બેઠો હતો ને તેના મોબાઈલ ઉપર કોઈનો મેસેજ આવ્યો. રાહુલે મેસેજ ચેક કર્યો. મેસેજ વાંચી રાહુલ પોતાના રૂમ તરફ જવા લાગ્યો.

'આમ જમવાનું અધૂરું છોડીને કેમ જાય છે?' રાહુલની મમ્મીએ પૂછ્યું.

'અધૂરું છોડીને નથી જતો, મારું પેટ ભરાઈ ગયું છે એટલે જાઉં છું.' રાહુલે જવાબ આપ્યો.

'રાહુલ તે ખાવાનું ઓછું કરી નાખ્યું છે. આમ નહિ ચાલે, તારી થાળી સાફ કરીને જા.'

પોતાના મમ્મીની વાત અણસુની કરી રાહુલ પોતાના રૂમમાં જતો રહ્યો.

'આ છોકરાએ તો મને હેરાન કરી મૂક્યો છે.' રાહુલની મમ્મી બબડી.

પોતાના રૂમમાં ગયા પછી રાહુલે મેસેજ ઓપન કર્યો. મેસેજ સલોનીનો હતો.

વાત આમ હતી કે કેટલાક દિવસ પહેલા રાહુલના વોટસએપ ઉપર કોઈ અજાણી છોકરીનો મેસેજ આવ્યો હતો. રાહુલ આમ તો સરળ છોકરો હતો, પણ સ્ત્રીની બાબતમાં તે નબળો હતો. અત્યાર સુધીના પોતાના જીવનમાં રાહુલે કદી કોઈ છોકરી સાથે વાત કરી ન હતી. તેને છોકરીઓ સાથે વાતચીત કરવામાં ડર લાગતી હતી અથવા મને કહેવા દો કે તેને વાતચીત કરતા જ નહતી આવડતી. અને એટલે જ તે કોઈ છોકરીને સામેથી બોલાવતો નહતો. એવું નહતું કે તેને કોઈ છોકરીઓમાં રસ નહતો, તેને છોકરીઓ બોલાવે તે ગમતું, પણ તેની અંદર છોકરીઓ સાથે વાતચીત કરવાની હિમ્મત નહતી.

પરંતુ આ વખતે તો સામેથી કોઈ છોકરીનો મેસેજ તેની પાસે આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિથી ક્યારે સલોની તેની મિત્ર બની ગઈ તેણે ખબર જ ન રહી. રાહુલ હંમેશા સલોનીનાં મેસેજનો ઈન્તેજાર કરતો રહેતો. જે રીતે એક ચાતક વરસાદ વરસવાનો ઈન્તેજાર કરે છે, તેમ રાહુલ સલોનીના મેસેજનો ઈન્તેજાર કરતો રહેતો અને જ્યારે પણ સલોનીનો મેસેજ તેની પાસે આવતો રાહુલ બધું જ કામ છોડીને તેનો રિપ્લાય આપવા લાગતો.

શરૂઆતમાં તો રાહુલ અને સલોની વચ્ચે બે મિત્રો જેવી જ વાતચીત થતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેઓ સેક્સચેટ કરવા લાગ્યા હતા.

સલોની સાથે સેકસચેટ કરવું રાહુલને ખુબ ગમતું હતું. તેને સેકસચેટમાં મજા આવવા લાગી હતી. અને તેથી જ આજે પણ સલોનીનો મેસેજ આવતા રાહુલ જમવાનું છોડીને પોતાના રૂમમાં આવી પહોંચ્યો હતો.

'હાય સેક્સી..!' સલોનીનો મેસેજ આવ્યો.

'હાય હોટી..!' રાહુલે રિપ્લાય આપ્યો. થોડા સમય સુધી બંને વચ્ચે વાતો ચાલી. થોડીવાર પછી સલોનીએ રાહુલને વિડિયો કોલ કરી.

સલોનીને વિડિયો કોલમાં દેખી રાહુલ તેને ફ્લાઈંગ કિસ આપવા લાગ્યો. સલોનીએ પણ આવું જ કર્યું. થોડી વાર પછી સલોની વિડિયો કોલમાં પોતાના કપડાં ઉતારવા લાગી. એક એક કરી તેણે પોતાના બધા જ કપડા ઉતારી નાખ્યા ને રાહુલની સામે વિડિયો કોલમાં સાવ નગ્ન અવસ્થામાં ઊભી થઈ ગઈ. તેણે રાહુલને પણ આવું કરવા કહ્યું. રાહુલે પણ આવેગમાં આવી પોતાના બધા જ કપડા ઉતારી નાખ્યા ને તદ્દન નગ્ન અવસ્થામાં સલોનીની સામે વિડિયો કોલમાં ઊભો થઈ ગયો. વિડિયો કોલમાં ઉત્તેજીત થઈને તે અશ્લીલ હરકતો કરવા લાગ્યો.

તેમની આ વિડિયો કોલ સતત અડધા કલાક સુધી ચાલી. કોલ કટ થયા પછી રાહુલ સુવા ગયો.

બીજા દિવસે અંદાજે સાંજના સાત વાગે સલોનીની મેસેજ રાહુલ પાસે આવ્યો. સલોનીએ એક વિડિયો મોકલેલી હતી. રાહુલે બધું જ કામ સાઈડમાં મૂકી તે વિડિયો ઓપન કરી. સલોનીએ મોકલેલ વિડિયો ગયા દિવસના વિડિયો કોલની રેકોર્ડિંગ હતી. વિડિયો સાથે સલોનીએ એક મેસેજ પણ કર્યો. 'બે હજાર રૂપિયા પેટીએમ કર, વરના વિડિયો વાયરલ કરી દઈશ.'

'હેય સલોની, આ શું છે?' રાહુલે ધ્રુજતા હાથે લખ્યું.

'તું ચાહતો હોય કે વિડિયો વાયરલ ન થાય તો બે હજાર પેટીએમ કર.'

'પણ સલોની...'

' તું પૈસા સેન્ડ કરે છે કે હું યુટ્યુબમાં વિડિયો અપલોડ કરું?'

'ના સલોની વિડિયો અપલોડ ના કરતી.'

'તો પછી બે હજાર પેટીએમ કર.'

રાહુલે બે હજાર રૂપિયા સલોનીને પેટીએમ કર્યા.

'બે હજાર બીજા કર.' સલોનીએ ફરીથી માંગ કરી.

'મારી પાસે નથી.'

'કર વરના હું વિડિયો અપલોડ કરી નાખીશ.' સલોનીએ ધમકાવતા કહ્યું.

રાહુલે ફરીથી બે હજાર સલોનીને પેટીએમ કર્યા.

ઘણા દિવસ સુધી આવું ચાલતું રહ્યું સલોની વારંવાર રાહુલને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવી લેતી પરંતુ એક દિવસ...

રાહુલ 'સલોની અને તેની ધમકીઓથી' કંટાળી ગયો હતો અને એટલે જ તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. રાહુલ ઉંદર મારવાની દવા લઈ આવ્યો. દવાની શીશી લઈ તે ધાબા ઉપર પહોંચ્યો. કેટલાક સમય સુધી તે દવાની શીશીને તાકતો રહ્યો. શીશીમાંથી કેટલીક ગોળીઓ બહાર કાઢી રાહુલ તેને ગળવા ગયો કે ત્યાં જ રાહુલનો ભાઈ આદિત્ય ત્યાં આવી પહોંચ્યો. રાહુલના હાથમાંથી દવા ને દવાની શીશી ફેંકી દઈ આદિત્યે રાહુલને કહ્યું. 'આ શું કરી રહ્યો હતો રાહુલ.'

પોતાના ભાઈ આદિત્યને જોઈને રાહુલ રડવા લાગ્યો.

'શું થયું રાહુલ, આવું તો શું થયું કે તું આટલું મોટું પગલું ભરવા જતો હતો? શું પપ્પાએ કંઈ કીધું હતું?' આદિત્યએ પ્રશ્ન કર્યો

રાહુલ કંઈ જ ન બોલ્યો.

'તું મને બતાવશે નહિ તો મને ખબર કઈ રીતે પડશે, રાહુલ.'

રાહુલ ડુસકા ભરીને રડવા લાગ્યો. રાહુલને રડતા દેખી આદિત્યએ રાહુલને ગળે લગાવી ચૂપ કરાવ્યો.

રાહુલને ચૂપ કરાવ્યા બાદ આદિત્યએ રાહુલને તેના આ પગલું ભરવાનું કારણ પૂછ્યું. આંખોમાં આંસુ સાથે રાહુલે આદિત્યને બધી જ વાત જણાવી.

રાહુલની વાતને સંપૂર્ણ સાંભળી લીધા બાદ આદિત્ય બોલ્યો. 'અત્યાર સુધી તું તેને કેટલા રૂપિયા આપી ચુક્યો છે?'

'એંશી હજાર.' રાહુલે કહ્યું.

'એંશી હજાર.' આદિત્ય એ ચકિત થઈને કહ્યું. ચાલ પોલીસ સ્ટેશન જઈએ, આપણે F.I.R નોંધાવીશું.

'ના ભાઈ, લોકોને ખબર પડી જશે તો...' રાહુલે રડતા રડતા કહ્યું.

'કંઈ જ નહિ થાય. તું ચિંતા મત કર. મારા ઉપર વિશ્વાસ રાખ.' આદિત્યે કહ્યું.

'ના ભાઈ પ્લીઝ. હું બદનામ થઈ જઈશ.'

'તું ડર મત રાહુલ. હું તને અને વાંચકો બંનેને જણાવવા માંગુ છું, જો અગર આવું તેમની સાથે થાય તો તેમને ડરવાની બિલકુલ જરૂર નથી. કારણકે મોટાભાગે પોલીસ આવા કેસમાં આપણી જાણકારી ગોપનીય રાખે છે.'

'તારી પાસે તે છોકરીની ચેટ પડી છે?' આદિત્યએ રાહુલને પ્રશ્ન પૂછ્યો.

'હા પડી છે. હું તેને ડિલીટ કરવાનો હતો, પછી મેં નહતી કરી.'

'વેરી ગુડ રાહુલ. આવું કદી થાય તો તમારી ચેટ તમારે કદીયે ડિલીટ કરવી નહિ. તારી આ ચેટ ફકત ચેટ નથી એવીડેન્સ છે. ચેટ વગર પોલીસ પણ તમારી મદદ કરી શકતી નથી. ચેટ એ એવીડેન્સની જેમ કામ કરે છે. ચેટ વડે જ પોલીસને તે બ્લેકમેઇલરને પકડવામાં મદદ મળે છે. હવે ચાલ પોલીસ સ્ટેશન.' કહી આદિત્ય રાહુલને પોલીસ સ્ટેશન લઈ ગયો. આદિત્યએ ત્યાં F.I.R. લખાવી.

'ડરવાની જરૂર નથી રાહુલ, તમારી માહિતી ગોપનીય જ રહેશે.' ઓફિસરે રાહુલને સાંત્વના આપતા કહ્યું. તમે હિમ્મત કરીને F.I.R. લખાવી તે ખુબ જ સારી વસ્તુ કહેવાય. મોટાભાગે લોકો સાથે આવું થાય પછી તેઓ બદનામીના ડરથી F.I.R લખાવવાથી ડરતા હોય છે. અને એટલે જ અમે પણ આવા બ્લેકમેઇલરસોને પકડી શકતા નથી. તમે આપેલી માહિતીથી અમે આ બ્લેકમેઇલરને ખુબ જ જલ્દી પકડી લઈશું.' ઓફિસરે કહ્યું.

'સર મારા ભાઈ સાથે જે થયું તે બીજા કોઈ સાથે ન થાય તે માટે કઈ સાવચેતી રાખવી જોઈએ?' આદિત્યએ પ્રશ્ન કર્યો.

'તમે ખુબ જ સરસ પ્રશ્ન કર્યો છે. સૌથી પહેલા તો કોઈ પણ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી જોઈએ નહિ. અજાણ્યા નંબરથી આવતી વિડિયો કોલ ઉઠાવવી જોઈએ નહિ. કદીયે પણ પોતાના ન્યૂડ(નગ્ન તસવીરો) કોઈને સેન્ડ કરવા નહિ. કદીયે પણ વિડિયો કોલમાં નગ્ન થવું નહિ. આવા વ્યક્તિઓ દ્વારા મોકાયેલી કોઈ પણ લિંકને ઓપન કરવી નહિ. ઘણી વખત લોકો પોર્ન દેખતી વખતે અલગ અલગ પોર્નસાઈટ ઓપન કરતા હોય છે, કેટલાક કેસમાં આવી સાઈટો બ્રોકેન હોય છે. જે યુઝરની માહિતી ચોરી કરી લે છે, અને પછી તેઓ આ માહિતીનો ઉપયોગ ખોટા કામ માટે કરતા હોય છે.' આ બધી બાબતો હતી આમાંથી બચવાની.'

સહેજ રુકીને ઓફિસરે આગળ કહ્યું. 'પરંતુ જો તમે આ ભૂલ કરી નાખી હોય અને તમારા ન્યૂડ કોઈની પાસે હોય, જે તેનો ઉપયોગ તમને બ્લેકમેઇલ કરવા કરી રહ્યો હોય, તો તમારે પોતાના પરિવાર સાથે આ વિશે વાત કરવી જોઈએ. બ્લેકમેઇલરને પૈસા આપવાથી પહેલા એક વખત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. પોલીસ આપણી સુરક્ષા માટે જ હોય છે. એટલે આવું કંઈ થાય તો સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવી જોઈએ. આપ 100 અથવા 112 ઉપર કોલ કરીને પણ ફરિયાદ નોધાવી શકો છો. અથવા cybercrime.gov.in ઉપર જઈને પણ તમે ફરિયાદ નોધાવી શકો છો.'

'થેંક યુ સર આપે મને અને વાંચકોને ખુબ જ સરસ માહિતી જણાવી. આ માહિતીથી ઘણાય લોકોના જીવન બરબાદ થતાં બચી શકે છે.'





- પ્રવિણ રાજપુત 'કન્હઈ'